" શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?" રાહુલ સંજયના રૂમમાં આવતા જ બોલ્યો.
" પાર્ટીમાં નથી જઈ રહ્યો....મારા એક મિત્રના આજ ઇંગેજમેન્ટ સેરેમની છે તો બસ એ જ અટેન્ડ કરવા જાઉં છું...."
" ક્યો મિત્ર?"
" છે મારો કોલેજ ફ્રેન્ડ...જીગરી યાર છે મારો...એટલે તો હું જાવ છું.....ચલ ને તું પણ સાથે....."
" હું ત્યાં આવીને શું કરીશ? હું તો એને જાણતો પણ નથી..."
" તું એને મળીશ એટલે જાણી જઈશ અને એમ પણ એણે તને પણ ઇન્વિટેશન આપ્યું જ છે.."
" એવું હોય તો તું દસ મિનિટ રૂક હું હમણાં રેડી થઈને આવ્યો..."
" ઓકે તો હું ત્યાં સુધીમાં કાર બહાર કાઢી લઉં છું.."
********************************
અર્પિતા અને કરનની સગાઈમાં દૂરથી દૂરથી મહેમાનો હાજર થયા હતા. નાના બાળકો આમતેમ દોડાદોડ કરી રહ્યા હતા. જ્યારે યુવાનો આ ન્યુ કપલ સાથે ફોટો ખેંચવામાં વ્યસ્ત હતા. અર્પિતા અને કરને એકબીજાને રીંગ પહેરાવીને સગાઈ કરી નાખી હતી. હવે બસ ફોટોશૂટ અને મહેમાનો માટેનું જમવાનુ ચાલુ હતું.
" કીધું હતું ને જલ્દી કર જે જો લેટ થઈ ગયા...." સંજયે હોલમાં પ્રવેશતા જ રાહુલ પર પ્રહાર કર્યો.
" સોરી યાર, ચલ આવ્યા છે તો મળીને જ જઈએ.." બન્ને એકસાથે કરનને આમતેમ શોધવા લાગ્યા. ત્યાં જ કરનની નજર સંજય પર ગઈ.
" એ સંજય!! ત્યાં ક્યાં ઊભો છે અહીંયા આવ..." કરને ઉંચા અવાજે સાદ નાખ્યો.
" અહીંયા છે કરન...ચલ..." બન્ને કરનને મળવા દોડ્યા.
" કોન્ગ્રેચ્યુલેશન....કરન....!" સંજયે કરન સાથે હાથ મિલાવતા કહ્યું.
" થેક્યું...અને તમે સોડા લીધી કે નહિ?"
" અરે ના ના અમારે સોડા નથી પીવી...."
" કરન....આ રાહુલ...."
" હા આ એ જ છે ને તારો નેબરહુડ ફ્રેન્ડ? મેં બર્થ ડે પાર્ટીમાં જોયો હતો..." કરને કહ્યું.
" કોન્ગ્રેચ્યુલેશન બ્રથર...." રાહુલે કહ્યું.
" અરે કરન... તું મારી ભાભીને ક્યાં મુક્યાવો? સગાઈ કરીને તોડી તો નથી નાખીને?" ત્યાં જ સંજય વચ્ચમાં બોલ્યો.
" અરે શુભ શુભ બોલ...અર્પિતા અહીંયા જ હશે....અરે ત્યાં જો રહી......, અર્પિતા બે મિનિટ અહીંયા આવીશ...."
" હા આવી..." અર્પિતા પોતાની ફ્રેન્ડ સર્કલને મૂકીને તુરંત કરન પાસે આવી ગઈ.
બે વર્ષ બાદ રાહુલે અર્પિતાને જોઈ હતી. કૉલેજના સમયમાં જેટલી સુંદર લાગતી હતી એનાથી બમણી સુંદર એ આજે આ સગાઈમાં લાગતી હતી. અર્પિતાને જોઈને રાહુલના ચહેરા પર અચાનક એક નીખાર આવી ગયો. એણે પોતાની ખુશી છૂપાવી અને એક અજાણ્યા યુવકની જેમ વ્યવહાર કરવા લાગ્યો.
" મીત માય ફ્યુચર વાઇફ અર્પિતા વર્મા.....અર્પિતા...આ સંજય મારો કોલેજ ફ્રેન્ડ...."
" કેમ છો ભાભી?"
" એકદમ મસ્ત...."
" મારા મિત્રે ઉંચા અવાજે વાત તો નથી કરીને તમારી સાથે? કોઈ ફરિયાદ હોય તો બે જીઝક કહી દેજો...સીધા પોલીસને હવાલે કરી દઈશું...."
" તું મને અભિવાદન આપવા આવ્યો છે કે સગાઈ તોડવા..."
રાહુલ પલકારા માર્યા વિના બસ એકીટશે અર્પિતાને નિહાળી રહ્યો હતો. જ્યારે અર્પિતા એ રાહુલ તરફ એક નજર તક નહોતી કરી.
" કરન બેટા! જરા અહીંયા આવ તો..."
" હા પપ્પા આવ્યો...તમે વાતચીત ચાલુ રાખો હું બે મિનિટમાં આવ્યો..." કરન પોતાના પિતા પાસે જતો રહ્યો. ત્યાં જ સંજયના ફોનમાં કોલ આવતા એ પણ વાતચીત કરતો ત્યાંથી થોડે દૂર ચાલ્યો ગયો. હવે બસ અર્પિતા અને રાહુલ એકલા ઉભા હતા. રાહુલે આ મોકાનો ફાયદો ઉઠાવતા કહ્યું. " વાહ અર્પિતા....આટલી જલ્દી તે સગાઈ પણ કરી નાખી...."
રાહુલને જોઈને અર્પિતાનું મૂડ જ ઓફ થઈ ગયું હતું. ચહેરા પર ગુસ્સાની રેખા ફરી વળી હતી.
" તને અહીંયા આવતા જરા પણ શરમ ન આવી..?"
રાહુલે તુરંત જવાબ આપતા કહ્યું. " મને તો ખબર પણ ન હતી કે તારી કરન સાથે સગાઈ થવાની છે....હું તો બસ સંજયને કંપની આપવા જ આવ્યો હતો.....પણ સારું થયું હું આવ્યો એ બહાને આપણી ફરીથી મુલાકાત જો થઈ ગઈ..."
" મુલાકાત કરવાનો હવે કોઈ અર્થ પણ નથી.... બે વર્ષ પહેલા તે જે કર્યું હતું એને હું આજે પણ નથી ભૂલી..."
" ભૂલ્યો તો હું પણ નથી તને અર્પિતા....આજે પણ મારા દિલમાં તારા પ્રત્યે પ્રેમ એટલો જ છે, જે બે વર્ષ પહેલા હતો...પણ તે આ સગાઈ કરીને મારું દિલ તોડી નાખ્યું....."
ક્રમશઃ