Agnisanskar - 90 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 90

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 90



કમિશનર વી આર મલ્હોત્રા મુંબઈના પોલીસ મથકે પહોંચી ગયા હતા. કમિશનરને અચાનક આવતા જોઈને દરેક પોલીસ કર્મીઓ સલામ કરવા લાગ્યા. કમિશનર સાહેબ ગુસ્સામાં પસાર થતાં ઇન્સ્પેકટરના કેબિનમાં પહોંચ્યા.

ઇન્સ્પેકટર વિજય એ કમિશનરને જોઈને સલામ કર્યું અને કહ્યું. " ગુડ મોર્નિંગ સર...."

" કૈસી ગુડ મોર્નિંગ?? પંદર દિન હો ગયે હૈ બોમ્બ બ્લાસ્ટ કે ઓર અબ તક તુમ્હે કોઈ સબૂત તક નહિ મિલા...!" કમિશનર સાહેબ આવીને વિજય સર પર તુટી જ પડ્યા.

" સર....હમ પૂરી કોશિશ કર રહે હૈં લેકિન જો લોગ ઇસ બોમ્બ બ્લાસ્ટ મેં મારે ગયે હૈ ઉસકે પરિવાર કે લોગ બડે ગુસ્સે મેં હૈ...જિસસે હમ અપને કામ પર ફોકસ નહિ કર પા રહે હૈ.. ઓર યે મીડિયા તો આપ જાનતે હિ હૈ...." વિજયે જવાબ આપતા કહ્યું.

" એક હોનહાર ઇન્સ્પેકટર હોતે હુએ તુમ બહાના દે રહે હો?"

" નો સર...."

" મુજે તુમ્હારી કોઈ બાત નહિ સુનની... મુજે બસ વો શક્સ ચાહીયે જિસને ઇતને બડે ક્રાઇમ કો અંજામ દિયા સમજે?"

" ઓકે સર..."

કમિશનરના જતા જ વિજય ફટાક દઈને ચેર પર બેસી ગયો. અને ટેબલ પર પડેલો આખો પાણીનો ગ્લાસ ગટ ગટ કરીને પી ગયો.

પોલીસની ટીમ એ ક્રિમીનલને પકડવાની પૂરી કોશિશ કરી હતી. પરંતુ ક્રિમીનલે એક સુરાગ પણ છોડ્યો ન હતો.

" પાટીલ ગાડી નિકાલ..." વિજય અચાનક ઊભો થયો અને જીપમાં બેસી ઘટના સ્થળે પહોંચી ગયો.

બજાર એકદમ શાંત થઈ ગયું હતું. બોમ્બ બ્લાસ્ટના લીધે દુકાનો, નાની મોટી લારીઓ સળગીને ખાક થઈ ગઈ હતી. વિજયે આ બજારમાં આવીને ઘણી ખરીદી કરી હતી. જેથી એને એ બધી યાદો તાજી થવા લાગી.

" વિજય અત્યારે ઈમોશનલ થવાનો સમય નથી..." વિજયે તુરંત આંસુ લૂછ્યા અને કોઈ સબૂત હાથ લાગે એ માટે આસપાસ નજર કરવા લાગ્યો. ત્યાં જ એની નજર બોમ્બ બ્લાસ્ટના અમુક ટુકડાઓ પર ગઈ. જે એણે બોમ્બ ડીફ્યુઝ કરનાર એક્સપર્ટને બતાવ્યા.

" સર...આ કન્ફર્મ ટાઇમ બોમ્બ જ છે..."

" આર યુ સ્યોર?" વિજયે ફરી પૂછ્યું.

" યસ સર.."

" આ પ્રકારનો ટાઇમ બોમ્બ ક્યાંથી આવ્યો હોઈ શકે? કોઈ માહિતી છે તારી પાસે?"

" હમમ.... યસ સર....આ ટાઇમ બોમ્બ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી જ આવ્યો હશે."

" મતલબ આ બોમ્બ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાન જવાબદાર છે!!"

**********************

ખંડેર હાલતમાં પડેલી એક જર્જરિત બિલ્ડિંગમાં અડ્ડો જમાવીને એક યુવાન પાકિસ્તાની એજન્ટ સાથે લેપટોપમાં વિડ્યો કોલ પર વાતચીત કરી રહ્યો હતો.

" કોઈ સબૂત તો હાથ નહિ લગા ના??" પાકિસ્તાન તરફથી અસીમ ખાને પૂછ્યું.

" બેફિકર હો જાયે જનાબ...આપ કા કામ બડે અચ્છે તરીકે સે હો ગયા...." ભારતમાંથી વિવાને કહ્યું.

" બડે ખૂબ....મુજે પતા થા તુમ મેરા કામ બડે અચ્છે તરીકે સે ખતમ કરોગે..."

" વો સબ તો ઠીક હૈ ભાઇજાન પર મેરે પૈસે કા ક્યા હુઆ? યાદ હૈ ના આપકો મુજે પુરે પચાસ લાખ રૂપિયે દેને હૈ..."

" બસ અભી તુમ્હારે પૈસે તુમ તક પહોંચ હિ રહે હોંગે..."

ત્યાં જ એક અજાણ્યો વ્યક્તિ વિવાનના અડ્ડા પર આવ્યો અને એક બોક્સ આપીને નીકળી ગયો. વિવાને બોક્સ ખોલ્યું તો એમાં પચીસ લાખ રૂપિયા હતા.

" યે તો સિર્ફ પચીસ લાખ હૈ? "

" હા તો તુમ ભૂલ ગયે ક્યાં? મેને ક્યાં કહાં થા આધા પૈસા કામ ખતમ કરને કે બાદ હિ મિલેંગે..."

" અભી કોનસા કામ બાકી હૈ?"

" મેને તુમ્હારે મોબાઈલ પે કુછ જગહો કી ફોટો ભેજી હૈ જહાં તુમ્હે અગ્લા બોમ્બ બ્લાસ્ટ કરના હૈ..."

વિવાને ફોટો ચેક કર્યા અને કહ્યું. " ચાર જગહો પર એકસાથે બોમ્બ બ્લાસ્ટ!!.."

" કયું ક્યાં હુઆ...નહિ કર સકોગે?"

" ના ભાઇજાન...ઐસા કિસને કહા... આપ બોલો ઓર કામ ન હો ઐસા કભી હો સકતા હૈ ક્યા..."

" ઓર હા યે ચારો ટાઇમ બોમ્બ એકસાથે ફ્ટને ચાહીયે...સમજ ગયે?"

" આપ ઇતના સમજો કી આપકા કામ હો ગયા..."

પાકિસ્તાની આતંકવાદી અસીમ ખાને બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ભારતમાં રહેનારા વિવાનના હાથે સોંપ્યો હતો. પૈસાની લાલચે વિવાન ખુદના જ ભારતવાસીઓના જીવ લેવા તૈયાર થઈ ગયો હતો. તેણે પોતાના પાંચ છ આદમીઓને કામે લગાડ્યા અને બોમ્બ બ્લાસ્ટ માટે એક મજબૂત પ્લાન તૈયાર પણ કરી નાખ્યો.

શું વિજય વિવાન સુધી પહોંચી શકશે? કે બોમ્બ બ્લાસ્ટ સાથે હજુ પણ ભારતવાસીઓના જીવ જશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ