આપ સહુ ને ખબર જ હશે કે મારું નામ ડૉ. અનંત ગુપ્તા.. હું એક સેક્સ એક્સપર્ટ, મેરેજ કાઉન્સેલર અને થેરાપિસ્ટ છું. પર્સનલ પર્સનલ વાતો માટે, લોકો મારી સલાહ લેવાનું પસંદ કરે છે.. આ તો થયો મારો ટુંક માં પરિચય.. હવે આપણે વિષય તરફ આગળ વધીએ..
સેક્સ અને મેન્ટલ હેલ્થ...જ્યારે આ બે શબ્દો એકસાથે બોલું છું ત્યારે મને અંદરથી એવું લાગે છે કે આ બન્ને એકબીજા ના પૂરક છે..સેકસ એજ્યુકેશન વિશે આપ સૌને માહિતી હશે એમ જાણીને હું આગળ વધુ છું. જો તમને બેઝિક સેક્સ એજ્યુકેશન વિશે માહિતી ન પણ હોય તો મારા લખેલા પુસ્તક પ્રેમ લગ્ન અને કામકળાવિજ્ઞાન ના પહેલાના ભાગોમાંથી માહિતી મેળવી શકશો. અહીંયા ત્રણ પ્રશ્નો હું આપની સમક્ષ રજુ કરું છું જે યુવાનોએ મારી સાથે શેર કરેલા છે અને હું એમને આ પ્રશ્નના ઉત્તર આપું છું.
(1) મારા પ્રમાણે સેક્સ એ ખૂબ ગંદો વિષય છે. આ વિશે ચર્ચા કરતા ખૂબ બીક લાગે છે.. હું ઇચ્છું છું કે મારું મન સેકસી વિચારોથી મુક્ત થઈ જાય, કોઈ ઉપાય બતાવો.
(A): સેક્સ એ કુદરતી ક્રિયા છે. તું જેવી રીતે ખાય છે, પીવે છે, સાફ સફાઈ રાખે છે.. એ જ રીતે પ્રેમ તેમજ મિલનની સ્વાભાવિક ઈચ્છા ને પૂરી કરે છે... અને આ શારીરિક અને માનસિક રીતે પ્રેમ અને સામીપ્યની ઇચ્છા ને પૂર્ણ કરવાનું એ કુદરતી માધ્યમ છે..સેકસ, એમાંથી મુક્ત થવા માટે તારે સંપૂર્ણપણે સેક્સની ઈચ્છાઓનો સ્વીકાર કરવો પડશે.. તમને કોઈપણ વસ્તુ ત્યારે જ હેરાન કરી શકે છે જ્યારે તમે તેને ખૂબ જ મહત્વ આપો છો.. તારા મનમાં જેવી ઈચ્છા થાય છે તેને ખૂબ જ સામાન્ય સમજીને ,રોજિંદા જીવનનો ભાગ સમજીને, સ્વીકાર કરીને અને એને સમજીને જાણીને એનાથી મુક્ત થઈ જા.. ખુબ જ સહજપણે, જે રીતે તું સૂર્યપ્રકાશ ,વરસાદ ,વાદળા વગેરેનો સ્વીકાર કરે છે એવી રીતે સેક્સના ભાવને પણ સ્વીકાર કર.. તને ખૂબ રાહત થશે.
(2) શું પોર્ન સેક્સ અને રીયલ સેક્સ એક છે?
(A): સૌથી પહેલા સમજી લે, પોર્નફિલ્મોમાં જોવા મળતા સેક્સ્યુઅલ દ્રશ્ય ફક્ત એક પ્રોફેશનલ અભિનય છે. એ દ્રશ્યો નું શૂટિંગ કરવામાં આવે છે.. ઘણા એડિટસ અને ફિલ્ટર્સ ઉમેરીને એ દ્રશ્યોને આકર્ષક બનાવવામાં આવે છે. આ એક કોન્ટ્રાક્ટ મારફતે અને પૈસા ચૂકવીને કરાવવામાં આવતું એક પ્રોફેશનલ કામ છે. જ્યારે અંગત જીવનમાં પતિ પત્ની અથવા બે પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ પ્રેમ સંબંધ છે. લાગણી નો સંબંધ છે. પોર્ન ફિલ્મોમાં જે પ્રકારે અભિનેતા અને અભિનેત્રીને દર્શાવવામાં આવે છે એના કરતાં તદ્દન વિપરીત રીયલ સેક્સ લાઈફ હોય છે. માટે આ ફિલ્મોને રીયલ સમજવાની ભૂલ કરવી નહીં.
(3) પોર્નગ્રાફી જોવાના ફાયદા પણ છે કે ખાલી નુકસાન છે..?
(A) તમારો સવાલ ખૂબ વ્યાજબી છે.. અને અટપટો પણ... શું આ પ્રકારની ફિલ્મો તદ્દન ખરાબ છે? અને જો આનાથી મન ખરાબ જ થતું હોય, તો આ પ્રકારની ફિલ્મો અટકાવી દેવી જોઈએ... પણ એવું નથી... આ પ્રકારની ફિલ્મો કેટલીક વાર અંગત જીવનમાં spice ઉમેરે છે. પતિ પત્ની અથવા કપલસ એકબીજાને ઉત્તેજિત કરવા માટે આ પ્રકારના માધ્યમોનો સહારો લેતા હોય છે.. એક સર્વે પ્રમાણે આ પ્રકારની ફિલ્મો જોનાર સંકોચમુક્ત અને સેક્સ વિશે વધુ જાગૃત હોય છે. આ ફક્ત એક સર્વે છે.. જે અલગ અલગ દેશોમાં ત્યાંના લોકોની રીત ભાત અને વિચારો પ્રમાણે લેવામાં આવે છે.
આ વિષયમાં મારું એટલું જ કહેવું છે કે આ પ્રકારનું કન્ટેન્ટ હવે ઇન્ટરનેટ પર ખૂબ આસાનીથી ઉપલબ્ધ છે. તમે કોઈને આ વસ્તુ સર્ફ કરતા હંમેશા અટકાવી શકશો નહીં. પણ તમારા બાળકોને સારા નરસાનું જ્ઞાન
તમે જ આપી શકશો. આ વિશે એક જ વસ્તુ કહી શકાય કે જ્યાં સુધી કોઈપણ વસ્તુ તમારા તન, મન ,અને રોજિંદી લાઈફને નુકસાન ન પહોંચાડે ત્યાં સુધી તે વસ્તુ યોગ્ય છે. પોનોગ્રાફી જો તમારા સ્વાસ્થ્ય, વિચાર અને રોજિંદા જીવન ,કમાણી અને પ્રેમાળ સંબંધો પર વિપરીત અસર પહોંચાડે અને તમને ખૂબ જ તેમજ રોજ આ પ્રકારનો કન્ટેન્ટ જોવાનું મન થાય અને તમે પોતાની જાતને રોકી ન શકો.. તો આ પ્રકારનું કન્ટેન્ટ તમારા માટે જોખમ છે ,હાનિકારક છે ,અને યોગ્ય નથી.. જો આવું થતું હોય તો તમે પ્રોફેશનલ કાઉન્સિલિંગ ની મદદ લઈ શકશો... સામાન્ય જીવનમાં આનાથી થતા ફાયદા અને નુકસાન તેમજ લિમિટ તમારે પોતાની જાતે નક્કી કરવાની છે.. કારણકે આ પ્રકારનું કન્ટેન્ટ સર્ચ કરવું કે નહીં એ વ્યક્તિગત તેમજ અંગત ચોઇસ છે. તમારા બાળકોને આ પ્રકાર ની સમજણ પણ આપવાની છે.