Nilkrishna - 9 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 9

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 9

ઘરા પણ રેતમહેલના બધાંજ પ્રાણીઓનો ઉત્સાહ જોઈ આ મહોત્સવમાં જવાં તૈયાર થઈ ગઈ હતી.બીજે દિવસે બપોરના ભોજન પછી એક ચોકઠાંમા સૌ પ્રાણીઓ એકઠા થયા.અને અગ્નિ મહોત્સવમાં જવા માટે,રહેવા માટે,બધું જ આયોજન કરી રહ્યા હતાં.સાથે જરૂરીયાતની વસ્તુ રાખવાની એક સુચી પણ બની રહી હતી.

વિચારમગ્ન એક જગ્યાએ સ્થિર ઉભેલી નિલક્રિષ્નાને એમ થતું હતું કે, "આજ સુધી કોઈ ક્યારેય રેતમહેલની બહાર નીકળ્યું જ નથી તો બધાને સુરક્ષિત રીતે અગ્નિ મહોત્સવમાં કંઈ રીતે પહોંચાડવા?"

હેત્શિવાએ નિલક્રિષ્નાને તર્ક સાથે જવાબ આપતા કહ્યું કે,
" પુત્રી, આ સવારના ઉગતા સૂર્યનાં કિરણને જો!જ્યાં સુધી એ આપણી સુધી પહોંચે છે,એનો મતલબ કે,ઉમ્મીદ છે.કોઈ વસ્તુ અશક્ય નથી.અગ્નિ મહોત્સવમાં પહોંચવા
માટે મારી પાસે વર્ષોથી છુપાવેલી વસ્તુઓ છે.પરંતુ ગયા
વખતે એ બધી વસ્તુઓ કાંટ માળ બની ચૂકી હતી.એને ફરીથી સલામત કરવાની જવાબદારી પણ તારી રહેશે.
એમાંથી કાંઈક તો એવું મળી જ જશે જેના દ્વારા ત્યાં સુધી બધા પ્રાણીઓ સુરક્ષિત પહોંચી જશે."

હેત્શિવા હર સો વરસે રેતમહેલના એક બંધ ખંડનો દરવાજો ખોલતી હતી.ત્યાં હજારો વર્ષોથી સાચવેલી જુનવાણી વસ્તુઓ અને તેનાં કાટમાળ પડેલા હતા.
પરંતુ એની ચાવી પણ હજુ શોધવાની હતી.

થોડીવારમાં હેત્સિવા અને નિલક્રિષ્ના એ ખંડ તરફ જવા નીકળ્યાં.

એ બન્ને એ ખંડ તરફ આગળ વધી જ રહ્યા હતાં.ત્યાં રસ્તામાં એક એવો જીવ મળ્યો જે બધાનાં હાડકાં,માંસ ને ગળી જતો હતો.પરંતુ એ શિવભક્તોને કશું કરી શકતો નહીં.એ જીવને જોતાં હેત્શિવાએ મૃત્યુંજય મંત્ર સાથે શિવની આરાધના કરી રહી હતી.સાથે આંખો સાગર કાંઠો પણ આ મંત્રથી ગુંજી ઉઠ્યો હતો.

થોડીવારમાં હેત્શિવાની ભક્તિથી પ્રસન્ન થઇને એ જીવે પોતાના કંઠમાં છુપાવેલી એ ખંડેર ખંડની ચાવી બહાર કાઢી.

હેત્શિવાની શિવ ભક્તિથી પ્રસન્ન થઇને તેના વરદ હસ્તે એ ચાવી તેને અર્પણ કરી.એ જીવને વંદન કરી અને ત્યાંથી એ બંને આગળ ચાલ્યા. ત્યાં પહોંચતાં જ એ મોટી ચાવી હાથમાં રાખી સાવ મૂક થઈ આંખો મીચી હેત્શિવાએ એક મંત્રનો ઉપચાર કર્યો.

પછી એ ચાવી વડે હેત્શિવાએ એ વરસોથી બંધ ખંડનો કટાયેલો દરવાજો ખોલ્યો.દરવાજાનું ટાળું ખુલતાં જ બે હાથથી એ કટાઈ ગયેલાં દરવાજાને ધક્કો મારતાં જ સામે નિલક્રિષ્નાએ જોયું કે,

આખાં ખંડમાં નાની નાની કેટલીય કાટમાળ જેવી જુનવાણી વસ્તુઓ પડેલી હતી.હેત્શિવા આગળ વધીને એક બોટ પર પોતાનો હાથ મૂક્યો.

નિલક્રિષ્ના એનો ઈશારો સમજી ગઈ અને એક રાક્ષસી મંત્ર બોલ્યો.ત્યાં જ એ સાવ નાની દેખાતી બોટ વિશાળ બનવા લાગી.આ જોઈને નિલક્રિષ્ના આશ્ચર્ય વ્યક્ત કરતાં કહેવા લાગી કે,"આ મેજિક છે મા.આ કેમ થયું?મને સમજાયું પણ નહીં. મારામાં એવી શું શક્તિ છે,બતાવીશ મને તું મા...!"

"પુત્રી,આ કોઈ જાદુ નથી.બસ,તારાં મનની એકાગ્રતા છે. જ્યારે પણ આપણે જે વસ્તુ ન સમજ આવતી હોય ત્યારે એનાં પર ફોકસ કરવાથી એ શકય થાય છે.એનાં માટે બ્રહ્માંડની બધી શક્તિઓ કરેલાં સંકલ્પને સિધ્ધ કરાવવા આપણી સાથે જોડાઈ જાય છે.બસ,આપણું એકચિતે કાર્ય હોવું જોઈએ.એટલે કાંઈ પણ અશક્ય નથી."

તે ખંડમાંથી એ બંને બહાર નિકળી રહ્યા હતાં ત્યાં જ
રેતમહેલનાં રાક્ષસી જીવોને લેવા એ ખંડેર ખંડમાંથી બહાર નીકળી એ બોટ રેતમહેલની નજીક આવીને ગોઠવાઈ ગઈ.

રેતમહેલની સાવ નજીક એ બોટને જોતાં બધાં જીવો
આશ્ર્ચર્યચકીત થઈ ગયાં.રાક્ષસી જેવો એમાં આગળ જવા શિસ્તબદ્ધ લાઈનમાં ઊભા રહી ગયાં હતાં.આ બોટ નજીક આવતાં જ બધાં પ્રાણીઓનાં કદ એકદમ નાનાં થવા લાગ્યા.
બોટમાં ચડવાની કોઈ સીડી ન હતી છતાં પણ એ સિધ્ધી રેતમહેલમાં ગોઠવાઈ ગઈ હતી.બધાં એક પછી એક આગળ વધી ગોથીકયુ ખાઈ સીધાં જ એમાં ગબડવા લાગ્યા.અને બોટમાં ચડવાનો પણ આનંદ માણવા લાગ્યા.

એ બોટની અંદરનો માહોલ પોતાની બે આંખો ખોલી નિરખતા એને પોતાને અનુકૂળ હોય એવુ જ વાતાવરણ લાગ્યું.બોટમાં બધું દરિયાઈ રાક્ષસી જીવોને અનુકૂળ આવે એ રીતે જ ગોઠવવામાં આવ્યું હતું.

નિલક્રિષ્નાને ખબર હતી કે,

"હેત્શિવાને કંઈકને કંઈક મીઠું ખાવા જોઈએ છે.અને એ સિવાય બીજા બધાની પસંદગીઓ પણ જુદી જુદી છે."

એક ફીસ વિશ્વા ઉપર તો એને અનહદ વ્હાલ હતો.એ શ્વાસની જેમ એની કાળજી રાખતી હતી.નિલક્રિષ્ના હરેક જીવની સંભાળ લાગણીશીલ બનીને જ રાખતી હતી. એનાં સ્નેહની સીમા અપાર હતી.

વિશ્વા નિલક્રિષ્નાના હાથમાં મીઠાઈનો થાળ જોઈને એ મિઠાઈની સુગંધ ભરતી પવનવેગે તરતી એનાં તરફ દોડી આવી રહી હતી.

ફિસ વિશ્વાને આમ જોરથી હાંફતી જોઈ નિલક્રિષ્નાએ મસ્તીમાં પુછ્યું,

"શેની ઉતાવળ છે હે...!"

"તું મારા માટે વાનગીઓ બનાવે અને મને ઉતાવળ ન હોય એવું કેમ બને."વિશ્વા મીઠાઈનો થાળ નિલક્રિષ્નાનાં હાથમાંથી જટકીને બોલી ઉઠી.

વિશ્વા મીઠાઈનો થાળ લઈને દરિયાઈ જીવોનાં ટોળાઓને ચીરતી આગળ વધતી ભાગી રહી હતી. નિલક્રિષ્ના પણ એને પકડવા માટે પૂરજોશથી એની પાછળ ભાગતી જતી હતી.

જરાક નિલક્રિષ્ના નમી ગઈ ત્યાં તો બધાં જીવોનાં હૈયામાં ફાળ પડી ગયો.

નિલક્રિષ્નાને જરાકેય ચોટ આવે તો કોઈ સહન કરી શકતું ન હતું.

આમ થતાં વિશ્વા એની જીદ છોડી નિલક્રિષ્નાની નજીક આવી સામે હાથે ગોઠણીયા વાળી ઝુકી ગઈ.

કાળજી રાખવાની સાથે આવાં અનેક મજાક મસ્તી તો થતાં જ રહેતા હતાં.

આખરે એ મીઠાઈનાં થાળ પર બધા એકસાથે તુટી પડયા.આમ મસ્તીમાં બધાનાં ચહેરાઓ પર હાસ્યનું મોજું ફરી વળ્યું.

હેત્શિવા હજુ બોટમાં પગ મુકતી હતી ત્યાં જ ધરાએ એને કહ્યું કે,

"ચિંતા ન કર બહેન! અગ્ની મહોત્સવમાંથી આવી આપણે નિલક્રિષ્નાને પૃથ્વી પર મૂકવા જવાની તૈયારી એકસાથે જ કરીશું.હું તારી હારે જ છું.હંમેશા તારી મદદ માટે સજ્જ રહીશ.અને હવે ચિંતા શેની છે તને? પૃથ્વી પર હું હરપળ એની સાથે જ રહીશ."

આમ બન્ને ને વાતો કરતાં બીજા બધા પ્રાણીઓ પણ સાંભળી ગયા અને એકસાથે કહેવા લાગ્યા કે,

"હાં હાં હેત્શિવા અમે બધાં જ તારી સાથે જ છીએ."

હેત્શિવા બધાને'હાં'હોંકારો આપતા હાકલ આપી કે,"એ હાલો બધાં સરખાયે ગોઠવાઈ ગયા છો ને...!
કોઈ બાકી રહેતું નથી ને...! તો બોટને દિશા આપી ચાલું કરીએ."

કોઈ કે પાછળથી અવાજ આપ્યો કે," નિલક્રિષ્ના બાકી છે."

નિલક્રિષ્ના અઠવાડિયાનાં બધાના ભોજન માટેની સામગ્રી
સાથે રખાવી રહી હતી.જરૂરિયાતની વસ્તુઓ સાથે હોય તો અગવડતા ન પડે એ માટે એ બધી વસ્તુની યાદી હાથમાં રાખીને બોટમાં મુકાવી રહી હતી.

નિલક્રિષ્ના બોટમાં પગથિયાં ન હોવાથી લથડી જતાં પાછળ આવતી ઘરા એને સંભાળી રહી હતી.સાચવીને ચાલવાનું કહેતાં એ એને આગળનું પગલું સંભાળીને ચાલવા કહેવા લાગી.

બોટનું બેલેન્સ કરવા માટે આગળ એક દિશા ચક્ર હતું. બોટને હેત્શિવા એક જ બેલેન્સ કરી શકતી હતી.
હેત્શિવાએ એ જંગલ સુધી પહોંચવાની દિશા નક્કી કરી બોટનું બેલેન્સ ચક્ર ફેરવ્યું.અને દિશા નિશ્વિત થતાં જ બોટ સિધ્ધી જ રેતમહેલથી ગુપ્ત માર્ગે અગ્નિ મહોત્સવમાં જવા સમુદ્રની અંદર જ આગળ વધવા લાગી ગઈ.બધાં જ બોટની અંદર સરખાયે ગોઠવાઈ ગયા પછી બોટ એકદમ કમળની જેમ બંધ થઈ ગઈ.થોડીવારમાં બધા આનંદ મંગલ કરતાં રેતમહેલનેથી ઘણાં આગળ વધી ગયા હતાં.

બોટનાં આગળનાં ભાગમાં વચ્ચે આવતા અરબ જંગલનાં વાળ,વેલીઓ એને અટવાઇ ન જાય એ માટે ધારદાર પ્લેટ રાખેલી હતી.એ અગ્ની મહોત્સવની જગા સમુદ્રમાં જ રહેલાં અરબ જંગલમાં આવેલી હતી.આ જંગલની ખાસ વાત એ હતી કે,સમુદ્રની ગહેરાયોમાં પણ પૃથ્વીનાં જંગલની જેમ જ ઉંચા ઉંચા જંગલી ઝાડ,બાવળ, વેલીઓ હતા.પરંતુ એ પૃથ્વીનાં વૃક્ષ,વેલીઓ કરતાં અલગ જાતના હતાં.

************

ધરા આ અગ્નિ મહોત્સવમાં જતાં બધાની સાથે આનંદ અનુભવતા વિચારે છે કે,જ્યારે પૃથ્વી પર એ હતી ત્યારે એને પોતાના આ સમુદ્રમાં આવવાનાં નિર્ણય વિશે થોડી શંકા કુશંકા થતી હતી.થતું હતું કે આ મારો નિર્ણય સાચો છે કે ખોટો?પરંતુ આજ અહીં બોટ પર બધા જીવો સાથે એવી હળીમળીને પોતાની દર્દ ભરી એ જિંદગી એને ભૂલાઈ ગઈ હતી.બધાં એની મિત્રતાથી ખુશ પણ હતા.જાણે એને એવું લાગી રહ્યું હતું.કે,"પોતાના પર પડતાં ધગધગતા કોલસાઓના ઘામાં આ સમુદ્રએ ટાઢક ભરી દીધી હોય...!"

આજે આ દોસ્તી સમુદ્ર અને ધરાની હતી.આ સમુદ્રએ એને એક નવું નામ પણ આપ્યું હતું "સમુદ્રા !"

બધાં જીવો સાથેની મિત્રતા એવી થઈ ગઈ હતી કે,જાણે એકબીજાને એ વર્ષોથી જાણતી ઓળખતી ના હોય...!

અનુમાન પ્રમાણે યાત્રા બે દિવસની હતી.અગ્નિ મહોત્સવ જ્યાં શરૂ થવાનો હતો.એ ટાપુનો કાંઠો દેખાવા લાગ્યો હતો.મહોત્સવનાં દ્વાર પર અગ્નિનાં પ્રતિકો એવી રીતે ચિત્રરેલા હતાં કે, 'જાણે હમણાં એ ચિત્રો માંથી આગ ભભુકી ઉઠશે.'બોટ એ દિશામાં થોડે આગળ વધતા હજારો વર્ષો જુનું ભદ્રકાલીનું વિશાળ મંદિર દેખાય રહ્યું હતું.એ મંદિરની આગળ ભદ્રકાલીની વિશાળ પ્રતિમાનું એવું સુંદર બાંધકામ કરેલું હતું કે,એ જોતાં એમ થતું હતું કે,હમણાં ભદ્રકાલી એ મૂર્તિ ફાડીને બહાર નીકળશે.

કમળની જેમ બધી પાંખો ખોલીને બોટ એ સમુદ્રની ગહેરાયોમાં આવેલ એ જંગલમાં સુરક્ષિત જગ્યાએ ઉભી રહી ગઈ.બોટ ખુલતાં જ બધાં ઉંચી નજર કરીને એ ભદ્રકાલીની વિશાળ પ્રતિમા જોતાં એક પછી એક નીચે ઉતરવા લાગ્યાં. દુર સુધી નજર કરી જોતાં વધુ ડરામણું આ પાણીમાં રહેલું જંગલ લાગતું હતું.

ધરાને માથા પર લાગેલા ઘામાં પણ હવે થોડી રાહત હતી.એને પોતાનો 'ઘા' તો સાવ યાદ પણ ન હતો.આ દરિયાની અંદરનું જંગલ જોઈને એ આશ્ચર્ય વ્યક્ત કરતાં નિલક્રિષ્નાને કહેવા લાગી કે,

"પૃથ્વી પર પણ આવાં ગાઢ જંગલો હોય છે.પરંતુ સમુદ્રની અંદર પણ જંગલ એ વાત પૃથ્વીવાસી કલ્પનામાં પણ ન વિચારી શકે."

માતાજીનાં સ્થાનકની એક સૌથી મોટી વિશેષતા એ હતી.કે,માતાજીનું વરદાન રાક્ષસી પ્રજા પર હંમેશા રહેતું હતું.ભલે અતિગાઢ જંગલ હતું.પણ અહીં આવનારની સુરક્ષા આપોઆપ થઇ જતી હતી.

મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હેત્શિવાની જ પ્રતિક્ષા થઈ રહી હતી.એને આવતા જ મુખ્ય આગેવાન તરીકે ફૂલનાં હારથી સ્વાગત કરવામાં આવ્યું.મુખ્ય આગેવાન તરીકે હેત્શિવાની આગતા સ્વાગતા કર્યા બાદ હેત્શિવાને મળવા બધી રાક્ષસી પ્રજા એક પછી એક એનાં સન્મુખ આવી રહી હતી.સ્નેહ મિલન સમારોહ પુરો થતાં જ
બધી રાક્ષસી પ્રજા અને તેના પાલતું દરિયાઈ જીવોને રહેવા માટે જુદી જુદી જગ્યાઓ આપવામાં આવી હતી.

રહેવા માટે જગ્યા અને ચોક્કસ સ્થાન આપ્યા પછી હેત્શિવાએ બધાને સંબોધન કરતાં કહ્યું કે,

(ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા ✍️