Jenifer Lopez in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | જેનીફર લોપેઝ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જેનીફર લોપેઝ

"એ દિવસોમાં રોજ પીઝાનો એક ટુકડો ખાવા મળતો આ સ્થિતિ 2 વર્ષ સુધી સહન કરી. આ દરમિયાન ક્લ્બ્સમાં ડાન્સ અને સિંગીંગ કરતી. છેવટે એક બહુ મોટું કામ મળ્યુ. આ કામ મળવું એ મારે માટે તો સ્વપ્ન સાકાર થવા સમાન હતું. અહીં પહોંચવા માટે આખું જગત ઉંધું-ચત્તું કરવા તૈયારી હતી. સહેજ પણ નમતું જોખ્યું નથી એ માટે." - જેનીફર લોપેઝ

કેટલીયે રાતો ડાન્સ સ્ટુડીયોમાં સુઈને ગાળી છે, કેટલાય વર્ષો ઘરની છત વગર વિતાવ્યાં છે અને દિવસોના દિવસો ભૂખ્યા પેટે કાઢ્યા છે ..વિશ્વ વિખ્યાત હોલિવુડ એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ફેશન ડીઝાઇનરની ભવ્ય ઓળખાણ મળી એ પહેલા. જાણીએ એ વ્યક્તિ વિશ..

24 જુલાઇ 1969 ના રોજ ન્યુયોર્કના બ્રોંન્ક્સ શહેરમાં જન્મેલ જેનીફર લોપેઝ સામાન્ય આવક ધરાવતા પરીવાર, એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહે. 5 વર્ષની ઉંમરથી જ જેનીફરે ડાન્સ અને સિંગીંગ શીખવાનું શરૂ કરેલું. એના મગજમાં એક જ વાત રમ્યા કરતી - ડાન્સર અને સિંગર તરીકે જ વિશ્વમાં પ્રસિધ્ધ થવું છે. આ મુકામ પર પહોંચવા માટે જે ભોગ આપવો પડે, જે મથામણ કરવી પડે એ કરવાની પુરી તૈયારી હતી. નાની વયમાં મળેલ તાલીમ અને અજબ સ્કિલ સાથેના ડાન્સ-સિંગીંગને કારણે જેનીફરને એ હાઇસ્કુલના છેલ્લા વર્ષમાં હતી ત્યારે એક નાના બજેટની ફિલ્મમા રોલ મળ્યો. આ સાથે જ એને પોતાની અસલી ટેલેન્ટની જાણ થઈ. ડાન્સને આધારે ફિલ્મ સ્ટાર બનવાનો નિર્ધાર અને નિર્ણય કર્યો.

જો કે, આ નવા પડાવ પર જવાના નિર્ણય સાથે માતા-પિતાની સંમતી ન હતી. એમનો આ બાબતે મનાવવા કે રાજી કરવા એણે પોતાનો આ નિર્ણય પાછો ઠેલ્યો. એમના આગ્રહને માન આપીને જેનીફરે કોલેજમાં પ્રવેશ લીધો. મા-બાપનું મન એની ફિલ્મ કરીઅરની ઇચ્છને સ્વીકારતું ન હતું તો આ મેડમને ભણવામાં કોઇ જ રસ ન હતો. મન ચોંટે નહીં ત્યાં લાંબો સમય કેવી રીતે રહેવાય ? - પહેલા સેમેસ્ટર પછી જેનીફર લોપેઝે કોલેજનો અભ્યાસ છોડી દીધો.

"મારૂં લક્ષ્ય હવે ફિલ્મ સ્ટાર બનવાનું જ છે. એ સિવાય કશું જ નહીં. એ માટે બધું કરી છુટવા તૈયાર છું"

"એ ઝાકઝમાળવાળી દુનિયા આપણે માટે નથી. સીધી રીતે અભ્યાસ કરીને કામ પર વળગો"

"હું એ રંગીન દુનિયા માટે જ સર્જાયેલી છુ. અભ્યાસમાં કશી જ ભલીવાર નથી.. એટેલે એ છોડ્યો છે.."

"એ નિર્ણય માટે ઘર-કુટુંબની પરવાનગી નથી,,"

"તો ઘર અને કુટુંબ પણ છોડીશ..."

ભારે ચર્ચા અને ફલીલિ પછી પોતાના સ્વપ્નને વળગી રહેવા દ્રઢનિશ્ચયી આ ભવિષ્યની સ્ટારે ઘર અને કુટુંબ છોડી દીધા. એને પુરી જાણ હતી કે હવેની ઝીંદગી સહેલી નથી. કપરાં ચઢાણ આવશે એમા. એણે એ માર્ગે સફર શરૂ કરી. શરૂઆત તો ક્લબમાં ડાન્સર તરીકે કામ કરીને જ કરી. એની પાસે કળા અને પસ્તુતિની આવડત હતી પણ, આ માહોલમાં સ્વીકારાઇ નહીં. ડાન્સ ફોર્મ એ જ હતું . ફોર્મેટ અલગ હતું. હા, એક ડીગ્નીટી અને ડીસંસી તો હતી જ. એટલે જ પ્રોફેશનલ ડાન્સર તરીકે પ્રસ્થાપિત થવા માટે લાંબી મજલ કાપવાની હતી. સમસ્યા માત્ર સફળતાનો રાહ જોવાની ન હતી. એ રાહ, એ અકથ્ય વિલંબનો સમય; ઘરની છત વગર, કોઇપણ જાતની આવક વગર, ભૂખ્યા પેટે પસાર કરવાનો હતો, જે ઘણું જ દુર્ગમ હતૂં. જેનીફરે અનેક રાતો ડાન્સ સ્ટુડીયોમાં સુઈને ગાળી. રાત-દિવસની કોઇ ગણતરી જ ન હતી.. રોજ નવો સંઘર્ષ, રોજ નવો પડકાર આવે. આ બધા જ પહાડ જેવા અવરોધો છતાં હાર્યા વગર. થાક્યા વગર જેનીફરે લડાઇ ચાલુ રાખી એને તો ફિલ્મ સ્ટાર બનવું હતું. રોલ મળે ત્યા સુધી, વાસ્તવિક જીવનનું એક્ઢાળીયું પાત્ર ભજવવાનું હતું.

સફળતાની ટોચ પર પહોંચ્યા પછી જેનીફર લોપેઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે "એ દિવસોમાં રોજ પીઝાનો એક ટુકડો ખાવા મળતો આ સ્થિતિ 2 વર્ષ સુધી સહન કરી. આ દરમિયાન ક્લ્બ્સમાં ડાન્સ અને સિંગીંગ કરતી. છેવટે એક બહુ મોટું કામ મળ્યુ. આ કામ મળવું એ મારે માટે તો સ્વપ્ન સાકાર થવા સમાન હતું. અહીં પહોંચવા માટે આખું જગત ઉંધું-ચત્તું કરવા તૈયારી હતી. સહેજ પણ નમતું જોખ્યું નથી એ માટે."

એ કામ મળ્યુ ને એ જ સમયે જેનીફરે એક રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા જીતી. જે બહુ મોટો વળાંક હતો. એક સજ્જ ડાન્સર-એક્ટર તરીકેની ઓળખ ઉભી થઈ. આના આધારે થોડાં મ્યુઝિકલ વીડીયો આલ્બમ્સમાં કામ મળ્યું. હજી ફિલ્મી દુનિયાના દ્વાર ખુલ્યાં ન હતાં. હા, ટેલીવિઝન પરની એક કોમેદી સીરીઝમાં ડાન્સરનો રોલ મળ્યો.

છેક 1990માં ફિલ્મ સ્ટાર બનવાનુ સ્વપ્ન પુરૂં થયું ખરૂં. હોલીવુડની 'સેલેના' ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો. જેનીફરમાં એક્ટીંગ ઉપરાંત ડાન્સ અને સિંગીંગની પણ આવડત હતી જે હોલીવુડની એ સમયની અન્ય એક્ટ્રેસ કરતા એને જુદી પાડતી. આ યોગ્યતાને ફિલ્મ સમીક્ષકોએ બહુ મહત્તા ન આપી. એની સ્ટાઇલની ટીકા કરી, આ તો જેનીફર હતી, બે વર્ષ ઘર વગર અને મર્યાદીત ખોરાક પર કાઢેલાં. એણે આ સમય પણ કઢ્યો અને એક્ટીંગની પરીભાષાને સુધારવા મહેનત કરી. ને પછી તો સફળતાએ પણ આ મનથી અડીખમ યોધ્ધા જેવી, કમનીય એક્ટ્રેસ સામે ઝુકવું પડ્યું.જોતજોતામાં ‘Maid in Manhattan’ , ‘The Cell’ , ‘Hustler’ , ‘Out of sight’ જેવી અનેક સુપરહીટ ફિલ્મો આપી આ એક્ટ્રેસે. જેનીફર લોપેઝે એની આકર્ષક ફિલ્મ કારકિર્દીમાં લગભગ 30 ફિલ્મોમાં અભિનયનાં અજવળાં પાથર્યાં. આ ઉપરાંત આશેરે 8 જેટલાં મેજર વીડીયો આલ્બસ એને નામ છે. જેનીફરે આગળ જતાં એક નવું પરીમાણ પણ ઉમેર્યુ એ છે ફેશન ડીઝાઇન. આધુનિક ઢ્બના વિવીધ ડ્રેસ ડીઝાઇંર તરીકે અને અનેક શો કરીને એમાં પણ ખૂબ પ્રતિષ્ઠા મેળવી.

ધૂળમાથી મહેલ બનાવવા હોય તો જેનીફર લોપેઝ જેવી કારીગરી જોઈએ. પરસેવા પડે, રોજ રાત્રે ઉંઘવા મટે જગ્યાનાં ઠેકાણા ન હોય, પેટમાં અન્નનો દાણો જ પડે પણ, આંખમાંથી આંસુ ન પડે, સ્વપ્ન સિધ્ધ કરવાના જંગમાં હથિયાર હેઠાં ન પડે એવું જીગર જોઇએ. .. હોલીવુડ ક્વીન જેનીફરને કાયમી Standing Ovasion આપવું પડે એવી હોનહાર પર્ફોર્મર છે... on the screen અને Off the screen.. જીવવાનો સચોટ રોલ નિભાવતા શીખવે અને પ્રેરે છે આ અપ્રતિમ અભિનેત્રી...