Mamata - 55-56 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 55 - 56

Featured Books
Categories
Share

મમતા - ભાગ 55 - 56

💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૫૫

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મંત્ર તેના મિત્ર આરવનાં ભાઈનાં મેરેજમાં વડોદરા જાય છે. જયાં તે એક છોકરીને જોઈ ચોંકી જાય છે..... તો કોણ છે એ છોકરી? તે જાણવા વાંચો આગળ...)


સિંદુરવરણી આકાશમાંથી સૂરજનું ઉગવું ને "કૃષ્ણ વિલા"માંથી મોક્ષાની આરતીનાં સૂર કાને પડવાં એ રોજનું થયું..... મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે. પરી....... પરી....... અને હમેંશ મુજબ મંથન પરીને જગાડવાં જાય છે.


મંથન તૈયાર થઈ ડાયનિંગ ટેબલ પર આવે છે. પરી પણ તેનાં ફેવરેટ કોર્ન ફલેકશ ખાય છે. અને કહે........

" મોમ, આ તારો લાડલો પણ ખરો છે હું ઘરે આવી ને જનાબ ગાયબ!! "

અને વાતો કરતાં કરતાં બધા પોતાનો નાસ્તો પુરો કરે છે.


બીજી બાજુ મંત્ર તેનાં મિત્ર આરવનાં ભાઈનાં મેરેજમાં વડોદરા ગયો હોય છે. અને ત્યાં ફટાકડી મિષ્ટિને જોતાં જ તેને થાય છે કે આ સપનું છે કે......

" અરે! મે કયારેય વિચાર્યુ ન હતું કે આ ફટાકડી મારી જાન સાથે બીજીવાર મુલાકાત થશે "

ગોલ્ડન ચોલીમાં મિષ્ટિ ગજબ લાગતી હતી. મંત્રની નજર તો તેનાં પરથી હટતી ન હતી. પણ મિષ્ટિએ તો મંત્રની સામુ પણ ન જોયું. પણ મંત્ર હવે મિષ્ટિ સાથે કેવી રીતે વાત કરવી તે વિચારવાં લાગ્યો. ત્યાં જ સોંગ વાગ્યું.....

" દુલ્હન કે દેવર ન દીખલાવો યે તેવર, જુતે લેલો, પૈસે દે દો... "

અને સામે મિષ્ટિનાં હાથમાં આરવનાં ભાઈ અંશની મોજડી જોતાં મંત્ર બોલ્યો.....

" ઓ, બાપ રે........... "

મંત્ર મિષ્ટિનાં સપનાંમાં બિઝી હો ને આરવ કામમાં અને તેનો ફાયદો ઉઠાવી મિષ્ટિ મોજડી ચોરી લીધી.


આરવ, મંત્ર અને તેનાં મિત્રોએ ઘણી કોશિષ કરી..... પણ ના કામયાબ, અંતે મિષ્ટિ મોજડી લઈ ટેરેશ પર ગઈ, મંત્ર પણ તેની પાછળ ગયો. મંત્ર એ જોરથી મિષ્ટિનો મોજડી વાળો હાથ પકડયો અને મિષ્ટિનાં કોમળ હાથનો સ્પર્શ થતાં જ મંત્રને ૧૪૦ વોલ્ટનો ઝાટકો લાગ્યો..... મંત્ર મિષ્ટિની આંખોમાં ખોવાઈ ગયો જાણે " હમ આપકે હૈ કૌન" નો સલમાન અને માધુરી જોઈ લો..... અને મંત્ર એ હાથની પકડ ઢીલી કરી અને નીચે આવ્યો. ત્યાં જ આરવ, મિત્રો કહે.....

" ઓ, મજનું મોજડી કયાં? "

ત્યાં જ મંત્ર બોલ્યો........

" હાર કર જીતનેવાલોકો બાઝિગર કહતે હૈ"

ત્યાં જ આરવ કહે.......

" આ મજનું ગયો હવે કામથી... "


થોડીવાર પછી મિષ્ટિ મોજડી લઈ નીચે આવી..... અને આરવે પુરા પાંચ હજાર રોકડા આપ્યા.

લગ્ન ધામધૂમથી પુરા થયાં હવે નીકળવાનું હતું. તો મંત્ર વિચારે છે... આ વખતે તો ગમે તેમ કરી ફટાકડીનો મોબાઈલ નંબર લેવો પડશે..... ત્યાં જ મિષ્ટિ તેનાં તરફ આવતી હતી. તેણે મંત્ર તરફ હાથ લંબાવીને કહ્યુ.....

" I am misty shah"
Friends"
💞💞💞💕💕💕💕

અને મંત્રને બીજીવાર આ કોમળ હાથનો સ્પર્શ કરવાં મળ્યો. મિષ્ટિએ એક કાગળની ચબરખી મંત્રનાં હાથમાં આપીને જતી રહી......
મંત્ર તો સપનું છે કે હકિકત એ જ નક્કી કરી શકતો ન હતો. અને જાન વડોદરાથી અમદાવાદ પાછી ફરી.....


આ બાજુ પરીને પણ હવે રજા પુરી થતાં તે મુંબઈ જવાં પેકિંગ કરવાં લાગી. ત્યાં જ મંત્ર તેની પાસે આવ્યો....

" દી, આપ જાવ છો? "

પરી: તને તો બહાર ફરવામાંથી જ સમય મળતો નથી વિચાર્યુ કે થોડા દિવસ ઘરે બધા સાથે સમય પસાર કરૂ પણ જનાબ પાસે ફુરસદ કયાં છે? "

મંત્રનો ઉદાસ ચહેરો જોઈને પરી કહે......

" ઓયે, ઓયે.... કંઈ પ્યાર લવનું ચક્કર તો નથીને? " અને આંખ મીચકારી રૂમ બહાર નીકળી.... (ક્રમશ)

💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ: ૫૬

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( પરીને ઘરની યાદ આવતાં તે અમદાવાદ આવી હતી. મંત્ર પણ ખુશ હતો કારણ કે ફાયનલી તેની ફટાકડીનો નંબર મળી ગયો..... હવે રોજ મેસેજ, કોલ... હવે આગળ....)


પરી આટલા દિવસો અમદાવાદ રહી મુંબઈ પાછી ફરી. એશા આજે કોલેજ આવવાની ન હતી તો પરી વહેલી તૈયાર થઈ કોલેજ જવા નીકળી.....
કોલેજ પહોંચતા જ સામે જ પ્રેમ મળ્યો ....પ્રેમ બોલ્યો......

" Good morning પરી....
આવી ગઈ, ઘણું રોકાણી તું"

પરી: હા, યાર હવે બધા સબજેક્ટ કવર કરવા પડશે.

પ્રેમ: ટેન્શન ન લે, હું નોટ્સ આપીશ તને....

અને બંને કલાસમાં લેકચર ભરવા ગયાં......
ત્રણ લેકચર ભરી અને બધા સાથે કેન્ટિનમાં નાસ્તો કરવાં ગયા. બધા પિકનીકની વાતો કરતાં હતાં તો પરી કહે....

" અરે! મને પણ કોઈ કહેશો! કયાં જાવ છો બધા? "

તો પ્રેમ બોલ્યો.......

" અરે! કોલેજમાંથી માથેરાનની પિકનીકનું આયોજન કરેલ છે. તું આવીશ પરી? "

તો પરી કહે......

" Sure, મે તો અહીંની કોઈ જગ્યા જોઈ નથી. તો ચોક્કસ આવીશ. એશાને પણ વાત કરીશ. અને તું આવે છે? "

પ્રેમ: ના, યાર હું આવીશ તો બા એકલા થઈ જશે. બે દિવસનો પ્રોગ્રામ છે. તો ય વિચારીશ.... (પ્રેમ ઉદાસ થઈ બોલ્યો)
અને બંને ઘરે જવાં નીકળે છે. તો પાછળથી પરીએ અવાજ કર્યો.... પ્રેમ.... હું આવું છું. ચાલ બા ને મળવાં. અને પરી પ્રેમ સાથે તેનાં ઘરે જાય છે.


આંગણામાં હિંચકા પર બા બેઠા હતાં પરી બા ને પગે લાગી " જય શ્રીકૃષ્ણ " કરે છે. બા ખુશ થતાં બોલ્યા.....

"બેટા, તું આવે તો સારૂ લાગે છે. મને મળવાં આવતી રહેજે"

ત્યાં જ બાનાં ફોનમાં રીંગ વાગે છે. બા પોતાનો ફોન લઇ વાત કરવાં જાય છે.......

" હેલ્લો, કેમ છે? જય શ્રીકૃષ્ણ
મોક્ષા તું બરાબર છે ને? અને બા ફોનમાં વાત કરવા લાગે છે"

અહીં પ્રેમ અને પરી ચા પીતા પીતા વાતો કરે છે. પરી મનમાં વિચારે છે કે પ્રેમ કેટલો સારો છે. અમેરીકામાં રહેલ હોવા છતાં એક મિત્ર બનીને રહ્યો. બીજો હોય તો કયારનો ફ્લર્ટ કરવા લાગે.
ત્યાં જ પ્રેમ કહે.....

" શું વિચારે છે પરી? "

પરી: કંઈ પણ નહી... બા કોની સાથે વાત કરે છે?

પ્રેમ: એમના કોઈ સહેલી છે. અમદાવાદમાં જ રહે છે. કયારેય મેં એમને પુછયું નથી?
સાંજ થતાં પરી હોસ્ટેલ પાછી ફરે છે......


રાત્રે બધા ડિનર પુરૂ કરી હોલમાં હતાં ને પરી વિડિયોકોલ કરી બધા સાથે વાતો કરી. પણ મંત્ર ખાસ કંઈ બોલતો ન હતો. તો પરી બોલી......

" હે.... Bro કેમ સાઈલન્ટ છે? "

તો મંત્ર કહે..........

" Nothing dear"

આ રોજનું હતું સવારે મંથન વિડિયોકોલ કરી પરીને જગાડે..... અને રાતે પુરી ફેમીલી સાથે વિડિયોકોલથી પરી વાત કરે.... (ક્રમશ:)


( પ્રેમ અને પરીની દોસ્તી રંગ લાવી રહી છે. પ્રેમે કયારેય પરી સાથે એવું કોઈ વર્તન નથી કર્યુ. તો શું પ્રેમ અને પરી મિત્રો જ રહેશે? કે પછી આ દોસ્તી પ્રેમમાં બદલશે? અને મોક્ષા પ્રેમનાં બા સાથે ફોનમાં કેમ વાત કરે છે? શું સંબંધ છે બંને વચ્ચે? જાણવાં વાંચતા રહો ભાગ: ૫૭)


વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર

વાંચતા રહો.......