Chorono Khajano - 64 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 64

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 64

Lost location


અચાનક જ એકદમ ઘનઘોર અંધકાર છવાવા લાગ્યો. તોફાન કદાચ પોતાની ચરમસીમા પર જઈ રહ્યું હતું. થોડી થોડી વારે થતા વીજળીના ચમકારામાં તોફાનની ભયાનકતા દેખાઈ આવતી.


રણમાં ઝડપભેર દોડી રહેલી ગાડીઓમાંથી એક ગાડીના ડ્રાઈવરને ઝટકો લાગ્યો હોય તેમ પોતાનું ગળું અને માથું ધુણાવ્યું. તેને લાગ્યું કે કદાચ તેની ગરદન ઉપર કોઈ જીવે ડંખ માર્યો. તેણે પોતાના એક હાથ વડે ગરદન ઉપર થયેલા ડંખનો ખ્યાલ આવે તેમ ખંજવાળ્યું અને ખંજવાળ્યા પછી તેણે પોતાના હાથની હથેળી ઉપર એક નજર નાખી.


પોતાના હાથ ઉપર લાગેલા લોહીને જોઇને પેલો ડ્રાઈવર એકદમ ગભરાઈ ગયો. ગભરાહટમાં તેણે પોતાની ગાડીના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો અને રણની રેતીમાં ગાડી એક તરફ નમી ને પલટી ખાઈ ગઈ.


ગાડીમાં બેઠેલા દરેક જણની એકસાથે ચીખ નીકળી ગઈ. તેમની પાછળ આવી રહેલી ગાડીના ડ્રાઈવરે ધ્યાન પૂર્વક તે ગાડીમાં રહેલા લોકોને કોઈ ઇજા ન થાય તેમ પોતાની ગાડી બાજુમાંથી કાઢી લીધી. થોડીક આગળ જઈને તેણે પોતાની ગાડી રોકી અને તે ગાડીમાંથી ત્રણ જણ નીચે પડેલા લોકોની મદદ માટે નીચે ઉતર્યા.


એના પહેલા કે તે લોકો પેલી ગાડીની નીચે દબાયેલા લોકોને કાઢવા માટે ત્યાં સુધી પહોંચે, એક જોરદાર ધમાકો થયો. પહેલા તો તે ધમાકો એક વિજળીનો કડાકો જ હતો, પણ તે વિજળી તે ગાડી ઉપર જ પડી અને પડતાની સાથે જ તે ગાડી એક ધમાકા સાથે બ્લાસ્ટ થઈ ગઈ. ગાડી નીચે દબાયેલા દરેક જણ ત્યાંને ત્યાં જ બળીને ભડથું થઈ ગયા.


ધમાકો થતાની સાથે જ તોફાનમાં ઉડી રહેલી ધૂળ અને અગ્નિનું મિક્સ તોફાન સર્જાયેલું દેખાયું. એવું લાગ્યું જાણે ધૂળિયા તોફાનની અંદર જ આગ લાગી હોય અને આ ધૂળ પણ સળગી રહી હોય.


આવો સળગતી ધૂળનો ધમાકો ફાટી આંખે પેલ ત્રણેય અંગ્રેજ બસ જોઈ જ રહ્યા. ડરના લીધે તેઓને શું કરવું જોઈએ તેનો પણ ખ્યાલ ન રહ્યો. અચાનક જ આ બધું જોઇને ડરી ગયેલા તેઓ દોડીને પાછા પોતાની ગાડીમાં આવીને બેસી ગયા. વળી તેમણે પોતાની ગાડીને તેમની મંજિલ તરફ દોડાવી મૂકી. એવું લાગ્યું જાણે તે લાગણી વિહીન લોકોને આ લોકોની મોતનો કંઈ ફરક જ ન્હોતો પડ્યો. બસ અત્યારે પહેલીવાર જોયેલી તોફાનની ભયનકતાથી તે અંગ્રેજ ઓફિસરોના ચેહરા પણ ડરના માર્યા ફફડી ઉઠ્યા હતા.


*****


આ તરફ જહાજમાં આ ઈમરજન્સી એલાર્મ વાગવાના લીધે બધી તરફ દોડધામ મચી ગઈ. સિરત દોડીને રાજ ઠાકોરની ચેમ્બર તરફ જવા લાગી. દિવાન, ફિરોજ અને સુમંત બધા પોતપોતાની રીતે એ જાણવા માટે દોડી પડ્યા કે આખરે એવું તો શું ઈમરજન્સી આવી પડી કે આ ઑટોમેટિક ઈમરજન્સી એલાર્મ વાગવા લાગ્યા.


તેઓ પણ દોડતા રાજ ઠાકોરની ચેમ્બર પાસે પહોંચ્યા. સિરત પહેલેથી જ સિમા સાથે ત્યાં હાજર હતી. દિવાન અને બાકીના લોકો સિરત અને રાજ ઠાકોર વચ્ચે થઈ રહેલો વાર્તાલાપ સાંભળવા લાગ્યા.


सीरत: आखिर ये सब चल क्या रहा है जहाज पे? क्या जहाज में कोई नुकसान पहुंचा है? ये अलार्म क्यों बज रहे है? आप कर क्या रहे है राज साहब? વાગી રહેલા એલાર્મની વાત કરતા સિરત બોલી.


राज ठाकोर: नही मैडम, ये अलार्म जहाज में किसी तकनीकी खराबी की वजह से नही बज रहे। રાજ ઠાકોર પોતાનો બચાવ કરતા બોલ્યો.


सीरत: तो फिर? સિરતે કહ્યું.


शेखर: दरअसल हम इस वक्त ऐसी जगह पे है जहां पर मैग्नेटिक फील्ड में कई सारे बदलाव आ रहे है। इस वजह से हमने जो लोकेशन सेट किया था वो अपने आप ही बदल रहा है। मुझे लगता है हमे जहां पहुंचना था, हम उस जगह पर पहुंच चुके है। क्यों की किसी जहाज में ऐसे बदलाव यूं ही तो नही होते। એના પહેલા કે રાજ ઠાકોર જવાબ આપે, તેની પાસે ઉભેલો શેખર નામનો એક એન્જિનિયર બોલ્યો.


सीरत: मैग्नेटिक फील्ड में बदलाव? लेकिन हम अगर उस जगह पर है तो हम उस दुनिया में कैसे जायेंगे? यहां तो कोई रास्ता भी नही दिख रहा। શેખરે આપેલા જવાબથી પૂરતો સંતોષ ન મળ્યો એટલે સિરતે ફરીવાર પૂછ્યું.


राज ठाकोर: बस कुछ देर और। हम अपनी मंजिल तक पहुंच चुके है और अब रास्ता खुलने की ही देर है। हम इसी वजह से यहां पर रुके हुए है। अब हमे सही वक्त का इंतजार करना है बस। રાજ ઠાકોર પોતાની વાત સિરત અને ત્યાં ઉપસ્થિત બાકીના લોકોને સમજાવતા બોલ્યો.


सुमंत: इंतजार? क्या सच में हम उसी जगह पर है जो मेप में दिखाया है? અત્યાર સુધી શાંતિથી બધી વાત સાંભળી રહેલો સુમંત બોલ્યો.


राज ठाकोर: दरअसल हम उस जगह से कुछ ही दूरी पर है, और अब उस जगह पर जाने की जरूरत नहीं है। ये मेप में जो हमे लोकेशन दिखाया गया है वो कोई एक जगह नहीं है, दरअसल वो अंदाजित इस लोकेशन के आसपास है, ऐसा हमे कहा गया है। आप चिंता मत करिए, बस कुछ देर इंतजार कीजिए, तब तक हमारे उस दुनिया में जाने का रास्ता भी मिल जायेगा। રાજ ઠાકોર મેપ માં રહેલું લોકેશન બતાવતા બોલ્યો.


सुमंत: और उस केलिए हमे कितनी देर इंतजार करना होगा? સુમંત ઉત્સુતાવશ બોલ્યો.


राज ठाकोर: बाहर का ये अंधेरा आप देख रहे हो, इसके दूर होने तक का। जैसे ही अंधेरा दूर होने लगेगा, एक भयानक आवाज उठेगी और उसके साथ ही रास्ता खुलेगा। રાજ ઠાકોર બહાર રહેલા અંધકારને બતાવતા બોલ્યો.


सुमंत: आप तो ऐसे जता रहे है जैसे आप पहले भी वहां जा चुके है? સુમંતને રાજ ઠાકોરની વાતમાં કંઇક શંકાસ્પદ લાગ્યું એટલે પૂછ્યું.


राज ठाकोर: नही, दरअसल मेरे दादा ने मुझे इन सब चीजों के बारे में बहुत अच्छे से बताया था। आप बस कुछ देर इंतजार कीजिए। રાજ ઠાકોર સુમંત અને બાકીના સાથીઓને સમજાવતા બોલ્યો.


दिवान: सीरत, हमारे लिए इंतजार करना ही सही है, हो सकता है तब तक डेनी भी जहाज तक पहुंच जाए। તેઓ વાતો કરી રહ્યા હતા એટલે બધી જ વાત બરાબર સમજ્યા પછી સિરતને ડેની વિશે વાત કરતા દિવાન બોલ્યો.


सीरत: ठीक है दिवान साहब। आप बिलकुल सही कह रहे है। हमे इंतजार तो करना ही चाहिए। સિરત પણ દિવાનની વાત સાથે સહમત થતા બોલી.


दिवान: रुकिए, इस अलार्म को यूं ही बजने दीजिए। इससे डेनी को जहाज ढूंढने में आसानी होगी। वो हम तक पहुंचने ही वाला है। વાગી રહેલા ઈમરજેન્સી એલાર્મને બંધ કરવા જઈ રહેલા રાજ ઠાકોરને રોકતા દિવાન બોલ્યો.


राज ठाकोर: ठीक है, जैसी आपकी मर्जी। રાજ ઠાકોર પણ દિવાનની વાત માનીને ઊભો રહી ગયો. તેણે દિવાનના કહેવા પ્રમાણે એલાર્મ વાગવા દીધાં.


જહાજને એક જગ્યાએ ઉભુ રાખવામાં આવ્યું હતું. સિરત અને દિવાન બાકીના સાથીઓને લઈને એક તરફ આવી ગયા. અચાનક સિરતને યાદ આવ્યું એટલે તેણે દિવાનને પૂછ્યું,


सीरत: क्या आपने उन लोगों के ऊपर आने का इंतजाम करवा दिया है? સિરતે પૂછ્યું.


दिवान: जी सरदार, वो लोग जब जहाज तक पहुंचेंगे तो उन्हे जहाज के ऊपर तक आने का रास्ता बड़ी आसानी से मिल जाए इसलिए मैंने पूरा इंतजाम कर दिया है। वो जब जहाज के ऊपर आए तब वहां हमे मीरा को हाजिर रखना होगा ताकि उन्हें लगें की ये काम मीरा ने किया है। जिससे वो लोग मीरा के ऊपर भी पूरा भरोसा कर सके। આખી વાત સિરતને સમજાવતા દિવાન બોલ્યો.


सीरत: हां ज़रूर। मैं मीरा को वहां भेज दूंगी। हमे बाकी की तैयारिया कर लेनी चाहिए। राज ठाकोरने कहा उस हिसाब से रास्ता कभी भी खुल सकता है। દિવાન ની વાત સાથે સહમત થતા સિરત બોલી.


दिवान: जी सही कहा आपने। हम अपनी और से पूरी तरह से तैयार है। એટલું બોલીને દિવાન પોતાની ચેમ્બર તરફ જવા માટે નીકળી ગયો.


*****


नारायण: What is this, why is it so dark? After this storm, now this darkness. Where will we find that ship in this darkness? What is happening? Oh, shit, now it is not even showing the location. We are in a bad situation. I think our spy may have been caught and that is why we are no longer in touch. Will she contact us again or should we call her? તોફાન પછીના અંધકારમાં કઈ રીતે આગળ વધવું એ કોઈને સમજાઈ ન્હોતું રહ્યું. એમાંય તેમના મોબાઈલમાં બતાવી રહેલું લોકેશન અચાનક બંધ થઈ ગયું એટલે નારાયણને લાગ્યું કે કદાચ મીરા પકડાઈ ગઈ હશે. આ બધી બાબત તે પેલા અંગ્રેજને બતાવતા બોલ્યો.


Villiam: What? We lost the location? Do whatever you want Narayan, we need that location. It is very important for us to reach that ship. Do one thing, call that girl and find out what is happening. ગુસ્સામાં વિલિયમ ચિલ્લાવા લાગ્યો. તેણે તરત જ નારાયણને મીરાનો કોન્ટેક્ટ કરવામાટે કહ્યું. જો કે તોફાનના લીધે આમેય તેમને જોરથી ચિલ્લાઈને જ બોલવું પડતું હતું.


नारायण: Yes, I will call right now. નારાયણ જોરથી બોલ્યો.


Villiam: Did the call come through? વિલિયમથી રાહ ન્હોતી જોવાઈ રહી એટલે તે ગુસ્સામાં ઉતાવળે બોલ્યો.


नारायण: No, the call is not connecting. What should we do now? વિલિયમ દ્વારા ગમે તેટલો ગુસ્સો કરવા છતાં કોલ ન્હોતો લાગી રહ્યો એટલે નારાયણ બોલ્યો.


Villiam: what the hell is happening there..? Shit shit shit.. ok, Do one thing, Talk to that boy and find out, maybe something can be done. Go now. ગુસ્સામાં વિલિયમ ગાડીના સ્ટિયરિંગ ઉપર જોર જોરથી પોતાના હાથ પછાડતા બોલ્યો. અચાનક તેને ડેની યાદ આવતા તેણે નારાયણને ડેની સાથે વાત કરવા માટે કહ્યું.


नारायण: Yes boss, I will see right now. નારાયણ જો કે વિલિયમના ગુસ્સાથી વાકેફ હતો એટલે તેણે તરત જ તેની વાત માનતા કહ્યું.


વિલિયમે પોતાની ગાડી ઉભી રાખી એટલે તરત જ નારાયણ નીચે ઊતર્યો અને પાછળ આવી રહેલી ગાડીમાંથી જે ગાડીમાં ડેની હતો તે ગાડીને ઉભી રખાવી એને ડેની સાથે વાત કરવા લાગ્યો.

તેઓ ઊભા રહ્યા એટલે પાછળ પાછળ બાકીની બધી ગાડીઓ પણ ઊભી રહી. તોફાન અને પવનના સૂસવાટા તેમને જોરથી વાત કરવા માટે મજબૂર કરતા હતા. અંધકારમાં પણ તેમની ગાડીઓની બળી રહેલી લાઈટો મહદ્ અંશે તેમના પૂરતી રોશની પૂરી પાડવામાં માંડ માંડ સક્ષમ થઈ રહી હતી.


डेनी:

अगर हमने लोकेशन खो दिया है तो समझो वो लोग वहां पहुंच चुके है। आखरी बार लोकेशन हमने कहां खोया था? જ્યારે નારાયણે ડેનીને બધી વાત કરી એટલે ડેની તરત જ સમજી ગયો કે સિરતનું જહાજ તેની મંજિલ સુધી પહોંચી ગયું છે. એટલે તેણે છેલ્લે લોકેશન જ્યાં દેખાયું હતું તે જગ્યા વિશે પૂછ્યું. કેમ કે અત્યારે તેઓ જે પરિસ્થિતિમાં હતા ત્યાંથી એ તો કહી શકાય એમ ન્હોતું કે તેઓએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ. ભયાનક અંધકારમાં વીજળીના કડાકા અને ધૂળના તોફાનમાં તેઓ કઈ દિશામાં આગળ વધવું જોઈએ એ કંઈ સમજી શકે એમ નહોતા.


नारायण:

वो, शायद यहां पर दिखा रहा था। उसके बाद वो दिखना बंद हो गया था। નારાયણ પોતાના મોબાઈલમાં છેલ્લે દેખાયેલું લોકેશન બતાવતા બોલ્યો.


डेनी:

ठीक है, तो इसका मतलब हमे जल्द से जल्द वहां तक पहुंचना पड़ेगा। अगर वो रास्ता खुल गया तो हम उनके साथ नही जा पाएंगे। ડેની એ બને એટલી ઝડપે છેલ્લે દેખાયેલા લોકેશન સુધી પહોંચવા માટે કહ્યું.


नारायण:

ठीक है। थैंक्स। ડેનીના ખભે હાથ મૂકીને આભાર માનતા નારાયણ બોલ્યો. તરત જ તે ત્યાંથી ચાલવા લાગ્યો અને દરેક ગાડીના ડ્રાયવરને છેલ્લે ખોયેલા લોકેશન સુધી આવવા માટે કહ્યું. પછી તે સીધો જ વિલિયમની ગાડીમાં પોતાની જગ્યાએ આવીને બેસી ગયો. તરત જ તેમની ગાડી આગળ વધી. તેની પાછળ પાછળ બાકીની ગાડીઓ પણ દોડવા લાગી.



શું તેઓ જહાજ સુધી સમયસર પહોંચી શકશે..?
શું ડેની ફરીવાર સિરતને મળી શકશે..?
કેવી હશે આ સફર..?
શું તેઓ સુરક્ષિત પેલી દુનિયામાં જઈ શકશે..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'