WEDDING.CO.IN-5 in Gujarati Fiction Stories by Harshika Suthar Harshi True Living books and stories PDF | WEDDING.CO.IN-5

Featured Books
Categories
Share

WEDDING.CO.IN-5



સિયા વિચારી રહી હતી આ લોકોને કેવી રીતે સમજાવવું કે મને લગ્ન વિષે વાત કરવી નથી ગમતી, કેમકે બધા રોહિત જેવા જ નીકળ્યા તો? મારે કોના પર ભરોસો કરવો.
આજે એના મામા આવવાના હતા એક છોકરા સાથે. મમ્મી એ કહી દીધેલું કે સિયા ઘરે જ છે તમે આવી જાવ. એટલામાં સિયા નો મોબાઈલ રણક્યો, તેના મામાનો ફોન હતો. તેમણે કહ્યું, "તુ હોટલ મેઈન માં આવી જા, તમે બન્ને અહીં શાંતિથી વાત કરી લેજો." સિયા હા ના કહે એ પહેલા જ તેની માંએ કહ્યું, "હા ભલે, એને મોકલું છુ."

સિયા ને ત્યાં જવું પડ્યું. સિયા હોટલમાં પહોંચી અને તેના મામાએ કહ્યું, "સિયા જો. . . આ છોકરો છે. બહુ સીધો છે, પાન-પડીકિનું વ્યસન નથી અને સરકારી નોકરી પણ છે. તમે બન્ને વાત કરી લો, હું મારુ કામ પતાવીને આવીશ." પેલા છોકરાએ સિયા ને કહ્યું, "ચાલો આપણે અંદર ટેબલ પર બેસીએ." સિયા એ કહ્યુ, "હા, તમે જાવ, હું એક કોલ કરીને આવુ."

સિયા વિચારી રહી હતી આની જોડે શું વાત કરુ? એટલામાં કોઈએ પાછળથી બૂમ પાડી, "સિયા મેમ..! તમે અહીંયા?" સિયા એ જોયુ તો ત્યાં તેના કોલેજની સ્ટુડન્ટસ યેના ઉભી હતા, જે રોહિતની સેક્રેટરી હતી.

"મેડમ, તમે અહીંયા?"
"હા, હું ફ્રેન્ડ ને મળવા આવી હતી," સિયા એ કહ્યું.
"હું અહીંજ જોબ કરુ છું. કામ હોય તો કેહજો."
"નોથેન્ક્સ ડિયર."

આ બન્નેની વાતચીત ચાલી રહી હતી અને અવાજ આવ્યો, "વોટ નોનસેન્સ ઈજ ધીસ? તને ખબર છે કેટલા રૂપિયાનો આ મોબાઈલ છે?" બન્યું એવું કે પેલો છોકરો સિયાને બોલાવા બહાર આવી રહ્યો હતો, અને ઉતાવળે ફોન પર વાત કરતા બહાર આવતા રોહિત સાથે અથડાયો અને રોહિતનો લાખ રૂપિયાનો આઈફોન નીચે પડ્યો.

અવાજ સાંભળી ને સિયા અને યેના પણ અંદર આવ્યા. સિયા એ રોહિતને જોયો અને તેની જૂની યાદો પાછી તાજી થઈ ગઈ. યેના દોડી ને રોહિત પાસે ગઈ, "આર યુ ઓકે સર?"

અને પેલા છોકરાએ જવાબ આપતા કહ્યું, "હું ઉતાવળમાં હતો, સિયાને બહાર બોલાવવા માટે જઈ રહ્યો હતો." રોહિતનું ધ્યાન સિયા તરફ ગયું. એ જ અણકહી વ્યથા ને વ્યક્ત કરતો એનો સુંદર ચહેરો નવી હેરસ્ટાઈલમાં વધુ સુંદર લાગતો હતો. એ રોહિતને ક્યારની જોઈ રહી હતી.

"ઓહ, તો હવે તમારો વારો છે." પેલા છોકરાને ધ્યાનમાં રાખી રોહિતએ વિચાર્યું, "હવે મારી જેમ સિયા આને મળવા આવી છે." અને એ ત્યાંથી જતો રહ્યો, યેના પણ ત્યાંથી જતી રહી અને. હવે પેલા મામાએ બતાવેલા છોકરાને સિયામાં કોઈ ઈન્ટ્રસ ન રહ્યો અને તે પણ ત્યાંથી ચાલ્યો ગયો. સિયાએ કોઈને રોકવાની કોશિશ પણ ન કરી.

આજે રોહિતને ફરીથી જોયા બાદ મન અને મગજ બન્નેમાં ધમાસાન ચાલતું હતું. રાત્રે ફરીથી આની મિટિંગ થશે અને સિયાની ઉંઘ બગડશે. પરાણે લથડિયા ખાતા મનને મગજને સમજાવ્યું હતું કે તું એને ભૂલી જા. આનાથી સારું કોઈ તારી રાહ જોઈ રહ્યું હશે. મન કહેતું, "ના, એવુ મારાથી નહિ થાય. ભલે હું એને આમને સામને એક જ વાર મળી છુ, પણ વેડિંગ ડોટ કોઈન ની સાઈટ પર તો અમે રોજ વાતો કરતા હતા. એની સાથે વાત કર્યા વિના મને ઊંઘ જ નતી આવતી. શું એના મેસેજ ની રાહ જોવાની મજા હતી કે સજા એ હું હજી નક્કી નથી કરી શકતી. ભલે મેં એ સાઈટ જ ડિલીટ કરી નાખી, પણ મનની વેબસાઈટ પર હજી તેના પેજ ખુલ્લા હતા જે આજે રીફ્રેશ થયા હતા."

અને તેના ફોનની રીંગ વાગી. તેની માતાનો કોલ હતો, ફરી એજ પૂછવા કે છોકરો કેવો લાગ્યો?.

આ તરફ રોહિત, જેની સાથે મીટીંગ કરવાની હતી ત્યાં પહોંચ્યો. જોયું તો ખબર પડી સાહેબ હજી આવ્યા નથી. યેનાએ પટાવાળાને પૂછ્યું, "એ બોલ્યો, સાહેબને હજી વાર લાગશે, જરૂરી મીટીંગમાં ગયા છે." એણે પોતું મારતા મારતા વાત કરી.

રોહિતને હોટલના ઈમ્પોર્ટન્ટ પેપર પર સાઈન લેવની હતી. એટલામાં એક કાર આવી. એમાથી બે લોકો ઉતર્યા. પેલા પટાવારો બોલ્યો, "લો, સાહેબ આવી ગયા." રોહિતે પાછું વળીને જોયું. તો તે એ જ પેલો હતો, જે સિયાને મળવા આવેલો અને તેની એણે બહુ ઇનસલ્ટ કરી હતી. સાથે સિયાના મામા હતા. બન્ને જણા વાત કરતા કરતા ઓફિસમાં જતા રહ્યા.

રોહિતે પટાવાળાને પૂછ્યુ, "આ બન્નેમાંથી સર કોણ છે?"
રોહિતે આંગળી આંટી વારીને પૂછ્યું, પણ વ્યર્થ.

શું હવે આ નવો આવેલો સાહેબ રોહિતને સાઇન કરી આપશે?, સિયાને રોહિત ને ફરીથી મળીને શું વિચારશે; તેના જીવનમાં આગળ શું થશે , એ જાણવા માટે જોડાયેલા રહો મારી સાથે, વાંચતા રહો અને તમારા સજેસન અને રીવ્યુ આપતા રહો.

- Harshika Suthar


---