Mamata - 49-50 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 49 - 50

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મમતા - ભાગ 49 - 50

💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૪૯

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મંત્રનું દિલ મિષ્ટિ પર આવી જાય છે. પણ મિષ્ટિ મંત્રને ભાવ દેતી નથી. તો કેવી રીતે મંત્ર મિષ્ટિ મનાવશે કે પછી આ પ્રેમ કહાની અધૂરી રહેશે? તે જાણવા વાંચો મમતા ૨)


સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર મંથન આમથી તેમ જુવે છે. મંથન પરીને લેવા માટે આવે છે. ત્યાં જ સામે પરીને આવતાં જોઈને મંથન સામે જાય છે. અને પરી દોડીને મંથનને ગળે મળે છે.

" મીસ યુ... સો મચ.. ડેડ, "

અને મંથન પણ તેને એડમિશન, હોસ્ટેલ વિષે પૂછે છે. કારમાં પરી મહાનગરી મુંબઈમાં માણેલી મજા મંથનને કહે છે. પરી ખૂબ જ ખુશ હતી. પણ હવે અભ્યાસ માટે ઘરથી દૂર, પરિવારથી દૂર જવું પડશે એ વિચારથી જ ઉદાસ થઈ જાય છે.


પરી ઘરે આવી શારદાબાને " જય શ્રીકૃષ્ણ " કહે છે. અને મોક્ષાને ગળે મળીને....

" મોમ, મીસ... સો મચ... "

" અરે! મોમ, તારો લાડલો આવ્યો કે નહી? "

મોક્ષા: ના, કાલે સવારે આવશે.


બધા સાથે મળીને કઢી, ખીચડીનું ડિનર લઇ બેડરૂમમાં જાય છે. બેડરૂમમાં ગુલાબી, ઝાંખો પ્રકાશ છે. મોક્ષાનાં ગળામાં હાથ નાંખી મંથન કહે......

" મોક્ષા, ખરેખર તેં બધું સંભાળી લીધું, પરીને કયારેય એવું મહેસૂસ થયું નથી કે તે તેને જન્મ આપ્યો નથી. "

" પરીની ચિંતા નથી મને બસ આ તારો લાડલો કંઈક ભણીને આગળ વધે તો સારૂ! "

આ સાંભળી મોક્ષા કહે.....

" તમે ચિંતા ના કરો, હાલ એ જુવાનીનાં જોશમાં છે. સમય આવશે તે પણ પોતાની જવાબદારી સમજશે "

બંને પતિ પત્ની જૂની વાતોને વાગોળતાં સુઈ ગયા......


વહેલી સવારમાં કાનાની આરતી કરી મોક્ષાએ પ્રસાદ આપ્યો અને એ જ રોજની જેમ પરી...... પરી........ અને એ જ મંથનનું કહેવું કે હું જાઉં છું પરીને જગાડવા....

મંથન પરીનાં રૂમમાં જાય છે. તો પરી હજુ સુતી હોય છે. મંથન પોતાના હાથ પરીનાં માથા પર રાખે છે તો પરી ઉઠીને મંથનને ભેટી જાય છે. મંથન અને ઘરથી દૂર જવું પડશે એ વાતથી પરી ઉદાસ છે. અને કહે.......

" ડેડ, ત્યાં હોસ્ટેલમાં મને કોણ જગાડવા આવશે? "

તો મંથન કહે.......

" અરે! ડિયર હું રોજ તને વિડીયોકોલ કરી જગાડીશ"

ત્યાં જ પરીનાં ફોનમાં રીંગ આવે છે. મંત્રનો કોલ હતો.

પરી: ડેડ, મંત્રને લેવા જવો પડશે, હું જાઉં છું કહી પરી નીચે ઉતરી....
કયાં નાની ઢીંગલી જેવી પરી અને કયાં સમજદાર પરી, એમ વિચારીને મંથન પણ નીચે નાસ્તા માટે આવે છે.

( ઘરથી અને ખાસ કરીને મંથનથી દૂર જવાની વાતથી પરી ઉદાસ છે. તો બીજી બાજુ મંત્રનું દિલ મિષ્ટિ પર આવી ગયું છે. તો હવે શું થશે? મંત્ર અને મિષ્ટિ મળશે? કે અધૂરી કહાની.....
વાંચવા માટે આપે ભાગ ૪૯ વાંચવો પડશે.) ક્રમશ:

💓💓💓💓💓💓💓💓


મમતા ૨

💐💐💐💐💐💐💐💐

ભાગ:૫૦

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( પરી મુંબઈમાં એડમિશન લીધુ. મંત્ર પણ આબુ ટ્રેકિંગ માટે ગયો છે. જયાં તેને મિષ્ટિ મળે છે. મંત્રને મિષ્ટિ ગમવા લાગે છે. આબુથી મંત્ર અમદાવાદ પાછો ફરે છે... હવે આગળ...)


પરી મંત્રને મળે છે. ને બન્ને ઘરે આવવા નીકળે છે. હમેંશા પરીને ખીજવતો અને બકબક કરતો મંત્ર આજ ચૂપ હતો. તો પરી બોલી.....

" અરે! Bro કેમ ચૂપ છે?
Every thing all right?"

તો મંત્ર કહે.....
"અરે! કંઈ નહી, થોડો થાકી ગયો છું, ઘરે જઈને આરામ કરૂ એટલે ફ્રેશ થઈ જઈશ."

પરી અને મંત્ર ઘરે આવે છે. બાને " જય શ્રીકૃષ્ણ " કરી મંત્ર પોતાનાં રૂમમાં સૂવા માટે જાય છે.


મંથન, બા, મોક્ષા અને પરી ડાયનિંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં વાતો કરે છે. મંથન કહે....

" પરી, તું તારી હોસ્ટેલ જવાની તૈયારી કરજે હવે! "

મોક્ષા પણ બોલી......

" હા, પરી આજે હું સાંજે ઓફિસથી વહેલી આવી જઇશ, આપણે બંને શોપિંગ માટે જઇશુ"

તો પરી કહે......

" ઓકે, મોમ....."

ત્યાં જ પરીનાં ફોનમાં એશાનો ફોન આવતાં પરી વાત કરવાં બહાર આવે છે. મંથન અને મોક્ષા બાને " જય શ્રીકૃષ્ણ " કરી ઓફિસ જવા નીકળ્યા.


સાંજ થતાં જ મોક્ષા ઓફિસથી ઘરે આવે છે. અને શાંતાબેનને કોફી બનાવવાં કહે છે. મોક્ષા મંત્રનાં રૂમમાં જાય છે. મંત્ર હજુ સૂતો જ હોય છે. ત્યાં જ પરી આવે છે. અને કહે.....

" મોમ, તમે આવી ગયા, હું રેડી છું આપણે નીકળીએ"

મોક્ષા ફ્રેશ થઈ કપડા બદલી નીચે આવે છે. અને કોફી પી ને નીકળે છે.

મોક્ષા બોલી....
"પરી, તારે જે જોઈએ તે લઈ લેજે, પછી અજાણ્યા શહેરમાં તું કયાં જઇશ?"

તો પરી બોલી.....

" ડોન્ટ વરી, અજાણ્યા કયાં છે ?એશા છેને મારી સાથે ,આપ મારી ચિંતા ના કરો, હું બધું મેનેજ કરી લઇશ"

આ સાંભળી મોક્ષા પરીને કહે છે....

" ચિંતા તો તારી નથી મને, મારી દીકરી શેરની છે પણ તારા વગર હું કેમ રહી શકીશ એજ વિચારૂ છું "

અને મોક્ષાની આંખોમાં આંસુ આવી જાય છે.

ત્યાં જ વાતાવરણને હળવું કરવાં પરી કહે.....

" મોમ જુઓ સામે પાણીપૂરી.... મારે ખાવી છે. અને મોક્ષા અને પરી સાથે મળીને પાણીપૂરી ખાય છે. અને ઘરે આવતાં આવતાં રાત થવા આવી હતી.


ઘરમાં મંથન, શારદાબા અને મંત્ર બધા સાથે મળીને ટી. વી જોતા હતાં. ત્યાં મોક્ષા અને પરી આવ્યા. મંથન બોલ્યો......

" મા, દીકરીએ પૂરી બજાર ખરીદી લીધી કે શું? "

અને બધા હસવા લાગ્યા......

ડાઇનિંગ ટેબલ પર બધા ડિનર માટે ગોઠવાયા. તો પરી કહે.....

" મોમ, મને ભૂખ નથી હું ઉપર જાવ છું. "
ત્યાં જ મંત્રનાં ફોનમાં કોલ આવે છે. ફોન આરવનો હતો. મંત્ર પણ જમીને આંગણામાં હિંચકા પર બેસી આરવ સાથે વાતો કરે છે.

આરવ: અરે! મજનુ નિંદર પુરી થઈ કે નહી? કે પછી હજુ ઓલી લૈલાનાં જ સપનાં જોવે છે. "

તો મંત્ર કહે.....

" અરે! યાર એ ફટાકડી હતી તો ખૂબસુરત, નથી તેનો નંબર કે નથી સરનામુ તો આ મિષ્ટિને કયાં શોધીશું?"

આરવ સાથે વાત કરતાં કરતાં મંત્ર થોડો ફ્રેશ થઈ ગયો. (ક્રમશ:)

( મંત્ર આબુટ્રેકિંગમાંથી આવી મિષ્ટિને ભૂલી શકતો ન હતો તેને બસ મિષ્ટિનાં જ સપનાં આવતાં હતાં. શું મંત્રને મિષ્ટિ બંને મળશે? તે જાણવા વાંચો મમતા ૨)

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર

વાંચતા રહો......
ઘરમાં રહો....

આપના પ્રતિભાવો જરૂરથી આપશો.