Karunantika - 9 - Last Part in Gujarati Drama by Mausam books and stories PDF | કરૂણાન્તિકા - ભાગ 9 (છેલ્લો ભાગ)

The Author
Featured Books
Categories
Share

કરૂણાન્તિકા - ભાગ 9 (છેલ્લો ભાગ)


કરૂણાન્તિકા ( સંપૂર્ણ ) - મૌસમ

કૃતિકાના મૉમ : મારી દીકરી મને પણ ભૂલી ગઈ..? હું તો એની સાથે લાગણીથી જોડાયેલી છું.. છતાં..?

ડૉક્ટર : તમારી દીકરી બદલાઈ નથી. તેનો સ્વભાવ.. તેની આવડત.. કોઈપણ કામમાં તેની રૂચિ..તેની લાગણી.. દરેક બાબતમાં તે જેવી હતી તેવી જ રહેશે. બસ તે ભૂતકાળની ઘટનાઓ..બનાવો.. લોકો અને લોકોના નામ..આ બધું ભૂલી છે. તેને પ્રેમ..સ્નેહ..હૂંફ..આપી તમે ફરી તમારા પ્રત્યે તેના દિલમાં લાગણી પેદા કરી શકો છો. બીજી વાત તેનું ઓપરેશન પણ તાજું છે એટલે હમણાં થોડા મહિનાઓ માટે તમારે બહુ ધીરજ રાખવી પડશે. તેના મગજને લોડ ન પડે તેવો તેની સાથે વ્યવહાર કરવો. આવા પેશન્ટને જલ્દી સાજા કરવાનો એક જ ઉપાય છે તે છે પ્રેમ..હૂંફ..!

દૃશ્ય 9

સ્થળ : અથર્વનું ઘર

સમય : સાંજે સાત વાગે ( બે વર્ષ પછી )

પાત્રો : અથર્વ
કૃતિકા

અથર્વ : અરે આ ફોન રિસીવ કેમ નથી કરતી..?( ફરી કૉલ કરીને..) ઓય..કૃતિકા..પ્લીઝ પીકઅપ ધ ફોન..! ( ઓફીસથી ઘરે આવતા અથર્વ કૃતિકાને ફોન પર ફોન કરે જાય છે પણ કૃતિકા ફોન ઉઠાવતી નહોતી. )

( અથર્વ ઘરે પહોંચીને..)

અથર્વ : કૃતિકા..કૃતિકા..બેબી ક્યાં છે તું..? કૃતિકા..( અથર્વએ આખું ઘર ફેંદી વળ્યું પણ ક્યાંય કૃતિકા ન દેખાતાં તે ગભરાઈ ગયો..)

અથર્વ : ( ગભરાઈ ને..) ક્યાં ગઈ આ..ક્યારનો ફોન કરું છું..? ફોન તો બેડરૂમમાં પડ્યો છે..! તો આ ગઈ ક્યાં..?

અથર્વ : કૃતિકા..કૃતિકા.. પ્લીઝ યાર..મારી સાથે આવી મજાક નહીં કર..

કૃતિકા : અથર્વ...હું અહી છું..!

અથર્વ : ક્યાં બોલી આ..? (મોટેથી..) ક્યાં છે તું..?

કૃતિકા : અરે અહીં છું..

અથર્વ : અહીં ક્યાં..?

કૃતિકા : ધાબે..!

અથર્વ : તું ત્યાં શુ કરે છે. ( દોડતો..ધાબે ગયો..) તું અહીં શુ કરે છે..? કંઈ ભાન પડે છે..? હું ક્યારનો ફોન કરું છું.. ઘેર આવ્યા પછી પણ ક્યારનો બુમો પાડું છું..!

કૃતિકા : અરે.. હું ધાબુ ધોવા આવી હતી..પણ ..

અથર્વ : પણ તું અહીં ભીનામાં બેસી કેમ ગઈ છે..?

કૃતિકા : અરે બેઠી નથી.. પાણીમાં મારો પગ લપસ્યો ને હું પડી ગઈ..મારાથી ઉભા નથી થવાતું..ઊભા થવામાં પ્લીઝ હેલ્પ કર..

અથર્વ : ઓહ..માય ડિયર..ધ્યાન રાખ્યા કર પોતાનું..( કહી અથર્વએ કૃતિકાને ઉઠાવી લીધી અને બેડરૂમમાં લઇ ગયો..

કૃતિકા : અથર્વ મને પગે બહુ દુખે છે..આ..આ..પગ હલાવી નથી શકતી.

અથર્વ : મોચ આવી લાગે છે.હું હમણાં જ સરખું કરી દઉં છું.

કૃતિકા : ના..મને બહુ દુખે છે.. તું ખેંચતો નહિ હો..

અથર્વ : એક વાત કહું..?

કૃતિકા : શું..? બોલને..?

અથર્વ : આજ તું મારો ફોન નહોતી ઉઠાવતી ને..તો હું બહુ ગભરાઈ ગયો હતો. ઘેર આવીને પણ તને ન જોઈ તો હું ડરી ગયો. ( કૃતિકાના પગ પર ધીમે ધીમે હાથ ફેરવતા..)

કૃતિકા : એમાં ડરવાનું કે ગભરાવાની ક્યાં જરૂર છે.. ? હું ક્યાં જવાની હતી..?

અથર્વ : ખબર નહિ.. પણ બહુ ડર લાગે છે.

કૃતિકા : શાનો ડર..?

અથર્વ : તને ખોવાનો ડર.. તને કંઈ થઈ જશે તો મારું શું થશે.. ? હું તારા વગર કેવીરીતે..? તું પ્લીઝ યાર મારી ગેરહાજરીમાં તારું ધ્યાન રાખ્યા કર.. હું હોઉં ત્યારે તો કંઇ વાંધો આવે એમ નથી. તારા વિનાના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો.

કૃતિકા : એટલો બધો પ્રેમ કરે છે મને..?(અથર્વના ગળામાં બન્ને હાથ પરોવીને..)

અથર્વ : એટલો..કે વાતો વાતોમાં તારું બધું દુઃખ..દર્દ.. છૂમંતર કરી દઉં.. હવે પગે કેવું છે જાનેમન..?

કૃતિકા : ( પોતાનો પગ હલાવતાં..) અરે અથર્વ..!તે શું કર્યું.. ? હવે મને સહેજ પણ દુખતું નથી.

અથર્વ : તારો પગ ઉતરી ગયો હતો..એ ચડાવી દીધો..

કૃતિકા : એક વાત કહું..?

અથર્વ : હા, બોલ ને..!

કૃતિકા : તું આટલો મસ્ત કેમ છે..?

અથર્વ : કેમ કે તું બહુ..બહુ..બહુ.. મસ્ત છે એટલે..

કૃતિકા : તને આવો પ્રેમ કરતા કોણે શીખવાડ્યું..?

અથર્વ : તે જ તો શીખવાડ્યું છે.

કૃતિકા : જાને.. બધો ક્રેડિટ મને કેમ આપે છે..? તું પરફેક્ટ મેન..પરફેક્ટ હસબન્ડ..છે. આઈ લવ યુ યાર..( અથર્વને ભેટી તેને ચુમતા..)

અથર્વ : ( મનમાં..કૃતિકા ને ભેટતાં..)તારા વગર હું કંઈ જ નથી. તારા પ્રેમ એ જ તો મને સાચો માણસ બનાવ્યો છે. નહિતર હું તો ઈગો વાળો.. દગો દેવા વાળો.. સ્વાર્થી માણસ હતો. મારા નાટકીય પ્રેમને સાચો કરનાર તું છે.

ખુશ રહો..ખુશહાલ રહો..
મસ્ત રહો..સ્વસ્થ રહો..

🤗 મૌસમ 🤗