મીત પોતાની સાંવરી સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, " અરે ગાંડી, એટલી બધી મારી ચિંતા ન કર્યા કરીશ હું તો બહારથી ઓર્ડર કરીને મંગાવીને પણ જમી લઈશ માટે તું ત્યાં ગઈ છે તો તારી તબિયતનો ખ્યાલ રાખજે અને તારા પપ્પાની ખૂબ ટૂક કેર કરજે."
અને મીત અને સાંવરીની આ પ્રેમથી ભરેલી એકબીજાની સતત સાથે રહેવા ટેવાયેલા એટલે એકબીજાની સતત ચિંતા કરતી વાતો ચાલી રહી હતી અને એટલામાં મીતના કેબિનનો દરવાજાને બહારથી કોઈએ નૉક કર્યો એટલે મીતે સાંવરીને કહ્યું કે, "ઓકે ઓકે ચાલ મૂકું પછી શાંતિથી વાત કરું તારી સાથે."
સાંવરી: ઓકે ચલ બાય
મીત: ઓકે બાય.
જેની: મે આઈ કમીન સર ?
મીત: હવે અડધી અંદર આવી ગયા પછી પૂછે છે કે, મેં આઈ કમીન સર ? સીધી રીતે આવી જાને ભાઈ અંદર.
જેની: મીત સાંભળ આજે તારે લંચ મારી સાથે લેવાનું છે.
મીત: કેમ ?
જેની: બસ હું કહું છું એટલે.
મીત: ઓકે બાબા. પણ તું શું જમાડીશ મને એ તો કહે..
જેની: આજે હું તારા માટે તારું ફેવરિટ સેવ ટામેટાનું શાક કોબીજ ડુંગળીનું કચુંબર અને બાજરીનો રોટલો બનાવીને લાવી છું. વેધર થોડું ઠંડુ છે તો બાજરીનો રોટલો ખાવાની મજા આવશે.
મીત: ઓકે થેન્ક્સ માય ડિયર સારું થયું તું ઘરનું જમવાનું લાવી મને હવે બહારનું ખાવાનું ઓછું ખાવું ગમે છે.
જેની: ઓહો, તો તો સુધરી ગયો.
મીત: અરે બહુ સુધરી ગયો છું હું તો.. તને ક્યાં તેની ખબર જ છે.
જેની: ઓકે ગુડ ચલ તો તો આનંદ થયો અને જમવા કેટલા વાગે બેસવું છે ?
મીત: વન ઓક્લોક
જેની: ઓકે, ચલ હું કામ પતાવીને આવું.
મીત: ઓકે ચલ હું પણ થોડું કામ પતાવી દઉં.
અને બંને જણાં પોતપોતાનું કામ પૂરું કરવામાં લાગી ગયા અને જોતજોતામાં એક વાગી ગયો એટલે જેનીનો ફોન મીત ઉપર આવ્યો કે, " જમવા માટે આપણે ક્યાં બેસવું છે ? "
મીત: અહીંયા મારી કેબિનમાં જ ટિફિન લઈને આવી જાને.
જેની: ઓકે ચાલ આવી.
અને જેની ટિફિન લઈને મીતની ઓફિસમાં આવી ગઈ.
જેની અને મીત શાંતિથી જમવા બેસી ગયા. મીત તો જેનીના હાથનું જમવાનું ખાઈને ખુશ ખુશ થઈ ગયો અને તેને કહેવા લાગ્યો કે, " જેની આ તું રસોઈ બનાવતાં કોની પાસેથી શીખી ?
જેની: કેમ એવું પૂછે છે ?
મીત: અરે યાર શું જોરદાર સબ્જી બનાવી છે તે.
જેની: થેન્કયુ.
અને મીત જેનીની રસોઈના વખાણ કરતો રહ્યો અને જેની ખુશ થતી રહી.
બંનેએ સાથે બેસીને શાંતિથી જમી લીધું. મીતે પોતાનું બનાવેલું ખાધું અને તે પણ પોતાના વખાણ સાથે એટલે જેની ખૂબ ખુશ હતી અને તેણે મીતને સાંજનું જમવાનું ઓફર કરતાં વધુ કહ્યું કે, " મીત આજે સાંજે હું ઈડલી સંભાર બનાવવાની છું તું આવશે મારા ઘરે જમવા ? "
મીત: અરે યાર, પાછો જમવા માટે તારા ઘરે આવું ?
જેની: આવે તો સારું, આમેય ઘણાં દિવસથી હું એકલી એકલી ઘરમાં રહીને કંટાળી ગઈ છું તું આવે આપણે સાથે બેસીને જૂની વાતો કરતાં કરતાં જમીએ તો થોડી મારી એકલતા દૂર થાય અને મને થોડું ગમે આમેય હમણાં સાંવરી પણ નથી જ ને તો પછી આવજેને ?
મીત: ઓકે સારું ચલ આવીશ.
અને જેની પોતાના કેબિનમાં ગઈ અને પોતાનું કામ પૂરું કરવામાં લાગી ગઈ.
અને મીત પણ જમ્યા પછી શાંતિથી પોતાનું કામ પૂરું કરવામાં લાગી ગયો.
સાંજે મીત અને જેની બંને સાથે જ ઓફિસેથી ઘરે જવા માટે નીકળ્યા અને જતાં જતાં જેનીએ ફરી એક વખત મીતને યાદ કરાવ્યું કે, તારે મારા ઘરે આવવાનું છે. " બોલ, કેટલા વાગે આવીશ ? "
મીત: ઓકે.
અને મીત પોતાના ઘરે ગયો અને જરા ફ્રેશ થઈને રીલેક્સ કપડા પહેરીને સોફા ઉપર ટીવીની સામે ગોઠવાઈ ગયો અને પોતે ટીવી જોવામાં એટલો બધો તો મશગુલ થઈ ગયો કે ન તો તેણે સાંવરીને ફોન કર્યો કે ન તો તે જમવા માટે જેનીના ઘરે ગયો.
જેની તેને ફોન ઉપર ફોન કરી રહી હતી પરંતુ તેનો ફોન સાઈલેન્ટ મોડ ઉપર હતો અને તે પણ તેણે પોતાના બેડરૂમમાં ચાર્જ થવા માટે મૂકેલો હતો.
થોડીવાર પછી તે ઉભો થયો અને તેનું ધ્યાન બેડરૂમ તરફ ગયું તો ફોન વાઈબ્રેટ થઈ રહ્યો હતો તે ફોન ઉપાડવા માટે ગયો અને તેણે જોયું તો જેનીના વીસ મીસકોલ્સ હતા. તેણે તરતજ જેનીને ફોન કર્યો તો જેની તેની ઉપર ગરમ થઈ કે, " શું કરે છે, કેમ હજી સુધી જમવા માટે નથી આવ્યો ભૂખ નથી લાગી તને ? "
જેનીએ ટોક્યો એટલે મીતને રીસેન્ટલી યાદ આવ્યું કે, " ઓહ માય ગોડ, હું તો ભૂલી જ ગયો કે મારે તારા ત્યાં જમવા આવવાનું હતું. ખરેખર મગજમાંથી જ નીકળી ગયું. "
જેની: ચલ આવી જા હવે ફટાફટ.
મીત: ઓકે આવ્યો ચલ.
અને મીત જેનીના ઘરે જમવા જવા માટે નીકળી ગયો.
મીત પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને જેની કાગડોળે તેની રાહ જોતી બેઠી હતી.
શું દર વખતની જેમ જેની મીતને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે ફોર્સ કરશે કે નહીં કરે..??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
24/6/24