💓💓💓💓💓💓💓💓
મમતા : ૨
💐💐💐💐💐💐💐💐
ભાગ :૪૭
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું હતું. પરીએ તો એશા સાથે મુંબઈમાં બહુ મજા કરી હવે જાણીએ મંત્રની ટ્રેકિંગ કેવી રહી.....)
વહેલી સવારમાં સૌ ટ્રેકિંગ માટે એકઠા થયાં.અરવલ્લીની પહાડીઓ, ચારેબાજુ લીલોતરી અને ઉગતા સૂરજને જોઈ મંત્ર અને આરવ તેમજ તેના મિત્રો મંત્રમુગ્ધ થઈ ગયા. મંત્ર અને આરવ ઉભા હતાં તો ત્યાંથી કાલવાળી શોર્ટ સ્કર્ટ વાળી સ્માર્ટ છોકરી આવી. આરવે મંત્રને કોણી મારી અને મંત્રનું ધ્યાન તે દિશામાં ગયું. ખુલ્લા રેશમી વાળ, ટાઈટ જીન્સ, ટોપ અને માથા પર હેટ પહેરેલી હતી. હસે તો જાણે ખળખળ વહેતા ઝરણાનો નાદ..... પોતાની જાતને માંડ માંડ કાબુમાં કરી બધા બસમાં ગોઠવાયા.
ફૂલ મ્યુઝિક સાથે બસ આબુનાં વળાંક વાળા રસ્તાઓ પર સર.....સર.. ચાલતી હતી. બસ જયાં ટ્રેકિંગ કરવાનાં હતાં તે જગ્યાએ જતી હતી. મંત્રને સપનાઓમાં ખોવાયેલ જોઈ આરવ બોલ્યો........
" ઓ, રોમીઓ, મોં પર હાસ્ય લાવ. "
મંત્ર: "આરવ, ગમે તેમ કરી તું પેલી ફટાકડીનું નામ જાણવાની કોશિશ કર "
બસ તેના નિયત જગ્યાએ આવી બધા ઉતર્યા. તો છેલ્લેથી કોઈકે બૂમ પાડી......
" અરે! મિષ્ટિ....તારૂ પર્સ રહી ગયું. "
અને મિષ્ટિ નીચેથી ફરી પાછી બસમાં પર્સ લેવા ગઈ.
બસ, પુરૂ મંત્રનું દિલ ધડકવાનું ભૂલી ગયું. "મિષ્ટિ" કેવું મીઠડું નામ છે. બોલતા પણ મધ જેવી મીઠાસ આવે છે. તો એ મીઠડી કેવી હશે?
આરવ આવ્યો અને કહે......
" આ ફટાકડીનું નામ તો ખૂબ સરસ છે યાર "
બધા ટ્રેકિંગનો સામાન લઇને આગળ ગયા. ઊંચી ઊંચી કાળી ટેકરીઓ પર બધા દોરડાથી ઊંચે ચઢવા લાગ્યા. આરવ અને બીજા મિત્રો આગળ નીકળી ગયા. મંત્ર જાણી જોઈને પાછળ હતો. ત્યાં જ મીઠડો કોયલ જેવો અવાજ કાને પડતાં મંત્ર એ પાછળ જોયું. તો મિષ્ટિ તેના ફ્રેન્ડ જોડે પાછળ હતી. વાતોમાં મશગુલ મિષ્ટિનો એક હાથ દોરડા પરથી સરકી ગયો. દોરડું નીચા આવતા તે પણ નીચે સરકી..... ત્યાં તો મંત્ર એ મિષ્ટિનો હાથ પકડી લીધો. નાજુક, કોમળ હાથનો સ્પર્શ થતાં જ મંત્ર તો ભાન જ ભૂલી ગયો. પણ ડરેલી મિષ્ટિ મંત્રની ખૂબ જ નજીક આવી ગઈ બંનેનાં શ્વાસ જોર જોરથી ચાલતાં હતાં. હૂંફાળા શ્વાસ, આંખોમાં આંખ.....
અચાનક પાછળથી અવાજ આવતાં બંને દૂર થયાં. મંત્ર એ મિષ્ટિને મદદ કરી તો મિષ્ટિએ મંત્રને "Thank you" કહ્યુ.
ઉંચાઈ પર ચઢીને બધાએ ઘણી બધી સેલ્ફીઓ લીધી. અને ટ્રેકિંગની મજા લઈ બધા જ છોકરા છોકરીઓ સાંજ થતાં હોટલ પર આવ્યા. (ક્રમશ:)
( આબુ ટ્રેકિંગ પર ગયા ત્યાં મંત્રની મુલાકાત મિષ્ટિ સાથે થઇ. મંત્ર તો મિષ્ટિને જોઈ પાગલ થઈ ગયો. મિષ્ટિ પણ મંત્રને પસંદ કરશે કે નહી? તે જાણવા વાંચો મમતા ૨)
વાંચતા રહો....
💓💓💓💓💓💓💓💓
મમતા :૨
💐💐💐💐💐💐💐💐
ભાગ :૪૮
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
( મંત્ર અને તેના મિત્રો આબુ ટ્રેકિંગમાં આવ્યા છે. જયાં મંત્રની મુલાકાત મિષ્ટિ સાથે થાય છે હવે આગળ......)
આકાશ તારાઓથી મઢેલું હતું. થોડી ગુલાબી ઠંડીનો સીસકારો અનુભવાતો હતો. રાત્રે હોટલની લૉનમાં કેમ્પ ફાયરનું આયોજન હતું. બધા જ લૉનમાં એકઠા થયાં હતાં. અંધકારમાં સળગતી જવાળા ગરમ હતી. અહીં મંત્ર અને આરવ તેના મિત્રો સાથે ગપાટા મારતા હતાં. પણ મંત્રની આંખો જેને જોવા આતુર હતી તો મિષ્ટિ હજુ આવી ન હતી. ડાન્સ, અંતાક્ષરીની ધૂમ ચાલતી હતી. બધા જ ખૂબ મસ્તી કરતાં હતાં પણ મંત્ર ચૂપ ચાપ બેઠો હતો. આરવ કહે........
" ઓ, મજનું તું ડાન્સ કર, નહી તો ઋતિકને ખોટું લાગશે "
પણ મંત્ર એ કંઈ જવાબ આપ્યો નહી. થોડીવાર થઈ ત્યાં મિષ્ટિ અને તેની સહેલીઓ આવી અને લૉન ઉપર બેસી. મિષ્ટિને જોતાજ મંત્રનાં ચહેરા પર ખુશી આવી. અને તેણે ઋતિકનાં ફેમશ સોંગ પર ડાન્સ કર્યો.....
" ઓ મેરે દિલ તું ગાયે જા..... "
મંત્રનું કસાયેલું શરીર, માંજરી આંખો જોઈને બધી જ છોકરીઓ દિલ દઈ બેસી પણ આ મિષ્ટિ તો મંત્રને ભાવ જ નહોતી આપતી.
સવાર થતાં જ આબુનાં ફેમસ નખી લેકમાં બધા સાથે બોટીંગ માટે ગયા. મંત્રની નજર તો બસ મિષ્ટિને જ શોધતી હતી. બીજા પણ આબુનાં ફરવા લાયક સ્થળો જોયા. અને બસ અમદાવાદ તરફ નીકળી
આ વખતે તો મિષ્ટિ મંત્રની સામેની સીટમાં જ બેઠી હતી. હમેંશા ટિખળ, મસ્તી કરવાં વાળા મંત્રને આમ શાંત જોઈને આરવ અને તેનાં મિત્રો ચિંતા કરવાં લાગ્યાં. આરવ કહે....
" હવે મારે જ કંઈક કરવું પડશે"
બસ એક હોટલમાં નાસ્તા માટે રોકાણી. તો આરવે મિષ્ટિની સહેલી સાથે હાય, હેલોની શરૂઆત કરી. મિષ્ટિ વૉશરૂમ ગઈ તો આરવે મિષ્ટિ વિષે તેની ફ્રેન્ડ પાસેથી માહિતી મેળવી લીધી.
મંત્ર પાસે આવીને આરવ કહે...
" ઓ, મજનું તારી લૈલાની મે કુંડળી મેળવી લીધી છે. આમ તો મોટો ઋતિક બનીને ફરે છે.તો હિરોઈનથી કેમ આટલો ડરે છે.
સાંભળ, આ મિષ્ટિ વડોદરાની ફેમસ એમ. એસ. યુનિવર્સિટીમાં કોલેજ કરે છે. અને તેના પિતાની એકની એક લાડલી છે. થોડી મગરૂર છે એમ તને ભાવ નહી આપે મજનું ઘણા પાપડ વણવા પડશે, પણ તું ચિંતા ના કર આપણે કંઈક સેટિંગ કરીશું "
(ક્રમશ)
( આબુ ટ્રેકિંગમાં મંત્રનું દિલ મિષ્ટિ પર આવી જાય છે પણ મિષ્ટિ તેને મચક આપતી નથી. બે દિવસ પુરા થતાં બંને અલગ થશે તો શું? મંત્રને તેનો પહેલો પ્રેમ મળશે? કે પછી બંને..... તે જાણવા વાંચો મમતા ૨)
વાંચતા રહો....
ઘરમાં રહો....
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
આપનાં પ્રતિભાવ જરૂરથી આપશો.