Sonu ni Muskan in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 7

The Author
Featured Books
Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 7

ભાગ ૭

સોનું ને શેહર માં રહેવાની ઈચ્છા નહોતી તેને પોતાનું ગામડું છોડી ને ક્યાંય જવું નહોતું , અને રમેશ અને મેના પણ સોનું ની વાત માની ગયા હતા.

રાત ના ૧૦ વાગ્યા સોનું સૂઈ ગઈ હતી આજે વેહલા , રમેશ અને મેના પણ પોતાના ના રૂમ માં જતા રહ્યા હતા, મેના સુવા ની તૈયારી કરી જ રહી હતી , તેને જોયું કે રમેશ કઈક ઊંડા જ વિચાર માં બેઠા છે,

મેના એ કહ્યું સોનું ના પપ્પા કઈક ઉંડા વિચાર માં લાગો છો શું વિચારી રહ્યા છો?? રમેશ એ જવાબ આપ્યું મેના મને નાટક માં ભાગ લેવા નો અને એક્ટિંગ નો આટલો શોખ હતો જ્યારે હું સોનું ની ઉમર નો હતો.

મેના એ કહ્યું હા એ તો મને ખબર છે પણ અત્યારે એ કેમ વિચારી રહ્યા છો, રમેશ એ કહ્યું મેના સોનું ને આટલો સારો મોકો સામે થી મળી રહ્યો છે અને તે ના પાડે છે,

જે મને જોઈતું હતું સોનું ને તે આટલી સરળતા થી મળી રહ્યું છે , જે મારો શોખ અધૂરો રહ્યો છે તે હું સોનું માં પૂરો થતો જોવા માંગુ છું

શું આપડે બેય સોનું ને સમજાવી ના શકીએ??
મેના એ કહ્યું તમારી વાત હું સમજી શકું છું,

પરંતુ તમે એ તો વિચારો કે સોનું એક વાર.
એક્ટિંગ માં ચઢી ગઈ પછી તેનું ભણવા ઉપર થી ધ્યાન હટવા લાગશે. અને આપડે ત્યાં શહેર માં સેટ કઈ રીતે થઈશું??

રમેશ ને મેના ની વાત બરાબર લાગી એટલે તેને આ વાત જવા દીધી, અને બંને જણા સૂઈ ગયા
ધીમે ધીમે સવાર પડી , આજે તો રવિવાર હતો.

સોનું ની સ્કૂલ ની પણ છુટ્ટી અને રમેશ ની દુકાન માં પણ છુટ્ટી , સવાર ના ૮ વાગ્યા હતા મેના તો ૭ વાગ્યા ની જાગી ને ઘર નું કામ કરી રહી હતી , અને તેને વિચાર્યું ચાલો આ બાપ દીકરી ને હવે ઊઠાડું તો ખરા.

તે સોનું ના રૂમ માં ગઈ અને કહ્યું સોનું બેટા ઉઠ ચલ સાડા ૮ વાગવા આવ્યા છે ,

ચલ ઉઠી જા હું તારા પપ્પા ને ઉઠાડવા જાઉં છું એટલી વાર માં ઉઠી ને નીચે આવી જજે હું બીજી વાર ઉઠાડવા નઈ આવું હો ને,

પછી મેના રમેશ ને પણ ઉઠાડવા ગઈ બંને બાપ દીકરી ઉઠી ને નીચે આવ્યા ,

રમેશ એ કહ્યું શું મેના રવિવારે પણ સુવા નથી દેતી અને તું સુ વેહલી ઉઠી ને કામ કરવા માંડે છે તારી ક્યાં કોઈ ટ્રેન છૂટી જતી હોય છે.

સોનું એ કહ્યું હા મમ્મી રવિવારે તો સૂઈ રેતી હોય તો , મેના એ કહ્યું મને તમારા બેય ની જેમ સુવા ની ટેવ નથી , તમને બેય ને તો ઢોલ વગાડી ને ઉઠાડો તોય ઉઠો એમ નથી,

થોડુંક હસી મજાક આમનમ ચાલ્યું પછી બધા એ નાસ્તો કર્યો આજે નાસ્તો સોનું એ બનાવ્યો તેને ખાવા નું બનાવવા નો પણ ખૂબ શોખ હતો ,

નાસ્તો કરી ને બધા નાઈ ધોઈ ને રેડી પણ થયી ગયા આજે રવિવાર નો ઉત્સાહ જોવા મળતો હતો સૌ ના ચેહરા ઉપર , બપોર ના ૧૨ વાગ્યા હતા.

કોઈક એ દરવાજો ખખડાવ્યો , રમેશ એ જઈ ને ખોલ્યું તો એક ભાઈ હતા , રમેશ એ કહ્યું તમે કોણ , તે ભાઈ એ કહ્યું શું સોનું અહી જ રહે છે?? રમેશ એ કહ્યું હા એ મારી જ દીકરી છે

રમેશ એ સોનું ને બોલવી અને કહ્યું કોઈક ભાઈ આવ્યા છે બેટા , સોનું એ આવી ને જોઉં તો સુજલ ભાઈ હતા ડાયરેક્ટર ,

સોનું એ કહ્યું અરે પપ્પા આ તો ડાયરેક્ટર ભાઈ છે મેં તમને કહ્યું હતું ને પિક્ચર માં લેવા ની વાત તે.

રમેશ એ તેમને અંદર બેસાડ્યા મેના તેમના માટે પાણી લય આવી ડાયરેક્ટર એ કહ્યું મે આસપાસ સોનું નું ઘર પૂછ્યું હતું તેમને આ ઘર નું એડ્રેસ આપ્યું,

તેમને કહ્યું સોનું તે મને કંઈ જવાબ આપ્યો નહિ એટલે મારે આવું પડ્યું , તેમને રમેશ ને કહ્યું ભાઈ સોનું એ તમને વાત તો કરી જ હશે તમારો વિચાર શું છે???

રમેશ એ કહ્યું સોનું ફિલ્મ માં કામ કરે તેના થી અમને તો કંઈ વાંધો નથી પરંતુ સોનું જ ના પાડે છે કારણકે તેને શહેર માં રહેવું પસંદ નથી.

ડાયરેક્ટર એ કહ્યું શું વાંધો છે શહેર માં રહેવાનો?? રમેશ ભાઈ શહેર માં જો તમે રહેવા આવસો તો સોનું નું જ ભવિષ્ય સુધરશે ,

અને જો એક વાર સોનું પિક્ચર માં કામ કરી ને famous થયી ગયી પછી તેનું કેટલું નામ બનશે,

લોકો માં તેનું માન વધશે તેને બધા ઓળખશે એમાં સોનું જ સારું છે બધું , મેના એ કહ્યું પણ ભાઈ પછી સોનું જો ફિલ્મ માં કામ કરશે તો તેનું ભણવા નું બગડશે.

બહુ હોશિયાર છે તે ભણવા માં તેમાં સુજલ એ કહ્યું નઈ બગડે ને બેન તે બપોર સુધી સ્કૂલ માં જશે પછી આવી ને અમારી જોડે થોડું શૂટ કરશે તો સાંજે તો ઘરે આવી જશે.

આવી ને તે તેનું થોડું ઘણું હોમવર્ક કરી શકસે અને વાત રઈ પરીક્ષા ની તો ત્યારે અમે ટાઈમ એડજેસ્ટ કરી લઈશું , અને ત્યાં રહેવા ની ઘર નું પણ વ્યવસ્થા કરી આપીશું અમે ,પછી તમારો વિચાર .

રમેશ ને તો વાત માં કઈ ખોટું લાગતું નહોતું તેનું તો બહુ મન હતું સોનું ને એક્ટિંગ ના કેરિયર માં.

આ વાર્તા અહી સુધી જ રાખીએ મિત્રો , આગળ નો ભાગ જલદી આવશે.😊