Relationship nu Startup - 1 in Gujarati Love Stories by Suspense_girl books and stories PDF | રીલેશનશિપ નું સ્ટાર્ટઅપ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

રીલેશનશિપ નું સ્ટાર્ટઅપ - 1

સૌ પ્રથમ આપ સૌનો આભાર કે મારા શબ્દ ને સમજવા માટે અને મને એક નવા રસ્તા પર ચલાવતા શીખવાડવા માટે દરેક નો આભાર.

હું પહેલી વાર લખી રહી છું એક પ્રેમ નું સ્ટાર્ટઅપ જે હું મારા શબ્દ ના જોડાણ સાથે તમારી વચ્ચે લાવી રહી છુ.અને હા ટાઇટલ જોઈ ને વિચાર આવ્યો હસે કે આ તો ઇંગલિશ માં હશે પણ ના હું ઇંગલિશ અને ગુજરાતી નું મિશ્રણ એટલે કે ૫૦ ૫૦ બનેનો સરવાળો ૧૦૦ થાય એવી જ રીતે ઇંગલિશ ગુજરાતી એ બને ને સાથે મળી ને જ આ સ્ટાર્ટઅપ ની શરૂઆત થશે.

જો ગુજરાતી માં આનું નામ કહું તો એક પ્રેમ ની શરૂઆત અને હિન્દી માં કહું તો મોહબત કી શરૂઆત. તો મારા આ ઇંગ્લિશ ગુજરાતી ના કોમ્બિનેશન પર થી કંઈ આઈડિયા આવ્યો ?

દરરોજ એક નવો દિવસ સ્ટાર્ટઅપ લઈ ને આવે છે માણસ ના જન્મ ની સાથે જ એનું આ દુનિયા સાથે સ્ટાર્ટઅપ શરૂ થઈ જાય છે જન્મ તા ની સાથે નવા પરિવાર ની ખુશી માટે નું સ્ટાર્ટઅપ. આપણે બધા એ અત્યાર સુધી એ જ સાંભળ્યું છે કે એક નવા વિચાર સાથે બિઝનેસ ખોલવો, એમાં સફળ થવું એ બિઝનેસ માં નામ કમાવું, એ બિઝનેસ ને મંજીલ સુધી પોહચડવો એને સ્ટાર્ટઅપ કહેવાય નહીં?

તો ચાલો હું જ કહી દઉં! આ રીલેશનશીપ નું સ્ટાર્ટઅપ એટલે બને એ સાથે મળી ને આ સ્ટાર્ટઅપ ને મંજીલ સુઘી પોહચાડવી. જે રીતે બિઝનેસ ને આગળ વધારવા માટે કસ્ટમર ને ટાઈમ આપવો એમની વાત સાંભળવી, એમને શેની જરૂર છે એ બધું સમજીએ ત્યારે આ બિઝનેસ લાઈન માં આવે છે ને... તો બસ આવી જ શરૂઆત એક રીલેશનશિપ ની થાય છે જે હું તમને કહી રહી છું.

ભવ્યા નામ ની છોકરી જેની ઉંમર ૨૪ વર્ષ દેખાવ માં શ્યામ, માસૂમ આંખો, લાંબા વાળ, પતલી અને એના ૩૩ દાંત વાળી એની મુસ્કાન.ક્યારેક નાના છોકરા ની જેમ મસ્તી કરતી ને એવી જ રીતે હસતી તો ક્યારેક કાળા વાદળાં ની જેમ કે કાળા વાદળાં ને જોઈ ને લાગે કે હમણાં વરસે પણ એ વરસે જ નહીં બસ એ પણ આવી જ કે લાગે હમણાં એ બહુ બધું બોલશે ને એની આંખો ભરાઈ આવશે પણ એ ચૂપ જ રહી જાય છે,ના વાદળાં ની જેમ વરસતી કે ના એ બોલતી. તેનું પરિવાર ૧/૦૮/૨૦૨૨ માં અમદાવાદ માં શિફટ થયું તે તેના પરીવાર નો દીકરો બની ને એ એના પરિવાર ની મદદ કરી રહી હતી એ છેલ્લાં ૩ વર્ષ થી નોકરી કરી રહી છે એ સૌ પ્રથમ જ્યાં નોકરી કરી રહી હતી ત્યાં એ ખુશ હતી પણ પગાર ઓછો મળવા ના કારણ થી તે બીજી નોકરી શોધી રહી હતી. તો એને એક નોકરી ની ઑફર આવી તેને ત્યાં સારા પગાર ની ઑફર પણ આપી તો એને એ નોકરી બદલવાનો નિર્ણય કર્યો અને ૧ નવેમ્બર,૨૦૨૩ માં એને એ નોકરી છોડી ને ત્યાં જવાનો નિર્ણય લીધો. ૩ નવેમ્બર,૨૦૨૩ ના દિવસે એનો એ નોકરી માં પહેલો દિવસ હતો એ નવી વસ્તુ નવા માણસ એ બધા થી એ બહુ જ ડરતી હતી પણ જીવન નો નિયમ છે ને એવું કઈ જ નથી જે અહીંયા કાયમ માટે હોય તો બસ એ જ વિચારી ને એ નવી શરૂઆત કરે છે નવા પ્રયત્ન ની પણ અને નવી નોકરી ની પણ ત્યાં ના માણસો નું વર્તન જોઈ ને એ વધારે જ ડરી ગઈ ત્યાં પાંચ જનનો સ્ટાફ હતો ૪ છોકરીઓ અને એક છોકરો હતો પેહલા જ દિવસ એ જોયું તો છોકરો - છોકરી બધા સાથે મળી ને સિગારેટ પી રહ્યા છે બધા દારૂ ની અને બીજી બહુ ખરાબ વાતો કરી રહ્યા છે એ આ બધું જોઈ ને સાવ ડરી જ ગઈ એને કંઈ નતું સમજતું કે આ વાત કોણે કરે એના જીવન માં એવું કોઈ હતું નહિ કે એની વાત સાંભળે.

તો એને વિચારી લીધું કે બીજી નોકરી ના મળે ત્યાં સુધી બસ અહીંયા રહેવું એને એ દિવસ થી જ બીજી નોકરી શોધવાનું શરૂ કર્યું એને બીજી નોકરી ઍક- બે મહિના ની અંદર મળી પણ ગઈ અહીંયા ૨૧ જાન્યુઆરી ના દિવસે એનો પેહલો દિવસ હતો ફરી એ જ નવી જગ્યા નવા માણસો કેવા હસે હવે એના માં ડર વધારે જ લાગી ગયો ત્યાં પેહલો દિવસ તો સારો ગયો પણ ત્યાં એ બે જ છોકરી હતી એ માં જે એની સાથે બીજી છોકરી હતી એ બે - ચાર દિવસ રજા પર હતી તો અહીંયા પણ એની સાથે બીજા બે છોકરા હતા જે આંખો દીવસ નોકરી પર મસાલો ખાતા ક્યારે શું બોલવું એની સમજ જ હતી નહિ પણ હવે એ નોકરી પણ ના બદલી શકે ઘરે શું કેહવુ કેમ નોકરી બદલે તો એ હવે વધારે જ ચૂપ રહેવા લાગી.

ત્યાં એ જેમ તેમ કરી ને એના દિવસો પસાર કરી રહી હતી પણ ૨ ફેબરુઆરી ના દિવસ એક નવા છોકરા નું જોઈનિંગ થયું એને જોતા ની સાથે એને એનો નાનો ભાઈ જ આવ્યો એના ભાઇ જેવો જ લાગતો. નાની ઉંમર માં જ નોકરી કરવી પડી રહી હોય એવું એને લાગ્યું દેખાવ માં એક દમ માસૂમ એનું નામ હતું પ્રતીક, એની ભૂરી આંખો પર ચશ્મા, થોડા લાંબા ને ઉભા વાળ બોલવા મા તો કોઈ ને ના પોહચવા દે એવો વાતોડિયો.

તો બસ બીજા જ દિવસે એ પ્રતીક એ ભવ્યાં ને રિકવેસ્ટ મોકલી અને ભવ્યાં એ રિકવેસ્ટ એકશેપટ કરી બને ની થોડી વાતો થઈ એ દિવસે પછી પ્રતિક એ એને પૂછ્યું તારો નંબર તો આપ તો એ ભવ્યાં કોઈ ને ના નંબર આપતી એને પ્રતીક ને નંબર આપ્યો. તો બસ રીલેશનશિપ ની પહેલી સીડી એટલે દોસ્તી ની શરૂઆત થઈ. બને એક બીજા ને મેસેજ મોકલી ને વાતો કરતાં. પ્રતિક ભવ્યાં ને બેટા, બચ્ચાં કહી ને જ મેસેજ કરતો હતો એ પ્રતિક ની આદત હતી તો એ બેટા ને એ કહેતો હતો એ ભવ્યાં ને પસંદ ના આવ્યું એક દીવસ ઓફિસ થી નીકળ્યા પછી બને એમના વિહકલ મુકે ત્યા ઉભા રહ્યા તો ત્યારે ભવ્યાં એ કીધું કે તું બેટા ને એ કહી ને બોલાવે એ પસંદ ના આવ્યું. તો પ્રતિક એ કીધું મારી આદત છે હું બધાં ની સાથે આવી રીતે જ વાત કરું તો પણ પ્રતિક એ કીધું ચલ બસ હવે થી નહી કહું.

ત્યાર બાદ એમની સાથે જ નોકરી કરતો હતો એ ભાઇ નો જન્મદિવસ હતો તો બધાં એ રાતે બારે જમવા જવાનું નક્કી કર્યું. પણ ક્યાં જમવા જવું બધાં જુદું જુદું કહેતા હતા અને પ્રતિક કે ગાંધીનગર જમવા જઈએ અને ભવ્યાં ના પાડતી કે ના અમદાવાદ મા આટલું બધું તો છે ને ગાંધીનગર જમવા જવાનું આટલે દૂર અને જવા આવા માં મોડું થઈ જશે તો ઘરે થી બોલશે પણ પ્રતિક ને તો બસ ગાંધીનગર જ જમવા જવું હતું તો પ્રતિક છે એ ભવ્યાં ને મનાવ તો હતો કે આપણે ૧૧ વાગે પાછા અમદાવાદ આવી જઈશું અને કે આપણા બધાં ને ટાઈમ મળે તો મજા આવશે તો ભવ્યાં એ પણ પ્રતિક ની ખુશી માટે હા પાડી, પણ એ દિવસે થયું એવું કે ભવ્યાં ને ૭.૩૦ પછી પણ એક મિટિંગ માં રહેવાનું હતું અને પ્રતિક ને બીજા બધા ભવ્યાં ની રાહ જોવા માટે ઉભા રહ્યા એમાં પ્રતિક થોડી થોડી વારે ભવ્યાં ને કોલ કરતો કે હવે તો આવી જા બધાં રાહ જોવે છે પણ મીટિંગ માં એ ફોન ઉપાડી ના શકી, ૮.૩૦ મિટિંગ પૂરી થઈ એ ઓફિસ ની બારે જઈ ને એને પ્રતિક ને કોલ કર્યો તો પ્રતિક એ કીધું આવી જ બારે કાર જોડે જ ઉભો છું. તો એ પ્રતીક ઉભો હોય ત્યાં જાય છે અને બીજાં કોઈ દેખાયા નહીં એટલે એને કીધું નથી જવાનું ને હવે જમવા તો પ્રતિક બોલ્યો ના હવે શું જમવા જઈએ એમ મસ્તી કરી રહ્યો હતો એની પણ પછી કીધું જવાનું જ છે તારી જ રાહ જોતા હતા ચલ હવે જલદી જઈએ નહિતર ૧૧ વાગ્યા સુધી પાછા નહિ આવી શકીએ.

તો એ બધા મળી ને પાંચ જણ હતા પ્રતિક એ દીવસે કાર લઈને આવ્યો હતો પ્રતિક ડ્રાઈવ કરી રહ્યો હતો અને ભવ્યાં એની પાછળ ની સીટ પર બેઠી હતી. બીજા બધા વાતો કરી રહ્યા હતા તો પ્રતિક એ જોયું કે ભવ્યાં કંઈ નથી બોલી રહી તો વચ્ચે વચ્ચે એ ભવ્યાં ને બોલાવતો હતો ને વાતો કરાવતો હતો બસ અહીંયા થી જ શરૂઆત થાય છે એમની રીલેશનશિપ ની બીજી સીડી ચડવાનો શું એ બીજી સીડી ચડશે?

ભવ્યાં કાર માં બેઠી બેઠી બસ વિચારો માં ખોવાઈ ગઇ હતી કે આ તો એ દીવસ આવ્યો કે જે એને બસ ટીવી, ફોન માં જોયું હતું ફ્રેન્ડસ ની સાથે આવી રિતે દુર કાર માં જમવા જવું એમાં પણ સાથે ધ્યાન રાખવા વાડું હોય તો એ બધું જોઈ ને એને લાગ્યું કેવી સરસ દુનિયા છે નહિ કોઈ ના આવા થી દુનિયા નો જોવાનો નજારો બદલાઈ જાય છે પણ એને ડર પણ હતો કે પ્રતિક એના થી દુર નહિ જાય ને બીજા પણ બહુ બધા વિચારો એના મનમાં ચાલી રહ્યા હતા.

બધાં ની સાથે વાતો કરતા મસ્તી કરતા એ પોહચે છે ગાંધીનગર માં આવેલું શ્રી અનનપુરના હેરિટેજ રેસ્ટોરન્ટ માં ત્યાં જઈ ને પ્રતિક એ બધા ની બેસવા માટે ની વ્યવસ્થા કરાવી. ત્યાર બાદ એ પાંચે જણ જમવા માટે બેસે છે પણ થયું એવું કે પ્રતિક અને ભવ્યાં દુર દુર બેઠા વચ્ચે બીજા એમના ફ્રેન્ડ આવી ને બેઠા તો બંને એક બીજા ને મેસેજ કરી ને કે તું ઊભી થઇ ને આવ ને ભવ્યાં પ્રતિક ને કે તું ઊભો થઇ ને આવ તો એ બંને નું આં વર્તન બધા જોઇ રહ્યાં હતાં તો ભવ્યાં એ કીધું પણ ખરી કે હવે ઉભા થઈ ને જોડે બેસવા આવશું તો બધા બીજું જ કંઇક વિચારશે તો પ્રતિક કે આ બધા જે વિચારે એમાં હું શું કરું મારે તો તારી બાજુ માં જ બેસવું છે તો પ્રતિક ઉભો થઇ ને ભવ્યાં ની બાજુમાં આવે છે અને બસ પછી બંને વાતો કરવા નું ચાલુ કરે છે અને જોડે બેસી ને જમે છે ને પ્રતિક ભવ્યાં ની થાળી માં ગુલાબ જાંબુ મુકાવતો જ જાય છે ને ભવ્યાં ના જ પાડતી જાય છે પ્રતિક નું ધ્યાન ભવ્યાં ની થાળી મા જ હોય છે કે બરાબર જમે છે કે નહિ પણ ભવ્યાંને ભૂખ જ નહતી એ આ બધું જોઈ ને વિચારો કરતી હતી એને થોડું જમ્યું પણ પછી પેટ માં દુખવા આવા થી પ્રતિક એ કીધું હેરાન ના થઈશ ના ભાવે તો ના જમીશ ત્યારે આ પ્રતિક ના મોં થી સાંભળેલા શબ્દ ભવ્યાં ને બહુ જ પસંદ આવ્યા.

બધાં એ જમી લીધું અને હવે બધાં પ્રતીક અને ભવ્યાં ની મસ્તી કરી રહ્યાં હતાં તો ભવ્યાં એ પ્રતીક ને કીધું હજી આપણે એવું કંઈ એકસાથે આવવાનું વિચાર્યું નથી ને આ બધાં અત્યાર થી બોલે રહ્યા તો પ્રતિક કે આપણે એમને ના પણ થોડી પાડી શકીએ ત્યાર બાદ જમી ને ઘરે જવા માટે ઉભા થયા અને પ્રતિક ને ભવ્યાં સાથે ચાલતાં ચાલતાં કાર સુધી પોહચ્યાં. ત્યારબાદ પ્રતિક ને ભવ્યાં સાથે બેસવું હતું તો પ્રતિક એ કાર ચલાવવા એનાં મિત્ર ને આપી અને પ્રતિક ભવ્યાં ની બાજુ માં પાછળ ની સીટ પર બેઠો.

ત્યારે પ્રતિક ની બહુ જ ઈચ્છા હતી રીલેશનશિપ ની સીડી ચડવાની એટલે કે એક બીજા ના હાથ ને પકડી ને બેસવું ભવ્યાં ના ખભા પર પ્રતિક ને માથું રાખી ને સુવા ની ઈચ્છા થઇ પણ સાથે એના મિત્ર હોવા થી એ રીલેશનશિપ ની સીડી ના ચડી શક્યા, પણ સાથે બેસી ને એક બીજા ના દિલ ને ખૂશ કર્યા.