પ્રેમ સમાધિ
પ્રકરણ-82
રાજુ વિજય સાથે જોડાયો એ આગળ થઇ કંઇ બોલવા ગયો. ત્યાં વિજયનાં મોબાઇલમાં રીંગ આવી વિજયે સ્ક્રીન પર જોઇને તરતજ ફોન ઉઠાવ્યો.. “બોલ દીકરા શું વાત છે ?” કાવ્યાએ કહ્યું અમે ચાર જણા બીચ ઉપર ફવા જવાનું વિચારીએ છીએ તમે કેટલાં વાગે આવશો ? નારણ અંકલ તમારી સાથેજ છે ને ?”
વિજયે કહ્યું “જાવ જાવ ફરી આવો.. હાં નારણ મારી સાથે છે તમે ચારે જાવ હું નારણને જણાવી દઇશ.. પછી રાત્રે સાથે જમીશું હમણાં થોડાં સમય પછી ઘરે આવીશ”. ચાલ મૂકું ફોન મૂક્યો.. રાજુએ કહ્યું “બોસ મને જે બાતમી મળી હતી એ સાચીજ છે મેં કન્ફર્મ કર્યું છે અને તમારાં પર મુંબઇથી બર્વે સરનો ફોન હતો ને મને જાણવા મળ્યું બધુજ કન્ફર્મ છે તમે કહો તો હું મુંબઇ જઇ આવું. રૃબરૃ તથા અહીં ભાઉ છે સુમન છે ભૂપત...”
વિજયે કહ્યું "સારાં અને ખોટાં બેવ સમાચાર છે હું હમણાં મારી દીકરી સાથે રહેવા માંગુ છું મને એક વિચાર આવે છે તું અને કલરવ સાથે મુંબઇ જાવ.. પછી એણે કહ્યું પછી વાત કરીએ ચાલ નીચે ભાઉ અને સતિષ પાસે.”
સુમન ભાઉ સાથે જે રીતે ગંભીરતાથી કામ કરી રહેલો એ જોઇને વિજય ખુશ થયો એણે સુમનને નજીક બોલાવી શાબાશી આપી અને સુમનને વ્હાલ કરતાં કહ્યું “તું જલ્દી તૈયાર થઇ જા તો મારાં માથેથી ભાર ઓછો થાય” પછી ભાઉનિ સામે જોઇને કહ્યું “ભાઉ તમારાં હાથ નીચે સુમન તૈયાર થશે મારે કંઇ જોવાનું નહીં રહે”.
ભાઉએ કહ્યું “એકવારમાં એ કામ સમજી અને શીખી જાય છે 2-3 મહિનામાં તો સ્વતંત્ર રીતે શીપ સંભાળી શકશે.” વિજયે કહ્યું “પણ એને હમણાં ફીશીંગમાંજ રાખજો બીજું કશુંજ એને સોંપવાનું નથી...”. ભાઉ શાનમાં સમજી ગયાં. પછી ભાઉએ સુમનને કહ્યું જા” સુમન પેલી છેલ્લી લાઇનમાં બધાં કાર્ટુન ચેક કરી લે હું હમણાં આવું છું” સુમન ગયો અને ભાઉ વિજયની નજીક આવીને બોલ્યાં “મને જે જાણ થઇ છે તે પ્રમાણે રાજુએ કરેલી બધી બાતમી અને મુંબઇ બર્વેની વાત સાચી છે હવે આપણો એકશનમાં આવવું પડશે.”
વિજયે કહ્યું “એક અઠવાડીયા પછી ફુલ એક્શનમાં આવીશ. હમણાં અંદરનાં ભેદુઓને ઓળખવા પડશે. આટલાં વર્ષોથી સાથે છે આટલી મદદ કરી આટલાં પૈસા કમાવી આપ્યાં સગાભાઇની જેમ રાખ્યાં હવે પુત્રમોહમાં મારી સાથે.. કંઇ નહીં બાજી બગડે નહીં સંબંધ તૂટે નહી નુકશાન થાય નહીં કોઇ વચલો રસ્તો કાઢવો પડશે. લાલચ બૂરી બલા છે પણ એમને સમજાતી નથી ઉપરથી મારી સાથે વેવાઇનાં સંબંધ બાંધવા છે.”
આવું સાંભળી ભાઉ હસ્યાં અને બોલ્યાં "જો જો ભાઇ આતો પહોચેલી માયા છે એની આખી કૂંડળી મારી પાસે આવી ગઇ છે. ફાઇનલ મીટીંગ મારી સાક્ષીમા કરજો પછી કંઇજ બોલવાનું નહીં રહે આપણી છોકરી ખાડામાં નથી નાંખવાની ઉપરથી મારું સજેશનતો છે કે આ બામણ મળી જાય તો એનો દીકરો.”. પછી ચૂપ થઇ ગયાં...
વિજય ભાઉને શાંતિતી સાંભળી રહેલો. ભાઉનું છેલ્લુ ઉચ્ચાર સાંભળી મનમાં વિચાર ઝળક્યો અને મનમાં ને મનમાં હસી પડ્યો વિચાર્યુ ખોળામાં છોકરો અને ગમમાં ઢંઢેરો ? પછી પોતાનાંજ વિચાર ખંખેરી નાંખ્યા...
****************
બીચ પર પહોંચી માયા અને કાવ્યા દરિયાનાં પાણીમા પગ ઝબોળી ઉભા રહેલાં સતિષ અને કલરવ રેતીમાં બેસી રહેલાં.. કલરવને સતિષ મળ્યાની વાતો યાદ આવી ગઇ હતી તેથી સાવધાન થઇ ગયેલો.. એને ઘણાં વિચાર આવી રહેલાં. કલરવ ઉભો થયો કારણકે સતિષનાં ફોનની રીંગ વાગી અને એ વાતોમાં પડેલો.. કલરવ કાવ્યા પાસે ગયો અને ઉભો રહ્યો કાવ્યાએ કહ્યું “કલરવ જોને સૂર્યનારાયણ કેવા સરસ લાગે છે આછો સોનેરી કેસરિઓ કલર આખા આભનો થઇ ગયો છે.
કલરવ થોડીવાર આકાશમાં ધારી ધારીને જોઇ રહ્યો પછી બોલ્યો કાવ્યા...” સૂર્યનારાયણને જોઇને મને કંઇક સ્ફુરી રહ્યું છે” કાવ્યાએ કહ્યું “બોલો કવિરાજ બોલો.”. અને માયા કલરવ સામે જોવા લાગી એ કલરવથી આકર્ષાઇ ગઇ હતી એણે કહ્યું “બોલોને કલરવ તમે શું જોઇને વિચારી રહ્યાં છો ?” કલરવે સાંભળી માયા સામે જોયું પછી જાણે પ્રેમથી કાવ્યા સામે જોયું અને બોલ્યો.....
કલરવે કહ્યું "કુદરતની કેવી લીલા છે. સૂર્ય ડૂબવા જઇ રહ્યો છે દિવસ આથમી રહ્યો છે ઉગ્રતા શાંત થઇ ગઇ છે સૂર્યનારાયણ નિશા-રાત્રીને મળવા જઇ રહ્યાં છે એમનો દેખાવ કેટલો સુંદર થઇ ગયો છે.. સૂર્યનારાયણ રાત્રીને નિસાને મળવા જઇ રહ્યાં છે એનો એમને કેટલો આનંદ છે તેઓ ઉગ્રતા છોડી શાંત થઇ ગયાં છે સંધ્યાથી રાત્રીનાં ગાળામાં તેઓ એમાં ભળી જશે.. અંધારી રાતમાં ઓગળી જશે પણ એમનો પ્રેમ ચંદ્રમાંથી ચાંદનીમાં વ્યક્ત થઇ જશે.
ત્યાં કાવ્યાએ પૂછ્યું..” ચંદ્રમાંની ચાંદનીમાં કેવી રીતે ?” કાવ્યાએ કહ્યું એવુંજ માયાએ પૂછ્યું “હાં એવું કેવી રીતે ?” કલરવે કહ્યું “સૂર્યનારાયણ આખો દિવસ ઉગ્ર તાપ અજવાળું આપે પછી સંધ્યારાણી સાથે કેસરીયા રંગે રંગાય પ્રેમ કરે નિશારાત્રીને મળવા ખુદને ઓગાળે પ્રેમમાં ઓતપ્રોત ચંદ્રમાંને પોતાનું તેજ આપે એનાંથી શીતળ ચાંદની દેખાય પોતાને ગળાવીને ચાંદની આપે પ્રેમનું પ્રતિક બને એવી તો પ્રેમમાં ગરીમા બતાવે.. પોતાનું અસ્તિત્વ ઓગાળી નાંખે નિશા-રાત્રી પણ એમને પોતાનાં આગોશમાં લઇલે..”
કાવ્યા અને માયા એક ધ્યાનથી નજરથી કલરવને જોઇ રહેલાં સાંભળી રહેલાં.. બંન્ને મંત્રમુગ્ધ હતાં.. ત્યાં સતિષ પાછળથી આવ્યો અને બોલ્યો "અરે કોણ કોને આગોશમાં લે છે ? મને તો જણાવો. હું પણ લાઇનમાં ઉભો છું..”
કલરવે હસતાં હસતાં કહ્યું "ભાઇ લાઇનમાં ઉભો રહે અહીં તો પ્રેમની અભિવ્યક્તિ સમર્પણ અને એમાં પૌતાનું અસ્તિત્વ ઓગાળવાની વાત ચાલે છે. સૂર્યનારાયણની વાત છે જો તેઓ અંતર્ધાન થઇ રહ્યાં છે અંધારુ પ્રસરી રહ્યું છે”.
ત્યાં માયાએ કહ્યું "ભાઇ તને નહીં સમજાય... આતો ઊંડુ જ્ઞાન વિજ્ઞાન છે પ્રેમનું.. કલરવે કેવું સરસ સરળતાથી સમજાવી દીધું કહેવું પડે.. કલરવ લાગણીશીલ અને કવિ છે.” સતિષે કહ્યું “હાં ભાઇ હાં સમજી ગયો અહીં તો કવિ કે કવિતા કશાથી મારે નાતો નથી...ચલો કંઇક ખાઇએ પીએ.”
કાવ્યાએ કહ્યું “જમવાનું ઘરે તૈયાર હશે પાપા સાથે જમવાનું છે”. સતિષે કહ્યું “અરે જમવાની વાત નથી કરતો બીયર પીએ અને સાથે લીલાચણા ને સલાડ...”.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-83