Prem Samaadhi in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-81

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-81

પ્રેમ સમાધિ
પ્રકરણ-81

કલરવ કાવ્યા કાવ્યા બૂમ પાડી રહેલો. કાવ્યા દોડીને કલરવ પાસે પહોંચી કલરવને પૂછ્યું "કેમ કલરવ આટલો ઉશ્કેરાયેલો છે ? શું થયું ? શું યાદ આવ્યું ? સતિષનું શું છે “? તું તો.... તું શું હું પણ આજે પહેલીવાર મળી છું કદાચ નાનપણમાં... મેને કંઈ યાદજ નથી. અચાનક એ લોકો આમ ગળે પડવા આવ્યાં છે જાણે.....”
કલરવે કહ્યું "કાવ્યા ના.... ના.... મને બરાબર યાદ છે... હું જ્યારે ગંદી રીતે ફસાયો હતો મને ડુમ્મસ..નો... એ કેવો કારમો નર્ક જેવો સમય હતો પેલાં પરવેઝનાં ગેરેજ પર કામ પર હતો પેલો મહેબૂબ પટાવાળો મને... ઓહનો.. પણ મને યાદ આવી ગયુ.. હું તને કેમ જણાવી રહ્યો છું ? હું વિજય અંકલનેજ જણાવીશ બધું.”
કાવ્યા થોડીવાર વિચારમાં પડી ગઇ એણે કહ્યું ” એય કલરવ સતિષની વાત છે તું પાપાનેજ કહેવાં માંગે છે.. વાંધો નથી પણ.”. કલરવે કહ્યું “કાવ્યા તને કહેવાનો શું વાંધો પણ.. હમણાં કંઇ નહીં બોલાય આ લોકો અહીંયા છે પણ યાદ પાકું આવી ગયું.”.
કાવ્યાએ કહ્યું “કલરવ હવે થોડું સ્માર્ટલી વર્તવાનું છે મને એટલો તો અંદાજ આવી ગયો કે સતિષની જે વાત છે એ કંઇ સારી નહીંજ હોય એ દેખાવે અને વર્તનમાં જ જણાવી આવે છે નારણ અંકલ સામે પણ કશું નહીં બોલાય કારણ એમનોજ છોકરો છે.”
કલરવે કહ્યું “કાવ્યા ગંભીરતા એ છે કે સતિષને મેં જોયેલો મળેલો.. અને નારણકાકાનો છોકરો છે અને તો.... નારણકાકા.. આ કંઈ ઊંચી ગરબડ છે વિજય અંકલને જણાવવીજ પડશે.. ના પણ કાકા સાથે અમુક વાત ના થાય.. વિજય અંકલ નારણકાકા પર આંધળો ભરોસો કરે છે.. આં કંઇક લાંબી ગરબડ ના થાય.. તું વિજય અંકલને ફોન કરને... ના... ના.. હમણાં નહીં.”.
કાવ્યાએ કહ્યું “હું બધું સમજી ગઇ હું પાપાને એમજ ફોન કરું છું કે તમે ઘરે આવો અહીં હું બોર થઊં છું આખો વખત કામ...કામ..” કાવ્યા હજી આગળ બોલે પહેલા રૂમમાં માયા આવી... માયાને જોઇને કલરવ ચૂપ થઇ ગયો.. કાવ્યા થોડી અચકાઇ પછી માયાને જોઇ બોલી "આવ આવ માયા.. અમે લોકો એમજ ચર્ચા કરતાં હતાં કે તું આવી છે તો ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવીએ...”
માયાએ કલરવ સામે જોઇ મલકાતાં બોલી "ઓહ શ્યોર ચાલને બીચ પર જઇએ ત્યાં મઝા આવશે.... સતિષને પણ ગમશે..”. સતિષનું નામ સાંભળી કાવ્યાએ મોઢું વચકોડ્યું.. કલરવે જોયું પણ માયાની નજર કલરવ પરજ હતી.. માયા જે રીતે કલરવ સામે જોઇ રહી હતી એ જોઇ કાવ્યાને દાઝ ચઢી એ બોલી.. “કંઇ નહીં કલરવ અમે નીચે જઇએ તું તૈયાર થઇને આવ પછી પાપાને પૂછી બીચ પર જઇએ.” કલરવે કહ્યું “ભલે...”
માયા-કાવ્યા નીચે ગયાં.. કલરવ ગંભીર વિચારમાં પડી ગયો એને થયું સતિષ પેલાં પરવેઝ સાથે... અને એની સાથે કોઈ બીજું પણ હતું એ લોકો કાળી ગાડીમાં આવેલાં... પરવેઝને એ લોકોએ કશુંક આપેલું..... મારુ ધ્યાન નહોતુ કારણ કે હું એ લોકોને ઓળખતો નહોતો લેવા દેવા નહોંતા પણ હવે ઓળખી ગયો છું તો.. લેવા દેવા મારે છેજ.. કંઇ નહીં વિજય અંકલ સાથે એકાંતમાં વાત કરવી પડશે. એમ વિચારી તૈયાર થવા લાગ્યો....
કલરવ તૈયાર થઇને નીચે આવ્યો.. એણે જોયું માયા અને કાવ્યા વાતો કરી રહ્યાં છે. સતિષ પણ કપડાં અપટુડેટ પહેરી આવ્યો. એણે લોન્ગ શર્ટ પર જેકેટ ચઢાવ્યું હતું. એણે કલરવ સામે જોઇને કહ્યું “કલરવ તૈયાર ?”
કલરવે કહ્યું “હું તૈયાર પણ કાવ્યા પહેલાં વિજય અંકલને ફોન કરીને પૂછીલે પછી નીકળીએ.” ત્યાં મંજુબેન બોલ્યાં" અરે છોકરાઓ તમ તમારે નીકળો.. ફરવા જવામાં શું પૂછવાનું ? હું એમને ફોન કરી દઇશ."
કાવ્યાએ કહ્યું "ના હું પાપાને કીધા વિના ક્યાંય નથી નીકળતી પાપાને હું પૂછી લઊં” એમ કહી તરત મોબાઇલથી પાપાને ફોન લગાવ્યો. સામેથી ફોન તરત જ ઊંચકાયો.. "કાવ્યાએ કહ્યું "પાપા અમે લોકો બીચ પર જઇએ ? માયાની ઇચ્છા છે. અમે ચારે જણાં જવા વિચારીએ છીએ”. મંજુબેનની નજર અને કાન બધુ કાવ્યા તરફ હતું...
સામેથી વિજયનો જવાબ "સારુ બેટા કલરવ સાથેજ છે એટલે વાંધો નથી ફરીઆવો આવતાં કોઇ સારી રેસ્ટોરાં..”. ત્યાં કાવ્યાએ કહ્યું “ના પાપા જમવાનું બહાર નહીં ફાવે અમે તમારી સાથેજ જમીશું. આમેય આંટીએ અહીં બનાવરાવ્યું છે કલરવને પણ બહારનું બહુ ફાવતું નથી અને ખાસ..” ત્યાં કલરવે ઇશારાથી શાંત રહેવા કહ્યું... કાવ્યાએ કહ્યું “ભલે પાપા અમે ફરીને આવીએ” અને ફોન મૂક્યો..
મંજુબેનનાં ભવા ચઢી ગયાં.. કલરવને આટલું બધુ મહત્વ ? પણ પછી ખોટું હસતાં બોલ્યાં "મેં કીધુ હતુંને ફરી આવો જાવ સતિષ કાવ્યા.. માયા કલરવ અહી રસોઇ કરાવીશ આ બામણ મહારાજ હુંશિયાર છે” પછી ચૂપ થઇ ગયાં.
કાવ્યાએ કહ્યું “કલરવ પાપાની બીજી ગાડી પડીજ છે હું ચાવી લાવું તું ડ્રાઇવ કરી લે...” ત્યાં સતિષે કહ્યું “અરે મારી ગાડી પડીજ છે ને ? એ શા માટે કાઢે છે હું લઇ લઊં છું.” એમ કહી તરતજ બહાર નીકળ્યો.. કલરવે ઇશારાથી કાવ્યાને સમજાવી દીધું કે એને લેવાદે કાર.. પછી હસ્યો.
કાવ્યાએ કહ્યું “ભલે ચલો.”. અંદર બારીમાંથી મંજુબેન બધું જોઇ રહેલાં મનમાં વિચારી રહ્યાં. આ બેઉ જોડા મેં ઇચ્છું છે એમ જોડાઇ જાય તો કેટલું સારું. ત્યાં સતિષે સેલ મારી ગાડી સ્ટાર્ટ કરી.. કલરવ આગળ સતિષની બાજુમાં બેઠો માયા અને કાવ્યા પાછળ બેસી ગયાં.. ગાડી સ્ટાર્ટ થઇ..
******************
શીપ પર પહોંચીને નારણ અને વિજય એમાં રહેલી ઓફીસમાં ગયા. શીપ પરનો સ્ટાફ એકદમ એલર્ટ થઇ ગયો હતો. વિજયે જરૃરી કામ જોયાં અને રામુને બોલાવ્યો. રામુ આવ્યો ઓફીસમાં નારણને જોઇ હસ્યો હાય હેલો કર્યુ પણ એનામાં કોઇ ઉમળકો નહોતો જાણે નારણની હાજરી એને ગમી નહોતી.
વિજયને આ ફેરફાર ધ્યાનમાં આવ્યો પણ બોલ્યો નહી.. રામુએ કહ્યું “બોસ ભાઉ શીપમાં નીચે છે સ્ટોક જોઇ રહ્યાં છે ફીશીંગ માટે નીકળવાનું પ્લાનીંગ છે કાલે અને સુમન એમની સાથેજ છે. “
સાંભળીને વિજય હસ્યો.. “વાહ સૂમન એમની સાથે છે ?” વિજયનાં ચહેરાં પર આનંદ છવાયો. રાજુએ કહ્યું “બોસ સુમન આવ્યો ત્યારથી ભાઉ પાસે બધું શીખી સમજી રહ્યો છે ખૂબ ખંતીલો અને મહેનતુ છે લાગે છે થોડાં સમયમાં એ બધુંજ શીખી સમજી લેશે”.
નારણનાં ચહેરાં પર ભાવ બદલાયા એને જાણે સુમનનાં નામથી ચીઢ હતી.. વિજયે કહ્યું “ચાલ હું નીચે જઊ નારણ તું બેસ હું આવ્યો” એમ કહી ઉભો થયો અને રાજુ વિજય સાથે જોડાયો થોડો આગળ થઇ રાજુએ કહ્યું.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-82