ભાગ - ૧૦
નમસ્તે વહાલા વાચક મિત્રો ,
આગળનાં ભાગમાં આપડે જોયું કે મેરીક જ ટોમી હતો .
એ વાત અનુએ સાબિત કરી લીધી હતી . એનો ચહેરાનો રંગ એકદમ ફરી જાય છે . તેને ખુબ જ ચિંતા થવાં લાગે છે .
શું કરવુ કશું જ સમજાતું અનુને સમજાતું નહતું , એક બાજુ તેને અવિનાશ માટે દુઆ માંગી હતી કે તેને જલ્દી જ તેનું ખોવાયેલું ટોમી મળી જશે .
તો બીજી બાજુ એ ડોગને મુકવા નહતી માંગતી . અવિની હાલત તે સમજી શકતી હતી પણ તેની હાલત જે હવે થવાની હતી તે અવિ જેવી જ હતી .
સપનું જોયું અને પુરુ કરવાનો સમય પણ ન આવ્યો .
તો ચાલો અહીંથી આગળ શું થાય છે એ જાણવા માટે વાચીએ આગળની ધરાવહી .....
ભાગ - ૯ ક્રમશઃ .....
********
તે ઉદાસ થઈ મીનાબહેનને કોઈ પણ જવાબ આપ્યાં વગર મેરીકને લઈ તેની રૂમમાં જતી રહે છે .....
" શું કરીશ હવે હું , કોઈ પણ હાલમાં આપવું તો પડશે જ . અને ડેડએ તો કીધું જ છે કે ઓફિસ જઈ જાણ કરવાની જ છે . શું કરવું ... જાણ કરીશ તો સીધો એ છોકરાને ફોન જશે અને એ જ દિવસે એ મેરીકને મારી પાસેથી લઈ જશે .... !!!
નહીં .... નહીં .... હું એવું નહીં થવા દઉં . એક કામ કરું , હું એ છોકરાને મળીને ડીલ કરી લઉં તો .... !!! ???
હું એને કહીશ કે તે થોડાં દિવસ માટે મેરીકને મારી પાસે રહેવા દે . હું પછી તેને સોંપી દઈશ એવું વચન પણ હું તેને આપીશ . પણ શું તેને મારા પર વિશ્વાસ !!!!
હા , કદાચ તો આવશે જ . કારણકે એ સારો માણસ લાગતો હતો . અને એનો ટોમી , મારો મેરીક તો સહી સલામત છે જ તો એને થોડાં દિવસ માટે મારી ઘરે રાખવાનો પ્રસ્તાવ એ શુકામ ઠુકરાવે . હું એને આ જ વાત કરીશ . સામેથી તેની પાસે જઈ વાત કરીશ .
ઑહવ .... માય મેરીક .... હું તને એમ નહીં જવા દઉં ઓકે . હું તારા માટે કંઈ પણ કરીશ ઠીક છે .... " - અનુ મનમાં ને મનમાં વિચારીને ખુશ થઈ જાય છે . પણ અચાનક તે ફરી ઉદાસ થઈ જાય છે . વિચારોનું વાવાઝોડું તેને ઘેરી લે છે .
ફરી તેનાં વિચાર ચાલુ થાય છે , " પણ એક મિનિટ એ મને બીજી વાર મળશે ??? અને મળશે તો કઈ રીતે !!! કયાં ??? અરે યાર , હવે પાછી નવી મુસીબત ,,, મારે તેને શોધવો પડશે ???
કોઈ નહીં હું તેને શોધી લઈશ . હું રોજ માર્કેટ જઈશ . એને ગોતી જ લઈશ . અને તે તો અહીં ફરવા આવ્યો છે ને !! એ તો મને મળી જ જશે મને વિશ્વાસ છે .
ટોમી ... ઓહ્ યાર સોરી , મેરીક ... આપડે રોજ માર્કેટ જશું ઓકે . હા , તારા માલિકને શોધવા જ પણ પછી તું મને નહીં ભુલી જાય ને !!! મારી સાથે રહેજે ઓકે . " - એનાં ચહેરાં પર ફરી એક સ્મિત ફરી વળે છે .
તે દોડતી દોડતી નીચે જાય છે અને મીનાબેનને ભેટી પડે છે .
મીનાબેન : " શું થયું પણ દિકરા ,,, કેમ આટલી ખુશ ... !!!!! ???? "
અનુ : " કંઈ નહીં , બસ હગ કરવાનું મન થયું એટલે જ . "
મીનાબેન : " જૂઠી સાવ . "
અનુ હસીને ટેબલ પર બેસી જાય છે . અને બધી વાત કરવા લાગે છે .
મીનાબેન : " બસ , મને ખબર જ હતી કે કંઈક તો વાત છે જ , કોઈ નહીં તું શોધજે એ છોકરાને . એ તને જરૂર મળશે . અને આ તો એક ભલાઈનું કામ છે . એમાં તો ના હોય જ નહીં . "
અનુ : " થેંક યુ મોમ ..... મારી મુંજવણને દુર કરવા . હું બહુ વિચારતી હતી . ક્યારની મૂંઝાતી હતી એકલાં એકલાં ... "
શું લાગે છે તમને મિત્રો .... !!!
મળશે અનુને અવિ ????? અને શું અનુને મેરીક સાથે એટલે કે ટોમી સાથે રહેવાની મંજુરી મળશે ???? !!!!
જાણવા માટે વાચતા રહો આગળની કન્ટેન્ટ ...
*********
To be continued .......