Premni Rutu - Anamika ane Avinash in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 8

Featured Books
  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

  • आई कैन सी यू - 36

    अब तक हम ने पढ़ा के लूसी और रोवन की शादी की पहली रात थी और क...

  • Love Contract - 24

    अगले दिन अदिति किचेन का सारा काम समेट कर .... सोचा आज रिवान...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 8









ભાગ - ૮




તમારો ખુબ ખુબ આભાર વાચક મિત્ર , કે તમે મને વાંચી ... અને તમારા સુંદર પ્રતિભાવ પણ આપ્યા . જેથી હું મારા લેખનને વધુ મજબુત અને રસપ્રદ બનાવી શકુ છુ .

આવી જ રીતે મારા લેખનને પ્રોત્સાહન આપશો એ આશા સાથે હું આગળ વધુ છુ . ભુલ તરફ ધ્યાન દોરવજો મિત્રો .... અને અભિપ્રાયો આપતાં રહેજો . આભાર ...



ભાગ - ૭ ક્રમશઃ ......


આગળનાં ભાગમાં આપડે જોયું કે ટીના ખુબ જ ખુશ થઈ જાય છે અવિ વિશે વાત સાંભળી . પણ શું ખરેખર અવિના લગ્ન એ છોકરી સાથે થઈ જશે !!! હજુ આપડા સ્ટોરીમાં હિરોઈનની મુલાકાત હિરો સાથે થઈ પણ નથી તો શું બંને મળતા પહેલાં જ અલગ થઈ જશે ???

કઈ રીતે બંને મળશે ???

કેવી રહેશે બંનેની પહેલી મુલાકાત ???

શું થશે આગળ બંનેનાં પ્રેમનું ????

જાણવા માટે વાચતા રહો ભાગ - ૮ .




માર્કેટનાં દ્રશ્યો ......


અનુ માર્કેટ મેરિક માટે ફૂડ લેવા આવી હતી . તે શોપથી પર ફૂડ લઈ માર્કેટ બહાર જતી હતી એટલામાં જ જોરથી એક છોકરો દોડતો દોડતો અનુને ભટકાઈને નીકળી ગયો .

અનુ જોરથી ગુસ્સામાં : " ઓય ,,, ચશમિશ .... જોઈ નથી ચાલી શકતો . ઊભો રહેજે તું હમણાં તારી ખેર નહીં . બધો સમાન નીચે પાડી દીધો મારો . "

તે છોકરો તો જાણે વાત હવામાં ઉડાવી બસ એનાં લક્ષ તરફ જ આગળ વધતો હતો .

તે ભાગી રોડ વચ્ચે ઊભી નાની બાળકીને બચાવવા જતો હતો . તેનું ધ્યાન પુરે પુરું એનાં પર જ હતું .

એ ત્યાં જઈ એ છોકરીને ઉંચકીને સાઈડ પર લઈ આવે છે એટલામાં જ તે બાળકીની મમ્મીની નજર એનાં પર પડે છે . તે ભાગતી ભાગતી આવે છે અને એની છોકરીને વળગી પડે છે .

તે અજાણી સ્ત્રી : " તમારો ખુબ ખુબ આભાર ભાઈ , મારી છોકરીનું ધ્યાન રાખવા . મને ખબર જ નથી મારા હાથમાંથી કયારે છૂટી ગઈ એ . "

અવિ : " હા હવે આગળથી ધ્યાન રાખજો . એ તો મારુ ધ્યાન ગયું એટલે . "

તે સ્ત્રી : " હા જરૂર . હવે હાથ નહીં છોડુ . ચાલ પ્રિન્સી .... "

તે સ્ત્રી એની બાળકીને લઈ જતી રહે છે . અવિને અનુના શબ્દો યાદ આવે છે ... તે પાછળ ફરી જોવે છે કે શું થયુ હતું !! ??

અનુ હજુ ત્યાં જ ઊભી કટાક્ષ ભરી નજરે અવિનાશ સામે જોઈ રહી હતી .

અવિ અનુ પાસે જાય છે અને એનો વિખેરાયેલો સામાન ભરવા લાગે છે . અનુ એ જ સ્થિતિમાં ઊભી ઊભી ગુસ્સો કરતી હતી .

અવિ વાતવરણ હળવું કરવા : " હા , આ ફુડ ડોગને ન અપાય . નુકશાનકારક છે . "

અનુ : " તમને બહુ જાણકારી છે નહીં ??? કયાં ભાગ્યે જતાં હતાં એટલી ઉતાવળમાં કે ૫ . ૩ ફૂટની આવડી મોટી છોકરી તમને ન દેખાઈ ??? "

અવિ હસીને : " તમારું બહુ ઓછું નુકશાન થયું હશે , કદાચ તો થયુ જ નહીં હોય . પણ ભાગીને ન જાતને તો એ છોકરીનું જરૂર નુકશાન થઈ રહેત . "

અનુ : " શું નુકશાન ??? "

અવિ : " કંઈ નહીં મુકો વાત સાઈડ પર આ લો તમારો સમાન . "

અનુ થોડી શાંત પડતાં : " હા તો તમે કંઈક આ દોગફુડ વિશે કહેતાં હતાં ??? શું કહેતાં હતાં તમે ??? "

અવિ : " કંઈ નહીં એ ફુડ હેલ્થી નથી એમ જ . "

અનુ : " કેમ ??? શું પ્રોબ્લેમ છે ??? તમારી પાસે પણ ડોગ છે ?? "

અવિ થોડો ઉદાસ થઈ : " હા , એટલે છે મારે મતલબ હતું , અહીં આવી ખોવાઈ ગયુ છે . રજિસ્ટર કરાવ્યું છે મેં .. મળશે એટલે ઓફિસ પરથી જાણ થશે . "

અનુ થોડી નફરત ભરી નજરે અવિ સામે જુએ છે . અવિ પણ અનુને એકીટસે જોઈ રહે છે ...

અવિ વિચારમાં પડતા : " કેમ શું થયુ ??? "



*********




To be continued ......