ભાગ - ૧૧
સવારનો સમય .....
એક તો શિયાળાની સવાર ... ઉપરથી કશ્મીર .... અવર્ણનીય આનંદ .....
બર્ફીલા પહાડો વચ્ચે , સફેદ ચાદર ઓઢેલી જમીન પર સૂરજના કિરણો પડી ચુક્યા હતા .
ઠંડા પવનની સુસ્કારીઓ જાણે વાતાવરણને છેડી રહી હોય એમ સીસોટીઓ વાગી રહી છે . ખુશનુમા વાતાવરણમાં બધાં સ્ફુર્તિ સાથે પોત - પોતના કામમાં વ્યસ્ત થઈ ગયાં છે .
વહેલી સવારનો સમય છે એટલે માર્કેટમાં આજ ચહેલ - પહેલ ઓછી છે . દુકાનદારો પોતાની સ્ટોલ ખોલી કામ કરવામા લાગી ગયાં છે ..... કેટલીક સ્ટોલ તો ખુલી પણ નથી . અનુ તેનાં મેરીકને લઈ તૈયાર થઈ પહોંચી માર્કેટ પહોંચી ગઈ છે .
માર્કેટની સામે ફૂટપાથ પર એક બાકડા પર બંને બેઠાં છે . અને ચારેબાજુ થઈ પડેલી ચહેલ - પહેલને જોઈ રહ્યા છે .
અનુ આજ ડાર્ક મિજેન્ડા ક્રોપ ટીશર્ટ , એની ઉપર લાઈટ પિંક મફલર વીતેલું અને બેબી પિંક જેકેટ પહેરેલું .... તે આજ ખુબ જ સરસ લાગી રહી હતી . ઉપરથી નીચે પહેરેલ એ વાઈડ પેન્ટ એને ક્યુટ લુક આપી રહ્યું છે .
આજ તેનો કાચો વાન ડાર્ક ટીશર્ટ સામે ચાંદ ની જેમ ચમકી રહ્યો છે . હર કોઈ તેને જોઈ આંખો ફાંડતા જ રહી જાય એવી ખૂબસૂરતી આજ તેનાં પર નિખાર લાવી છે .
અનુ મેરીકની ઉપર હાથ સહેલાવતા : " યાર , કેટલી સરસ સવાર છે મેરીક જો . તું કશ્મીરનો નથી એટલે તને આવી સવાર ઓછી જોવા મળતી હશે હે ને !!!! મેં તો ઘણી મજા લીધી છે અહીં . અહીં મને કોઈનો ડર નથી . એક એક જગ્યાથી હું વાકેફ છું . "
મેરીક ખુશ થતું હોય અને અનુની વાત સમજતું હોય એમ તેને જવાબ આપતાં પોતાની પૂછડી પટપટાવે છે .
અનુ ખુબ જ ખુશ હતી મેરીક સાથે અને અત્યારે તો મેરીક પણ .
ધીરે ધીરે લોકોની અવરજવર વધવા લાગે છે . ઠંડીમાં કડકડતા બધાં જેકેટ - મફલર પહેરી અવર જવર કરી રહ્યાં છે .
તડકામાં થોડી ગરમી મળી શકતી હતી . પણ અનુ અને મેરીક તો ત્યાં જ , એ જ હાલતમાં બેઠાં છે . આજ બંનેને અવિનાશની રાહ જોવાની હતી .
અનુ મનમાં ને મનમાં વિચારતી હતી કે , " મેં જિંદગીમાં કોઈ છોકરા માટે કંઈ કર્યુ નથી , અને આજ આમ હું એક છોકરાને મળવા માટે એની રાહ જોઉં છું !!! વાઉ ગોડ , આ જિંદગી પણ શું શું નથી બતાવતી . પણ હું તો મારા મેરીક માટે અહીં આવી છુ ... એ છોકરા પાસે તો બસ ફોસલાવીને કામ કઢાવવાનું છે .
અને હજુ કયાં નક્કી થયુ છે કે એ છોકરાનું જ આ મેરીક છે .
હું પહેલા એની આખી જાણકારી લઈશ . એ મને વિશ્વાસપાત્ર તો લાગતો જ હતો પણ છતાં ,,, અને એને કહ્યું હતું મારો ટોમી મને નહીં ભુલે , એ સામેથી મને શોધી લેશે , બહું પ્રેમ છે અમારી વચ્ચે ... તો તો સબુતની કોઈ જરૂર જ નહીં પડે .
જો મેરીક તેનાં માલિકને ઓળખી જશે તો કોઈ ટેન્શન જ નથી . તો તો હું મારી ડીલ આરામથી કરી શકીશ . ગુડ અનુ ગુડ . "
ધીરે ધીરે સમય પાણીની જેમ વહેવા લાગે છે . હવે સુરજ માથા પર આવી ગયો હતો . સવાર માંથી બપોર થઈ ગઈ હતી . પણ અવિનાશ અનુને કયાંય દેખાયો નહીં .
તે બેસી બેસી રાહ જોઈ કંટાળી ગઈ હતી . અને ભુખ પણ જોરદાર લાગી હતી .
હવે અહીં બેસવુ અનુ માટે મૂર્ખાઈભર્યું હતું . કારણકે કોઈ નક્કી તેને પાગલ જ સમજત . તે ઊભી થઈ ઘરે જવા નીકળતી હતી એટલામાં જ પાછળથી એક તીણો પણ મધુર અવાજ આવે છે ... , " હેલ્લો .... એકસક્યુસ્મી મેમ ... ! "
અનુ પાછળ ફરીને જુએ છે . એક પરણિત મહિલાએ તેને જતાં રોકી હતી .
અનુ એ મહિલાને : " યસ ... બોલો . તમારે મારું કશું કામ છે કે ??? "
એ મહિલા ડોગ સામે એકીટસે જોઈ રહી હતી . એને અનુની વાત કાને ન પડી .
અનુ ફરીથી થોડાં મોટાં અવાજ સાથે : " હેય મિસ ... !!!! આઈ સ્પિક વિથ યુ ... "
અનુનો અવાજ સાંભળી એ ઝટકા સાથે સભાન થાય છે .....
*******
To be continued ......