College campus in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 109

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 109

"બહુ દિવસે તને જોઈ એટલે બસ એમ જ થાય છે કે, તને બાથમાં ભીડી લઉં અને છોડું જ નહીં.."સમીર હસતાં હસતાં પરીને કહી રહ્યો હતો અને પોતાના એક્સપ્રેસન્સ રજૂ કરી રહ્યો હતો.
પરંતુ પરીને ક્યાં તે મંજૂર હતું..?
"એય મિસ્ટર સમીર કન્ટ્રોલ યોર સેલ્ફ.. હજી એવી કોઈ છૂટ મેં તમને આપી નથી.."
"બસ, તેની જ તો રાહ જોઉં છું કે તું ક્યારે મને ગ્રીન સિગ્નલ આપે.."
"થોડા સબ્ર કરો મિસ્ટર સમીર.."
"ઓકે બાબા, છૂટકો જ નથી ને.. બોલો મેડમ કઈ બાજુ કાર લેવાની છે?"
"હું ગૂગલ મેપ ચાલુ કરી દઉં છું."
"ઓકે."
અને ગૂગલ મેપ પ્રમાણે સમીરે પોતાની કારને હંકારી મૂકી.
થોડી વારમાં જ બંને જણાં માધુરી મોમની હોસ્પિટલે પહોંચી ગયા.
પરી આગળ ચાલી રહી હતી અને સમીર તેને ફોલો કરી રહ્યો હતો.
બંને જણાં માધુરી મોમની રૂમમાં પ્રવેશ્યા...
હવે આગળ....
પરી આજે ઘણાં બધા દિવસે પોતાની મોમને મળવા માટે આવી હતી એટલે તે પોતાની મોમને જોતાં વેંત વળગી પડી.
બે મિનિટ પછી તે ઉભી થઈ અને પોતાની મોમના ગાલને, ચહેરાને પંપાળવા લાગી...
સમીર આ બધું જ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, પરી પોતાની મોમને ખૂબ મીસ કરી રહી છે.
અચાનક તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે, "હે ભગવાન, પરીની મુલાકાત હવે તેની માં સાથે કરાવી દે.."
હવે, એક પ્રેમીની પ્રાર્થના ભગવાન સાંભળી લે તો તો ભયો..ભયો..
ઘણાં દિવસો બાદ માંને મળવાના ઉમંગમાં પરી સમીરને તો ભૂલી જ ગઈ હતી એકદમ તેને યાદ આવ્યું.
તેણે સમીરનો હાથ પકડ્યો અને તેને પોતાની તરફ ખેંચ્યો અને પોતાની માંને સમીરની ઓળખાણ કરાવતી હોય તેમ બોલી, "માં આમ જો આ સમીર છે મારો બેસ્ટ ફ્રેન્ડ, આમ તો મોટો ઇન્સ્પેક્ટર છે પણ થોડો પાગલ છે.."
સમીર વચ્ચે જ બોલી ઉઠ્યો, "તારી પાછળ.."
અને બંને હસી પડ્યા.
સમીર માધુરીના બેડ પાસે રાખેલા સ્ટૂલ ઉપર બેસી ગયો અને માધુરી મોમને નીરખી રહ્યો...
અને મનમાં વિચારી રહ્યો કે,
પરી પોતાની મોમ જેટલી જ સુંદર અને ધીર ગંભીર લાગે છે.
આબેહૂબ માધુરી મોમ જ જોઈ લો..
આકર્ષક વ્યક્તિત્વ અને સરળ સ્વભાવ.. તેમનું જ પ્રતિબિંબ છે..
કોઈને પણ ગમી જાય તેવી..
પરી આજે પોતાની મોમ પાસેથી ખસવા ઈચ્છતી નહોતી.
તેણે સમીરની સામે જોયું, તેને લાગ્યું કે સમીર કંઈક વિચારી રહ્યો છે.
તે બોલી, "એય, શું વિચારે છે?"
"એ જ કે, મોમ ભાનમાં આવી જશે.."
"પણ, કેવી રીતે અને ક્યારે? મને વર્ષ થયા એટલા વર્ષથી મોમ કોમામાં છે..!!"
"તુ આ જ રીતે તેમની સાથે તારી બધી જ ઈમોશન્સ શેર કરતી રહેજે..એક દિવસ ચોક્કસ તેમનાં હ્રદયના તાર ઝણઝણી ઉઠશે અને તેમના શરીરમાં ચેતના પ્રગટી જશે..
માં અને બાપ માટે પોતાની ઓલાદ થી વધારે બીજું કંઈ જ નથી હોતું..."
"હું એ ક્ષણ માટે તડપી રહી છું સમીર.."
સમીર પરીની સામે જોઈ રહ્યો હતો..
પરીની વિહવળતા તેને પણ જાણે સ્પર્શી રહી હતી.
તે પોતાની પરીને સારી રીતે ઓળખી ગયો હતો.
તે એ વાત પણ સમજી ગયો હતો કે, અત્યારે પોતાની માં સિવાય પરીને બીજું કશું જ દેખાતું નથી. તે કંઈક મેળવવા ઈચ્છે છે તો ફક્ત પોતાની માં ને જ...
પરીની આંખમાંથી આંસુ સરી પડ્યા..
તેણે પરીને પોતાની બાજુમાં રાખેલા સોફા ઉપર બેસાડી અને તેનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને બોલ્યો, "તું પણ ઈશ્વરને પ્રાર્થના કર અને હું પણ પ્રાર્થના કરું છું. આપણી માં આપણને ચોક્કસ પાછી મળશે.."
પરીએ સમીરના ખભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
સમીર તેને પંપાળતો રહ્યો અને હિંમત આપતો રહ્યો તેમજ તે વાત પણ જતાવતો રહ્યો કે પોતે હર ક્ષણ તેની સાથે જ છે.
સમીરે ઉભા થઈને ત્યાં રાખેલા પાણીના જગમાંથી પરીને થોડું પાણી પીવડાવ્યું...

સમીરની નજર પોતાના હાથમાં પહેરેલી સ્માર્ટ વોચ ઉપર પડી..સમય ઘણો વીતી ચૂક્યો હતો..અને તે બોલ્યો, "પરી આપણે નીકળીશું હવે? એવું હશે તો ફરીથી આવીશું?"
"હા, સ્યોર." પરીએ પોતાની મોમનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, "માં હું જાઉં છું, કાલે ફરીથી આવીશ..."
અને બંને જણાં માધુરીના રૂમની બહાર નીકળ્યા.
ડૉક્ટર નિકેત ત્રિવેદી વિઝિટમાં નિકળ્યા હતા તેમણે પરીને જોઈ, ઘણાં બધાં દિવસો પછી પરી આજે અહીં પોતાની હોસ્પિટલમાં જોવા મળી એટલે તેમને પણ આનંદ થઈ ગયો પરંતુ તુરંત જ તેમની નજર તેની જોડે આવેલા આર્મી મેન જેવા લાગતા હેન્ડસમ યુવાન સમીર ઉપર પડી અને તેમણે પરીને અત્યારે નથી બોલાવવી તેમ વિચાર્યું અને ચૂપચાપ ત્યાંથી પસાર થઈ ગયા.
સમીર અને પરી બંને મસ્તી કરતાં કરતાં પરીના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા.
થોડે આગળ નીકળ્યા અને વરસાદ શરૂ થઈ ગયો.
ઘણાં બધાં દિવસો પછી બંને યુવાન હૈયાનું સુમધુર મિલન અને આ પ્રેમી પંખીડાને સાથ આપવા માટે અને રિઝવવા માટે પધારી રહેલા મેઘરાજા...!!
ખૂબજ સુમધુર સંગમ હતો...
સમીરને થોડી મસ્તી સૂઝી...
અને તે કંઈ બોલે કે કોમેન્ટ કરે તે પહેલાં પરીના સેલફોનમાં રીંગ વાગી...
કોનો ફોન હશે..??
પરીની ક્રીશા મોમનો? છુટકીનો? કે પછી ડૉક્ટર નિકેત ત્રિવેદીનો??
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
21/6/24