રૈનાના મુખ પર પરસેવો બાઝી ગયો. તે ધ્રુજતા અવાજે બોલી, "સ... સરજણ???"
અર્જુન આ સાંભળી ચોંક્યો, "આઇ એમ સોરી??? જે અર્જુન શેખાવતને આખી દુનિયા ઓળખે છે, તેને કોઈ બીજું તો નથી સમજી રહ્યા તમે??? મિસ રૈના રાઠી???" અર્જુને શાંત અવાજે સ્મિત સાથે કહ્યું
આ સાંભળી રૈનાને ભાન થયું કે તે શું બોલી ગઈ છે અને વાસ્તવિકતાનું ભાન થતા તેણે થોડું સ્વસ્થ થઈ ફિક્કું સ્મિત આપતા કહ્યું, "આ...અફકોર્સ.... તમને કોણ નથી ઓળખતું મી.અર્જુન." જવાબમાં અર્જુન માત્ર તેની સામું જોઈ રહ્યો.
રૈનાએ આ વાત નોટિસ કરી અને તે બીજી બાજુ જોઈ બોલી, "તમારા સેક્રેટરીનો ફોન હતો કે તમે મને મળવા માંગો છો?" પછી મનમાં ને મનમાં ઈશ્વરને પ્રાર્થના કરતા બોલી"હે ભગવાન.... ક્યાંક અર્જુન મને તે દિવસે નીચે પડી ફિયાસ્કો કાર્યોએ વિશે કઈ બોલે નહિ તો સારું"
"હા.... તે દિવસે ઓડિશનમાં...." અર્જુનની વાત વચ્ચે જ કાપતા રૈના ઉતાવળે બોલી, "આઇ એમ સો...સો...સો... સોરી મી.અર્જુન...... હું જાણીજોઈને નોતી પડી તમારી ઉપર, હું તો વાયર સરખો કરતા ખબર નહિ કેમ મારુ બેલેન્સ બગડ્યું અને હું.... હું તો ત્યાં ખાલી ત્યાં જોબ માટે આવી હતી..... મારાથી કોઈ કામ સરખું થતું જ નથી..." રૈના હડબડાહટમાં એકસાથે બોલી ગઈ
અર્જુન કઈ જ પ્રતિભાવ આપ્યા વગર એની સામું જોઈ રહ્યો. અચાનક રૈનાને ભાન થયું કે તે વધારે પડતું જ બોલી ગઈ છે. તેણે ફરી ઘબરાતા અર્જુનને પૂછ્યું, "તમે કેમ કાઈ બોલતા નથી મી.અર્જુન???"
"તમારી જેમ કોઈની વાત વચ્ચેથી કાપવાની આદત મને નથી." અર્જુન બોલ્યો. અર્જુનની વાત સાંભળી રૈનાને અહેસાસ થયો કે તેણે ઉતાવળમાં અર્જુનની વાત કાપી હતી. તેણે ફરી પોતાના માથા પર હળવેથી ટાપલી મારી અને કહ્યું, "સોરી.... આઇ એમ રિયલી સોરી."
અર્જુને બાજુના ટેબલ પર પડેલા ઇન્ટરકોલ પરથી પોતાના સેક્રેટરી અજયને બોલાવ્યો અને ત્યાં પડેલી એક ફાઇલ ઉઠાવી અને રૈનાના હાથમાં આપતા કહ્યું, "ઓડિશનના દિવસે તમે તમારા ડોક્યુમેન્ટ્સની ફાઇલ ત્યાં જ ભૂલી ગયા હતા."
"અરે હા.... આ વાત તો મારા મગજ બહાર જ નીકળી ગઈ હતી. થેન્ક્સ" રૈનાએ પોતાના ડોક્યુમેન્ટ્સની ફાઇલ જોતા હળવો હાશકારો થયો. "પણ મી.અર્જુન.... આઇ એમ સ્યોર કે તમે માત્ર મારી ફાઇલ પાછી કરવા તો નથી બોલાવી અને જો ધી અર્જુન શેખાવત મને મળવા માંગે છે તો જરૂર કોઈ અગત્યની વાત હશે." રૈનાએ અર્જુનને કહ્યું
અર્જુન કાઈ બોલે એ પહેલાં અજય એક ફાઇલ લઈ અંદર આવ્યો અને અર્જુનના હાથમાં આપી.
"યુ આર રાઈટ મીસ રાઠી, અર્જુન શેખાવત પોતાનો કિંમતી સમય કોઈના માટે વેડફતો નથી. તમને એટલા માટે બોલાવ્યા છે બિકોઝ આઇ હેવ અ જોબ ફોર યુ." અર્જુને કહ્યું
"જોબ???" રૈનાએ ખુશી અને આશ્ચર્યના મિશ્રિતભાવ સાથે પૂછ્યું
"મિસ. રાઠી, તમે જાણો જ છો કે આ જે સ્વયંવર કે પછી રિયાલિટી શો ચાલી રહ્યો છે તેમાં આગળના ભાગોમાં અનેક ઇવેન્ટ્સ થવાના છે જેમાં એક કાબેલ ઇવેન્ટ પ્લાનરની જરૂર છે અને તમે એના માત્ર સ્પેશિયલાઈઝેશન જ નહીં પરંતુ ગોલ્ડ મેડલ પણ જીત્યો છે તો આ રિયાલિટી શોના ઇવેન્ટ પ્લાનર શાલીની પીટરસન સાથે મળીને તમારે કામ કરવાનું રહેશે. શું તમને આ જોબ સ્વીકાર્ય છે?" અર્જુનનો સેક્રેટરી અજય બોલ્યો
આ સાંભળી રૈનાની ખુશીનો પાર ન રહ્યો પણ પછી તેને પ્રશ્ન થતા પૂછ્યું, "શાલીની પીટરસન સાથે કામ કરવું તો મારું સપનું છે. તેણી ઇવેન્ટ પ્લાનીંગની દુનિયાની ક્વીન છે.... સર.... આટલા મોટા ઇવેન્ટની જવાબદારી તમે મને આપી એ માટે હું આપની આભારી છું પરંતુ મેં ક્યારેય આટલું મોટું ઇવેન્ટ હેન્ડલ નથી કર્યું અને એ પણ શાલીની પીટરસન સાથે એટલે..."
"તમારી નીચે બીજા આસિસ્ટન્ટ હશે મિસ.રાઠી. અને હું જાણું છું કે તમારી પાસે કોઈ મોટા ઇવેન્ટ હેન્ડલ કરવાનો અનુભવ નથી પરંતુ મેં તમારી ફાઈલમાં અનેક સારા આઈડિયાઝ જોયા છે જે મને ખરેખર ગમ્યા છે. હું નવા લોકોને એક મોકો આપવામાં માનું છું. શાલીની પીટરસનનું તમારા ફિલ્ડમાં મોટું નામ છે તેમણે પણ ક્યાંકથી તો શરૂવાત કરી જ હશે." અર્જુને કહ્યું
"રાઈટ સર.... હું તમને વિશ્વાસ અપાવું છું કે તમને ફરિયાદનો એક પણ અવસર નહિ આપું." રૈનાએ વિશ્વાસ સાથે કહ્યું
"મિસ રૈના.... તમારી આ જોબ કોન્ટ્રાક્ચ્યુઅલ હશે. છ મહિના માટે.... આ કોન્ટ્રાકટ મુજબ જ્યાં સુધી આ સ્વયંવર પૂરો ન થાય ત્યાં સુધી તમે કોઈપણ સંજોગોમાં આ જોબ છોડી નહિ શકો. આ રહ્યું તમારા જોબનું એડવાન્સ પેમેન્ટ." એટલું કહી અજયે રૈનાના હાથમાં ચેક અને સહી કરવા માટે ડોક્યુમેન્ટ્સ આપ્યા.
ચેક પરની રકમ જોઈ રૈનાના હોંશ ઉડી ગયા, "વીસ લાખ રૂપિયા????" રૈનાએ વિચાર્યું કે આ રકમથી તો દાદીનું ઓપરેશન જ નહીં પણ એના નાના ભાઈ સમર્થને પણ સારી સ્કૂલમાં ભણાવી શકશે.
"મિસ રાઠી..... તમારી સહી અહીંયા કરો." અજયે પેન પકડાવતા કહ્યું
રૈનાએ ખુશીમાંને ખુશીમાં પેપર્સ વાંચ્યા વગર જ સહી કરી આપી અને અર્જુનનો આભાર માની હોટલની બહાર નીકળી.
બાજુ અજય અર્જુનના નિર્ણયની નારાજ હતો.
"અર્જુન.... હું તારા સેક્રેટરીની પેલા તારો દોસ્ત છું. અત્યાર સુધી હું તને એક સુલજેલો માણસ તરીકે જ ઓળખતો આવ્યો છું પણ આજે તારું જે રૂપ જોયું તે મારી સમજની બહાર છે." અજયે અર્જુનને કહ્યું
"કેમ??? એવું તો તે શું જોઈ લીધું આજે???" અર્જુને બાજુમાં પડેલી સોફા ચેર પર બેસતા પૂછ્યું
"તને લાગે છે કે તારી આ માઈન્ડ ગેમ મને સમજમાં નથી આવી રહી? એક બિનઅનુભવી છોકરીને શાલીની પીટરસનની બરાબરનો દરજ્જો આપી કામ પર રાખવાની શું જરૂર પડી??? ઇન્ડિયામાં કેટલાય સારા ઇવેન્ટ પ્લાનર્સ છે તો આ છોકરીમાં એવી વિશેષ વાત શું છે તે તું મને સમજાવીશ???" અજયે ગુસ્સે થતા કહ્યું
અર્જુનની આંખોમાં અજયના પ્રશ્નો સાંભળી ગુસ્સો ભરાઈ આવ્યો. તે સોફા ચેર પરથી ઉભો થઇ મિરર ગ્લાસ તરફ મોઢું ફેરવી ઉભો રહી ગયો.
"મોઢું ફેરવવાથી હું પ્રશ્નો પૂછવાનું બંધ નહિ કરું??? બોલ શું ચાલી રહ્યું છે તારા મગજમાં?? શું લેવાદેવા છે તારે એ બે કોડીની છોકરી સાથે???" અજયે ફરી પ્રશ્નોનો વરસાદ કર્યો.
અર્જુન હજી પણ મૌન બની ઉભો હતો પરંતુ એની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ઉભરાઇ રહ્યો હતો.
અજય અર્જુનની સામે ઉભો રહ્યો અને બન્ને હાથ અર્જુનના ખભા પર રાખી એને ફરી સમજાવવા લાગ્યો, " અર્જુન મારા ભાઇ.... તે નાનપણથી તારા સુખ દુઃખ બધું જ તારા આ ગરીબ દોસ્ત સાથે વહેચ્યું છે તો આજે શું કામ આટલો ખચકાટ અનુભવે છે??? બોલ મને કે શું દિલચસ્પી છે તને રૈનામાં....બોલ?" અજયે અર્જુનને હડબડાવ્યો
"કારણકે રૈના જ એ છોકરી છે જે નાનપણથી મારા સપનાઓમાં આવે છે." અર્જુનએ અજયનો હાથ ઝાટકતા ચિલ્લાઈને બોલ્યો. અજય અર્જુનની વાત સાંભળી હેરાન બની એને જોઈ રહ્યો.
ક્રમશઃ
(શું છે ખરેખર રૈના અને અર્જુન વચ્ચેનો સંબંધ??? શું અર્જુન રૈના સાથે કોઈ પ્રતિશોધ લેવા માંગે છે??? જાણવા માટે વાંચતા રહો "કહો પૂનમના ચાંદને")
(જો આપને આ ભાગ ગમ્યો હોય તો મને અમૂલ્ય રેટિંગ અને પ્રતિભાવ પણ આપશો.)