Mamata in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 37 - 38

Featured Books
Categories
Share

મમતા - ભાગ 37 - 38

🕉️
" મમતા "
ભાગ :૩૭
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. ત્યાં તે વિનીતનાં મમ્મી સાધનાબેનને મળે છે. હવે આગળ....)

મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. જયાં તેઓ સાધનાબેનને મળે છે. અને હવે બંને રાતની ફલાઈટમાં પાછા ઘરે આવે છે.

મોક્ષા પરી માટે બાર્બી ડૉલ લાવે છે. તે જોઈ પરી ખુશ થઈ ડૉલથી રમવા લાગે છે. મોક્ષા શારદાબાને સાધનાબેન વિષે જણાવે છે. કે સાધનાબેનનો સ્વભાવ ખુબ જ સરસ છે. તેણે કયારેય સાસુપણું બતાવ્યું નથી. મારો અને વિનીતનો સંબંધ પુરો થવા છતાં પણ તેણે મને દીકરીની જેમ રાખી છે. તો શારદાબા કહે " તું છે જ એવી કે બધાને વહાલી લાગે."

સુખોની છોળો વચ્ચે મંથન અને મોક્ષાનું જીવન ચાલતું હતું. સરળ સ્વભાવનો મંથન અને સમજુ મોક્ષા વળી મમતામય હ્રદયવાળા શારદાબા અને સૌને વહાલી લાગે તેવી મીઠડી પરી. વળી મંથનનાં કામથી ખુશ થઈને કંપનીએ મંથનને મેનેજીંગ ડાયરેક્ટર બનાવી દીધો હતો. તો મોક્ષા પણ એક પછી એક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડતી હતી.

( એક વર્ષ પછી....)

💓💓💓💓💓💓💓💓
સમય રેતીની માફક સરતો જાય છે. આમ જ જીવનની ઘટમાળમાં દિવસો, મહિનાઓ વિતતા ગયા........ અને એક વર્ષ કયાં પસાર થઈ ગયું ખબર જ ન પડી. પરી હવે મોટી થઈ ગઈ હોય એમ ઘણું બધું સમજવા લાગી હતી.

આકાશમાં પૂનમનો ચંદ્રની ચાંદનીથી પ્રકાશ રેલાઈ રહ્યો હતો. મંથન અને મોક્ષા તેના બેડરૂમમાં હતા. તો મંથન કહે " મોક્ષા, તને નથી લાગતું કે પરી હવે મોટી થઈ ગઈ છે. તો આપણે બીજા બાળક માટે પ્લાન કરવો જોઈએ " તો મોક્ષા બોલી " મંથન, એક વાત કહું હું નથી ઇચ્છતી કે પરીનાં ભાગની "મમતા" વહેંચાય જાય. બીજું બાળક આવતા પરીને થશે કે હવે હું તેને પ્રેમ કરતી નથી. હું મારી બધી જ " મમતા " પરી પર જ વરસાવવા માંગુ છું." તો મંથન કહે " મોક્ષા તું થોડું વધારે પડતું વિચારે છે. એવુ કંઈ નહી થાય. પરી સમજુ છે. તેને રમવા માટે એક ભાઈ કે બહેન હોય એ જરૂરી છે." એમ બોલતા જ પ્રેમનાં નશા સાથે મંથન મોક્ષાને ગાઢ આલિંગનમાં લે છે. ચાંદની રાતમાં બંને એકમેકમાં ઓતપ્રોત થઈને એકબીજાનાં અધરોનું પાન કરતાં રહ્યા. (ક્રમશ :)

( મંથન અને મોક્ષા વચ્ચે બીજા બાળકની વાત થાય છે. તો શું મોક્ષા બીજા બાળક માટે માનશે? કે પછી પરી પર જ " મમતા" વરસાવશે. તે જાણવા વાંચો )

🕉️
" મમતા"
ભાગ ૩૮
💓💓💓💓💓💓💓💓

( મંથન અને મોક્ષાની પ્રેમભરી સફર આમ જ ચાલતી હતી. જીવનમાં એક પછી એક સફળતા પામી બંને ખુશ હતાં..... હવે આગળ.....)

મંથન અને મોક્ષાનો પ્રેમભર્યો સંસાર સુખરૂપ ચાલતો હતો. એક વર્ષ કયાં પસાર થયું ખબર જ ન પડી......

"કૃષ્ણ વિલા" બંગલામાં સવારનાં આરતીનો સૂર સંભળાતો હતો. મંથન, પરી અને શારદાબા હતા. પણ મોક્ષા હજુ આવી ન હતી. તો શારદાબા મોક્ષાનાં રૂમમાં જાય છે. મોક્ષા હજુ સુતી હોય છે. શારદાબા પુછે છે "શું થયુ મોક્ષા? " તો મોક્ષા કહે " જરા તબિયત ખરાબ છે. " ત્યાં મંથન પણ આવે છે. અને મોક્ષાને જુવે છે. અને મંથન મોક્ષાને લઈ હોસ્પિટલ જાય છે.

હોસ્પિટલમાં મોક્ષાનાં બધા રિપોર્ટ કરાવે છે. અને ડૉકટર આવે છે અને ખુશ ખબર આપે છે કે મોક્ષા મા બનવાની છે. મંથનની તો ખુશીનો પાર ન હતો. પણ આમ અચાનક આવેલા સમાચારથી મોક્ષા થોડી ઢીલી થઈ જાય છે. બંને ઘરે આવે છે. મંથન ખુશીનાં સમાચાર શારદાબાને જણાવે છે. તો શારદાબા ખુશ થઈને મોક્ષાને ગળે લગાડે છે. ત્યાં જ પરી દોડતી આવે છે. અને કહે " મોમ, તમને શું થયુ? તમે કયાં ગયા હતા? " તો શારદાબા પરીને કહે " બેટા, હવે તારો નાનો ભાઈ કે બહેન આવવાના છે. જે તારી સાથે રમશે" આ સાંભળી પરી ખુશ થઈ ગઈ.

મંથન અને મોક્ષા બેડરૂમમાં આવે છે. અચાનક જ મોક્ષા મંથનને ભેટી રડવા લાગે છે. તો મંથન મોક્ષાને સમજાવે છે કે "તું ચિંતા ના કર, પરીને હું સંભાળી લઈશ. અને પોતાના બાળક પ્રત્યે મા ની " મમતા " કયારેય વહેંચાતી નથી. મા માટે બધા બાળકો સરખા હોય છે. હવે તારે ખુશ રહેવાનું છે. તારૂ ધ્યાન રાખવાનું છે. " આંખોમાં આંસુ લુછતા મોક્ષા પણ હસે છે. અને કહે " પરી હમેંશા મારા માટે પહેલી રહશે. તેના પ્રત્યેની મારી મમતામાં કયારેય ઓટ આવશે નહી.

ઘરમાં ખુશીનો માહોલ હતો. હવે તો શારદાબા મોક્ષાનું ખાસ ધ્યાન રાખતા. બધા ડાઈનીંગ ટેબલ પર નાસ્તા માટે બેઠા હતા તો મોક્ષા બોલી, "આજે મેં એક નિર્ણય કર્યો છે કે થોડા સમય માટે હું ઘરેથી જ ઓફિસનું કામ કરીશ " તો મંથન કહે " ઓકે, કંઈ વાંધો નહી તને જેમ ઠીક લાગે તેમ કર."

શારદાબા પણ કહે,"મોક્ષા, હવે તારે તારી સાથે બીજા જીવનું પણ ધ્યાન રાખવાનું છે." પરી પણ બોલી, "હા, મમા હું પણ તમારૂ ધ્યાન રાખીશ." તો મંથન કહે, "હા દાદીમાં તમારે તો ખાસ મમાનું ધ્યાન રાખવાનું છે. મંથન પરીને મુકીને ઓફિસ જવા રવાના થાય છે.

આજે સાંજે મંથન થોડો વહેલો ઘરે આવે છે. અને મોક્ષા અને પરીને લઈ ને અંબેમાનાં મંદિરે જાય છે. મા અંબા માટે પ્રસાદ, ચુંદડી લઈ મંથન અને મોક્ષા આવનાર બાળક માટે પ્રાર્થના કરે છે. પરી પણ મા અંબાને બે હાથ જોડીને કહે કે, "મને નાનો મીઠુડો ભાઈ જોઈએ છે." આ સાંભળી મંથન અને મોક્ષા હસવા લાગે છે.

ખુશીનાં સમાચાર સાંભળીને મૌલિક અને મેઘા પણ આજે મંથનને મળવા રાત્રે ઘરે આવે છે. બધાએ સાથે મળીને ડિનર લીધું. અને મૌલિક અને મેઘાએ મંથન અને મોક્ષાને શુભકામના આપી. તો શારદાબા પણ મેઘાને કહે છે " હવે તું કયારે સારા સમાચાર આપવાની છે?" તો મેઘા શરમાયને શારદાબાને પગે લાગે છે. અને મૌલિક કહે "મેઘા પણ પ્રેગનન્ટ છે." આ સાંભળીને મંથન બોલ્યો " વાહ, એક સાથે ડબલ ખુશી. યાર, અત્યાર સુધી કેમ બોલતો નથી. " અને મૌલિક પણ શરમાય જાય છે. બધાનાં ચહેરા પર ખુશી દેખાતી હતી. (ક્રમશ :)

( મંથન અને મોક્ષાનાં જીવનમાં એક નવી ખુશી આવી. શું મોક્ષા પોતાનું બાળક આવવા છતાં પરી પ્રત્યે પોતાની "મમતા" વહાવશે? કે પછી તેની "મમતા" ઓછી થશે? તે જાણવા વાંચો મમતા )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર