Agnisanskar in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 81

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 81



નવીન શર્મા એ જ્યાં પાર્ટી રાખી હતી ત્યાં અંશ ગાડી લઈને પહોંચી ગયો. પત્રકારનું આઈ કાર્ડ ઠીક કરીને તેણે આસપાસ એક નજર કરી અને એક ઊંડો શ્વાસ લઈને પાર્ટીમાં પ્રવેશવા તેણે પોતાના કદમ આગળ વધાર્યા જ કે એના ફોનમાં કોઈ અજાણ્યા નંબરથી કોલ આવ્યો.

" હેલો કોણ?"

" બલરાજ સિંહ ચૌહાણ...."

અંશ થોડોક મુંજવણમાં મુકાયો અને એ ફરી બોલ્યો. " કોણ છે તું? હું કોઈ બલરાજ સિંહ ચૌહાણને નથી ઓળખતો..."

" ઓકે...આઈ થિન્ક તું આ વ્યક્તિને તો ઓળખતો જ હશે.." રોકી એ અંશના ફોનમાં લક્ષ્મી બેનને દોરીથી બાંધેલો ફોટો સેન્ડ કર્યો.

પોતાની માતાને ખુરશી પર દોરીથી બાંધેલી જોઈને અંશ ક્રોધિત થઈ ગયો અને રોકીને કહ્યું. " કોણ છે તું? અને તે મારા મમ્મીને કેમ પકડી રાખી છે??"

" હું કોણ છું ? એ બધા સવાલના જવાબ તને દસ મિનિટમાં મળી જશે..."

" મતલબ?"

" મતલબ એટલો જ કે મેં સેન્ડ કરેલા એડ્રેસ પર જો તું દસ મિનિટમાં અહીંયા નહિ પહોચ્યો તો તારી માનો અગ્નિસંસ્કાર કરવા માટે તને બોડી પણ હાથમાં નહિ લાગે. "

" તું જે કોઈ પણ છે મારી વાત ધ્યાનથી સાંભળી લે..મારા મમ્મીના શરીર પર એક ખરોચ પણ આવી તો..."

" તારી જાણ ખાતર કહી દવ કે દસ મિનિટનો ટાઈમર શરૂ થઈ ગયો છે...ઓહ ત્રીસ સેકન્ડ તો અહીંયા જ નીકળી ગઈ!"

અંશે તુરંત ફોન કટ કર્યો અને કારમાં બેસી તેણે પ્રિશાને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી દીધી. ત્યાર બાદ બન્ને કારમાં બેસી રોકી એ આપેલા એડ્રેસ પર જવા નીકળી ગયા.

અંશ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવા લાગ્યો.

" કોણ છે કિડનાપર? નામ આપ્યું એણે?"

" તે બલરાજ સિંહ ચૌહાણ બોલ્યો હતો પણ મેં તો બલરાજ સિંહને જીવતો સળગાવી નાખ્યો હતો...."

" મને લાગે છે આ બલરાજ સિંહનો કોઈ સબંધી છે...જે બસ તારી સાથે બદલો લેવા આવ્યો છે..."

" એ જે કોઈ પણ હોય પણ હું એને જીવતો નહિ છોડુ..."
અંશે વઘુ જડપે કાર ભગાડી.

" ઓનલિ ત્રીસ સેકન્ડ..." રોકી એ તિષ્ણ હથિયાર કાઢ્યું અને સીધું અંશના મમ્મીના ગળા પર રાખી દીધું.

" ઑનલી દસ સેકન્ડ... ટેન નાઇન એઈટ સેવન સીક્સ ફાઈવ ફોર થ્રી ટુ... એન્ડ વન...અલવિદા આંટી..." રોકી લક્ષ્મી બેનનું ગળું કાપવા જતો જ હતો કે અંશ અને પ્રિશા ત્યાં પહોંચી ગયા.

" મમ્મી!!!!.." અંશે ઉંચા અવાજે રાડ નાખી.

" કોન્ગ્રેચ્યુલેશન, તમે તો બચી ગયા..."

અંશ અને પ્રિશા રોકીની નજદીક આવી જ રહ્યા હતા કે પાછળથી બે પહેલવાન તુરંત વચ્ચમાં કુદી પડ્યા અને તેણે પ્રિશા અને અંશના હાથોને દોરીથી બાંધીને એક સાઈડમાં ઉભા રાખી દીધા.

" રોકી!!! તું....." પ્રિશા આશ્ચર્ય પામી.

" હંજી....કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ....કીધું હતું ને તને 440 વોલ્ટનો જટકો લાગશે...."

" તું બલરાજ સિંહ ચૌહાણનો પુત્ર છે ને???" ત્યાં જ અંશ બોલી ઉઠ્યો.

રોકી અંશની નજદીક ગયો અને એની આંખોમાં આંખ મિલાવતા કહ્યું. " યસ....હું જ છું રણજીત સિંહ ચૌહાણ...જેના પિતાને તે જીવતા સળગાવ્યા હતા..." એક જોરદાર તમાચો રોકી એ અંશના ગાલ પર જિંકી દીધો. જેથી અંશનો ગાલ લાલચોળ થઈ ગયો.

ત્યાં જ બીજો તમાચો રોકી એ અંશના ગાલ પર ઝીંક્યો. " આ તમાચો મારા ફેવરિટ અંકલ ચંદ્રશેખર સિંહ ચૌહાણને જમીન પર ઢસડીને બેરહમ બનીને મારવા માટે...."

ત્રીજો તમાચો ઝીંકતા રોકી બોલ્યો. " આ તમાચો મારા કરીના આંટીને વીજળીના તાર સાથે જોડી તડપાવી તડપાવીને મારવા માટે...."

ચોથો તમાચો ઝીંકતા રોકી એ કહ્યું. " અને આ તમાચો મારા પરિવારને નાશ કરવા માટે...."

અંશના મોંમાંથી લોહી નીકળવાનું શરૂ પણ થઈ ગયું.

રોકી એ તુરંત અંશના શર્ટની કોલર પકડી અને કહ્યું. " અંશ....તને બદલો લેવાનો ખૂબ શોખ છે ને....આજ તને હું બતાવીશ કે બદલો કઈ રીતે લેવાય?"

" રણજીત....બેટા તારી સામે હાથ જોડું છું....મારા દીકરાથી ભૂલ થઈ ગઈ ... તારે જે બદલો લેવો હોય એ મારી પાસેથી લે... બસ મારા દીકરાને છોડી દે...." લક્ષ્મી બેને રડતા રડતા અંશના જીવનદાન માટે ભીખ માંગી.

અંશ પણ ત્યાં આંસુ વહાવતો ઊભો રહ્યો.

" આંટી તમે તો ઈમોશનલ થઈ ગયા....અરે સમીર ઊભો છે શું...રૂમાલ લાવ જલ્દી..." સમીરે તુરંત રોકીને રૂમાલ આપ્યો અને એ રૂમાલ વડે રોકી એ લક્ષ્મી બેનના આંસુ લૂછ્યા.

રૂમાલમાં લાલ કલરનું કોઈ દ્રવ્ય હતું જેનાથી લક્ષ્મી બેનનો આખો ચહેરો લાલ રંગથી રંગાઈ ગયો.

" અરે આંટી તમારા ચહેરાને શું થયું? એવું લાગે છે જાણે તમારો ચહેરો ખૂનથી રંગાયેલો છે.. " રોકી જોરજોરથી હસવા લાગ્યો.

માનું આવું અપમાન થતાં જોઈ અંશ ક્રોધથી ભરાઈ ગયો. પણ તે બસ જોયા સિવાય કઈ કરી શકે એમ ન હતો. કારણ કે એના હાથો દોરીથી બાંધેલા હતા અને પાછળ બે પહેલવાન પણ અડીખમ ઉભા હતા.

શું અંશ આગળ કંઈ કરી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ