Be Ghunt Prem na in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 8

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 8


ઓફિસના કામથી પરેશાન થતો હું ઘરે જવા નીકળી ગયો. છ વાગીને દસ મિનિટ ઓલરેડી થઈ ચૂકી હતી. કાર પૂરઝડપે ચાલતી મારા મનપસંદી કેફે પર આવીને ધીમી પડી ગઈ.
" ચા પીવા રોકાવ કે ચાલ્યો જાવ..." વિચાર કરતા મેં અંતે ઘરે જવાનું મન બનાવી નાખ્યું પણ આ શું? આગળ ટ્રાફિક! બે ટુવ્હીલર એકબીજા સાથે અથડાઈ હતી અને બન્ને એકબીજા સાથે જઘડો કરવા લાગ્યા. જેથી આસપાસ સારી એવી ભીડ પણ જમા થઈ ગઈ. " લાગે છે ટ્રાફિક હટતા દસ પંદર મિનિટ તો લાગી જશે...ચલ ત્યાં સુધીમાં ચા જ પી લવ...." કારને સાઈડમાં કરી હું કેફેની અંદર પ્રવેશ કર્યો.

" કેમ છો અંકલ?" અંકલ સાથે હાથ મિલાવવા કહ્યું.

" આજ ફરી લેટ?"

" શું કરું અંકલ....એક તરફ કામનું પ્રેશર અને બીજી તરફ આ ટ્રાફિક હવે બિચારો મિડલ કલાસ છોકરો જાઈ તો ક્યાં જાઈ..., ચલો મને જલ્દી કડક મીઠી અદરક વાળી ચા આપી દો..."

" સાથે કોફી પણ મોકલાવું ને?"

" કોફી, કેમ?"

" પેલા મેડમ માટે..." અંકલે છેલ્લાં ટેબલ પર બેઠેલી અર્પિતા તરફ આંગળી ચીંધીને કહ્યું.

" અર્પિતા?..." કહેતો હું તુરંત એ તરફ દોડ્યો.

" હાઈ...મિસ્ટર ચા લવર, કેમ છો?" તેણે ઉભા થઈને કહ્યું.

" તમે અહીંયા મારી રાહ જોઈ રહ્યા હતા?"

" તમારી નહિ મારી કોફીની રાહ જોતી હતી...જોવો મારી કોફી પણ આવી ગઈ...થેંક્યું અંકલ..." એણે અંકલ પાસેથી કોફી લીધી અને ચેર પર બેસી ગઈ. હું પણ ક્યાં પાછો રહેવાનો હતો, મેં પણ મારો ચાનો કપ લીધો અને એના સામેના ચેર પર બેસી ગયો. હું આગળ કંઇ બોલ્યો નહિ એટલે એ તુરંત બોલી. " મઝાક કરું છું તમારી જ રાહ જોતી હતી..."

હું છાતી ફુલાવીને થોડોક વધુ ઊંચો થઈ ગયો અને કહ્યું. " આ રાહનો મતલબ હું જાણી શકું?"

અર્પિતાને મારી વાત પર હસવું આવ્યું અને બોલી. " તમે પણ ભુલ્લકડ છો હો? ખબર તો છે ને આપણે કાલે ક્યાં કારણથી મળ્યા હતા?"

" અરે હા....હું તો ભૂલી જ ગયો!!... કાલની વાત અધૂરી રહી ગઈ હતી ને તમે અને હું જતા રહ્યા તા..."

" તો વાત કંટીન્યુ કરીએ?"

" શરૂથી શરૂઆત કરીએ....મારું નામ કરન સોજીત્રા છે..,હું છેલ્લા બે વર્ષથી બેંક મેનેજરની જોબ કરું છું... મને ચા સાથે મહોબ્બત છે અને હું એક સામાન્ય એવી જિંદગી જીવવા માંગુ છું...મને શાંત વાતાવરણ વધુ ગમે છે...શહેરમાં રહેવું એ તો મારી મજબૂરી છે પણ સમય મળે તો હું ક્યારેક ગાર્ડનમાં જઈને બાળકો સાથે રમી લવ છું....આ સિવાય તમારે કંઇ પૂછવું હોય તો?"

" કોઈ ખરાબ આદત? સિગારેટ, તંબાકુ?'"

" ડોન્ટ વરી... મારે આવી કોઈ ખરાબ ટેવ નથી...હા પણ મેં સિગારેટ એક બે વખત ટ્રાય જરૂર કરી છે...પણ એ પછી મેં નક્કી કર્યું કે નો સિગારેટ, નો તબાકુ..."

" અને લગ્ન વિશે તમારો શું વિચાર છે?"

મેં મનમાં ખુદને પૂછ્યું." શું કહું? જે સત્ય છે એ જણાવી દઉં?, પણ જો એ મારા વિચારથી સહમત નહિ થાય તો?, પણ હું જુઠ્ઠું પણ નથી બોલવા ઈચ્છતો..."

" ક્યાં ખોવાઈ ગયા મિસ્ટર ચા લવર...?"

" અર્પિતા....સાચું કહું તો મને લગ્ન કરવામાં કોઈ ખાસ દિલચશ્પી નથી...મતલબ એવો નથી કે હું લગ્ન કરવા નથી માંગતો બટ વર્ષોથી જે રીતિરિવાજોથી લગ્ન થાય છે એમાં મને રસ નથી...જેમ કે અત્યારે જ જોઇ લો...એક જ મુલાકાતમાં જીવનસાથી પસંદ છે કે નહિ એ નક્કી કરી લેવાનું....હવે એક જ મુલાકાતમાં કોઈ કઈ રીતે નિર્ણય લઈ શકે? એ પણ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય!..."

" યા...મારા પણ સેમ આવા જ વિચાર છે... કાલની મુલાકાત બાદ મારા પપ્પા એ મને પૂછ્યું કે કરન ગમે છે કે નહિ? હવે મેં કહ્યું હું એક જ મુલાકાતમાં નિર્ણય નથી લેવાની? હું કરનને હજુ મળીશ...અમે એકબીજાને જાણીશું...ઓળખીશું...પછી હું મારો ફાઇનલ નિર્ણય તમને કહીશ..."

" રાઈટ... આ લગ્ન બાબતે તમે પણ સેમ મારા જેવા જ વિચાર ધરાવો છો... ચલો હવે તમે કઈક પોતાનાં વિશે કહો.."

" નામ તો તમે જાણો છે અર્પિતા વર્મા.., હું એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજરની નોકરી કરું છું... મંડે ટુ સેટરડે...અને સંડેના દિવસે બહાર હરવા ફરવાનું પસંદ કરું છું... શોર્ટમાં કહું તો હું સંડે આઝાદ પંછીની જેમ ઉડું છું....ક્યારેક મૂવી જોવા જતી રહુ તો ક્યારેક કોઈક ફ્રેન્ડની પાર્ટીમાં, ક્યારેક શોપિંગ કરવા તો ક્યારેક જૂના મિત્રો સાથે ગપ્પા મારવા બેસી જાઉં છું...મને ઘરના એક ખૂણે બેસી રહેવું નથી ગમતું....મારું તો ડ્રીમ છે આખી દુનિયા ફરવાનું.....આઈ હોપ કે મારું ડ્રીમ પૂરું થાય...."

અર્પિતાની આંખોમાં મેં એ ચમક જોઈ... એના મોંમાંથી નીકળેલા એક એક શબ્દ જાણે સીધા દિલથી નીકળી રહ્યા હતા.... એ એના ડ્રીમ પ્રત્યે કેટલી પેસનેટ હતી એ એની આંખો એ જ કહી દીધું હતું...જ્યાં એ આખી દુનિયા ફરી લેવા માંગતી હતી ત્યાં હું શાંત ઝરણાંની જેમ વહેવા માંગતો હતો. મને આવી એડવેન્ચર લાઈફ બિલકુલ પસંદ ન હતી..ત્યારે અર્પિતાને એક જ સ્થળે બેસીને જિંદગી વિતાવવું પસંદ ન હતું.

એકબીજાથી અલગ વિચારો ધરાવનાર બે પાત્રો શું લગ્ન કરવા રાજી થઈ જશે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ