Be Ghunt Prem na in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 6

Featured Books
Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 6


" મતલબ તું કરનને હજુ મળવા માંગે છે?"

" હા....મળવા તો માંગુ છું..પણ કોન્ટેક્ટ નંબર લેવાનો જ ભૂલી ગઈ....."

" લો બોલો નંબર પણ નથી લીધો અને મેડમ એમને મળવા માંગે છે...કઈ રીતે મળીશ હવે?"

" એ જ તો હું વિચારું છું...પણ શું એ પણ મને મળવા માંગતો હશે?" મારા દિમાગમાં કરનના વિચારો દોડવાના શરૂ થઈ ગયા હતા. પણ મુજવણ એ હતી કે કરન સાથે મુલાકાત કરવી તો કઈ રીતે? થોડીવારમાં પપ્પા એ મને બોલાવી અને મારી પાસેથી જવાબ માંગ્યો.

" પપ્પા....અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી...."

" જવાબ નથી નો શું મતલબ? તમે મળ્યા હતા તો કંઇક તો વાતચીત થઈ હશે ને?"

" પપ્પા પ્લીઝ એક તો હું એમ પણ પરેશાન છું અને તમે આવા સવાલ કરીને મને વધુ પરેશાન ન કરો...." હું તુરંત ત્યાંથી જતી રહી. મારા ગયા પછી મારા ભાઈ ભાભી એ બધી વાત મારા પપ્પાને કહી દીધી.

" આજકાલના છોકરાઓ ખબર નહિ નિર્ણય લેતા ક્યારે શીખશે?" આખરે મારા પપ્પા એ મારી વાત સ્વીકારી લીધી અને મને જવાબ આપવા માટે વધુ ફોર્સ ન કર્યો.

****************************************

" આવી ગયો દીકરા....કેવી લાગી છોકરી? તારી હા છે ને?"

" પપ્પા...અત્યારે મને આવા કઠિન સવાલ ન પૂછો...મારો જવાબ હા પણ નથી અને ના પણ નથી...."

" મતલબ તે હજુ નિર્ણય નથી લીધો?"

" મારે કપડાની જોડી પસંદ નથી કરવાની પપ્પા...જીવનસાથીનો સવાલ છે...ખાલી એક મુલાકાતમાં આટલો મોટો નિર્ણય હું ન લઈ શકું....મારે વિચારવા માટે હજુ સમય જોઈએ છે..." હું તુરંત હાથ મોં ધોવા બાથરૂમમાં જતો રહ્યો.

" પણ મારી વાત તો સાંભળ...હું રમેશભાઈને શું જવાબ આપીશ? આ છોકરો પણ..."

પાર્ટીનો સમય સાત વાગ્યાનો હતો. અને હું દસ મિનિટ પહેલા જ હાજર થઈ ગયો.

સંજયને ગળે મળતા મેં બર્થ ડે વિશ કર્યું.

" થેંક્યું યાર...."

" શું ડેકોરેશન કર્યું છે ! લાગે છે આજ રોકિંગ પાર્ટી થવાની છે.."

" અફ્કોર્સ...આજ તો જલસા પડી જશે જલસા..."

સંજય હમારી કોલેજનો અંબાણી હતો. પૈસાને પાણી જેમ વાપરતા એ જરા પણ અચકાતો નહિ. એના પપ્પાએ કડી મહેનત કરીને કરોડોની મિલકત ભેગી કરી હતી અને એ મિલકતને ઉડાવવાનું કામ સંજય કરતો હતો. દર મહિને કોઈને કોઈ કારણ આપીને પાર્ટી કર્યા જ કરતો. નાચવું ગાવું મોજ મસ્તી કરવી બસ એ જ એના લાઇફનો ઉદ્દેશ્ય હતો. પરંતુ સંજયે ક્યારેય પણ પૈસાનો ઘમંડ મિત્રો વચ્ચે નહતો કર્યો. અને એટલે જ કોલેજના બધા મિત્રો સાથે એની ગાઢ દોસ્તી હતી.

કોલેજના મારા બધા મિત્રો એકપછી એક આવવા લાગ્યા. જૂના મિત્રોને મળીને મને ખૂબ ખુશી થઈ..પરંતુ ડર એ વાતનો હતો કે પાર્ટીમાં જો રિયા આવી ગઈ તો હું કઈ રીતે એમનો સામનો કરીશ? પરંતુ મારો જીગરી યાર સંજયે આવીને મને કહ્યું. " ડોન્ટ વરી...તારી એક્સ આજની પાર્ટીમાં નહિ આવે...સો ચિલ કર એન્ડ એન્જોય કર ઓકે..."

સંજયે મારી બધી ચિંતા દૂર કરી દીધી અને હવે હું ખુલ્લીને બધા સાથે ભળી ગયો. થોડાક સમય બધાએ સાથે મળીને ડાન્સ કર્યો અને ત્યાર બાદ કેક કટિંગનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

શ્રુતિ એ કહ્યું. " શું સંજય હજુ કેટલી વાર છે? કેક કટિંગ કરને..."

બધા શ્રુતિની વાત સાંભળી કેક કટિંગ કરવા માટે કહેવા લાગ્યા ત્યાં ભીડને શાંત કરતા સંજયે કહ્યું. " અરે એક મિનિટ....યાર! હજુ મારો એક ફ્રેન્ડ મિસિંગ છે એને તો આવવા દયો...' સંજય સ્ટેજ પર ચડીને આસપાસ જોવા લાગ્યો.

" કોણ બાકી છે બધા તો આવી ગયા..." ત્યાં ભીડમાંથી એક છોકરીએ કહ્યું.

થોડીવારમાં દરવાજેથી એક યુવાનની એન્ટ્રી થઈ. છ ફૂટ લાંબી હાઇટ, ચહેરા પર ચડાવેલા ગોગ્લસ, હાથમાં પહેરેલી મોંઘીદાટ વોચ અને સિલ્કી હેર પર હાથ ફેરવતો એક હેન્ડસમ યુવક ભીડને ચીરતો સીધો સંજયના ગળે મળ્યો. ત્યાં હાજર પંદરેક ગર્લ્સની નજર એ યુવાન પર અટકી ગઈ. શૂટ બુટ પહેરીને આવેલ એ યુવકનું ઇન્ટ્રોડક્શન કરતા સંજયે કહ્યું. " મીત માય નેબરહુડ ફ્રેન્ડ રાહુલ શેખાવત..."

" હેલો એવરીવન...હાવ આર યુ...." રાહુલે હવામાં હાથ ફેરવતા કહ્યું. છોકરાઓને તો આ રાહુલમાં કંઇ ખાસ ન લાગ્યું પરંતુ ગર્લ્સ ગ્રુપમાં રાહુલ વિશેની ચર્ચા થવા લાગી.

ક્રમશઃ