Wedding. co.in- Part 4
સિયા ખૂબજ અબસેટ હતી. રોહિતને બીજી કોઈ છોકરી સાથે જોઈને તેના દિલને ઠેસ પહોંચી હતી. ન જાણે કેમ, એક જ વાર મળ્યા હતા અને કોઈ પણ પ્રકારનું કમીટમેન્ટ પણ નહોતું. છતા પણ એના પર હક જમાવા માંગતી હતી. શું હવે સિયા અને રોહિત ફરીથી મળશે? અને મળશે તો ક્યા સંજોગોમાં?
આજનો દિવસ એ ક્યારેય ભૂલી નહીં શકે. એ ઘરે આવી અને પોતાના રૂમમાં ગઈ. ઘરે આવતા, એને કેટલાય વિચારો ફરી વર્યા. કદાચ એ ખોટું વિચારી રહી હતી, અને આખા દિવસના રોકી રાખેલા આંસુ ટપટપ સર્યા.
આ બાજુ, રોહિત વિચારી રહ્યો હતો કે લાગે છે આ છોકરી ખરેખર મારા વિષે સીરીયસ છે. પણ હું શું કરું? અંજલી જ્યાં સુધી પાછી યુકે નહીં જાય ત્યાં સુધી મારે ચુપ રહેવું પડશે. પણ યાર, આ તો વગર કામનો મને તમાચો મારી ગઈ. એનો જવાબ તો મારે આપવો જ પડશે.
બીજા દિવસની સવાર પડી. સિયા રોજની જેમ આજે પણ કોલેજમાં ગઈ. એનો હિસ્ટ્રીનો લેક્ચર દસ વાગ્યે ચાલુ થવાનો હતો. સ્ટુડન્ટ્સ ક્લાસમાં આવી ગયા હતા. આજે પહેલી વાર એ લેટ પહોંચી અને જઈને તરત જ એણે બધા સ્ટુડન્ટ્સ પાસે અસાઈનમેન્ટ માંગ્યું. બધા વિચારવા લાગ્યા કે આજ સુધી મેડમ ક્યારેય સામે થી નથી માંગતા. અમે જ્યારે સબમિટ કરાવીએ ત્યારે લઈ લે છે, પણ આજે આમ તરત જ... અમુક સ્ટુડેન્ટ્સેએ બનાવેલું હતું, તેમણે આપી દીધું, અને બીજા અંદર અંદર વાતો કરી રહ્યા હતા.
સિયા એ કહ્યું, "આજે તમારો લાસ્ટ ડે હશે સબમિશન માટે. પછી હું નહિ લવ. સાંજ સુધીમાં આપી દેજો."
આજનો દિવસ જેમ તેમ નીકળ્યો. મગજમાં બધા એ જ વિચારો ચાલી રહ્યા હતા. કદાચ અંતે કોલેજના છોકરાઓ એનો શિકાર બન્યા.
રોહિત પણ પોતાની બીઝી લાઈફમાંથી અંજલી માટે સમય કાઢવા માંગતો હતો. ત્યારે જ એની સેક્રેટરી તરીકે પાર્ટ ટાઇમમાં જોબ કરતી યેના આજે લેટ આવી. કારણ પૂછતાં ખબર પડી કે એ કોલેજમાં હિસ્ટ્રીનું અસાઈનમેન્ટ સબમિટ કરવા ગઈ હતી. પછી રોહિતે કહ્યું, "ડોન્ટ બી લેટ નેસ્ટ ટાઇમ."
અન્ય સમયે રોહિતને યાદ આવ્યું અને તેણે તરત જ યેનાને પૂછી લીધું, "તારી હિસ્ટ્રીની પ્રોફેસરનું નામ શું છે?" યેના એ કહ્યું, "સિયા મેડમ, ખબર છે એ એમતો ખૂબ જ સારા છે, પણ ખબર નહિ કેમ? આજે અચાનક તૈયારીમાં અસાઈનમેન્ટ માંગ્યું! પણ વાંધો નહિ, હવે બધું ઠીક છે. હવે તમારે નીકળવું હોય તો હું આગળ સંભાળી લઉં." રોહિત સમજી ગયો કે યેનાની પ્રોફેસર એ જ સિયા છે, જેને એ મળ્યો હતો. "હા યેના, મારે જવું પડશે. અંજલી ઇજ વેટીંગ ફોર મી." તે ત્યાંથી નીકળી ગયો. કાર ડ્રાઇવ કરતાં કરતાં એ વિચારમાં પડ્યો કે યેનાના માધ્યમથી તે સિયાને કોન્ટેક્ટ કરી શકે છે.
સિયા ભૂલવા માંગતી હતી કે એને કોઈ રોહિત નામનું મળ્યું હતું. એને ખબર હતી કે આમા ટાઈમ લાગશે. કેમ કે જ્યારે કોઈ ગમતું હોય ત્યારે એના અવગુણ નથી દેખાતા અને જ્યારે કોઈ ન ગમતું હોય ત્યારે એના ગુણ પણ. એ બહારથી ઠીક દેખાતી હતી, પણ અંદરથી અસ્તવ્યસ્ત હતી.
આમને આમ ઘણો સમય વીતી ગયો. અંજલી પણ યુકે જતી રહી. કોલેજમાં વેકેશન ચાલી રહ્યું હતું. ઘરે આવતા, દરેક માટે સિયાને યાદ અપાવવું સરળ બની ગયું કે એના લગ્નની ઉંમર થઈ ગઈ છે. એ જ પહેલાની જેમ અવનવા ફોટા અને બાયોડેટાનો ત્રાસ.
The next part is coming soon
હર્ષિકા સુથાર
---તામારા રીવ્યુ અને સજેસન અચૂક આપતા રહેજો