Ek Hati Kanan.. in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 25

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક હતી કાનન... - 25

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 25)
“ચાલ કાનન,હું પણ મૂકવા આવું છું.આપણે બન્ને....”મનન વાક્ય પૂરું કરે તે પહેલાં કાનન મુક્તિને તેડીને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ.
આકાશમાંથી કુદરત પોતાની બાજી જોઈ રહી હતી.
કાનન રિક્ષા કરીને પહોંચી સીધી બાલઘરમાં.મુખ્ય સંચાલિકા બહેનને મળી.
“મને બે એક દિવસ માટે એક રૂમ મળશે? ઘોડિયાંની વ્યવસ્થા થાય તો વધુ સારૂં.વિગતે વાત નિરાંતે કરું છું.”
બાલઘરમાં એક રૂમની વ્યવસ્થા ઘોડિયાં સહિત થઇ ગઈ.
એકાદ કલાક પસાર થઈ ગયાં છતાં કાનન ન આવતાં મનન સ્કૂટર લઈને બાલઘરમાં પહોંચી ગયો.વોચમેને જ બતાવેલા રૂમ પર જઈને દરવાજો નોક કર્યો.કાનને દરવાજો ખોલ્યો.
“કેમ રોકાઈ ગઈ?મોડું થયું એટલે ચિંતા થઈ.તને લેવા આવ્યો છું.”મનને કહ્યું.
“જ્યાં મુક્તિ રહેશે ત્યાં કાનન રહેશે.”કાનને ટૂંકો જવાબ આપ્યો.
“અને હા,આ વ્યવસ્થા કામચલાઉ જ છે.પછી જરૂર પડ્યે એક રૂમ શોધી લઈશ. જો કે તને ઘર છોડવા દબાણ નહીં કરું અને તું તો ઘરે જ રહેજે.તું ત્યાં હોઈશ તો કદાચ ઘરના લોકોનું હૃદય પીગળે પણ ખરું.અને મારે કારણે તારે માં-બાપ થી અલગ થવું પડે એ પણ હું પસંદ ન કરું.બાકી દત્તક લેવાનો નિર્ણય આપણો બન્ને નો હતો એટલે તું પણ આવતો જાતો તો રહીશ જ ને? કદાચ લાંબુ ચાલે તો શનિ-રવિ માં-દીકરી માટે ફાળવજે.” કાનને આટલું કહીને મનન ને સંયુક્ત નિર્ણય ને યાદ પણ કરાવી દીધો.
“પણ કાનન તું જીદ મુકીને ઘરે આવ.થોડા સમય માટે મુક્તિ ભલેને અહીં રહેતી.અહીં રહેશે એટલે આપણી દીકરી થોડી મટી જવાની છે! સાંજે તો તું આવશ જ અને સવારે હું આવીશ.જરૂર પડ્યે તાપસી પણ એકાદ આંટો મારી જશે.રીસેસમાં તું પણ આવીને જોઈ જાજે.ત્યાં સુધીમાં આપણે મમ્મીને પણ સમજાવી લેશું.”મનને વાત પૂરી કરવાના ઈરાદા સાથે કહ્યું.
“જો મનન,હવે વિનંતી કરવી,સમજાવવું,રડવું એ બધું મેં છોડી દીધું છે. ભૂતકાળમાં આ બધું કરવા છતાં મને કશું જ મળ્યું નથી.ઊલટાના મારા આ સ્વભાવને મારી નબળાઈ ગણી લેવામાં આવી છે.”કાનને પોતાનો અફર નિર્ણય સંભળાવી દીધો.કાનનને પોતાને પણ આટલી સ્વસ્થતાથી વાત કરી શકી એની નવાઈ લાગી.એને લાગ્યું કે પોતાનું વાંચન રંગ લાવી રહ્યું છે.
મનન ને એકલો આવેલો જોઈને ઘરનાં ને ફાળ પડી.
“કાનન અમારી દીકરી મુકિત સાથે જ રહેશે.”આટલું બોલી મનન પોતાના રૂમમાં ઉપર ચાલ્યો ગયો.
સવારે રૂટીન પ્રમાણે તાપસી બાલઘર માં પહોંચી તો જોયું કે કાનન મુક્તિને લઈને તડકામાં બેઠી હતી.એની પ્રશ્નાર્થ દશા પારખી કાનને કાલ ની બધી વાત તાપસીને કરી.કાનન જે રીતે બધી વાત કરી રહી હતી તે જોતાં તો એવું લાગ્યું કે કાંઈ બન્યું જ નથી.
“તમે તો ગજબ છો કાનનબેન.આટલું બધું બન્યું તો મારે ઘરે જ આવી જવાય ને? આમ તો મને નાની બહેનનો દરજ્જો આપ્યો છે અને આવા સમયે જ મને તમે પારકી સમજી?”આટલું બોલી ને તાપસી ઢીલી થઈ ગઈ.
“ચાલો,ઉઠાવો સામાન અને અત્યારે ને અત્યારે મારે ત્યાં ચાલો.”
“સામાન?અત્યારે તો સામાનમાં અમે બે જ છીએ.અને હું પણ ક્યાં કાયમ માટે અહીં રહેવા આવી છું.બે ત્રણ દિવસ પછી બીજી વ્યવસ્થા કરી લઈશ.આમ પણ અત્યારના સમયમાં તારા સિવાય અમારું માં-દીકરી નું છે પણ કોણ?તારા સહારે તો છીએ અમે બે.”કાનન આવું બોલી એમાં તો તાપસી રડવા જ લાગી ગઈ.
“પ્લીઝ,એવું ન બોલો કાનનબહેન.તમારા પાસેથી તો મને જીવવાની નવી દિશા મળી છે.તમે બેસહારા હોઈ જ ન શકો.અને યાદ રાખજો એ લોકોને તો હું જિંદગીભર યાદ રહી જાય એવો પાઠ ભણાવીશ.”તાપસીનું રૂદન હવે ક્રોધમાં પલટાઈ ગયું.
કાનન ને પણ લાગ્યું કે તાપસી ને રોકવી હશે,સમજાવવી હશે તો એની સાથે જ રહેવું પડશે એટલે એને ઘરે જાવા કબૂલ થઇ ગઈ.
તાપસીએ મનનને ઓફિસમાં કાનન પોતાને ત્યાં છે તે જણાવવાનું જરૂરી ન લાગ્યું અને મનને પણ આ વાત છેડી નહીં.
બીજે દિવસે કાનન સ્થાનિક અખબારમાં સમાચાર જોઈને ચમકી.એણે સીધે સીધું છાપું તાપસીના હાથમાં જ પકડાવી દીધું.તાપસી તો સમાચાર વાંચી ખુશીથી ઝૂમી ઉઠી.પણ કાનન ગંભીર થઈ ગઈ.
અખબારમાં રિપોર્ટ પ્રમાણે બાલઘર નાં મુખ્ય સંચાલિકા બહેનની આગેવાનીમાં મહિલા સંસ્થાઓ કાનનના ઘરે મોરચો લઈને ગઈ હતી અને અડતાલીસ કલાકમાં કાનન માં-દીકરીને અપનાવવા અલ્ટીમેટમ આપીને આવ્યાં હતાં.જો એમ કરવામાં નહીં આવે તો સામાજિક બહિષ્કારની ધમકી પણ આપી આવ્યાં હતાં.
“ચાલ તાપસી,આપણે અત્યારે ને અત્યારે બાલઘર માં જવું પડશે અને આ કાર્યવાહી રોકવી પડશે.
બન્ને ઉપડયાં બાલઘર.મુખ્ય સંચાલીકાબેન હાથમાં અખબાર લઈને બીજાં કોઈ બેન સાથે આ અંગે જ વાત કરી રહ્યાં હતાં.
કાનને ખૂબ જ સ્વસ્થતાથી શરૂઆત કરી.
“આજના અખબારમાં મેં અહેવાલ વાંચ્યો.”
મુખ્ય સંચાલિકાબેન પોરસાયાં.
“બહેન,આ મામલો મારો,અમારો અંગત છે અને એમાં હું કોઈની,કોઈની પણ દખલઅંદાજી પસંદ નહીં કરું,કોઈની પણ નહીં.મારી મંજૂરી વિના મારે ઘરે આવી રીતે મોરચો લઇ જવાનું આપનું પગલું બિલકુલ અયોગ્ય છે.હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપવા જ આવી છું કે તમે અહીં જ અટકી જાવ.તમે જે અડતાલીસ કલાકની મુદત આપી છે તે પાછી ખેંચી લો અથવા એ પૂરા થયે આગળની કશી જ કાર્યવાહી ન કરો.”કાનને ખૂબ જ વિનયપૂર્વક અને એટલા જ ભારપૂર્વક કહી દીધું.
“તમે મહિલા સંસ્થાઓ પોતાની અંગત પબ્લીસીટી માટે આવાં સ્ટંટ કરો છો.પણ તમને એટલો ખ્યાલ પણ ન રહ્યો કે અડતાલીસ કલાક પછી કદાચ એ લોકો મને અપનાવશે તો દિલથી અપનાવશે?મને પ્રેમપૂર્વક સ્વીકારશે?મારા જીવનમાં પહેલાં જેવી શાંતિ શક્ય બનશે? અને બીજી એક ખાસ વાત.મને મારાં સાસરાં પક્ષ તરફથી કાઢી મૂકવામાં નથી આવી.હું જ ઘર છોડીને આવી છું.”અત્યાર સુધી સૌમ્ય,લાગણીશીલ કાનનનું રણચંડી સ્વરૂપ જોઇને બાલઘર નો સ્ટાફ તો ડઘાઈ જ ગયો.તાપસી તો પોતાનાં પ્રેરણામૂર્તિ સમાન કાનનબેન ને મનોમન વંદી રહી હતી.
“મુક્તિને દત્તક લેવાનો મારો નિર્ણય આપના તરફથી બાલઘર માં બાળકો વચ્ચે આવવાની અપાયેલી તકને આભારી છે.પરમદિવસે મને સંસ્થામાં આશરો આપ્યો એ પણ આંખ માથાં પર.પરંતુ એના બદલામાં મારા અંગત મામલામાં આપને દખલ કરવા નહીં જ આપું.”
આટલું બોલી કાનન સડસડાટ ઓફિસની બહાર નીકળી ગઈ.
“તાપસી તારે અત્યારે ને અત્યારે મારે ઘરે જવું પડશે.એ લોકોને અહીં જે વાત થઈ તેનાથી વાકેફ પણ કરી આવ અને અમારાં માં-દીકરીનો થોડો સામાન પણ લઇ આવ.”કાનને તાપસીને પોતાના ઘરે મોકલી.
તાપસીએ મનન ને ઘરે જઈ બધાને વાત કરી અને આગળ કોઈ જાતની કાર્યવાહી નહીં થાય તે પણ જણાવ્યું.અને ખાસ ભારપૂર્વક એ પણ કહી દીધું કે આ બધું કાનને જ અટકાવ્યું છે.
કાનનના આગ્રહને માન આપી તાપસીએ પોતાના ઘરની નજીક જ વન બીએચકે મકાનની વ્યવસ્થા કરી આપી.મકાનમાલિક ને પણ કાનન ના સંજોગોની માહિતી આપી ધ્યાન રાખવાની ભલામણ પણ કરી દીધી.
કાનને વડોદરા પત્ર લખી નવું સરનામું જણાવી દીધું.જો કે કયા સંજોગોમાં ઘર છોડવું પડ્યું તે અધ્યાહાર રાખ્યું.
કાનન એકલા રહેવાનો અનુભવ કંઈ પહેલીવાર નહોતી કરી રહી.માંડવીમાં એકલી હતી ત્યારે સતત અનુભવાતો મનનનો સાથ હતો અને હતાં ભાવિ સ્વપ્નાંઓ. અહીં તો કડવી યાદો અને સામે હતું અનિશ્ચિત ભાવિ.
રાત્રે તાપસી જમવાનું લઈને આવી.
“તાપસી,તને એક મોટી જવાબદારી સોંપું છું.કાલથી તું મનન સાથે પહેલાંની માફક જ નોર્મલ રીતે વર્તવાનો પ્રયત્ન કરજે.અમારા બે વચ્ચેની કડી તું જ છો અને હું કોઈપણ સંજોગોમાં આ કડી તૂટે એમ ઈચ્છતી નથી.અત્યારે મનન એકલતા અનુભવતો હશે.એને સાથ માત્ર તું અને તું જ આપી શકીશ.મારા મનન ને સાચવી લેજે,સંભાળી લેજે.”આગળના શબ્દો કાનનના રુદનમાં વહી ગયા.
“બહુ અઘરું કામ તમે મને સોંપ્યું છે.હું તો નોકરી છોડી દેવાના પ્લાન ઘડતી હતી.તમે જે રીતે વિચારો છો તે તો એક ભારતીય નારી જ વિચારી શકે. ધન્ય છે તમને.”તાપસી અહોભાવમાં ખેંચાઈને બોલી ગઈ.
પથારીમાં પડતાં જ કાનન વિચારોમાં ખોવાઈ ગઈ.રૂમમાં માં-દીકરી એકલાં જ હતાં.તાપસીએ સુવાની ઓફર કરી પણ એણે જ ના પાડી હતી.
શું કરતો હશે મનન?એને ઊંઘ આવતી હશે?છેલ્લે છેલ્લે તો કેટલો આધારિત થઈ ગયો હતો મારા ઉપર.શું અમે બે ફરી ક્યારેય એક નહીં થઇ શકીએ?મુક્તિએ ખાલી માં ના પ્રેમ થી જ ચલાવવું પડશે? પિતાના પ્રેમથી વંચિત તો નહીં રહી જાય ને?
કાનન ધ્રુસકે ધ્રુસકે રડી પડી.પહેલીવાર એને પોતાનું ભાવિ આટલું અંધકારમય દેખાતું હતું.
(ક્રમશ:)