Shrapit Prem - 3 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 3

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 3

રાધા જ્યારે ઘરે બેસીને ભણી રહી હતી ત્યારે તેને તેના પિતા છગનલાલ નો અવાજ આવ્યો જે તુલસીને મારી રહ્યા હતા અને ધમકાવી રહ્યા હતા. રાધા ને તેના પિતા પાસેથી ખબર પડી કે તે તુલસીને કોઈ યુવક ના લીધે મારી રહ્યા છે. છગનલાલ એક તુલસીને એક રૂમના અંદર બંધ કરી દીધી અને દરવાજા પર કરી લગાવીને મનહર બેન ના તરફ જોઈને ગુસ્સામાં કહ્યું.
" આ દરવાજાને હવે ખોલવાની જરૂરિયાત નથી. આ છોકરી ત્યારે જ ઘરની બહાર નીકળશે જ્યારે તેના લગ્ન થવાના હશે."
મનહર બેન તેના પતિથી એટલા બધા ડરી ગયા હતા કે તેમણે તરત જ ડોક હા માં હલાવી દીધી. તેમના ગયા બાદ રાધા તરત જ એ રૂમના અંદર આવી ગઈ અને તેને જોયું કે તુલસી તેના પલંગમાં પેટના ઉપર સુઈને રહી રહી છે.
" બેન, શું થઈ ગયું, બાપુજી આટલો બધો ગુસ્સો કેમ કરી રહ્યા છો?"
તુલસી એ રડતા રડતા રાધા ના તરફ જોયું અને કહ્યું.
" બાપુજી શહેરમાં આવ્યા હતા ખેતરના માટે ખાદ ખરીદવા, તેમણે મને અને મયંકને સાથે જોઈ લીધા."
રાધા ને યાદ આવ્યું કે પાછી રાત્રે છગનલાલ તેમના પત્ની મનહરબેન ને ખેતરના માટે ખાદ ખરીદવા જવાની વાત કરી રહ્યા હતા. કદાચ તેમણે મયંક અને તુલસીને સાથે જોઈ લીધા હશે.
" બેન તમે શું કરી રહ્યા હતા કે પપ્પાને આટલું બધું ગુસ્સો આવી ગયો?"
તુલસી એ પોતાના દુપટ્ટાથી આંસુને લુઈને કહ્યું.
" મયંક પાછલા ઘણા દિવસથી મારા પાછળ પડ્યો હતો કે અમારા બંનેને ફરીથી ટાઈમ સ્પેન્ડ કરવું છે એટલે અમે બંને એક હોટલમાં ગયા હતા. આજે કોલેજને બંધ કરીને અમે લોકો એકબીજાને પ્રેમ કરવા માટે ગયા હતા પરંતુ જ્યારે ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ બાપુજી એ અમને જોઈ લીધા."
રાધા સમજી ગઈ કે મયંક અને તુલસી પોતાના શરીરની ભૂખ મટાડવા માટે હોટલમાં ગયા હતા. જો કોઈ બાપ દીકરીને હોટલ માંથી કોઈ બીજા પુરુષની સાથે બહાર આવતા જોઈ તો, તે તો ગુસ્સો કરવાના જ છે ને.
" રાધા તારી મારી મદદ કરવી પડશે. તું ગમે એમ કરીને મયંકની સાથે મારી વાત કરાવ."
રાધા એકદમ સીધી સાદી છોકરી હતી તે તેના મા અને બાપુજીની બધી વાત માનતી હતી. તેને તેના પિતાના વિરુદ્ધ જવું પડશે આ સાંભળીને તે ડરી ગઈ અને તેને ડરતા ડરતા કહ્યું.
" ના બેન ના મારાથી આવું કંઈ નહીં થાય. તે સાંભળ્યું નહીં બાપુજીએ ના પાડી છે."
તુલસી તરત જ રાધા નો હાથ પકડી લીધો અને કહ્યું.
" રાધા મારા લગ્ન મયંક સિવાય બીજા કોઈની સાથે થયા તો હું ઝેર પીને આત્મહત્યા કરી લઈશ. તારી બેન મરી જશે તો તને સારું લાગશે?"
તુલસીની આ વાત સાંભળીને રાધા એકદમ કન્ફ્યુઝ થઈ ગઈ કારણ કે તે તેની બહેનને આવી હાલતમાં જોઈ શકે તેમ ન હતી અને બીજા તરફ તે તેના પિતાના વિરુદ્ધ પણ જઈ શકે તેમ ન હતી. થોડીવાર વિચાર કર્યા બાદ રાધા એક એની બહેનનો સાથ લેવાનો વધારે સારું લાગ્યું કારણ કે ક્યાંક તેની બેન એ આત્મહત્યા કરી લીધી તો?
" ઠીક છે બેન હું તારી મદદ તો કરીશ પણ મારે કરવાનું શું છે?"
રાધા તેની વાત માની ગઈ છે તે સાંભળીને તુલસી ખુશ થઈ ગઈ અને તેણે ખુશ થતાં કહ્યું.
" સૌથી પહેલા તો મને મોબાઇલ ફોનની જરૂરત છે. તુ આમાં કંઈ કરી શકે છે?"
રાધા હજી નાનકડી હતી અને સ્કૂલમાં જ ભણતી હતી એટલે તેના પાસે કોઈ ફોન ન હતો અને જે પણ તુલસી પાસે હતો તે ફોન, તેના બાપુજીએ પોતાના પાસે રાખી લીધો હતો. રાધા એ યાદ કર્યું તો થોડી દુરી પર એની એક બેનપણી રહેતી હતી, તેના પાસે ફોન હતો.
" દક્ષા પાસે ફોન છે પણ,,,"
" પણ બણ ન કર. તને તારા બેનના સોગંદ છે તું બસ મારી વાતની સાથે કરાવી દે."
રાધાએ હા તો પાડી દીધી પણ તેને તે સમજાતું ન હતું કે દક્ષાનો ફોનથી અહીંયા કેવી રીતે લાવી શકે છે. દક્ષા નું ઘર તેના ઘરથી થોડી દુરી ઉપર જ હતું એટલે તે દક્ષાના પાસે ગઈ અને થોડીવાર માટે ફોન લેવાની વાત કરી. પહેલા તો દક્ષાએ ખૂબ આના કાંઈ કર્યું પણ પછી તે માની ગઈ.
રાધા તેનો ફોન સહી સલામત અડધી કલાકમાં પાછી લાવીને દઈ દેશે એમ કહીને ફોન લઈને તેના ઘરે પાછી આવી ગઈ. ફોન લઈને તે તરત જ તુલસી પાસે ગઈ અને તુલસી એ તરત જ મયંકને ફોન લગાડી લીધો.
ફોનમાં વાત કરતી વખતે તુલસી એ રાધા ને દરવાજા પાસે ઉભી રહેવાનું કહ્યું જેનાથી કોઈ આવે તો તે તુલસીને સાવધાન કરી શકે. રાધા ચૂપચાપ દરવાજાની બહાર આવીને ઉભી રહી ગઈ અને સાફ-સફાઈ કરવાનું નાટક કરવા લાગી. 15 થી 20 મિનિટ વાત કરીને તુલસી એ ફોન પાછળ રાધાને આપી દીધો.
હવે તુલસી દર રોજ રાધા પાસેથી દક્ષા નો ફોન મંગાવી લેતી હતી અને હવે તો તે એક એક કલાક સુધી વાત કરવાનું બંધ કરતી ન હતી. હવે તો દક્ષા પણ તેને ફોન આપવાથી ના પાડતી હતી પરંતુ ગમે તેમ કરીને રાધા તેના પાસેથી ફોન લઈને આવી જતી હતી.
આ બાજુ છગનલાલ જલ્દીથી જલ્દી મૂરતિયો શોધી રહ્યા હતા જેનાથી તે તુલસી ના લગન કરીને તેના ઘરે રવાના કરી દે. લગભગ એક મહિનાના અંદર જ તેમને એક છોકરા ની જાણકારી થઈ જે બાજુના જ એક ગામ પીપરીયામાં રહેતો હતો. બે છોકરા નું નામ કાળો હતું અને તે પણ ખેતી જ કરતો હતો.
છગનલાલ એક દિવસ કાળો અને તેના મોટાભાઈ ને ઘરે પણ લઈને આવ્યા હતા જેનાથી તે તુલસીને જોઈ શકે. મનહર બેન એ હાથ પગ જોડીને તુલસીને તૈયાર કરી હતી અને તે બંને ભાઈની સામે લઈને આવી ગયા હતા.
તુલસી દેખાવમાં એકદમ ફૂટડી હતી એટલે વરરાજા ને તો ના પાડવાનો સવાલ જ ન હતો. છગનલાલ એ એક મહિના પછી સગાઈ અને સગાઈના બે દિવસ પછી લગ્નનું મુરત પણ નક્કી કરીને રાખી દીધું. તૈયારી કરવા માટે ઓછો સમય હતો પરંતુ છગનલાલ હવે કોઈ રિસ્ક લેવા માંગતા ન હતા.
તે દિવસે ઘરમાં મહેમાન આવ્યા હતા એટલે તુલસી મયંકની સાથે વાત કરી શકી ન હતી. તે દિવસે રાત્રે તુલસીએ રાધા ને કહ્યું.
" રાધા તારી બેનપણી ને બોલ કે આજની રાત મને તે ફોન આપી દે."
" બેન દક્ષા તો હવે એક કલાક માટે પણ ફોન દેવાની ના પાડે છે અને તું આખી રાત ફોન રાખવાની વાત કરી રહી છે."
તુલસી ફરીથી પોતાના સમ દેવાની વાત કરી પણ આ વખતે રાધા એ તરત જ ના પાડી દેતા કહ્યું.
" જો બેન હવે તારા લગન પણ નક્કી થઈ ગયા છે અને આવા સમયે તે છોકરાની સાથે વાત કરવું સારું નહીં રહે. અત્યાર સુધી તો બાપુજીને કંઈ ખબર પડી નથી પણ જો હવે ખબર પડી ગઈ તો તારી સાથે સાથે મને પણ બહુ માર પડશે."
" બસ છેલ્લી વાત જો મારા લગ્ન થઈ જશે પછી તો હું મયંક ની સાથે ક્યારેય પણ વાત નહીં કરી શકું."
તુલસી રડવાનું નાટક કરવા લાગી. જેને જોઈને રાધાનું મન તરત જ પીગળી ગયું.
" અચ્છા ઠીક છે પણ ફક્ત આજની રાત અને હવેથી હું તેનો પણ તને નહીં લઈ આવીને દઉં."
તુલસી માની ગઈ અને રાધા એ હાથ પગ જોડીને પણ એક રાત માટે દક્ષાનો ફોન લઈ લીધો. બીજા દિવસે મનહરબાના રડવાના અવાજથી રાધાની ની આંખ ખુલી ગઈ. તે બકા શું ખાતા ખાતા જ્યારે બહાર આવી તો તેને જોયું કે તેની મા રદી રહી છે અને સાથે કહી રહી હતી.
" હે ભગવાન આ છોકરીએ ક્યાંય મોં દેખાવા જેવી ન રાખી. રાતે ખબર નહિ કોની સાથે ભાગી ગઈ."
તુલસી ખરેખર ભાગી ગઈ હતી કે વાત બીજી હતી? જો છગનલાલ ને મોબાઈલ ફોન ના વિશે ખબર પડી તો તે રાધા નો શું હાલ કરશે?