સફેદ શર્ટ અને બ્લૂ કલર નું જીન્સ પેન્ટ પહેરી ને એની પર્સનાલિટી તો કોઈક ને આકર્ષિત કરે એવી. ગોલુમોલું ચહેરો અને ગોલગપ્પા જેવા ગાલ આંખો તો ચાતક જેવી જાણે કે આતુરતા થી કોઈક ની રાહ જોતી હોય.અને પછી એની સુંદરતા માં વધારો કરતા એના ચશ્માં તો એના પર એટલા શોભે કે જાણે કોઈક મૂવી નો હીરો ના હોય.સ્ટાઇલ પણ એની એવીજ એના સિલ્કી વાળ એક બાજુ થી જાણે કે એને વધારે આકર્ષિત બનાવે છે.બહુ ભોળો અને નાદાન દેખાય પણ "મન ના ગુણો તો મહાદેવ જાણે" એ કહેવત એ સાર્થક કરે છે એવું લાગે.
નિરવ એક સરકારી કચેરી માં પ્રાઇવેટ એમપ્લોય તરીકે કામ કરતો ઓછા વેતનમાં પણ કામ એટલું પરફેક્ટ કે કોઈ મોટા સાહેબ ને પણ એટલું કામ નહિ હોય.આખો દિવસ વ્યસ્ત હોય ક્યારેય એની સાથે કામ વગર ની વાત તો નહિ કરી હોય.ખુશ મિજાજી સ્વભાવ પણ એકદમ જાણે કે ગુસ્સા માં જ ના હોય એમ જ દેખાય એની સાથે વાત કરવામાં પણ આપણને વિચાર આવે કે ક્યાંક હું કઈક બોલી જાઉં અને એને ગુસ્સો ના આવી જાય.એટલે એનું મૂડ જોઈને વાત કરવી પડે.પણ એનો એ ચહેરો ગુસ્સામાં હોય ત્યારે વધારે સુંદર લાગે એના ગોલમટોળ ગાલ પર ગુસ્સો બહુ મસ્ત લાગે,નીરવ મનનો સાફ પણ એની સાથે વાત કરતા સો વાર વિચારવું પડે કારણકે કોઈ પણ વાત નો જવાબ એની પાસે હાજર જ હોય અને ક્યારેક તો આપણને ખોટું લાગી જાય એવા એના તિક્ષણ શબ્દો ના ઘા તો જાણે હૃદય ને વગર કટારે કાપી નાખે એવા છતાય એના બોલેલા બોલ મીઠા લાગે અને એને બોલતા સંભાળવું ગમે.એની પાસે થી જ્ઞાન પણ સારું મળી રહે અને સાચી સલાહ નો તો ભંડારો એની પાસે ભરેલો.
નીરવ સૌનો પ્રિય ઘરમાં,ઓફિસમાં,ભાઈબંધો ના ગ્રુપમાં બધાનો લાડવાયો કારણકે એને બધા વિષયની જાણકારી હોય અને દરેકના પ્રશ્નો નું સમાધાન સારી રીતે કરી આપે એવો વિશ્વાશું એનું વ્યક્તિત્વ.આંખો બંધ કરીને એની પર ભરોસો મૂકી શકાય કે કોઈ પણ વાત હોય એની સાથે શેર કરી શકાય.સ્કુલ સમયે પણ મોજ કરીને દિવસો વિતાવ્યા,ઉમર થતા મોટા થયા અને આગળ કોલેજ લેવલ નું ભણવાનું અને પોતાના ભવિષ્યની સીડી નું આગલું પગલુ ભરવાની શરૂઆત એને વિદ્યા નગર જેવી સીટી માંથી કરી.કોમ્પુટર ક્ષેત્રમાં એને વધારે રસ એટલે એને બેચલર ડીગ્રી કમ્પ્યુટર વિષય સાથે કરવાનું નક્કી કર્યું.એ સમયે પણ મિત્રો એવા મોજીલા મળ્યા કે ભણવાના સમય પછી ના સમય માં ભાઈબંધો સાથે ખાવા પીવાની મોજ કરતા અને જલસા થી ભણતા.નીરવ ખાવા નો ઘણો શોખીન એટલે ભાઈબંધો ની સાથે જાતજાતનું ખાવાની મજા પડી જાય.
ત્રણ વર્ષનો એ સમય પણ પૂર્ણ થયો અને ત્યાં થી ઘરે પાછા ફર્યા નાની એવી વેલસેટ નોકરી કરવાનો વિચાર કર્યો અને કોઈક મિત્રના કહ્યા મુજબ ઇન્ટરયુ આપવા માટે એની સાથે ગયો બન્યું એવી કે એને પોતાના નોલેજ ના કારણે ઇન્ટરયુ પાસ કરી લીધું અને એને સાથે લાવનારો મિત્ર જ રહી ગયો.એની કાર્ય ક્ષમતા ના અને ચોકસાઈ ના ગુણના આધારે એની પસંદગી કરવામાં આવી હતી.નોકરી તો મળી ગઈ પણ હવે ઘરના લોકો એના લગ્નની તૈયારી કરવા માંડ્યા નિયમ છે એ પ્રમાણે છોકરાઓ મોટા થાય એટલે પરણવું તો પડે જ.દેખાવે સુંદર અને સુશીલ,નાજુક નાદાન છોકરી સાથે એના લગ્ન થયા અને એના જીવન ની નવી શરૂવાત થઇ એની જિંદગી બદલાઈ ગઈ.ખુશ અને સુખી જિંદગી ઓછા વળતરમાં પણ એને જીવવાની નવી શરૂઆત કરી.
પરણ્યા પછી ખર્ચાઓ વધી જાય છે એટલે એને પોતાની પત્નીને માટે લગભગ પોતાના ખર્ચાઓ પર કાપ મૂકી દીધો.દિવસો વીત્યા અને ત્રણ-ચાર વર્ષ પછી એના ઘરે શુભ પ્રશંગ આવ્યો લાંબા સમય પછી આ દિવસ આવ્યો હોવાથી એ ઘણો ખુશ હતો,એના ઘરે લક્ષ્મી નો અવતાર એવી સુંદર અપ્સરા,પરી જેવી નાનકડી દીકરીનો જન્મ થયો.એના આગમન થી એના ઘરની રોનક બદલાઈ ગઈ અને એના જીવનમાં કેટલીય પ્રગતિ થઇ એના આગમનથી એના જીવનમાં ખુશીઓ આવી ગઈ.નાનકડી દીકરી પાપા પગલી ચાલતી પગમાં પાયલ પહેરેલા અને આખા ઘરમાં છમ છમ અવાજ થી આખું ઘર ગુંજી ઉઠતું અને ખુશીઓ આવી જતી.પરીને જોઇને એમજ લાગે કે જાણે કોઈક પરીઓ ની સહેજાદી ઘરમાં ઉતરી આવી હોય.કહેવાય છે કે દીકરી એટલે ખુશીઓનો ખજાનો એ એના જીવ થી પણ વધારે વહાલી “પપ્પા ની પરી”.
દિવસો વિતાતાની સાથે ઘણું બધું બદલાતું ગયું એમને એમ નીરવની જવાબદારી વધતા એનો સ્વભાવ પણ બદલાતો ગયો અને જવાબદારી માં એટલો ખોવાઈ ગયો કે બસ એને પોતાના પરિવાર અને પોતાની પત્ની અને પોતાની લડાક્વાઈ દીકરી સિવાય બીજું કઈ જ મહત્વ નહિ એમની ખુશીઓ માટે એ દરેક પ્રયત્ન કરતો અને એમને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો એમાં ને એમાં પોતાના તો કેટલાય શોખ અને ઇચ્છાઓ ના કહેતા પણ સમજી જવાય કે એણે ઓછા કરી નાખ્યા હશે.મિત્રો ની સાથે ઓફીસ માં હોય ત્યારે નાની લડાક્વાઈ નો ફોન આવે અને એની કાલી ઘેલી ભાષા માં એ એના પપ્પા સાથે વાત કરતી કે પપ્પા તમે જમ્યા કે નઈ?એ એના પપ્પા પ્રત્યેનો એનો પ્રેમ આપણને બાળપણ ની યાદ અપાવે અને એક બાપ-દીકરીનો સચોટ પ્રેમનું દ્રશ્ય આપણી આંખો સામે જોવા મળે કે દરરોજ એની દીકરી એને મીઠા અને કાલાઘેલા શબ્દો થી પોતાના પિતા પ્રત્યે નો પ્રેમ છલકાઈ આવે છે.દીકરી જોત જોતામાં ત્રણ ચાર વર્ષ ની થઇ અને નીરવના ઘરે કૃષ્ણ અવતાર એવા દીકરાનો જન્મ થયો એના થી તો એની જીંદગીમાં રોનક વધારે આવી ગઈ અને એની સાથે એની જવાબદારી પણ ડબલ થઇ ગઈ.
દીકરો તો દેખાવે જાણે કે એકદમ કાચ નું પુતળું એનું તેજસ્વી ચહેરો એકદમ નીરવ જેવો આંખો અને વાળ પણ એના જેવાજ સિલ્કી અને ચહેરો પણ એકદમ નીરવની કાર્બન કોપી જ રૂપાળો ઢીંગલા જેવો દીકરો આવ્યો અને ભાઈ બહેન ની જોડી થઇ ગઈ હવે નીરવ ને એ બંનેના ભવિષ્ય ની ચિંતા છે એ બંને ની આગળ એને પોતાને થતી તકલીફ પણ સામાન્ય લાગે છે નીરવ બીમાર થાય તો પણ જાણે કે કઈ થયું જ ના હોય એમ નોર્મલ રહેતો અને પોતાના બે સંતાનો અને પરિવારની જવાબદારી ને પહોચીવાડવા માટે હમેશા સક્ષમ રહેતો એવો મહેનતુ નીરવ સ્વભાવે હવે સાવ ભોળો અને શાંત થઇ ગયો છે......
બીજું અગલા અંક માં.........