Prem Aatmano - 9 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | પ્રેમ આત્માનો - ભાગ 9

Featured Books
Categories
Share

પ્રેમ આત્માનો - ભાગ 9

(આગળ ના ભાગ માં જોયું કે નીલમ નું પ્રેત પાયલ ને ખેંચી લઈ જાય છે, નટવર પાયલ ને બચાવી લઈ ઘરે આવે, પૂજારીજી નટવર ના ઘર ની ફરતે મંત્રો ઉચ્ચારણ કરી રક્ષા કવચ બાંધે છે )

સુશીલા બેન ચિંતા માં આમ તેમ આટા મારે છે.
નટવર પાયલ ની પોતાના રૂમમાં સુવડાવી બહાર આવે છે.
નટવર :શુ, થયું મમ્મી આમ આટા કેમ મારે છે.
સુશીલા બેન :બેટા, તારા પપ્પા અઘોરી બાવા ને શોધવા ગયા છે, હજી પાછા ફર્યા નથી.
નટવર :પણ, મમ્મી અધોરી ને કેમ??
સુશીલા બેન પોતાની સાથે થયેલી રાત ની બધીજ ઘટના કહે છે, આ સાંભળી નટવર ગુસ્સે થાય છે.
નટવર :હું કેતો તો ને મેં નીલમ નું ભૂત જોયું, તમે માનતા ન હતા...
સુશીલા બેન :હા બેટા, તારા પપ્પા ને પણ પેલા અઘોરી એ કીધેલું પણપણ માન્યા ન હતા.
નટવર :મમ્મી, આ નીલમ સારી છોકરી નથી, તમે ભલે મારાં લગ્ન કરાવેલા પણ એ સારી છોકરી નથી, મારું જીવન બરબાદ કરી દેત.
આટલું કહી પાયલનીલમ વિશે કરેલી બધી વાતો કરે છે.
સુશીલા બેન આ સાંભળી ચોકી જાય છે.
સુશીલા બેન :અરે હા બેટા, પેલી છોકરી ને કેમ છે હવે, અને કોણ છે એ.??
નટવર :મમ્મી એનું જ નામ પાયલ છે, અમે સાથે કોલેજ કરતા હતા.... આટલું કહી પોતાના અને પાયલ ની પ્રેમ ની વાત કરે છે.... જો મમ્મી ગુસ્સે ના થતી...
સુશીલા બેન :પણ બેટા, તારે પેલા કેવું જોઈએ ને, તો અમે સબંધ વિશે વિચારતા...
નટવર :પણ મમ્મી પપ્પા ની બીક લાગતી હતી..
સુશીલા બેન :બેટા, હવે સમય બદલાયો છે મેં તારા પપ્પા ને કીધેલું પણ....
નટવર :મમ્મી પપ્પા અઘોરી ને લેવા ક્યાં ગયા??
સુશીલા બેન :બેટા સવારના ગયા છે, આજુ બાજુ ના જંગલો માં... આપણો ભાગીદાર રંગો છે એમની જોડે... એટલે ખાસ ચિંતા નથી, પણપ્રેત નું કઈ કહેવાય નઈ....

આ બાજુ હરજીવન ભાઈ અને રંગો આજુ બાજુ બધાને પૂછી જોવે છે, નજીક ના જંગલ માં પણ જોવે છે પણ અઘોરી વિશ્વનાથ ક્યાં મળતા નથી.સંધ્યા કાળ થયો તોય આ અઘોરી મળ્યો નઈ.

રંગો :માલિક, આ અઘોરીયો નું કઈ ઠેકાણું ના હોય, આજે અહીંયા તો કાલે તો બીજા રાજ્ય માં ફરતા હોય, આવડું મોટુ જંગલ કેમનું જોસુ???
હરજીવન ભાઈ :રંગા, મેં જો એ અઘોરી ની વાત માની લીધી હોત તો આજે આ ઉપાધિ ના થાત.
રંગો :પણ માલિક મને થોડી તાંત્રિક વિધા આવડે છે, તમે કીધું હોત તો એ ભૂત ને પકડવાનો પ્રયત્ન કરતો.
હરજીવન ભાઈ :રંગા, એ ભૂત એટલું ખતરનાક છે ને...
એટલા માં પવનો નો સુસવાટો આવે છે, ઝાડ હલવા લાગે છે અને ભયંકર અટ્ટહાસ્ય નો અવાજ આવે છે.
હરજીવન ભાઈ ગભરાતા ગભરતા :રંગા એ આવી ગઈ...
રંગો :કોણ માલિક??
હરજીવન ભાઈ :આ નીલમ નું ભૂત...
રંગો :આવવાદો માલિક, હું છુ તમે ચિંતા ના કરો, આપણું કઈ બગાડી નઈ શકે...

ત્યાંજ એક આકૃતિ દેખાય છે અને હરજીવન ભાઈ ને હવામાં લટકાવે છે.😄😄😄😄
રંગો :ડાકણ છોડી દે, મારાં માલિક ને નહીંતર એવી પીડા આપીશ કે આ ભવ માં કોઈને નઈ મળી હોય.
નીલમ :તું શુ બગાડી લેવાનો મારું 😄😄😄😄

રંગો પોતાને આવડતી તાંત્રિક વિધા નો ઉપયોગ કરે છે અને ડાકણ ને પોતાના વસ માં કરવાનો પ્રયત્ન કરે છે.
રંગો મંત્રો નું ઉચ્ચારણ કરે છે, ત્યાંજ નીલમ ને બળતરા થવા માંડે છે, તે હરજીવન ભાઈ ને છોડી દે છે. રંગો હવે નીલમ ના પ્રેત ને પોતાના કાબુ માં લઈ લે છે અને પાણી ની બોટલ માં પુરી દે છે.
નીલમ :તાંત્રિક, તે આ સારુ નથી કર્યું, છોડી દે મને નહીંતર તું જીવતો નહિ બચે.
રંગો :તારા થી જે થાયકર હવે 😄😄
હરજીવન ભાઈ ને થોડું વાગે છે.:અલ્યા રંગા તે તો આ ડાકણ ને કેદ કરી દીધી, પેલા કીધું હોત તો ઘરે જ પકડી લેતા.
રંગો :માલિક મને થોડું જ આવડતુ, મારી માસી આ વિધા કરતી, એની પાસેથી થોડું શીખેલો, પણ માલિક આને હું વધારે સમય સુધી કેદ માં રાખીશ શકીસ નહિ..મને આગળ ની વિધા આવડતી નથી.
હરજીવન ભાઈ :તો આનું શુ કરશુ,???
રંગો :આ બોટલ માંથી છૂટી જાય એ પેલા આપણે ઘરે પહોંચી જઈએ.
હરજીવન ભાઈ :પણ એ પેલા આ ડાકણ છૂટી ગઈ તો...
રંગો :તો એ બમણી શક્તિ થી હુમલો કરસે, પછી હું એને કાબુ માં નઈ કરી શકું... આપણે એક કામ કરીએ મંદિર માં જતા રહીએ, ત્યાંથી પૂજારીજી ને વાત કરશુ,... આમયડાકણ મંદિર માં નહિ પ્રેવેસી શકે.
હરજીવન ભાઈ :હા, આ બોટલ ને પણ સાથે લઈલે.. ચાલ હવે ઝટ..

બન્ને જંગલ માંથી બહાર આવવા નીકળે છે... ત્યાંજ પવન ના સુસવાટા વાય છે, ચામાંચીડિયા નો અવાજ આવે છે.. અટ્ટહાસ્ય નો ભયંકર અવાજ આવે છે..
રંગો :માલિકડાકણ ને તો મેં કેદ કરી લીધી તો આ અવાજ કોનો છે.
હરજીવન ભાઈ ચિંતા માં આવી જાય છે....
ઘણા બધા અવાજો આવવા લાગે છે... જુદા જુદા અવાજો આવે....
નીલમ :😄😄😄કીધું તું ને મને છોડી દે, નહીંતર જીવતો નહિ બચે...😄😄

........................... ક્ર્મશ.............................

(આગળ ના ભાગ માં :આ આવજો કોના હશે??? રંગો હવે શુ કરશે??? શુ નીલમ નું પ્રેત છૂટી જશે??રંગો અને હરજીવન ભાઈ મંદિરે પહોંચી શકશે??)