Ek Punjabi Chhokri - 28 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 28

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 28

સોનાલી અને મયંક ક્લાસમાં એક સાથે જાય છે બધા તે બંનેને જોતા જ રહી જાય છે.મયંક સોનાલીની સાથે એક જ બેંચમાં બેસે છે.સોનાલી ને મયંકની દોસ્તી થઈ ગઈ.આખો ક્લાસ અંદરો અંદર વાતો કરે છે,ત્યાં પ્રિન્સિપલ સર ક્લાસમાં આવે છે બધા એકદમ ચૂપ થઈ જાય છે.સર કહે છે છે આપણી કૉલેજમાં ટૂંક સમયમાં ડાન્સ કોમ્પિટીશન થવા જઈ રહ્યું છે જેમાં મયંક,સોહમ ને સોનાલી એકસાથે ડાન્સ કરશે.મયંકને નવી સજા કરવામાં આવી છે કે તે સોહમ ને સોનાલીની આજુબાજુ જ રહેશે.સરની આ વાત સાંભળી બધાને સમજાય છે કે સોનાલી,સોહમ ને મયંક કેમ સાથે ને સાથે રહે છે.સર એટલું સાવચેતીથી ખોટું બોલ્યા કે બધાએ તેમની વાત માની લીધી પણ સોનાલીને સરની આ વાત જરા પણ ન ગમી કારણ કે તે ખોટું બોલવાના સખત વિરોધમાં હતી અને બીજી વાત એ પણ હતી કે સોનાલીને લાગતું હતું કે અહીં ખોટું બોલવાની જરૂર પણ ન હતી.સોનાલીને આમ પણ નહોતું ગમતું કે તેને પોતાની ફેમિલીથી ગુંડાઓની વાત છૂપાવી હતી પણ તેમાં પણ સોનાલી ક્યાંય ખોટું બોલી નહોંતી.

સોનાલી કૉલેજનો સમય પૂરો થયા પછી સરની ઓફિસમાં જાય છે અને સરને પૂછે છે કે તેઓ આજે ક્લાસરૂમમાં આવીને ખોટું કેમ બોલ્યા,ત્યારે સર કહે છે સોનાલી પહેલી વાત તો એ છે કે આપણે સાચે જ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવાનું છે ને તેમાં તમે ત્રણેય સાથે ડાન્સ કરો તેવી મારી ઇચ્છા છે અને બીજી વાત એ કે કૉલેજમાં રોજ તમારા ત્રણની જ ચર્ચા થાય છે તો આમાંથી એક પણ સ્ટુડન્ટ્સ ચૂપ બેસી રહે તેમ નથી તેઓ કોઈને કોઈ રીતે જાણવાનો પ્રયત્ન કરશે જ કે તમે ત્રણેય સાથે કેમ છો? બની શકે તારી ફેમિલીને પણ પૂછે અથવા તો તમારો પીછો કરીને જાણે તો આપણે જે મેઈન વાત તારા સાથે બનેલી ઘટનાની છૂપાવવાની છે તે બહાર આવી જાય તો આપણી બધી જ મહેનત વ્યર્થ જાય એટલે મારે ખોટું બોલવું પડ્યું.હું જાણું છું સોનાલી કે ખોટું બોલવું એ સારી બાબત નથી પરંતુ કોઈની ભલાઈ માટે બોલેલું ખોટું ખરાબ નથી હોતું.પેલો ડાયલૉગ છે ને,"કિસી કી ભલાઈ કે લિયે બોલા ગયા જૂઠ જૂઠ નહીં હોતા." સોનાલીને સરની વાત સાંભળી ખૂબ જ દુઃખ થાય છે કે પોતે જાણ્યા જોયા વિના સરને ખરાબ માની લીધા,સર મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા.સોનાલી મનોમન આવું વિચારતી હતી પછી કહ્યું સર "હો શકે તો મેનું બચ્ચી સમજ કર માફ કર દેના." સર કહે છે અરે ના ના સોનાલી તું તારી જગ્યા પર એકદમ સાચી જ છો.તું ખૂબ સારી છોકરી છો તેથી તને ખોટું બોલતા આવડતું જ નથી.એમાં તું દુખી ન થા મને તારી કોઈ વાતનું ખોટું લાગ્યું નથી.

ત્યારપછી સોનાલી ઓફિસની બહાર નીકળે છે ત્યાં સોહમ ને મયંક તેની રાહ જોતા હતા.સોહમ જાણતો હતો સોનાલી સર પાસે કેમ ગઈ હતી તેથી તેને સોનાલીને કોઈ જ સવાલ ન કર્યો અને આસપાસ બીજા સ્ટુડન્ટ્સ પણ હતા. તેથી મયંકે પણ સોનાલીને કંઈ જ પૂછ્યું નહીં.પછી ત્રણેય એકસાથે કૉલેજમાંથી નીકળે છે મયંક સોહમની પાછળ બેસી જાય છે ને સોનાલી પોતાની સ્કૂટી પર બેસે છે પછી વાતો કરતા કરતા મયંકનું ઘર આવી જાય છે. તે પોતાના ઘરમાં જતો રહે છે ત્યાં મયંકનો એક બેસ્ટ ફ્રેન્ડ ત્યાંથી પસાર થતો હતો તે સોહમ અને સોનાલીને પૂછે છે તમે બંને મયંક સાથે છો તેની કૉલેજમાં? શું તમે તેમના ફ્રેન્ડ છો? સોહમ અને સોનાલી કહે છે હા,પછી સોહમ પૂછે છે તું કોણ છે? પેલો જણાવે છે હું મયંકનો બેસ્ટ ફ્રેન્ડ કુશલ છું.પછી કુશલ કહે છે તમને લોકોને ખબર છે મયંકને કોણીમાં શું વાગ્યું છે? તેને આ બાબત પોતાની ફેમિલીને પણ નથી કરી કે તેને કોણીમાં વાગ્યું છે તે તમારી સાથે આવે છે તો ઘરે બધાને એવું કહે છે કે તમે એમના ફ્રેન્ડ છો એટલે તેને લેવા મૂકવા આવો છો.મયંક પોતાના બાઇક વિના ક્યાંય જતો નથી. પણ હમણાં થોડા દિવસથી તેને બાઇકને હાથ લગાવ્યો નથી એટલે આંટીને મયંકની ખૂબ ચિંતા થાય છે.તમે લોકો જાણતા હોય તો કહો ને મયંકને શું થયું છે?


શું સોહમ ને સોનાલી કુશલને સાચું કહી દેશે?
શું મયંકના મમ્મીને જાણ થશે કે મયંકને કોણીમાં ઇજા થઇ છે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.