“કાવ્યા તો
નાદાન છે,તું ક્યારથી આ બધી વાતમાં ઘૂંસવા લાગ્યો?મહેબાની કરીને ખોટી સળી કરતો
નહિ.મને ખબર છે રવિને મેસેજ કરીને તુજ હેરાન કરે છે.હિંમત હોયતો મને રૂબરૂ
મળ.”પ્રતિકે કોઈને મેસેજ કર્યો.અને થોડી વાર રહીને તેના ફોનમાં મેસેજ બ્લીંક થયો.
“રોક શકો તો રોક લો.”
ફોનમાં આવો મેસેજ આવતા પ્રતિક થોડો ચિંતિત થયો.તેને થયું
કે એ વિષે કાવ્યાને વાત કરે પણ એને ખાતરી હતી કે જે વ્યક્તિ રવિને મેસેજ કરે છે એ
કાવ્યાથી એક ડગલું આગળ છે.
“જે થશે એ હું જોઈ લઈશ.”પ્રતિક પોતાની સાથે જ આત્મમંથન
કરતો રવિના ઘરમાં પ્રવેશે છે.
“સપ્રાઈઝ,”કહીને એક સુંદર છોકરી સોફા પરથી ઉભી થઈને
પ્રતિકને ભેટી પડી.
ઓહ! વાઉ ! કેતકી તું અહી ?પ્રતિકે આશ્ચાર્ય થી પૂછ્યું.
રવિનો મને કોલ આવ્યો કહ્યું કે તારુ કામ છે અમદાવાદમાં
હોય તો સાથે ડીનર કરી,હું પણ થોડીસપ્રાઈઝ થઇ કે મારું કામ,but I am your
choreographer For Next Twenty Days.
અરે હા મને કેમ વિચાર ના આવ્યો આ વાત નો. વેલ ડન
રવિ.પ્રતિકે રવિ સામે જમણા હાથનો અંગુઠો
ઉંચો કર્યો.
કેતકી આ કાવ્યા છે માય ફીંયાંસી.રવિ એ બંને નો પરીચય
કરાવ્યો.
કાવ્યા તે તારા કઝીન્સને પૂછી લીધું ?રવિએ પૂછ્યું
હા એ બધા ને અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે એટલે અહી
આવવામાં તકલીફ નથી.એક કે બે દિવસમાં અહી આવી જશે.પ્રિયાએ કહ્યું.
વાહ ગૂડ ન્યુઝ અને તારા ફ્રેન્ડસ પણ આવી જશે?
ના એ લોકો થોડા દિવસ પછી આપણને જોઈન કરશે.કેતકી તું સૌથી
પહેલા અમારા બન્ને માટે મસ્ત ડાન્સ સજેસ્ટ કર.પ્રિયા જાણે ડાન્સ માટે ખુબજ એક્સાઈટ
હોય એમ લાગ્યું.તેને ક્યારેય સામે થી આવી રીતે પોતની ઈચ્છા વ્યક્ત નતી કરી. એ
જોઇને રવિ ખુશ થયો સાથે સાથે પ્રતિકને પણ અંદરથી રાહત થઇ.
“અરે આપણે પહેલા જમી લઈએ,ગરમ ગરમ પાર્સલ આવિ ગયું છે
રવિએ કહ્યું અને ચારેય લોકો જમવા માટે ઉભા થયા.જમતા જમતા રવિ અને પ્રતિક કેતકી
સાથે કોલેજ ની વાતો યાદ કરતા હતા.
કોલેજમા કેતકી
અમારા ગ્રુપ ની એક માત્ર ડાન્સર હતી અને બાકી અમે બધા સ્ટ્રીટ ડાન્સરની જેમ પાછળ
ડાન્સ કરતા.પ્રતિક અને રવિ બંને હંસવા લાગ્યા.
આ બંને એ મને ખુબજ હેરાન કરી છે ,ઇન્ફેકટ મને નહિ આખા
ગ્રુપની આ બંને મજાક જ ઉડાવતા.મને હજી સુધી નથી સમજાતું કે તમે મને કે.કે કેમ
કહેતા ??કેતકી નું એટલું કેહેતાજ રવિ અને પ્રતિક બંને પાછા હંસવા લાગ્યા.
જમીને ચારેય પાછા સંગીત માટેની તૈયારી માં મશગુલ થઇ
ગયા.કેતકીએ તો પ્રિયાને મહેંદી,પીઠી માટે પણ એક એક ડાન્સ કરવાનું કહ્યું.અને અંતે
બધા માટે ડાન્સ ફાઈનલ થયા.જેમાં બ્રાઈડ અને ગ્રૂમનો સ્પે.ડાન્સ,કપલ ડાન્સ,બોયસ ગ્રુપ ડાન્સ અને ગીર્લ્સ ગ્રુપ ડાન્સ અને
બે-ત્રણ સોલો ડાન્સ પણ નક્કી થયા.અને હજી
કોઈ બીજાને ડાન્સ કરવો હોય તો પણ છૂટ રાખવામાં આવી.
તો આપણે કાલ થી પ્રેક્ટીસ સ્ટાર્ટ કરી દઈએ.?કેતકીએ
કહ્યું
હા કાલ
થી સ્ટાર્ટ અને જો તારે પણ સામેના ફ્લેટ માં રહેવું હોય તો એનું પણ મેનેજ થઇ
જશે.રવિએ કેતકીને કહ્યું.
અરે
ના ના. હું અહી નજીક જ રહું છું,ચિંતાના કરો.તો કાલે મળીએ.કેતકીએ કહ્યું.
અરે
કંઈ રીતે જઈશ ?નહિ તો પ્રતિક મૂકી જાય.
અરે
હું વિહિકલ લઈને આવી છું.જાતે જતી રહીશ .કેતકીએ જવાબ આપ્યો.
પ્રતિકે
ગુસ્સાથી રવિ તરફ જોયું જેવી કેતકી ઘરની
બહાર ગઈ એટલે તેની પર બગડતા બોલ્યો,”પ્રતિક મૂકી જાય”,“અહી તારો કાકો થાકી ગયો છે
આજે ચાલી ચાલીને, અને પાછો કે સામેને ફ્લેટ પર રહેવું હોય તો એ પણ મેનેજ થઇ જશે.પણ
તારે એનું શું કામ મેનેજ કરવું જોઈએ?”પ્રતિકને આ રીતે જોતા રવિ અને પ્રિયા ખુબજ
હસ્યા.બંનેને થયું કે જુનો પ્રતિક પાછો આવી ગયો.
એક
તું ખાલી રસોઈ વાળાનું સેટીંગ કરી દે,૨૦ દિવસ સુધી આટલા બધાનું જમવાનું જાતે ના
થાય.રવિએ કહ્યું.
કે તારી પેલી કેતકીને.પ્રતિકે મજાક
કરતા કહ્યું અને તેના રૂમ તરફ જતો રહ્યો.
આજે આ ઘણો ખુશ દેખાય છે,લેવાઈ ગયું
બધું પ્રતિકનું ?રવિએ પ્રિયાને પૂછ્યું.
હા એને બધું લઇ લીધું.
તેને એને પૂછ્યું જે મેં તને
કહ્યું હતું કે એની ગર્લફ્રેન્ડ કોણ છે?
એ બધું ભુલાવીને આગળ વધે છે તો
બિચારાને શુકામ એ બધું યાદ કરાવીને હેરાન કરવો?ખરેખર એને કોઈ સારા સાથીની જરૂર છે.એકલો
રહીને આવો થઇ ગયો લાગે છે.પ્રિયાએ કહ્યું.
સાચી વાત છે ,જોને બે દિવસ તારા
સાથે ફર્યો એમાં કેટલો ખુશ થઇ ગયો ?
પ્રિયાના ચહેરાના ભાવ બદલાયા પણ
કંઈ બોલી નહી .અરે મજાક કરું છું.હવે તું કોઈ સારું તારા જેવું સાથી એને શોધી
દેજે.રવિએ પ્રિયાને ગળે લગાવતા કહ્યું .
*****
ડાન્સની પ્રેક્ટીસ શરુ થઇ ગઈ
હતી,કેતકીએ તેની બધી બેંચ બંધ કરી વીસ દિવસ ફુલ ટાઇમ રવિના લગ્નના સંગીત પર ધ્યાન
કેન્દ્ર્રિત કર્યું હતું.બધાની અનુકુળતા મુજબ તેને બધાની પ્રેકટીસ શરુ કરી દીધી
હતી.પ્રતિક મોસ્ટ ઓફ બધા ડાન્સમાં હતો તે ઘર પર અને કાવ્યા સાથે અલગ થી પણ ડાન્સની
પ્રેકટીસ કરતો હતો.કાવ્યની જીદ હતી કે એ પણ ડાન્સ કરશે.કાવ્યા સાથે ડાન્સ કરવા
પાછળનો પ્રતિક નો મુખ્ય હેતુ એ હતો કે તેની સાથે રહીને જાણી શકે કે કાવ્યા કોઈ નવી
ચાલ તો નથી ચાલતીને?
“ મને તારા પર શંકા થાય છે,કે તું
મને દગો તો નહિ દઈ દે ને ?”કાવ્યાએ પ્રતિકે અચાનક જ પૂછ્યું.
“હું અને દગો ? મિસ કાવ્યા મેં તને આટલો સપોર્ટ
કર્યો છે લગ્ન તોડવાના આટલા પ્લાન કર્યા છે છતાય તું મને એમ કહે છે કે તું મને દગો
તો નહિ દે ને? અને આપણા બંને માં દગો કોણ કરે છે એ તું સારી રીતે જાણે
છે.પ્રતિકનું આવું કહેવા થી જ કાવ્યા તેના પર ગુસ્સે થઇ ને રાડો પાડવા લાગી, “તું
કહેવા શું માંગે છે?
”દેવલ!! આજ કાલ દેવલને કોણ મળી
રહ્યું છે અને મારી અને રવિની વિષે તને શું શું કહ્યું એ કહું ?
કાવ્યા વિચારતીજ રહી ગઈ કે પ્રતિકને
આ બધી વાતની કંઈ રીતે ખબર ?તેની ચોરી પકડાઈ ગઈ એટલે તેનો ચહેરો જોવા જેવો હતો.અને
અંતે તેણે પ્રતિકને પૂછી પણ લીધું કે તેને આ બધી વાતની ખબર કેમ પડી ?“
તે તો મને વાત કરી નથી, તો તમારા બંને સિવાય આ વાત જાણતું નથી તો પછી વિચાર કે કોણે મને કહ્યું
હશે?તું જે વ્યક્તિ પર ભરોશો કરે છે એ જ વ્યક્તિ તારો ભરોશો નથી તોડતોને ?”
કાવ્યનો દેવલ ગુસ્સો સાતમાં આકાશ
પર હતો.હકીકતમાં પ્રતિકે ફક્ત તુક્કો માર્યો હતો અને એ તીર બની ને કાવ્યા અને
દેવલની બરાબર વચ્ચે જઈને લાગ્યું હતું .હવે તેને પાછી કંઈ ના કહેતી કે મને આ બધી
વાતની ખબર છે.મારા મા જો સેલ્ફ રીસ્પેક્ટ હોય તો હું તો આવી વ્યક્તિ જોડે બીજી વાર
મળુંજ નહિ.પ્રતિક કાવ્યાના મનમાં દેવલની છબી બગડવામાં સફળ રહ્યો હતો.
સાલો હરામી,નાલાયક હું કંઈ રીતે
તેની વાત માં આવી ગઈ?કાવ્યા દેવલને કોશી રહી હતી અને પ્રતિક મનમાં અને મનમાં હંસતો
હતો.મેં મારો બધો પ્લાન અને કહી દીધો પણ એ હરામી કંઈ પણ ના બોલ્યો.એ એવું કહેતો
હતો કે લગ્નના દિવસે એ મોટો ધડાકો કરશે,એ એવી વાત જાણે છે જે કોઈ નથી જાણતું ,કાવ્યના
મોઢે થી આ વાત કહેતાજ પ્રતિકના ચહેરાના ચહેરા પર થોડું ટેન્શન દેખાણું અને થોડી
વાર પહેલાજ મનમાં હંસતો હતો એ હંસી ગાયબ થઇ ગઈ હતી.
તારું ધ્યાન રાખજે હો પ્રતિકે ખોટી
ચિંતા દેખાડી.
“હવે તો હું એને મળું પણ નહિ.”કાવ્યાએ
કહ્યું.બંને થોડી વાર પ્રેક્ટીસ કરી છુંટા પડયા.
દેવલને કેમ રોકવો એ વિચાર સતત
પ્રતિકના મનમાં આવી રહ્યા હતા.કોલેજ સમયની મસ્તીને આટલી હદે એ ગંભીર લઇ લેશે એવો
કોઈને શું ખ્યાલ હોય? અને રવિએ તેને નોકરી પર રાખ્યો નહિ એ વાતની પણ દાજ મનમાં
લઈને દેવલ શું મોટો ધડાકો કરશે એ વાત પ્રતિકના મનમાં ચિંતાનું ઘર કરી ગઈ હતી.એક
વાર તેને મળી લઉં?પણ એ ક્યાં મારી સાથે બોલવા પણ તૈયાર છે?મળું તો વાત પણ શું
કરું?નકામી બાજી અત્યારથીજ બગડે.હું બધું સાંભળી લઈશ.અને તે સાવ કોઈનું જીવન બગડે
એવું તો નાજ કરે.અત્યારે લગ્નની તૈયારીજ મારી પ્રાથમિકતા છે.પોતાનીજ સાથે વાતો
કરતો પ્રતિક રવિના ઘરે પહોંચ્યો.રવિના ઘરમાં કોઈ દેખાતું ન હતું પણસામે ના
ફ્લેટમાં જોર જોર થી,ગીત વાગી રહ્યું હતું. સવારે ખાલીખમ ફ્લેટ સાંજે દસ થી બાર
લોકોના અવાજ અને પ્રેક્ટીસથી ધમધમતો હતો.પ્રિયાના કઝીન અને થોડા ફ્રેન્ડસ આવી ગયા
હતા.ફ્લેટના ડ્રોઈંગ રૂમ તમામ સમાન હટાવી ખાલી
કરી દેવામાં આવ્યો હતો.રવિ અને પ્રિયા તેમના ડાન્સની પ્રેક્ટીસ કરતા હતા.પ્રગ્નેશ
અને ખુશી પણ હોલના એક ખૂણમાં પોતાની પ્રેક્ટીસ કરતા હતા. બાકીના બધા કપલ ડાન્સ
માટે પોતાની જોડી બનાવવા લાગ્યા હતા,પ્રતિક ચુપ ચાપ એક જગ્યાએ બેસીને બધાને નિહાળી
રહ્યો હતો.કાવ્યા સાથે તે ગ્રુપ કપલ ડાન્સ કરવા માંગતો ન હતો હકીકતમાં તો એને કાવ્યા
સાથે કોઈ ડાન્સજ કરવો ના હતો.અત્યારે ચુપ ચાપ બેસી રહેવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ
જ ન હતો.
ફ્લેટનોદરવાજો
અચાનક ખુલ્યો અને એક ખુબજ સુંદર છોકરી દરવાજા પાસે તેની ટ્રોલી બેગ લઈને ઉભી હતી.તે
છોકરીને જોઈ પ્રિયા અચાનક ડાન્સનું સ્ટેપ કરતા કરતા ઉભી રહી ગઈ અને જોર થી ચીસ પાડી
તેને ગળે લાગી.એ છોકરીને જોઈ પ્રિયા ખુબજ ખુશ થઇ ગઈ.કેતકીએ મ્યુઝીક સીસ્ટમ બંધ કરી
અને બધાજ લોકો પ્રિયા ને તે છોકરીને જોવા લાગ્યા.પ્રિયાએ સૌથી પહેલા રવિને તેનો
પરિચય આપ્યો અને વારાફરથી બીજા બધાને પરિચય આપ્યો. પ્રિયાની નઝરો પ્રતિકને શોધતી હતી,જે હોલના એક ખૂણામાં
જીઈને અટકી,પ્રતિક પાસે તે છોકરીને લઇને જઈને પ્રિયા બોલી, “પ્રતિક આ મારી કઝીન,મારી બેસ્ટ ફ્રેન્ડ,નિધિ
છે.”
ક્રમશ: