Gary Vaynerchuk in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | ગેરી વેનરચક

Featured Books
Categories
Share

ગેરી વેનરચક

"માય ડીયર ફાધર. આપણા ઘરની બહાર.. આઇ વોન્ટ ધેટ શુ કહેવાય એને .. આઇ ફરગોટ.. ..યેસ - સ્ટેન્ડ... !! સ્ટેન્ડ યુ નોવ ! - મુકી આપોને !"

"ઓહ ! યુ આર જ્સ્ટ 6 યર્સ ઓલ્ડ.... રમવા અને ભણવાની આ ઉંમર છે.. બાય ધ વે શું કરવું છે આ Stand મુકીને ?"

"Lemonade - લીંબુનું શરબત વેચીશ"

આંત્રપ્રિનોરશીપ - સ્વતંત્ર વ્યવસાય - ની ઇચ્છા હોવી, એ માટેની સજ્જ્તા કેળવવી એ આજના સમયના સંદર્ભે સામાન્ય વાત કહેવાય પણ,, માત્ર 6 વર્ષના ટાબરીયાને એનો ચસકો લાગે એ સુખદ આશ્ચર્યની વાત છે. આપણે ત્યાં એક કહેવત છે 'પુત્રનાં લક્ષણ પારણામાથી'. આ એને થોડેઘણે અંશે સાચી પાડે એવો કિસ્સો તો ખરો. પિતાને લીકર સ્ટોરમાં રોજે-રોજ કેશબોક્સ ભરતા (ગલ્લામાં દલ્લો નાંખતા !!) જોઈને જીજ્ઞાસા થઈ કે પછી પુરૂષાર્થ કરીને સફળ થવાનો અભિગમ બાળકના મગજમા આવીને ગોઠવાઇ ગયો હશે ? આનો જવાબ તો આ 'જરા હટકે' વિચારતા મણસે આગળ-ઉપર કરેલા અવનવા પ્રોફેશન-પ્રયોગો વિશે જાણીએ તો મળે. તો ચાલો મીડીયા અને બ્રાન્ડીંગના ધ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ડીજીટલ માર્કેટીંગના કિંગ, યુ-ટ્યુબર ગેરી વેનરચક વિશે જાણીએ.

14 જાન્યુઆરી 1976 ના દિવસે, બેલ્ગ્રુસમાં જન્મ થયો. પછી તરત આખું કુટુંબ અમેરીકા જઈને વસ્યું. ન્યુ જર્સી શહેરમાં એક નાનકડા સ્ટુડીઓ અપાર્ટમેન્ટમાં રહે. ગેરીના પિતા અહી લીકર સ્ટોર ચલાવે. ધીરે-ધીરે ધંધો જમાવતા હત. બાળક સ્કુલમાં જતો.ત્યાં તો જે ભણાવતા એ શીખતો, મગજમાં પેલો 'શોખીયા શોપ' નો કીડો સળવળતો હશે તે 6 વર્ષનો થયો ત્યારે આ 'લીંબુ શરબત' વેચવાનું સુઝ્યું. બજારમાંથી શરબત માટેનું રેડીમઈડ મીક્સ એક્સ પ્રાઇઝમાં લાવવાનું, એમાં પાણી અને પ્રોફિટ ઉમેરીને વેચવાનું. આ રીતે થઈ ગયો આ નાનો તો ઠીક 'બાળ વેપારી' !! 6 વર્ષની ઉંમરે કદાચ કમાઇ લેવાની વૃત્તિ તો ન હોય પણ આમ કરવાથી પ્રોફીટ મળે એ સમજ વિકસી ગઈ એથી એ સમય આવ્યે મોટો Entrepreneur થશે એની એંધાણી તો તો મળી જ ગઈ.

આ ભાઇ ગેરી વેનરચક, લીંબુ શરબતમાંથી નવરા પડે એ પહેલા તો 14 મે વર્ષે નવું તિકડમ આવ્યું મગજમા. બેઝબોલ કાર્ડઝ વેચવાનિં. પ્રાયમરી ગ્રેડમાં પ્રાયમરી કામ ને હાઇસ્કુલ ગ્રેડમાં થોડું હાયર. સ્ટ્રેટેજી અને ગોલ સરખા જ. ફ્લેડ માર્કેટ અથવા કાર્ડ શોઝમાથી બેઝબોલ કાર્ડઝ લેવાના પેશન અને પ્રોફીટ ઉમેરી વેચવાના. પોકેટ મની જ નીકળે એટ્લં નહીં દરેક પોકેટમાથી મની નીકળે એનાથી પણ વધુ કમાતો આ બેઝ્બોલ કાર્ડ વેન્ડર, ગેરી વેંનરચક !.. ધંધો કેમ કરવો એ તો શીખવા લાગેલો હવે સ્કુલમાંથી નીકળીને કોલેજમાં જવાનું હતું. ગેરીએ Mount Ida College, Massachusetts માંથી ગ્રેજ્યુએશન કરવાનિં નક્કી કર્યું. સ્પેશીઅલ સબ્જેક્ટ હતો Business Administration. વ્યાપાર તો આવડ્યો એનો વહીવટ કેમ કરવો એના પાઠ કોલેજ, યુનિવર્સીટીમાંથી શીખી લીધા.

અમેરીકાની આ અગળ પડ્તી યુનિવ્ર્સીટીમાથી ગ્રેજ્યુએટ થઈને ગેરી વેનરચક પિતાના લીકર સ્ટોરના વ્યવસાયમા જોડાઇ ગયા. આમ તો આ ધંધો જામી ગયેલો જ હતો ગેરીને એને નવા મુકામે લઈ જવો હતો અને આ માટે નવો વિચાર, નવી પધ્ધતિ અપનાવવા હતા. 1996 નું એ વર્ષ. ઇન્ટરનેટનો યુગ જોરમા હતો. એનો પાવર અને એની World Wide Reach અમાપ હતી, ગેરીને એની જાણ હતી. એણે Wine Library નામની Website બનાવી. હવે ન્યુ જર્સીમાં આવેલા 'લીકર સ્ટોર' ની બોલબાલા બહુ ટુંકા ગાળામાં આખા વિશ્વ સુધી થવા લાગી. વાઇન પણ વેંબસાઇટથી વેચી શકાય એ કન્સેપ્ટ નો નશો ગેરી એ ચડાવ્યો. આ ટેકનોલોજીની મદદથી બીઝ્નેસ ગ્રોથની અજીબ યુક્તિ અને આધુનિક તરીકાને કારણે ગેરી આ ધંધા ને રોકેટ જેટ્લી ઝ્ડપથી એટ્લી જ ઉંચાઈએ લઈ ગયો. પિતાજી 14 વર્ષથી લીકર સ્ટોર ચલાવતા હતા. ટર્નઓવર 3 મીલીયન ડોલર સુધી પહોંચાડેલું. આ કમાલ કસબી પુત્રે ધંધો હાથમા લીધો ને 60 મીલીયન ડોલેર સૂધી પહોંચાડી દીધો. 6 વર્ષના લીટ્લ માસ્ટર લીંબુ શરબત વેચવા માંડ્યા હતા તે એ 20 મે વર્ષે વોર્મ યંગસ્ટર વાઇન ને વાઇડ રેન્જ સુધી પહોંચાડે એમા શી નવાઇ.

Wine Library ને ચોમેર મળેલા આવકારે ગેરી વેનરચકનો ઉત્સાહ વધારી દીધો તો વધુ એક પરીમાણ પર જવાનો વિચાર આવ્યો, આ ઈન્ટરનેટને ટેક્સ્ટથી તો એક્પ્લોર કરી લીધું .. વીઝ્યુઅલ પાવર ભી કુછ ચીઝ હૈ ! ને એણે Wine LibraryTV ટાઈટલથી વિડીયો બ્લોગ શરૂ કર્યો.. Youtube પર. આ off Beat વિચારસરણીના માણસને થયું કે આ વિડીયો માત્ર માર્કેટીંગ માટે તો હોય જ એ ઉપરંત એમાં કાંઇક નવી ફ્લેવર મુકીએ.. ને એણે અલગ-અલગ વાઇન્સની બનાવટ વિશે, એના ટેસ્ટ્સ વિશે, દરેક બ્રાન્ડમા મળતી વેરાયટી વિશે રસપ્રદ વાત કરવાનું શરૂ કર્યું ...વાઇનના ઘુંટ તો ઘણી જગ્યાએ પીવા મળે, આ તો વાઇનની વાર્તાનો રસ ચખાડતો .. બધાને ગળે ઉતરવા લાગ્યો... જેવો વેનર્ચકનો યુ-ટ્યુબ વિડીયો શરૂ થાય એટેલે એના ચાહકો આંખ અને કાનની પ્યાલી ધરીને બેસી જ જાય એની સામે. આ વિડીયોઝ તો જેટ ગતિએ વાઇરલ થયા. આખા વિશ્વમાં આ પ્રકારનું આલ્કોહોલ એકેડેમીક્સ ક્યાંય ન હતું. જોતજોતામાં અ બ્લોગે એવો વેગ પકડ્યો અને ચાહના વધી ગઈ કે ગેરી વેનર્ચક વિશ્વનો સૌથી લોક્પ્રિય વાઇન ક્રીટીક બની ગયો.

આ વિડીયો બ્લોગની સફળતાથી ગેરી વિશ્વકક્ષાએ ઇપ્રસિધ્ધ થઈ ગયેલો. એના ઇનોવેટીવ મગજમા વધુ એક નવો વિચાર આવ્યો કે આ વીઝ્યુઅલ પ્રેઝંસ ને જ અગાળ લઈ જઈ એને કારકીર્દિમા તબદીલ કર્વી જોઇએ. એણે લીકર સ્ટોરનો બીઝનેસ બંધ કરી દીધો અને વિઝ્યુઅલ મીડીયા-માર્કેટીંગના ક્ષેત્રમાં ઝંપ્લાવ્યું. કમ્પની પણ સ્થાપી. નામ આપ્યુ. Vaynermedia. વર્ષ હતું 2009. આ કમ્પનીનું મુખ્યા કામ હતું બ્રાન્ડીંગ, બ્રાન્ડ પ્રમોશન, જે સોશીઅલ મીડીયા હેન્ડલ્સ પર કરવામાં આવતું હતું. ગેરી વેનરચક આ કમ્પની થકી પણ ઇંફ્લુઅન્સર તરીકે એટલા પ્રભાવક થઈ ગયેલા કે USA ની બે મોટી કમ્પનીઓ સહીત ઘણી કમ્પનીઓ એના ક્લાયન્ટ લીસ્ટમાં આવી ગયેલી. આ બે કમ્પનીઓ એટલે ધ ન્યુયોર્ક જેટ્સ' અને NHL ગેરી વેનર્ચકની આ અત્યાધુનિક પધ્ધતિ એ કામ કરવાની દીર્ઘદ્રષ્ટીને કારણે સફળતા બહુ ઝ્ડપથી મળતી. મીડીયા કમ્પનીનો વ્યાપ ઉત્તરોત્તર વધવા લાગ્યો. કોઇપણ કમ્પનીના વિકાસમાં એના એમ્પ્લોઇઝની સંખ્યા કેટ્લી છે એ પણ એની પારાશીશી હોય છે. 2009 માં સ્થપાયેલ 'વેનરમીડીયા' માત્ર 9 ક વર્ષમાં એટલે કે 2018માં 800 કર્મચારીઓ ધરાવતી બહુ જ મોટી કમ્પની થઈ ગઈ. ગેરી વેનરચકના સબળ નેતૃત્વમાં આ મીડીયા જાયન્ટ પાસે 'પેપ્સીકો' , 'ચઈઝ' 'જોન્સન એન્ડ જોજ્સન' GE' જેવી અનેક મલ્ટીનેશનલ કમ્પ્નીઓની ક્લાયન્ટ તરીકે લાઇન લાગી. બ્રાન્ડ પ્રમોટર્સ તો, એરપોર્ટ પરના રન-વે જેવા હોય છે, જેટલા વધુ રનવે અને એ જેટલા સક્ષમ એટલા વધુ એરક્રાફ્ટસ ત્યાંથી ટઈક ઓફ થાય.

'વેનરમીડીયા' બ્રાન્ડ પ્રમોશન સેક્ટરમાં હવે ટોપ પર હતી. કોઇપણ મોટી કે મીડીયમ સ્કેલ કમ્પની પ્રમોશન માટે એના પર જ કળશઢોળે. બ્રાન્ડીંગનુ એક જનરીક નામ થઈ ગઈ હતી આ કમ્પની. ગેરી વેનરચકના બહુપરીમાણીય અભિગમને કારણે જ એ શક્યબનેલું. આ સમયે ડીજીટલ માર્કેટીંગમાં વિશ્વાની ટોપ કમ્પની બની ગઈ છે 'વેનરમીડીયા'.

બધું જ જો સેટ થઈ ગયું હોય, બીઝનેસ ગ્રોથ થતો જ રહેતો હોય તો પણ શાંતિથી ઓફીસ ચેરમાં બેસી રહે તો એ ગેરી વેનરચક ન હોય. પોતાની કાબેલીયત, આવડત, અનોખા અનુભવો અનેક લોકો સુધી પહોંચાદવા આ ધરખમ ખેલાડીએ બુક્સ લખવાની શરૂ કરી અને લેક્ચર્સ આપવાન શરૂ કર્યા. ટોચ નો ટચ તો પહેલેથી જ હતો ને .. તે ચાર બુક્સ જ લખી, બધી વાચકોના હૈયે પહોંચી ગઈ અને એમાં પણ 'Crush It !' તો આજે પણ બેસ્ટ સેલર છે. એમની સ્પીચ/લેક્ચર ગોઠવાયું હોય ત્યા જવા પણ પડાપડી થાય. ગેરીની પ્રેઝસ જ એની કમ્યુનિકેશન સ્કીલ બની ગયેલી. એ બ્રાન્ડ પ્રમોશન વિશે તો વાત કરે જ. ઉપરાંત, માણસનું પોતાનું બ્રાન્ડ પ્રમોશન - ધારો કે કોઇ સારામાં સારો આર્ટીસ્ટ છે તો એ પોતાને બ્રાન્ડ કેવી રીતે બનાવી શકે ? - અને જે બ્રાન્ડીંગ કરે છે એમા શું બદલવાનું / સુધારવાનું આ બધુ પણ શીખવે. એક સંપૂર્ણ ટ્રઈનર/કોચ છે આ ગેરી બેનરચક - Entrepreneurship નૂ જીવતું-જાગ્તું આધુનિક વિચારનું ઉદાહરણ એટલે ગેરી વેનરચક - ધ ડીજીટલ માર્કેટીંગ કીંગ.

પોતાની ડીજીટલ માર્કેટીંગ સ્કીલ્સથી આખી દુનિયાના વ્યવસાયને પ્રમોટ કરવા સુધી પહોંચનાર ઇંફ્લુઅન્સરના પ્રોફેશનલ-પ્રયોગોની ગાથાવાંચીને હવે પેલો જવાબ મળે છે ને કે આ ભાઇ 6 વર્ષ ની ઉંમરે લીંબુ શરબત લઈને કેમ ઉભા રહી ગયેલા ? - જુઓને રોજર ફેડરર કે જેણે અનેક ટેનીસ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. એણે 8 વર્ષની ઉંમરે પહેલી વખત ટેનિસ રેકેટ હાથમાં પકડેલું , પહેલું ગ્રાન્ડ સ્લેમ - વિમ્બલ્ડન 21 વર્ષની ઉંમરે જીત્યા.- વહેલી ટ્રૈન પકડી લો તો વહેલા પહોંચાય મુકામ પર...

ટુંકમાં, આપણા જીવનમાં ક્યાં અને ક્યાર સુધીમાં પહોંચવું છે એનું 'સ્ટેન્ડ' આપણે જ લેવું પડે.

બસ, તો લઈ લ્યો 'સ્ટેન્ડ' અને શરૂ કરી દો...

“Don’t be afraid to go against grain that’s how you will make the difference” - Gary Vanerchuk.