Premni Rutu - Anamika ane Avinash - 4 in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 4

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 4











ભાગ - ૪



ભાગ - ૩ ક્રમશઃ ....


કહાનીનો બીજો પહેલું , એટલે કે બીજી બાજુ જોઈએ તો અવિનાશ તેનાં જીજાજી અને દીદી સાથે કશ્મીર ફરવા આવ્યો હોય છે .

અવિનાશનો દેખાવ એકદમ કાળા વાળ , કાચો સફેદ વાન હોવાથી વધુ ઘેરા લાગતા હતા , આંખો નાની અને બદામ જેવી , હોઠ લાલ કલરના નેચરલી લિપ કલર જ જોઈ લો ... , બોડી બિલ્ડ જોઈ લાગતું હતું જીમ જરૂર જોઈન્ટ કરેલું હોવું જોઈએ , ખાધે પીધે સુખી પણ મિડલ ક્લાસ ૨૪ વર્ષનો છોકરો .

પણ તેના જીજાજીને ખુબ સારૂ હતું . એને જ અવિનાશને લોખંડનાં સ્પેરપાર્ટ બનાવવાના ધંધામાં ચડાવ્યો હતો . હવે ધીરે ધીરે તે પણ આગળ વધતો હતો .

અવિનાશ અને તેની બહેન બંને જ હતાં . એટલે ટીના અવિનાશનુ ખુબ જ ધ્યાન રાખતી . તેને બધી વસ્તુમાં આગળ જ રાખતી . ટીનાના પતિ એટલે કે અવિનાશના જીજાજી મિહિર પણ ખુબ જ સારા અને ઉદાર દિલના હતાં .

મદદ કરવામાં હંમેશા આગળ રહેતાં .

ત્રણેય લોકો કાશ્મીર ફરવા માટે આવ્યાં હતાં . રજા પર એન્જોય કરવાં જેથી થોડી રિલેક્સ પણ મળી રહે .

અવિનાશ ફોન પર : " હેલ્લો સર . શું કોઈ ખબર મળી ટોમી ની ??? "

સામેથી જવાબ મળે છે : " નહીં , હાલ કોઈ અપડેટ નથી સર . મળશે એટલે ચોક્કસ તમને જાણ કરી દેશું . આભાર ફોન કરવા બદલ . "

અવિનાશ હતાશ ચહેરો લઈ બાલ્કની માંથી અંદર રૂમમાં આવે છે .

અવિનાશનો ચહેરો જોઈ મિહિર સમજી જાય છે અને અવિનાશને આશ્ર્વાસન આપતાં બોલ્યો : " ચિંતા ન કર એ જરૂર મળી જશે . આપડે એ જગ્યા પર ગયાં જ ન હોત તો સારું હતું . "

અવિનાશ : " મેં તેને હાથમાં જ પકડ્યો હતો . પણ તે દારુડીયો વચ્ચે આવ્યો ન હોત તો ટોમી હાથમાંથી છુટત જ નહીં , અને મારે બાધવાનું પણ ન થાત . હવે શું કરવું મને બહુ યાદ આવે છે ટોમીની .

તેને મિસિંગ થયાંને એક આખો દિવસ થઈ ગયો . એક વર્ષ જેવું લાગે છે , અને આજ પણ હજુ કોઈ જાણ થઈ નથી . શું કરવું હવે મારે !? બીજો દિવસ પણ ચાલુ થઈ ગયો છે . ટોમીએ જમવાનું લીધું હશે કે ... ! બિચારો એટલો માસુમ છે કે પડ્યો રહેશે ખૂણામાં .

ઉપરથી આટલી ઠંડી , ઓહ્ મારો ટોમી ... "

અવિનાશ ઉદાસ થઈને. બેડ પર બેસે છે . એ ખુબ જ નર્વસ હતો . એક તો અજાણ્યું સ્થળ . ઉપરથી આટલી કાતિલ ઠંડી .

અવિનાશની આંખ એટલી સોજી ગઈ હતી કે ચોખ્ખું દેખાઈ આવતું હતું કે તેની નિંદર થઈ જ ન હતી . તે આખી રાત જાગ્યો હતો .

ટીના મિહિર અને અવિનાશ માટે કૉફી લઈને આવે છે . જેથી થોડું માઈન્ડ ફ્રેશ થાય .

ટીના કૉફી અવિ નાં હાથમાં મુકતા : " આ લે અવિ , હવે થોડુ રિલેક્સ કર . આરામ કર તું .. ટોમી જ્યાં હશે ત્યાં સ્વસ્થ જ હશે તું બિલકુલ ઉપાડી ન કર . મારું મન કહે છે કે તેને કશું જ નહીં થયું હોય . તે બિલકુલ સેફ હશે . તું સુઈ જા . કાલ આખી રાત રુમમાં આટા જ માર્યા છે તે . "

અવિનાશ ચોંકીને : " તમને કેમ ખબર દીદી ??? "

ટીના : " મને તો ખબર જ હોય ને અવિ ,,, તારી બધી જ હરકતો પર મારુ ધ્યાન હોય . "

મિહિર વાતાવરણ થોડું હળવું કરવા : " તારી બીજી મોમ છે તે ... અને મારી પણ ... "

મિહિર મજાક કરતા ટીના સામે જુએ છે . ટીના પણ કટાક્ષ ભરી નજરે મિહિર સામે જોઈ : " હા , બધા જ કામમાં અનરેગ્યુલ રહેવું હોય તમારે , ધ્યાન તો રાખવું નથી એક પણ વાતનું . બીજા ચિંતા કરે તો એની પણ મજાક બનાવવી ગુડ . "

મિહિર અને અવિનાશ એકબીજા સામે મંદ - મંદ હસે છે .




********



To be continued .....