ભાગ ૫
પ્યુન ની વાત સાંભળી ને માસ્ટર જી ભણાવા નું છોડી ને બહાર આવ્યા કે કોણ છે તે જોવા , ત્યાં તો એક ફિલ્મ ની મોટી ટીમ આવી ને ઉભી હતી,
ત્યાં ફિલ્મ ના ડાયરેક્ટર એ માસ્ટર જી ને કહ્યું , માસ્ટર જી હું એક ફિલ્મ ઉતારું છું તેમાં મારે ગામડા ની શાળા ના શોટ્સ જોઈએ છે , અને શાળા ના બાળકો ના સીન પણ.
જો તમે ઇજાજત આપો તો હું સીન ઉતારવા ની તૈયારી કરું, માસ્ટર જી એ કહ્યું હા હા કેમ નઈ તમે આટલી દૂર થી આવ્યા છો તો હું ના કેમ પાડી સકુ , તમે શુરૂ કરી શકો છો,
ડાયરેક્ટર એ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર , તેને બાળકો ને કહ્યું બાળકો હું હમણાં કેમેરો ચાલુ કરીશ ત્યારે તમારે હસતા હસતા રમવા નું અને દોડવા ની એક્ટિંગ કરવા ની છે શું તમે કરી શકસો??
બધા છોકરાઓ એ હા કહી , કેમેરા મેન કેમેરો સેટ કરો અને લાઇટ કેમેરા એક્શન , ડાયરેક્ટર એ કહ્યું તેમના એટલું કહ્યા બાદ શૂટિંગ ચાલુ થયી.
બધા જ શાળા ના બાળકો હસતા હસતા રમતા હતા ઘણા દોડતા હતા અને ઘણા વાતો કરતા હતા , ડાયરેક્ટર ના કહ્યા મુજબ , સોનું અને તેના મિત્રો પણ આ એક્ટિંગ કરવા માં શામેલ હતા.
ડાયરેક્ટર એ ૪,૫ શોટસ લીધા અલગ અલગ અને તેમનું કામ પૂરું થયું , તેને કહ્યું વાહ બધા જ બાળકો એ ખૂબ સારી એક્ટિંગ કરી છે ,
સીન બહુ સારા આવ્યા છે , માસ્ટર જી તમારી શાળા ના બાળકો ખૂબ હોશિયાર છે , માસ્ટર જી એ ધન્યવાદ કહ્યું .
તેઓ તે સીન કેમેરા માં જોતા હતા કે કેવા આવ્યા છે , તેમાં ડાયરેક્ટર ની નજર સોનું ની એક્ટિંગ પર પડી , તેમને સોનું ની મુસ્કાન જોઈ.....
વાહ શું સ્માઇલ છે આ છોકરી ની તેને કેમેરા માં સોનું ને જોતા જ ત્યાં તેને શોધવા લાગ્યા , અને તેમની નજર સોનું ઉપર પડી.
ડાયરેક્ટર એ કહ્યું બેટા અહી આવ તો , સોનું ત્યાં ગઈ તેમને પૂછ્યું બેટા શું નામ છે તારું?? સોનું એ કહ્યું મારું નામ સોનું છે,
ડાયરેક્ટર નું નામ સુજલ હતું , તેમને કહ્યું બેટા તારી મુસ્કાન ખૂબ જ સારી છે તને તો સારી સારી ફિલ્મ માં રોલ મળી સકે છે , મારે તને મારી આવતી બીજી ફિલ્મ માં રોલ આપવો છે.
ડાયરેક્ટર એ કહેલી આ વાત ઉપર માસ્ટર જી અને બીજા વિદ્યાર્થીઓ ચોકી ગયા કે સોનું ને એટલો સરસ મોકો મળી રહ્યો છે ફિલ્મ માં આવા નો,
મીના , રૂપા અને રેણુ એ કહ્યું સોનું વિચારી શું રહી છે, આટલો સારો તક તને મળી રહ્યો છે તું છવાય જઈશ બધે , સોનું એ ડાયરેક્ટર ને કહ્યું પરંતુ તેના માટે તો માટે શહેર માં રહેવા આવું પડશે ને???
ડાયરેક્ટર એ કહ્યું હા તમારે શહેર માં રેહવાં આવું પડશે પણ આ તારા માટે ખૂબ સારો મોકો કેવાય , મને વિચારી ને કહેજે સોનું હું આ ગામડા માં ૩ દિવસ રેવાનો છું મારે હજી ગામડા ના સીન જોઈએ તેથી .
પછી તેઓ બધા જતા રહ્યા , માસ્ટર જી એ કહ્યું સોનું બેટા તારા માતા પિતા ને એક વાર આ વિષય માં વાત કરજે પછી જ ડાયરેક્ટર સાહેબ ને કઈક જવાબ આપજે,
સોનું એ કહ્યું તમે ચિંતા ના કરો માસ્ટર જી હું જવાબ માં ના જ કહીશ કારણકે મને શહેર માં રહેવું જ પસંદ નથી
માસ્ટર જી એ કહ્યું તો પણ એક વાર તારા માતા પિતા જોડે વાત કરજે, સોનુ એ માથું હા માં હલાવી ને જતી રહી બપોર ના ૨ વાગ્યા શાળા ની છુટ્ટી થયી.
ફરી થી મીના , રૂપા રેણુ અને સોનું ઘર જવા ચાલતા થયા , રેણુ એ કહ્યું સોનું તું હવે સુ જવાબ આપીશ , શું તું શેહરે રેવા જઈશ ??
સોનું એ કહ્યું આજે જ આપને નક્કી કર્યું તું કે આપને શહેર રહેવા નહિ જઈએ , રૂપા એ કહ્યું પરંતુ આના થી તારું ભવિષ્ય ઉજવળ થશે બધા તને ઓળખશે , તું વિચારી ને જ ડાયરેક્ટર ને જવાબ આપજે હો ને.
સોનું ઘરે પોહચી , મેના એ કહ્યું આવી ગઈ મારી દીકરી બહુ થાકી ગઈ હોઈશ ચલ ખાવા નું તૈયાર છે હાથ મોઢું ધોઈ ને ખાવા બેસી જા.
સોનું એ કહ્યું મમ્મી મારે તને અને પપ્પા જોડે કઈક વાત કરવી છે.........
આ વાર્તા અહી સુધી રાખીએ મિત્રો, વાર્તા નો આગળ નો ભાગ જલદી આવશે😊