Suryastma Suryoday - 6 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 6

{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સુચિત્રા આ જે ઘરને પોતાનું ઘર કહેતી હતી તે હકીકતમાં કોઈ આ વૃદ્ધ મહિલાનું ઘર હતું. તો શું છે સુચિત્રાની હકીકત ?
જાણીએ હવે આપણે આગળ.... }

સાગર સ્તબ્દ થઈને ત્યાંથી નીકળવા જતો હોય છે. ત્યાં ફરી પેલા મહિલા સાગરને બોલાવે છે. અને પૂછે છે. " તમારે કોનું કામ છે અને સુચિત્રા વિશે કેમ પૂછો છો ? વગેરે વગેરે.. "

સાગરથી રહેવાયું નહીં અને તેને હકીકત જાણવા ખાતર તે મહિલાને પૂછે છે કે " તમારું નામ શું છે ? અને સુચિત્રા સાથે તમારે શું સંબંઘ છે ? "

તે મહિલા : મારું નામ પ્રભા છે. પણ તમે સૂચિત્રાને કેવી રીતે ઓળખો છો ?

સાગર : સૂચિત્રા મારી પત્ની છે.

પ્રભા : બેહદ આશ્ચર્ય ભર્યા સાદ સાથે.. આ કેવી રીતે શક્ય હોઈ શકે છે ?

સાગર : કેમ ? હું તેનો પતિ છું તે મારી પત્ની...

પ્રભા : પણ સૂચિત્રા તો વિધવા છે.

સાગર : What ? ( બેહદ આચાર્ય ભર્યા સાદે )

પ્રભા : હા તે તો એક વિધવા છે ને ?

સાગર : હું તેનો પતિ અહીં જીવતો જાગતો છું. તો તે વિધવા કેવી રીતે જોઈ શકે છેં. ?

પ્રભા : તમારું નામ શું છેં ?

સાગર : મારુ નામ સાગર છેં. હું તેને સરપ્રાઈઝ આપવા આવેલો અને હું જ... ( ઉદાસી ભર્યા સાદથી કહે છેં..)

પ્રભા : ઓહહ મતલબ તે સ્ત્રીએ તમારી સાથે પણ રમત રમી છેં બરોબર ને !

સાગર : ઉદાસ ચહેરા સાથે મોં ફેરવે છે. ત્યાં અચાનક ફરીથી પ્રભા આંટીના સામું જોઈને કહે છે. " પણ તમે સુચિત્રાના મમ્મી નથી તો સુચિત્રાને આટલી બધી જીણવટતાથી કેવી રીતે ઓળખો છો. ? શું સંબંધ છે તેના તમારી સાથે..? "

( પ્રભા આંટીએ સાગરને શાંતિથી બેસાડી ચા પાણી કરાવ્યા પછીથી )

પ્રભા આંટી : સુચિત્રા મારી દીકરી તો નથી. પણ મેં તેને પોતાની દીકરી સમાન ગણી હતી. પણ તે મારી સાથે આમ પીઠ પાછળ ષડયંત્ર કરશે તેનો મને અંદાજો પણ ન હતો.

સાગર : મતલબ ?

પ્રભા : ઘણી બધી યાદો હતી અમારી.. ( સુચિત્રા સાથેના ફોટા બતાવતા કહ્યું.. ) પણ સુચિત્રાએ સાબિત કરી દીધું કે કોઈ અજાણ્યા પર ભરોસો કરવો હિતાવહ નથી.. સુચિત્રાને આ ઘરમાં હું મારી દીકરી બનાવીને લાવી હતી.
કારણ કે તેની અંદર મને મારી દીકરી આરાધનાની છબી દેખાતી હતી. જે આ દુનિયામાં નથી.

સાગર : ઓહહ્ મતલબ.. ! જરા દુઃખદ અને આશ્ચર્ય સાદે પુછ્યું.

પ્રભા : ( પોતાની આંખ પરના ચશ્મા હટાવતા ઊંડા શ્વાસ લઈ સોફા પર બેસતા કહે છે. ) હા પાંચ વર્ષ પહેલાની બાબત છે. મારો પરિવાર પણ ખુશીઓથી હર્યો ભર્યો હતો. આ ઘર મારા માટે મારા પતિની આખરી નિશાની છે. ખૂબ મહેનત કરીને અમે આ ઘરને સજાવ્યું હતું. પાંચ વર્ષ પહેલા અમે આ ઘરમાં રહેવા આવ્યા.. અને અહીંયા અમારી પહેલી દિવાળી હતી.. પણ કોને ખબર હતી તે અંધીયારી રાત મારા જીવનમાં હંમેશા માટે અમાસ કરીને જતી રહેશે..

{ પાંચ વર્ષ પહેલા પ્રભાના ઘરમાં..}

દિવાળીનો દિવસ હતો. સવારથી ઘરમાં ચહેલ પહેલ ખૂબ જ હતી. અને ખુબ જ સુંદર રીતે ઘરને સજાવ્યું હતું.

સાંજના સમયે પ્રભાએ આરાધનાને બૂમ પાડતા કહ્યું. " આરાધના સાંજના લક્ષ્મી પૂજનનો સમય થઈ જવા આવ્યો છે. તો બજાર જઈને સામાન લઈ આવ. "

આરાધના : એ હા મમ્મી.. હું અને પપ્પા હાલ બજાર જઈને સામાન લઈ આવીએ છીએ..

પ્રભા મીઠા સાદે ચીડાતા કહે છે. " આ બાપ દીકરી પણ છેે ને એકબીજાના ગેલા.. હંમેશા ક્યાંય પણ જાય એકબીજાના સંગાથે જ હોય છે.."

ત્યાર પછી આરાધના અને તેના પિતા સતિષભાઈ બજારથી સામાન લઈને ઘરે આવી રહ્યા હોય છે. ત્યાં કોઈ તે લોકોનો પીછો કરી રહ્યું હોય છે. જેની આરાધના લોકોને ખબર હોતી નથી.

ત્યાં અચાનક સતિષભાઈને પોતાની ગાડીને બ્રેક લગાવી પડી. આરાધના અને તેના પપ્પા બને એક દમ આગળની સાઈડ નમીને ભટકાય છેં.
આરાધના સામેની સાઈડ જુએ છે. અને ઊંચા અવાજે ગુસ્સામાં બોલવા જાય છે " ઓય.... સાલા દેખાતું ન....." અને એટલું બોલતાની સાથે તેના ચહેરા પર ડર છવાઈ જવા લાગ્યો. અને તે બોલતા બોલતા અટકી ગઈ...

અને સતિષભાઈ પણ ખુબ ગુસ્સે થઈ ગયા..

આરાધના લોકોની ગાડીનો પીછો કરતા કરતા કોઈ તે લોકોની ગાડીની સામે આવી જાય છે.

કોણ હતું તે ? કે જેને જોઈને આરાધના આમ ડરી જાય છે. ગુસ્સે પણ થાય છે. અને સતિષભાઈને ખૂબ જ ગુસ્સો આવે છે. જોઈશું આપણે હવે આવતા ભાગમાં...

ત્યાં સુધી મિત્રો
વાંચતા રહો, ખુશ રહો,
સ્વસ્થ રહો,
મસ્ત રહો ધન્યવાદ .. 🙏