Prem Samaadhi - 77 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-77

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-77

પ્રેમ સમાધિ
પ્રકરણ-77

કલરવ યોગનિદ્રામાંથી જાણે ઉઠ્યો. એનાં શાંત અને શિથિલ થયેલા આંખનાં પડળ ખૂલ્યાં... એને જે એહસાસ થયેલો એનો આનંદ હતો. બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવીમાંનું સ્તવન અને યોગ બંન્નો યુયોગ એને આનંદ આપતો હતો. વિજય એનાં રૂમમાં આવીને જતો રહ્યો એને ખ્યાલ નહોતો આવ્યો. કલરવ એકદમ તાજો માજો અને સ્વસ્થ હતો એ એનાં સ્વસ્થ ચિત્તે વિચારી રહેલો કે આજે વિજય અંકલને જે અત્યારે બ્રહ્મમૂહૂર્તમાં પોતાનાં જીવન અને કારકીર્દી અંગે નિર્ણય લીધો છે એ કહી દેવો.
એણે પોતાનાં રૂમની અગાશીમાં જઇને હળવી કસરત કરવા માંડી. સવારનાં સૂર્યનાં સોનેરી કિરણો પૃથ્વી ઉપર પ્રસરી રહેલાં. એ ખૂબ આનંદમાં હતો એનુ એ પણ કારણ હતું કે મનમાં ક્યાંય અટવાયેલો કે ક્યાંય અનિર્ણાયક સ્થિતિમાં નહોતો એણે પોતાની કારકીદીનું લક્ષ્ય નક્કી કરી લીધું હતું.
કલરવની નજર વિજયનાં રૂમ તરફ પડી એમનો રૂમ અંધારીયો હતો એની બાજુમાં કાવ્યનાનો રૂમની અગાશી દેખાતી નહોતી એણે કંઇક વિચાર કર્યો રૂમમાંથી ગાર્ડનમાં આવ્યો ગાર્ડનના હીંચકા પર બેઠો.... સવારની ખુશનુમા અને તાજી હવાએ એને વધુ આનંદીત કર્યૌ.
અહીંથી એને કાવ્યાની અને વિજય અંકલની બંન્નેની બાલ્કની અને રૂમ દેખાતાં હતાં. એ કાવ્યાની બાલ્કની તાંકી રહેલો. એણે મનમાં વિચાર કર્યો કે મારું લક્ષ્ય અંગે લીધેલ નિર્ણય હમણાં કાવ્યાને કહેવો કે નહીં ? પણ હવે આગળ બધુ સીધુંજ ચાલશે હું પગપર ઉભો રહીશ કલરવને ક્યાં ખબર હતી કે વિદ્યાતાએ બીજી ચાલ ચાલી લીધી છે એ આવતીકાલથી....
*************
રાજુ નાયકો બંગલામાં પ્રવેશ્યો સાથે વિજયનાં કૂતરાંએ ભસવાનું ચાલુ કર્યું... રાજુ સીધો એની પાસે ગયો અને બૂચકારા કરી રમાડવા લાગ્યો પેલો રામુને ઓળખી ગયો અને ચાટવા લાગ્યો. રામુએ કહ્યુ “શેરુ તું શાંત રહે શેઠ ઉઠી જશે” એમ કહી શેરુ પાસેથી બંગલામાં આવ્યો.
વિજય છેક પરોઢે ઉંઘવા આવેલો પછી પણ નીંદર મોડી આવી અને હમણાંજ એનાં મોબાઇલની રીંગ વાગી થોડીવાર સતત વાગી પણ વિજયે ઊંઘમાં ફોન ઉપાડ્યો નહીં એટલે બંધ થઇ ગઇ. કાવ્યા ઉઠીને બહાર આવી બાલ્કનીમાંથી જોયું કલરવ ગાર્ડનમાં બેઠો છે એ જેવી ઉઠી એની આંખમાં આનંદ ઉભરાયો એ દોડી વોશરૂમમાં ગઇ ફ્રેશ થઇ સીધી દાદર ઉતરી ગાર્ડનમાં ગઇ અને કલરવ સાથે હીંચકા પર બેઠી અને બોલી “કલરવ ગુડમોર્નીંગ ડાર્લીંગ જય માતાજી” સળંગ બોલતાં બોલી ગઇ પછી ઉપર અને આજુબાજુ જોવા લાગી... કલરવ એનું આવું રૂપ અને ચહેરાં પર ભયનાં ભાવ જોઇ હસી પડ્યો... પછી બોલ્યો...
“કાવ્યા હવે આપણે એકલાં નથી તારાં પાપા આવી ગયાં છે પણ હજી અંકલ ઉઠ્યા નથી. નો વરીઝ ચિંતા ના કર કોઇએ નથી સાંભળ્યું હમણાં રાજુભાઇ આવ્યા છે તેઓ અંદર ગયાં.”
કાવ્યાએ કહ્યું “ઓહ રાજુભાઇ આવ્યા છે તો પાપા ઉઠશેજ હવે. કાંઇ નહીં જે મનમાં હોય એ બોલાઇ જાય.. પાપાની સામે થોડું સાચવવું પડશે” એમ કહી હસી. કલરવે કહ્યું “કાવ્યા સાચવવાનુંજ... હમણાં કોઇને કંઇ ગંધ ના આવવી જોઇએ જો પાપાને તારાં મંજૂર નહીં હોય તો આપણે મુશ્કેલીમાં મૂકાઇ જઇશું. વિના અપરાધે સજા ભોગવવાની શરૂ થઇ જશે. “
કાવ્યાએ કહ્યું “તું બેસ હું મહારાજ પાસે આપણી નાસ્તાની વ્યવસ્થા... તૈયારી કરાવું મને ખબર છે તને ભૂખ લાગી હશે. “ એમ કહી હસીને અંદર દોડી ગઇ.
વિજયનો મોબિલ ફરીથી રણકી રહ્યો.. વિજયે આ વખતે હાથ લાંબો કરી આળસ અને ગુસ્સા સાથે ફોન લીધો સ્ક્રીનમાં જોયું નારણ ટંડેલનો ફોન છે એણે રીસીવ કરી બોલ્યો "હલ્લો......"
સામેથી નારણ વિજયનાં બોલવાના લહેકાથી સમજી ગયો હોય એમ કીધું "સોરી વિજય તું ઉઠ્યો નથી લાગતો સૂવાનું રાત્રે મોડું થયું લાગે છે હું પછી ફોન કરુ છું”.. ફરીથી સોરી... કહ્યું....
વિજયે કહ્યું" અરે નારણ રાત્રે મોડું નથી થયું સૂવાનું હું પરોઢે ઉઠ્યો હતો.. પણ આપણને શું ફરક પડે છે ? શીપ પર તો આખી રાતો અને દિવસો ડોળા ફાડીને જાગ્યા છીએ પછી હસ્યો અને બોલ્યો શું ફોન કરેલો બોલ ? ખાસ કાંઇ હતું ?”
નારણે કહ્યું "અરે વિજય આમ પણ આપણે મળવાનું હતું હું શીપ પર આવું... ત્યાં મંજુએ કહ્યું એલોકોને પણ કાવ્યાને મળવું છે એટલે માયા તથા સતિષ બધાને લઇને ત્યાં આવવાનું વિચારું છું તો તને કેવી અનૂકૂળતા છે ? આ લોકો કાવ્યા અને કલરવ ને મળશે વાતો કરશે આપણે ત્યાં સુધી શીપ...”
વિજય આવું સાંભળી થોડો વિચારમાં પડી ગયો પછી તરત બોલ્યો" કઇ નહીં તું છોકરાઓ અને ભાભીને લઇને આવી જા.. કાવ્યા એ લોકોને મળશે સારું લાગશે ઘણો સમય નીકળી ગયો એ લોકો મળે....”
નારણે કહ્યું "વિજય કદાચ વર્ષો નીકલી ગયાં તારાં પોરબંદરનાં ઘરનું વાસ્તુ કરેલું ત્યારે ભેગાં થયેલાં ત્યારે ભાભી પણ હતાં.”. પછી બોલતો અટક્યો.. પછી કહ્યું.. “પણ છોકરાંઓને તું પણ મળીશ હમણાં બધી પરિસ્થિતિઓ કંઇક એવી થઇ ગઇ કે આપણે કુટુંબ સાથે ક્યાંય ગયા નથી અંદર અંદર મળ્યા નથી તો આ બહાને....”.
વિજયે વિચાર કરીને કહ્યું “કંઇ નહીં તું આવવા નીકળી જા.. અહીંજ બધાનું જમવાનું બનાવરાવું છું તું આવ પછી આગળનું નક્કી કરીએ. મારે થોડા કામ છે તું આવે ત્યાં સુધી નીપટાવું હું સાંજે મોડો શીપ પરથી પાછો આવેલો કંઇ નહીં રૂબરૂ વાત... આવ...” એમ કહી ફોન મૂક્યો.
વિજયે ફોન મૂક્યો.. ઉભો થયો રાજુને બૂમ પાડીને રૂમમાં બોલાવ્યો.. થોડીવારમાં રાજુ દોડતો રૂમમાં આવ્યો ત્યાં પાછળ કલરવ પણ આવ્યો. વિજય રાજુને કંઇ કહેવા જાય ત્યાં કલરવે કહ્યું “અંકલ મારે એક અગત્યની વાત કરવી છે...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-78