Rahashymay - 5 in Gujarati Fiction Stories by Desai Jilu books and stories PDF | રહસ્યમય - 5

Featured Books
Categories
Share

રહસ્યમય - 5

રહસ્યમય ભાગ ૪ ને વાચવા તથાં અભિપ્રાય આપવા બદલ આપ સૌનો આભાર માનું છું. સાથે ભાગ ૫ ને રજૂ કરવામાં મોડું કરવા બદલ પણ હું માફી માંગુ છું.


સન્નાટા સાથે લગભગ હવે ૨૦મિનિટ જેવો સમય વિતી ગયો હતો છતાં કોઈ કંઈ બોલ્યું નઈ જાણે ખરેખર અમારાથી કોઈ માણસનું મૃત્યુ તો નઈ થયું હોયને ગણા પ્રશ્નો સાથે ગાડી આગળ રસ્તો કાપી રહી હતી.


મારા ખ્યાલથી સમય જોતા અમારે નિશ્ચિત જગ્યાએ પોચી જવું જોઈએ છતાંય હજુ રસ્તો એની દિશા દર્શાવી રહ્યો હતો મંજિલ ક્યાંય દૂર સુધી પણ દેખાતી ન હતી. હતો માત્ર એક સૂમસામ કાચી રસ્તો.....


હવે કલ્લાક પછી મારાથી બોલાઈ ગયું કે હજુ સુધી ગામની સીમા દેખાઈ નથી સાચે શું આપડે ખોટા માર્ગે તો નથી જઈ રહ્યાને?
રોની ખરેખર શું આ સાચો માર્ગ છે ને?


હવે રોનીને પણ અકળામણ થઈ રહી હતી જેથી તેને પણ કહ્યું કદાચ આપડે ખોટા માર્ગે જઈ રડ્યા છીએ. મારા ખ્યાલથી ગામ આવી જવું જોઇએ ફાંટાથી ગામનું અંતર આટલુ લાંબુ તો ન હતું. અશોકભાઈ પણ અત્યારે મારી વાતથી સહમત હતા. તેઓએ પણ હવે કીધું રોની તારા ભરોસે ભટક્યા છીએ કે શું?


રોની:- હમમમમ! એવું લાગી રહ્યું છે.


અશોકભાઈ:- તો હવે શું કરશું? બહુ આગળ જવામાં મજા નથી રસ્તો જંગલ જેવો જણાય છે. સાહસ કરવું કે કેમ? સાથે રાતનું અંધારું છે માટે પૂછું છું.


મયુરભાઈ :- (ગાડી ઉભી રાખતા ગાળ બોલતા) મે કીધું હતું ત્યાર તે ફાંટા એ કોઈને પૂછ્યું નઈ અને ફોકા માર્યા ખોટા કોઈ દિવસ ભૂલ્યા પડ્યા ખરી! હમમ. મુશ્કેલી સમય પૂછીને ના આવે આપને જ્યાં પણ લાગે પૂછવા જેવું તો પૂછી જોવાયને નાના બાપના થોડી થવાના હતા પણ ન ભૂગોળના રાજાને.. હવે રખડાવ્યા બધાને
(આ વાતચીતથી હવે ગાડીના તમામ સભ્યો ઉઠી એકચિત્ત થઈને અમારી ચર્ચા સાંભળી રહ્યા હતા)


(આ જોતા હવે મને મયુરભાઈની ડ્રાઇવિંગ સીટની અકળામણ સમજાય ગઈ હતી. અને અકળાયજને જ્યારથી સફર સરું કરી હતી ત્યારથી ડ્રાઇવિંગનો હવાલો એમનો જ હતો ને એટલે એમની મનોદશા પણ હું સમજી શકું એટલામાં ચિરાગ બોલ્યો)


ચિરાગ:- હા હવે જેની ભૂલ થઈ એ વાત પતી ગઈ હાલની જે હાલાકી છે તેની પર ધ્યાન દઈએ હવે? આગળ જવું કે પાછા વળવું? આમ ને આમ સમય ખોટી ને રાતગેરી થાય છે વધારે મુશ્કેલ ના પડે અને બધા મુસાફરીથી થાક્યા પણ છે જેથી આપડે અશોકભાઈ નિર્ણય લ્યો આગળ વધવું કે પાછા વડવું?


અશોકભાઈ:- આગળ રસ્તાનો ખ્યાલ નથી માટે ગાડી પાછી વાળો ભલે અળધી રાત થઈ જાય પણ ઠેકાણે તો પોચીસુ (મયુરભાઈએ ગાડી ચાલું કરી એટલે હું બોલ્યો)


હું:- ઉભાર્યો ભાઈ! હું ગાડી લઈ લઉ છું નીકળ્યા ત્યારથી તમેજ ગાડી ચલાવી છે તમે આરામ કરો હું ગાડી લઈ લઈશ.


મયુરભાઈ :- ના હવે વાંધો નઈ હું લઈ લઉ છું. રાત છે માટે તમારું કામ નથી ગાડી ચલાવવાનું એ પણ આવા રસ્તે ( એમ કહીને ગાડી થોડી આગળ લઈને જગ્યા આવતા પાછી વાળી)


હવે ગાડીના બધા સભ્યો આ વાત પછી જાગતા હતા. ગાડી તેની ગતી પાછી એ રસ્તે જઈ રહી હતી અને એમ કલ્લાક નું અંતર કાપ્યું હસે અને ત્યાં મયુરભાઈને થોડું જોકુ આવ્યું ગાડી થોડી ડગુમગુ થઈ પણ સમય સાથે સ્ટેરીંગ સંભાળી લીધું. એટલે અમને થોડી રાહત થઈ હવે બધાનું ધ્યાન મયુરભાઈના ડ્રાઇવિંગ પર હતું. આ બધી ઘટના માં સમય ૧.૪૯ જેવો હતો. મયુરભાઈ ગાડી સાચવીને ચલાવી રહ્યા હતા.


૧૫ મી નો રસ્તો કાપ્યો હસે ત્યા થોડી આગળ જતાં રસ્તાની વચ્ચે કોઈક વ્યક્તિ જેવું દૂર દેખાયું જેથી મયુરભાઈએ સ્પીડ ધીમી કરી છતાં જાણે ગાડીની ગતી ઓછી ન થતી હોય તેમ વ્યક્તિ ગાડીના નજીક આવી રહ્યું હતું જેવું સાવ નજીક આવ્યું એવું મયુરભાઈ દ્વારા ગાડીની બ્રેક મારવામાં આવી પણ છતાં સ્પીડ કંટ્રોલ ના થવાથી વ્યક્તિ ગાડી સાથે અથડાયું અને તે સાથે ગાડીના તમામ લોકોથી મયુરભાઇ કરીને ચિખ નીકળી ગઈ. ગાડી ઉભી તો રહી અને વ્યકિત અથડાયું અને તે અથડાઈને ગાડી ઉપર પડ્યું તે ગાડીના તમામ લોકોએ જોયું પણ ખરી.


ત્યાં તો અશોકભાઈ અને મયુરભાઈ તરત મોબાઈલ ની ટોર્ચ ચાલું કરીને બાર નીકળ્યા સાથે હું ને ચિરાગ રોની સન્ની નીચે ઉતર્યા. ગાડી સામે અથડાઈને જે વ્યક્તિ ગાડી ઉપર પડ્યું તેની પર લાઈટ નાખીને જોતા તે એક પુરુષ હતો તેની જાણ થઈ. અશોકભાઈ રોની એ તેને નીચે ઉતાર્યું જોયું તો માથાના ભાગે વાગ્યું હોવાથી લોહી વહેતું હતું. તે જોતા મયુરભાઈ ગભરાતા અવાજે બોલ્યા..


મયુરભાઈ :- રાજુ રાહુલ જલ્દી મેડિકલ કીટનું બોક્સ લાવ જલ્દી. એટલામાં રાહુલ બોક્સ કાઢીને લાવ્યો તેમાંથી રૂ કાઢીને અમાંર ત્રણેયને આપતો હતો અને ત્રણેય તેના લોહીના પ્રવાહને રોકવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. એટલામાં અર્ચના અને મધુ પણ નીચે ઊતરી આવ્યા.


મધુ:- જીવે છે?


(આ સાંભળતા જ અશોકભાઈ દ્વારા તેના નાક પર હાથ રાખીને ચેક કરવામાં આવ્યું. મે તેના પલ્સ ચેક કાર્યને મે અશોકભાઈ સામે જોયુ અમારી નજર એક થતાં અને અમારા બેઉના મોઢાના ભાવથી મયુરભાઈને ખબર પડી કે મરી ગયું છે તેથી તેઓના હાથ ધ્રુજવા લાગ્યા. હવે શું થશે? શું કરશું? સાથે બધા ચૂપ હતા. હવે આ ઘટનાએ તેનો આગવો મોડ પકડ્યો હતો. હવે શું કરશું ? શું કરવું? રાત પણ તેનું કામ કરી રહી હતી સાથે અમારી સફરએ અહી એક નવો વળાંક લઈ લીધો હતો.)


વ્યક્તિ કોણ છે? અહી સૂમસામ કાચા રસ્તામાં આવ્યું કેવી રીતે? કે પછી આજ વ્યક્તિ આગાઉ પણ અથડાયું હતું? એવા અનેક પ્રશ્નો સાથે બધા હવે શું કરવું તેની મથામણમાં હતા.



ક્રમશ.........