Elon Musk in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | ઇલોન મસ્ક

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઇલોન મસ્ક

ઇલોન મસ્ક  - Elon Musk

દક્ષિણ આફ્રીકાનું પ્રિટોરીયા શહેર.  ત્રિતાલી મગજ અને પથ્થર હ્રદયનો એક માણસ. એ એટલો કઠોર છે કે  એના કુમળા પુત્રને પણ  હેરાન કરે છે. એ બાળકની બદનસીબી એ છે કે એની સ્કુલમાં પણ એને શિક્ષકો  અન્ય વિદ્યર્થીઓની મારઝુડ અને ગુસ્સાનો ત્રાસ સહન કરવો પડે છે. સ્કુલમાં મસ્તીથી ભણવાની અને ખેલ-કુદની, ઘરમાં મા-બાપના લાડ-પ્રેમ મેળવવાની ઉમરમાં એક બાળક બન્ને જ્ગ્યાએથી ત્રાસ અને હેરાંગતી સહન કરે છે. બાળપણ નંદવાઇ જાય છે.  શું આ બાળક આ સ્થિતીને સ્વીકારી લે છે ? આ બાળક જુદી માટીનો અને જુદા જુસ્સાનો છે. એ આ પારાવર મુશ્કેલી, વિઘ્નો,  અને કપરા સંજોગો સામે લડે છે અને એક દિવસ વિશ્વનો સૌથી  ધનવાન  વ્યક્તિ બને છે. 

28 જુન,1971 ના દિવસે દ્ક્ષિણ આફ્રીકાના પ્રિટોરીયા શહેરમાં જન્મેલ આ બાળક એટલે ઇલોન રીવ મસ્ક. હા, એ જ ઇલોન મસ્ક જેને આપણે વિશ્વ સ્તરે ટોચ પર પહોંચેલા ધંધાના મહારથી તરીકે, ટેસ્લા મોટર્સના માલિક તરીકે  ઓળખીએ છીએ. આ સિધ્ધી અને પ્રસિધ્ધિ, સુધી પહોંચતા દર્દનાક પીડા, અંગત લોકોની ધ્રુણા, અથાગ પરીશ્રમ, ગંજાવર નુકસાની જેવા  દુષ્કર અવરોધોનો સામનો કરવો પડ્યો છે. 

ઇલોનની ઉંમર સાવ ઓછી હતી ને એના માતા-પિતાના છુટાછેડા થઈ ગયા. ઇલોને પિતા  સાથે  રહેવાનું નક્કી કર્યું. બાળ ઇલોનને પિતાના વાત્સલ્યને બદલે નફરત મળી. પોતાના જ પુત્ર  સાથે આ વિચીત્ર માનસિકતા ધરાવતા વ્યક્તિએ બેહુદું વર્તન કર્યું. બીજી બાજુ સ્કુલમા પણ એ જ હાલત. 12-13 વર્ષના આ કુમળા બાળકને  શિક્ષકો રોજ ધમકાવે, મારઝુડ કરે. એકવાર તો એટલો માર માર્યો કે ઇલોનને હોસ્પીટલાઇઝ કરવો પડ્યો. 

ઇલોન માટે ક્રુરતાની આ પરાકાષ્ઠા અસહ્ય હતી. એણે વિચાર્યુ કે મારો રસ્તો મારે જાતે જ વિચારવો પડશે. એના આ નિર્ધારનો સહારો બન્યા પુસ્તકો અને કમ્પ્યુટર. એ ઉપરાંત એને સાયન્સ ફીક્શનમા પણ રસ પડતો.  આ બુધ્ધિશાળી  બાળક જાતે જ કમ્પ્યુટર શીખ્યો પુસ્તકો વાંચીને અને જાત પ્રેક્ટીકલ કરીને. આ મહેનત અને નિષ્ઠાથી પહેલી સફળતા મળી. 14 વર્ષની ઉંમરે ઇલોને એક વિડીયો ગઈમ બનાવી. - બ્લાસ્ટર -  જે બહુ જ પ્રચલિત થઈ. પણ, શહેર એ જ હતું. લોકો એ જ હતા. સ્કુલ પણ એ જ હતી. આ નાની ઉંમરે થઈ ગયેલ ચમત્કાર લોકો પચાવી ન શક્યા. સ્કુલ અને ગામના નફ્ફ્ટો, ગુંડાઓની ટોળી ઇલોનની પછળ પડી.  ઇલોન ઘરે જાય તો પેલો નાલાયક  પિતા પણ એમ જ વર્તે. ઇલોને પોતે બનાવેલી વિડીયો ગઈમ 500 ડોલરમાં વેચી દીધી.

ઇલોનને થયું હવે આનાથી છુટકારો મેળવવા જોખમ લેવું પડશે. ઘર,શહેર અને દેશ  છોડવા પડશે. વિચારનો અમલ કર્યો.  કેનેડા પહોંચ્યો, ત્યાંની Queen’s University માં બે વર્ષ અભ્યાસ કર્યો. અહીંથી એ  Pennsylvenia University  શીફ્ટ થયો. ત્યાં અત્યંત ખંતપુર્વક અભ્યાસ કરીને  ઇકોનીમ્ક્સમા  અને પછી ફીઝીક્સમાં ડીગ્રી મેળવી. આ અભ્યાસના પૈસા તો હતા નહીં એટલે સ્ટુડન્ટ લોન લીધેલી. અભ્યાસ દરમિયાન અનેક પાર્ટ-ટાઇમ જોબ્સ કરીને લોનની રકમ ચુકવી દીધી. જાત મહેનત જીંદાબાદનું સુત્ર અપનાવ્યું. આ સુત્ર એના જીવનમાં વણાયેલું રહ્યું. ઇલોનનું એક જ સ્વપ્ન હતું, કામ એવું કરવું કે દુનિયા બદલાઇ જાય. 

આ સમયે  ઇલોન પાસે પ્રતિષ્ઠીત યુનિવર્સીટીની ડીગ્રી અને કમ્પ્યુટરનો અવિરત અભ્યાસ તો હતો જ. આ કાબેલિયતના આધારે કેટલાક સહયોગીઓ સાથે મળી 'Zip2' નામથી સોફ્ટ્વેર કમ્પનીની સ્થાપના  કરી. જે આગળ જતાં 1999 માં  307 મિલીયન ડોલરમાં વેચી દીધી. હવે ઇલોન મસ્કને  નવા-નવા પડકાર અને નવી ઉંચાઇએ પહોંચવાની ભૂખ જાગી. ફરી એકવાર સહયોગીઓ સાથે મળી ‘x.com’ નામની એક મોટી કમ્પની બનાવી, પ્છી એક મેજર મર્જર થતા એ કમ્પનીનુ નામ બદલાયું અને  PayPal  થયું. 2002 માં આ કમ્પની 1.5 બીલીયન ડોલરમાં ebay વેચી દીધી. હવેનો મુવ મહા મુવ થવાનો હતો. 

એક મહાત્વાકાંક્ષી વ્યક્તિ હવે હોનહાર બીઝનેસમેન થઈ ચુક્યા હતા. એમણે બે બહુ જ મોટી કમ્પનીની સ્થાપના કરી Tesla Motors અને SpaceX. આ બે કમ્પનીને ઉપર લાવવા ઇલોન મસ્કે બધુ જ દાવ પર લગાવી દીધુ. અનેક જોખમ ખેડ્યા. સંપત્તિ મોર્ટગેજ કરીને બેંક લોન લીધી. બધું જ રોકાણ આ બે કમ્પનીમાં કરી દીધુ. આટલાં પ્લાન્ડ જોખમો લીધા પછી મોટી સફળતાની ગણતરી હતી,અપેક્ષા હતી. હ્જી એક આકરી કસોટી અને દુર્ભાગ્ય ઇલોન  મસ્કનો રાહ જોઇને ઉભા હતા. મહામંદીનો સમય આવ્યો. સમગ્ર વિશ્વમાં અનેક ધંધા પર એની વિપરીત અસર થઈ. ઇલોન મસ્કની બન્ને કમ્પનીઓ મોટા નુકસાનનો સામનો કરતી હતી. બેંક લોન તો મસમોટી હતી જ,અન્ય દેવાં વધી રહ્યા હતા. લગભગ નાદારીને આરે આવીને ઉભી હતી બન્ને કમ્પની. જો કે, આ ઇલોન મસ્ક હતા. બાળપણથી જ કપરી પરીસ્થિતી અને  ભયાનક સંજોગોનો જોશ અને જોમથી સામનો કર્યો હતો. આ વખતે એનો સ્કેલ ઉંચો હતો. એમણે વધુ એક લડાઇ શરૂ કરી. અઠવાડીયાના 100 કલાક કામ કર્યું. દિવસ-રાત એક કરી દીધા. કમાણીના નવા-નવા આયામો ઉભા કર્યા. છેવટે, સતત પરીશ્રમ, અતુટ આત્મવિશ્વાસ, સફળતાના ધ્યેય પર પહોંચવાના દ્ર્ઢનિશ્ચય આ બધા પરીબળોનો વિજય થયો. ઇલોન મસ્કની બન્ને કમ્પનીઓ નુકસાનમાથી બહાર આવી એટ્લું જ નહીં, અનેક પડાવ પાર કરી સફળતાની એ ઉંચાઇ પર પહોંચી કે એક દિવસ ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. એમની આ અનોખી સફળતા પછી તો અનેક કમ્પનીની સ્થાપના કરી. સહયોગીઓને લઈને પણ અનેક કમ્પનીસ્થાપી. આ બધી જ કમ્પની આજે પણ બીલીયન ડોલર કમ્પની છે. આ રીતે  સફળતા અને સિધ્ધીના પર્યાય બની ગયા ઇલોન મસ્ક. 

એક એવો બાળક કે જે સાવ નાની ઉંમરમાં જ વેદના અને દુ:ખને કારણે, પિતાના ત્રાસને કારણે, સ્કુલમા થયેલ અત્યાચારને કારણે કદાચ હતાશામાં ક્યાંક ખોવાઈ ગયો હોત/  એણે માત્ર આત્મબળ, મહેનત, વિચક્ષણ બુધ્ધિમત્તા,દીર્ઘદ્રષ્ટી અને અમાપ વ્યવસાયી સુઝના શસ્ત્રોથી બધી જ મુશ્કેલીઓને હરાવી અને સફળતાના શિખર  પર પહોંચ્યો. ઇલોન મસ્ક થવા માટે એના જેવા નિર્ધાર હોવા જરૂરી છે. તો જ ઇલોન મસ્ક થઈ શકાય છે.