Ed Sheeran in Gujarati Motivational Stories by Bhushan Oza books and stories PDF | એડ શીરન

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એડ શીરન

માથામાં લાલ વાળ, જાડા કાચના ચશ્મા અને થોથવાતી જીભ - ઘણા બાળકોમાં હોય એવી આ શારીરીક ઉણપો આ બાળકમાં પણ હતી. જો કે, એ જે સ્કુલમાં ભણતો હતો ત્યાં આ ઉણપો શિક્ષા,અણગમા અથવા હાંસીને પાત્ર બનતી. આ જ બાળક એની સંગીતની ઘેલછાને કારણે ગલીઓમાં, રસ્તા પર ગાતો અને ક્યારેક સુઈ જતો રસ્તા પર. પણ, પોતાના મસ્ત ગિટાર વાદન, મધુર શબ્દો અને કર્ણપ્રિય અવાજના જોર પર દુનિયા સર કરવાના ઇરાદા હતા અને એવી સંભાવનાઓ પણ હતી એના સંગીતમાં એટલે જ એ એક લોકપ્રિય સંગીતકાર,ગાયક બની શક્યો. વાત કરવાની છે પ્રખ્યાત ગાયક, સોંગ રાઇટર એડ શીરન વિશે. 

ઇંગ્લેન્ડમાં વેસ્ટ યોર્કશાયરના હેલીફેક્સ શહેરમાં જન્મેલા એડ શીરનને બાળપણમાં એક કઠીન સર્જરી કરવાની થઈ. આ સર્જરીની આડ અસર થઈ. આંખો નબળી પડી, વાળનો રંગ બદલાઈ ગયો અને બોલવામાં તકલીફ પડવા લાગી. એડ શીરનને આ તકલીફોને દુર રાખી શકે એવી એક ભેટ મળી હતી- એનો સંગીત પ્રત્યેનો લગાવ.- સદનસીબે, એનો જન્મ પણ સંગીતના ચાહક એવા કુટુંબમાં થયો હતો. 

શીરનને પોતાના જાડા ગ્લાસના ચશ્મા કે લાલ વાળથી કોઇ ફર્ક પડતો ન હતો, એ ભણવામા પણ હોંશિયાર હતો. એકવાર શિક્ષકે ક્લાસમાં કોઇ પ્રશ્ન પુછ્યો, આ બળકે જવાબ આપવા હાથ ઉંચો કર્યો પણ, છેલ્લી ઘડીએ એની જીભ થોથવાઇ અને સાચો જવાબ પણ અસ્પષ્ટા હોવાથી સ્વીકારાયો નહીં, શિક્ષકનો ઠપકો મળ્યો,. બીજા વિદ્યાર્થી એની આ ઉણપની મશ્કરી કરતા, ચાળા પાડતા. આ ઘટનાથી બાળમાનસ ઘવાયું. એણે ક્લાસમાં જવાબ આપવાનું કાયમ માટે ટાળ્યું. 

એડ શીરનના પિતાજીને આ વાતની જાણ થઈ. એમને શીરનના સંગીતપ્રેમ અને સુઝ વિશે ખબર હતી. એમણે જોયેલું કે એ 4 વર્ષનો હતો ત્યારથી ગિટાર વાગાડતો. પ્રેમાળ પિતાએ પુત્રને અમેરિકાના વિખ્યાત Rapper, Eminem નુ એક આલ્બમ ભેટ આપ્યું. 

એડ શીરન માટે આ ભેટ બહુ અસરકારક રહી. એ આ અલ્બમ વારંવાર સાંભળતો. આ પછી એણે કહેલ વાતનો સાર એવો છે કે "આ સંગીતકાર, Rapper ના અવાજમા અજબની તાકાત છે. એનું સંગીત મેલોડીઅસ છે, એમની શબ્દ પરની પક્કડ અદભુત છે અને એ અર્થપુર્ણ રીતે ગાય છે એટલે સાંભળનારના મનને રાહત અમે ઉલ્લસ મળે છે" 

 સંગીતને જ જીવન માનનારા બાળકને એક સજ્જ સંગીતકારે પોતાના સંગીત-ગાયન થકી અનન્ય પ્રેરણા આપી. સૌથી મોટી અસર એ થઈ કે શીરનની થોથવાવાની ઊણપ જતી રહી, હવે એ સહજ, સંગીન સ્વરે ગાઇ શકતો, બોલી પણ શકતો. 

સંગીત અને સોંગ રાઇટીંગમાં ઓતપ્રોત થયેલ એડ શીરને 14 વર્ષની ઉમરે ગીતો લખીને કમ્પોઝ કરવાનું શરૂ કર્યુ. 17 વર્ષની ઉમરે સ્કુલમાથી બહાર થઈ ગયો. એના મતે સ્કુલના સિક્ષણ કે એના પરીણામનું કોઇ મહત્વ ન હતું અને એની દરકાર પણ ન હતી. 

સંગીતની ઘેલછા તો હતી જ એ હવે વળગણ બની ગઈ. આ ક્ષેત્રમાં જ કારકીર્દી બનાવવી છે અને એમા જ ભવિષ્ય છે એ વાત એડના દિલ-ઓ-દિમાગમાં વસી ગઈ હતી. હવે બે ડગલાં આગળ વધવાનું હતું. નસીબ અજમાવવા એ લંડન શહેરમા શીફ્ટ થયો. આ શહેર મોટું હતું. અપાર તક હતી પણ, એ તક મેળવવા ભારે મથામણ કરવાની હતી. એને ખ્યાલ હતો કે કશું જ રાતોરાત પ્રાપ્ત નથી થઈ જવાનું. એણે રસ્તા પર ગાયું. દિવસો,મહિનાઓ સુધી ગાયું. દિવસ-રાત જોયા વગર ગાયું. કેટ્લીય રાતો ઉજાગરામાં કાઢી, કેટલાય દિવસો એવા ગયા કે ખાવા માટે પણ પૈસા ન હોય. 

એડ શીરનનું સ્વપ્ન હતું સંગીતકાર બનવાનું, આટલા નિરાશાજનક સંજોગોને કારણે એ ચકનાચુર થવાનું હતૂ, કોઇપણ માણસ તુટી પડે એવો સમય હતો. શીરન પણ એના આરે જ હતો. જો કે ભવિષ્યે કાંઇક અલગ વિચારેલું. એડ શીરને આ પહાડ સમી સમસ્યાઓ સામે મક્કમતાથી બાથ ભીડી. ગીટારના તાર, ચોટ્દાર શબ્દો અને મધુર કંઠ પર પક્કડ જમાવ્યે જ રાખી. 

આ અડીખમ ઇરાદા અને ધ્યેયનિષ્ઠા રગ લાવ્યા અને એડ શીરને પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું. બાજી પલટી ગઈ. એડ શીરનના કંઠ, શબ્દો અને સંગીતનો જાદુ ચાલ્યો. માત્ર ઇંગ્લેન્ડ જ નહીં સમગ્ર વિશ્વમાં સંગીતની દુનિયાના આ નવા સિતારાને આવકાર મળ્યો, જબ્બર પ્રતિસાદ મળ્યો. આશરે 150, મિલીયન રેકોર્ડ્ઝ વેચાઇ ; સિંગલ્સ' આલ્બમનો એક નવો રેકોર્ડ બન્યો. 

બસ, પછી તો પાછું વળીને જોયુ જ નહીં આ મ્યુઝિક મેન એડ શીરને. સ્વપ્ન સાકાર થયું. સફળતાને સર-આંખો પર ચડાવીને પોતાનું કામ ચાલુ રાખ્યું. પેશન, પ્રોફેશન જરૂર બની પણ એના પ્રત્યેના સમર્પણ, કટીબધ્ધતાને છોડયા નહીં. એડ શીરનને મળેલી અપાર લોકચાહનાનું કારણ હતું એનું મનભાવન સંગીત, હ્રદયસ્પર્શી શબ્દો અને કર્ણપ્રિય સ્વર. આખા વિશ્વના સંગીત રસિયાઓને એનું ઘેલું લાગ્યું. 

એક સમયે ઘરની ચાર દિવાલો વચ્ચે કે લંડનની ગલીઓમાં ગાતો આ ગાયક હવે તો હજારો શ્રોતાઓથી છ્લકાતા સ્ટેડીયમોમાં ચાહકોને ઝુમાવતો થયો છે. 

બાળપણમાં એકથી વધુ શારીરીક ઉણપથી મળેલા તિરસ્કાર, મજાક-મશ્કરી, સંગીતને જ વળગી રહેવાને કારણે ભોગવેલાં દરેક પ્રકારના દુ:ખ. આવા અનેક અવરોધોને પાર કરી એડ શીરન આજે અત્યંત સફળ સંગીતકાર બન્યો છે એની પાછળ એનો દ્ર્ઢ નિશ્ચય, ખંત, આત્મવિશ્વાસ અને ભાવકોને મજા પડે એવું સંગીત છે.