Ek Punjabi Chhokri - 25 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 25

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 25





સોનાલીએ ચીસ પાડી પણ સોનાલીનો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં.સોનાલી જેવી કૉલેજના ગેટની બહાર નીકળી તેને નવ દસ બાઇકવાળા થર્ડ ક્લાસ લોકોએ ઘેરી લીધી. એમનાથી ડરીને સોનાલી એ ચીસ પાડી,પણ બધા ક્લાસરૂમમાં હતા.ત્યાંના ક્લાસરૂમ એવા હતા કે અંદરનો અવાજ બહાર ના જાય અને બહારનો અવાજ અંદર ના આવી શકે.સોનાલી એકદમ સુંદર હતી એટલે આ લોકો ઘણા દિવસથી સોનાલીને પકડવાનો પ્રયત્ન કરતા હતા પણ સોનાલી સોહમ સાથે જતી હોવાથી મોકો મળતો નહોતો અને આજે તેમને સારો એવો અવસર મળી ગયો.સોનાલી આખી પરસેવાથી રેબઝેબ થઈ ગઈ.તેને ખૂબ જ ડર લાગતો હતો પેલા લોકો સોનાલીની ફરતી બાજુ બાઇક ફેરવતા હતા ને તેને પાસે આવવાનું કહેતા હતા. અચાનક બધાએ બાઇક બંધ કર્યું અને તેને સ્ટેન્ડ પર ઊભું રાખી ધીમે ધીમે બધા સોનાલી તરફ આવવા લાગ્યા.સોનાલી ખૂબ જોરજોરથી ચીસો પાડતી હતી કે,"મેનુ કોઈ બચાઓ" પણ સોનાલીનો અવાજ સાંભળનાર કોઈ હોય તેવું લાગતું નહોતું.પેલા બધા સોનાલીની પાસે ને પાસે આવવા લાગ્યા. સોનાલી ખૂબ ડરેલી હતી.તે ટોળામાંથી એક માણસ સોનાલીને ટચ કરવા જાય છે,ત્યાં અચાનક સોનાલીમાં હિંમત આવી જાય છે તે પોતાનું બેગ તેને માથામાં મારી દે છે પણ આવું ક્યાં સુધી ચાલી શકત.સોનાલીને બે જણા પકડી લે છે અને ત્રીજો સોનાલીને ટચ કરવા જાય છે ત્યાં અચાનક તેનો હાથ કોઈ પકડી લે છે.સોનાલીને થયું સોહમ છે. તેને ખુશ થઈ તેના તરફ જોતા કહ્યું સોહમ,પણ તે સોહમ નહીં મયંક હતો.

સોનાલી મયંક ને ખૂબ જ નફરત કરે છે તેથી તે પાછી સેડ થઈ જાય છે.મયંક બધા ગુંડાને ખૂબ મારે છે અને તેમાં મયંકને પણ ચોટ લાગી જાય છે.બધા મયંક અને સોનાલીને ત્યાં જ મૂકીને ભાગી જાય છે.સોનાલીને મયંક માટે એકાએક ખૂબ માન થઈ જાય છે કારણ કે આજે સોનાલીને સૌથી વધુ મદદની જરૂર હતી અને મયંક સોનાલીનો મિત્ર ન હોવા છતાં તેને સોનાલીને બચાવી હતી.મયંકની કોણીમાંથી ખૂબ લોહી નીકળતું હતું. સોનાલી પોતાના બેગમાંથી ચુની લઈ મયંકની કોણીએ બાંધી દે છે અને તેને પોતાની સ્કૂટી પર બેસાડી હોસ્પિટલે લઇ જાય છે.

આ વાત આખી કૉલેજમાં ફેલાઈ જાય છે કે મયંક અને સોનાલી હોસ્પિટલે ગયા.સોહમ તો ખૂબ જ ચિંતા કરવા લાગી જાય છે.સોનાલી મયંક સાથે હોસ્પિટલે ગઈ હતી એટલી જ બધાને ખબર હતી બાકી કોને લાગ્યું અને શું થયું એની કોઈને જાણ નહોતી. તેથી બધા પોતપોતાની રીતે વાતો ફેલાવતા હતા, કે મયંકે જ સોનાલીને કંઇક કર્યું હશે.તેને દરરોજ સોનાલીના લીધે સજા મળે છે,તેથી તે ચૂપ ક્યાં સુધી બેસી રહેત! બધાની આવી વાતો સાંભળી સોહમ વધુ દુખી થઇ જાય છે.તે ઝડપથી પોતાનું બાઇક કાઢી સોનાલી પાસે પહોંચી જાય છે.ત્યાં જઈને જુએ છે તો સોનાલી અને મયંક એકબીજાને હગ કરતા હતા. સોનાલી મયંક માટે દુખી હતી.આ બંને ને આ રીતે હગ કરતા જોઈ સોહમ ચોંકી ગયો.થોડી વાર પછી તે માંડ હિંમત કરી અંદર ગયો.તેને જોતા સોનાલી તેની પાસે દોડી ગઈ અને તેને વળગી પડી. સોહમના જીવમાં જાણે જીવ આવ્યો.તે થોડી વાર પછી સોનાલીના માથા પર હાથ ફેરવતા બોલ્યો,"કી હોયા થા જાન?"મયંક કહે છે કૉલેજની બહાર ગુડાઓએ સોનાલી સાથે રેપ કરવાની કોશિશ કરી.આ સાંભળી સોહમ ગુસ્સામાં આવી જાય છે ને મયંકના કૉલર પકડી લે છે અને તેને કહે છે આવું તે જ કરાવ્યું હશે. બોલ કેટલા પૈસા આપ્યા હતા, સોનાલી સાથે આવું કરવાના? સોનાલી સોહમના હાથ મયંકના કૉલર પરથી લઇ લે છે અને પોતે સોહમનો હાથ પકડી કહે છે. ના સોહમ મયંકે આજે મને બચાવી ન હોત તો ખબર નહીં મારી સાથે તેઓ શું કરત? સોનાલી ખૂબ જ રડવા લાગે છે.સોહમ તેને હિંમત આપતા કહે છે કંઈ ના થાત તારી સાથે ડિયર.

સોહમને ખુદથી અને ખુદની જાતથી નફરત થાય છે કે તે સોનાલીને આટલો પ્રેમ કરે છે,છતાં સોનાલીને સૌથી વધુ જરૂર હતી ત્યારે પોતે તેની પાસે નહોતો.મયંક સોનાલીનો દુશ્મન હોવા છતાં સોનાલી માટે તેને પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. સોહમ મયંક પાસે માફી માંગે છે.મયંક કહે છે ઇટ્સ ઓકે બ્રોં.


શું આ વાત પોલીસ સુધી પહોંચી જશે?
સોનાલીની ફેમિલીને આ વાતની જાણ થશે તો તેઓ શું કરશે?


આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં.

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.