દિવ્યા ના મમ્મીએ અંદર આવતા ની સાથે જ રંભાબેન પર સવાલોની છડીયો વરસાવવાનો ચાલુ કર્યો.
"રંભાબેન દિવ્યા હજી સ્કૂલેથી આવી નથી હેતલ આવી ગઈ?
6:30 થવા આવ્યા છે હજુ દિવ્યાના કોઈ સમાચાર નથી તમને ખબર છે?
હેતલ આવી ગઈ છે તો દિવ્યા ક્યાં છે?
હે મારા રામ !!!! હેતલ દિવ્યાને છોડીને તો નથી આવતી રહી ને?
હાય!! હાય !!! હું હવે એકલી દિવ્યા ને ક્યાં શોધવા જઈશ? "
રંભાબેન દરવાજો ખોલી અને દિવ્યાના મમ્મીના સવાલો સાંભળી રહ્યા હતા. એમને પણ મનમાં ફાળ પડી ગઈ. હેતલ ઘરે આવ્યા ને 10 15 મિનિટ થઈ ગઈ હતી. હેતલને જ્યારે તેણે પૂછ્યું ત્યારે હેતલે કોઈ જવાબ આપ્યો ન હતો અને સીધી પોતાના રૂમમાં જતી રહી હતી
. એમણે દિવ્યા ના મમ્મી ને સાંત્વના આપતા કહ્યું
" વાલીબેન, ધીરજ રાખો. હેતલને આવ્યા અને 10 15 મિનિટ થઈ ગઈ છે. હું હમણાં હેતલ ને પૂછું છું દિવ્યા ક્યાં છે? તમે ચિંતા ના કરો. હેતલ દિવ્યા ને એકલી મૂકીને તો ના આવે હોઈ શકે....દિવ્યા તમારા ઘરની આસપાસ ક્યાંય વરસાદમાં પલળતી હોય કે રમવા જતી રહી હોય? "
" મને થોડી મદદ કરી દો મારી ઘેલી દીકરી ને શોધવા માટે"
" હા હા ગભરાઓ નહીં પહેલા હેતલને તો મને પૂછવા દો એટલે શું કર્યું છે? " એમ કહી અને રંભાબેન હેતલ ના રૂમ તરફ દોડ્યા. એમણે હેતલના દરવાજો જોર જોરથી ખખડાવ્યો.
"હેતલ હેતલ, બેટા ફટાફટ બહાર આવ કપડાં બદલાવીને ...દિવ્યાને સાથે લઈને નથી આવી? દિવ્યા ક્યાં છે? જો બેટા, દિવ્યાના મમ્મી આવ્યા છે બહુ ચિંતા કરે છે ફટાફટ બહાર આવીને જવાબ આપ"
હેતલ ખબરતા ગભરાતા દરવાજો ખોલે છે અને મમ્મી સામે આવે છે ત્યારે એ લીટરલી ધ્રુજતી હોય છે. .. એના આવા એક્સપ્રેસન જોઈ અને રંભાબેન ને આઈડિયા આવી ગયો કે હેતલે કંઈક કર્યું છે એટલે આટલું ધ્રૂજે છે. એટલે આટલી ગભરાઈ છે. . . .
" બોલ દિવ્યા ક્યાં છે? તું ક્યાં મૂકીને આવી છો એને? શું કર્યું તેની સાથે? જવાબ આપ.... નહીં તો તો તારી આજ ને આજે ધોલાઈ થઈ જશે. ... "--- હેતલનો બાવડો કડક થી પકડી અને કડકાઇ ભર્યા શબ્દોમાં દોડા કાઢતા હેતલને પૂછ્યું.
હેતલ ખૂબ જ ગભરાઈ ગઈ અને ધ્રુજતા ધ્રુજતા આંખમાં આંસુ આવી ગયા એને જવાબ દેવાની હિંમત ના થઈ. છતાં એણે થોડું બોલવાનો પ્રયત્ન કર્યો---" મમ્મી દિવ્યા મારી સાથે નથી આવી. એ સ્કૂલે હશે. . "
" તારી સાથે તો હું પછી નીપતો છું પહેલા મને દિવ્યાને શોધવા જવા દે"--- આવું બોલી અને રંભાબેને દિવ્યાના પકડેલા બાવડે જ એના રૂમમાં પલંગ પર બેસાડી. ..ફટાફટ બહાર આવી અને દરવાજો બહારથી બંધ કરી દીધો.. એ બબડતા બબડતા વાલી બેન આગળ આવ્યા..
" હવે પુરાવી રે રૂમમાં હવે તને બહાર કાઢે એ બીજી માં,.... "
" વાલીબેન ફટાફટ ચાલો. આપણે બે સ્કૂલે જવું પડશે..હું આ છત્રી લઈ લઉં છું..આપણે બે ફટાફટ સ્કૂલે જઈએ. હેતલ દિવ્યા સાથે આવી નથી..દિવ્યા કદાચ સ્કૂલે એકલી હશે...શું ખબર ભગવાન? સ્કૂલ ખુલી હોય કે સ્કૂલે બિચારી એકલી બેઠી હોય? ચાલો ફટાફટ... "- આવો બોલતા બોલતા રંભાબેન અને વાલી બેન ફટાફટ ઉતાવળા પગલે 136 માં ભીંજાયાના ભીંજાયા કરતા સ્કૂલ તરફ દોડતા દોડતા ચાલી રહ્યા હતા....
*** ***** ****"
શહેરમાં વરસાદ વધારે જામતો જતો હતો. ..🌨🌨🌨... શેરીઓ આખી પાણી પાણી થઈ ગઈ હતી. રોડ આખા ક્યાંય દેખાતા ના હતા. વીજળીના કડાકાઓ ચાલી રહ્યા હતા. વાલીબેન વીજળીના કડાકા કડાકા સાથે હાઈ કાઢતા રહેતા હતા
"હે ભગવાન મારી ગાડી દીકરી ક્યાં હશે ? સ્કૂલે હોય તો સારું...હું ક્યાં ગોતીશ? મારી એકની એક દીકરી....મારો જીવવાનો એકનો એક સહારો
..હું ક્યાં જઈશ? હું ક્યાં ગોતીશ? હે ભગવાન શું થશે? -- બોલતા બોલતા એમની આંખમાં રહેલા આંસુઓ દરદળ નીકળતા હતા. આ આસો વરસાદના પાણી સાથે ભળીને દેખાતા ન હતા પરંતુ રંભાબેનને એમની વ્યાકુળતા અને વ્યગ્રતા મહેસુસ થતી હતી એ એમને વારેવારે પીઠ પાછળ હાથ રાખી અને સાંત્વના આપતા હતા અને સમજાતા સમજાતા મોટા મોટા પગલે સ્કૂલ તરફ આગળ વધી રહ્યા હતા.
બંને સ્કૂલે પહોંચે છે. સ્કૂલ આગળ મોટું તાળું મારેલું હોય છે. સ્કૂલની આસપાસ કોઈ નજર આવતું નથી. આજે સ્કૂલ પાસે ચોકીદાર પણ ઉભો ન હતો. રંભાબેન અને વાલી બેન સ્કૂલની આગળ પાછળ બાજુમાં આસપાસની શેરીઓ બધું જ ફોર્મફળી મળ્યું. દિવ્યા કાંઈ દેખાતી નહોતી. બીજા કોઈ વિદ્યાર્થીઓ પણ દેખાતા ન હતા. પાસે રહેલી ચોકલેટ અને બિસ્કીટ ની દુકાને બંને દોડેતા ગયા. ..
" ભાઈ મારી દીકરીને જોઈ છે થોડોક મગજ લુસ છે અને અહીંયા આ સ્કૂલમાં ભણે છે હજી ઘરે આવી નથી""
ચોકલેટ બિસ્કીટ ની દુકાન વાળો પણ હવે દુકાન બંધ કરવાની તૈયારીમાં હતો. સાતેક જેવું વાગી ગયું હતું. વરસાદ એકદમ જામતો ગયો હતો એટલે રાત્રિના અંધારા જેવું લાગતું હતું. આમ પણ સ્કૂલ પૂરી થયા પછી દુકાનવાળાને ઘરાકી ઓછી થઈ જતી હતી એટલે આજે એ જવાની ઉતાવળમાં હતો.
" ના હું તો કોઈ આવી છોકરી ને ઓળખતો નથી. આજે વરસાદ હતો એટલે બધા છોકરાઓના માતા-પિતા બાળકોને સ્કૂલેથી લેવા આવ્યા હતા. બધા ટીચરો અને પ્રિન્સિપલ ખુદ બહાર રહીને એક એક છોકરાઓને વળાવેલા છે. પછી છેલ્લે ચોકીદારે સ્કૂલમાં તાળું માર્યું અને ચોકીદાર પણ ઘરે જતો રહ્યો છે. હવે કોઈ અહીંયા છે નહીં. કોઈ બાકી હોય તો અહીંયા ઊભું ના હોય? "
" યાદ કરો ને કોઈ એક છોકરી,,,એકલી હોય કદાચ છેલ્લે એકલી ઉભી ઉભી કોઈની વાટ જોતી હોય? થોડી મગજ મેટ જેવી લાગતી હતી"
" ના બેન આવું કાંઈ હોય તો તો અમને યાદ જ હોય. .મારી દુકાન તો સ્કૂલની સામે જ છે..સ્કૂલમાં શું ચાલે છે? કયું છોકરો ક્યાં જાય છે? બધે જ મારું ધ્યાન હોય છે. એવી કોઈ છોકરી ઊભી ન હતી કે કોઈ છોકરી રહી ગઈ ન હતી .. બધા છોકરાઓને બે બે પાંચ પાંચના જોડકામાં ટીચરોએ એમના માતા પિતા સાથે રવાના કરેલા છે.. "
દુકાનવાળા ની વાત સાંભળતા ની સાથે દિવ્યા ના મમ્મી ત્યાં જ નીચે બેસી ગયા અને પોતાની છાતી કૂટવા લાગ્યા.
" મારી દીકરી એક તો એને કંઈ ખબર પડતી નથી કોઈ છેતરીને લઈ તો નથી ગયો ને એને? "
દુકાનવાળાને બિચારાને થોડી દયા આવી. એટલે એણે પોતે પણ છત્રી લઈને સ્કૂલની આજુબાજુ આજુબાજુ ની શેરીઓ,,આજુબાજુની એક બે દુકાનો,,સ્કૂલના પ્રાંગણમાં,,,બધે જ જોઈ જોયું. આસપાસ કોઈ માણસ પણ દેખાતું ન હતું...છતાં એમણે દોડી દોડી અને દીકરીને ગોતવાના પ્રયત્ન કર્યો...છેલ્લે એ પણ નિરાશ થઈ ગયા અને આવીને વાલીબેન અને રંભાબેન પાસેથી વિદાય લીધી.
" બેન વરસાદ બહુ જામતો જાય છે. . મારી સલાહ માનો તો તમે પણ ઘરે પહોંચી જાઓ. હા મારી પાસે સ્કૂલના પ્રિન્સિપાલના, અને એક બે ટીચર્સ ના નંબર છે. તમે કહો તો હું દુકાન ખોલી અને ડાયરી માંથી નંબર કાઢી આપુ. આપણે એમના ઘરે ફોન કરી જોઈએ. .તમારી દીકરી નો આખો નામ બોલશો જેથી આપણે એને પૂછી શકીએ.. "
વાલી બેનને અને રંભાબેન ને કંઈ દિશા સૃષ્ટિ ન હતી એટલે એણે દુકાનવાળાને નંબર કાઢવા માટે હામી ભરી દીધી.
દુકાનવાળો ટીચર્સ ના અને પ્રિન્સિપલના બંને લેન્ડલાઈન નંબર પર ફોન લગાડે છે. પરંતુ ગાઢ વરસાદના લીધે લેન્ડલાઈન આઉટ ઓફ કવરેજ થઈ જાય છે. નંબર લાગતા નથી અને કંટીન્યુટ નો અવાજ આવ્યા કરે છે. નહિ નહિ તો એને 50 એકવાર ત્રણે નંબર ડાયલ કરી જોયા. અંતે નિરાશ થઈને દુકાનવાળા ભાઈએ એક કાગળમાં ત્રણેય નંબર લખી અને રંભાબેન અને વાલી બેન ને આપતા કહ્યું. ..
" આ નંબર લાગતા નથી. છતાં હું તમને નંબર આપી રાખું છું. તમારા ઘરે જઈ અને આ નંબર લગાડશો કદાચ નંબર લાગી જાય. તમારી વાત થઈ જાય તો દીકરીને ભાર મળી જશે. છતાં તમને એવું લાગતું હોય તો એકવાર પોલીસમાં જઈને આપણે કમ્પ્લેન લખાવી દઈએ."
વાલીબેન એકદમ અસ્પષ્ટતા હતા અને કોઈ જવાબ આપવાની હાલતમાં હતા નહીં. રંભાબેન એ નંબર લીધા અને પોતાની સાથેની એક નાનકડી થેલીમાં નંબર નાખ્યા. અને જવાબ આપતા કહ્યું
" તમારો ખુબ ખુબ આભાર ભાઈ. અમે નંબર લગાડી જોઈએ છીએ ઘરે જઈને છતાં કંઈ ભાડ નહીં મળે તો અમે ચોક્કસ પોલીસ પાસે જઈશું. તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો છો"- આમ કહી એને દુકાનવાળા ભાઈને વિદાય આપી અને વાલી બેનને સંભાળવાનો પ્રયત્ન કર્યો.
વાલીબેન ની હવે એવી કોઈ હાલત નથી કે એ ઊભા થઈ અને ઘરે પાછા જઈ શકે. રામભાઈ આ બેને એમને ખૂબ સંભાળવાનો પ્રયત્ન કર્યો છતાં હવે એ વધારે વિસ્પરિત પરિસ્થિતિમાં આવી ગયા. એ પોતાના હાથ દિવાલમાં પછાડવા લાગ્યા. હાથેથી છાતી કૂટવા લાગ્યા અને મોટે મોટેથી રડવા લાગ્યા. : રંભાબેન હવે મૂંઝાઈ ગયા વાલીબેન ને સંભાળવા કેવી રીતે અને દિવ્યા ને કેવી રીતે શોધવી? સાંજના આઠ જેવું થવા આવ્યું હતું અને આમ જોઈએ તો કાળી ભમર રાતના કારણે અને વરસાદના કારણે એક ગોઝારી રાત્રી થી ઓછી રાત્રિ એમને આ લાગતી ન હતી.
એમને વાલી બેન ને સ્વસ્થ કર્યા અને એવું કહ્યું કે
"ચાલો આપણે ઘરે જઈએ ફટાફટ. હેતલ ના પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો છે. એ આવી ગયા હશે તો આપણને દિવ્યાને શોધવામાં મદદ કરી દેશે. જો આપણે પોલીસ સ્ટેશનને પણ જવું હોય તો એકાદો પુરુષ હોય સાથે તો સારું રહેશે. તમે થોડી હિંમત રાખો..ચાલો આપણે ફટાફટ જઈએ. તમે હિંમત હશો તો દિવ્યા ને કેવી રીતે શોધીશું? "
" હા ચાલો ઘરે જલ્દી. હું ઘરે પહોંચીને ભાઈ ને કહું પોલીસ સ્ટેશન એ આવે મારી સાથે.મારી દીકરીને શોધી લઈએ."- ઉતાવળા પગલે અને આંખમાં આંસુ ભરેલા વાલીબેન અને રંભાબેન ડોટ મોટા મોટા ઘર ભણી આગળ વધી રહ્યા હતા.
***** ****** *****"
કેશવભાઈ ઘરમાં એન્ટર થયા. ઘર આખો ખાલી જણાતું હતું. ઘરનો મેઈન દરવાજો ખુલ્લો હત
. ઘરમાં કોઈ હતું નહીં. ધોધમાર વરસાદના ઘરમાં કોઈને ના જોયો ને એ પણ ગભરાઈ ગયા.
" હેતલ દીકરા ક્યાં છો? તારી મમ્મી ક્યાં છે? ઘર કેમ ખુલ્લું છે? ""--
" પપ્પા દરવાજો ખોલો. હું મારા રૂમમાં છું. મમ્મી એ મને બહારથી બંધ કરી દીધી છે. "- અને જોર જોરથી હેતલ હીપકા ભરતી રડતી હતી જે કેશવભાઈએ ચોખ્ખી રીતે સાંભળી શક્યા હતા.
હજુ કહેશો ભાઈ હેતલને રૂમ આગળ જાય છે અને દરવાજો ખોલવા જાય છે ત્યાં જ રંભાબેન અને વાલી બેન ની ઘરમાં એન્ટ્રી થાય છે.
" ખબરદાર જો એનો દરવાજો ખોલ્યો છે તો. .. આજે મારાથી ખરાબ કોઈ નથી. ખબર છે તમને આજે બેન શું કરીને આવ્યા છે? "
" શું થયું છે? વાલી બેન તમે કેમ આટલા ગભરાયેલા છો અને તમે બંને ક્યાં ગયા હતા એ પણ છત્રી લીધા વગર? "
" તમારી દીકરી એ જે કાંડ કર્યો છે આજે હું કોઈ સંજોગોમાં એને માફ નહીં કરું. દિવ્યા ને સ્કૂલે એકલી છોડીને આવી ગઈ છે એ પણ આટલા વરસાદમાં. હું અને વાલીબેન સ્કૂલે જઈ આવ્યા. હવે દિવ્યા ક્યાંય મળતી નથી. વાલીબેન ની હાલત જુઓ બિચારા રડી રડીને અડધા થઈ ગયા છે. આપણે કદાચ હવે પોલીસ સ્ટેશન પણ જવું પડશે દિવ્યા ને શોધવા માટે. "-- રંભાબેન એક શ્વાસમાં બધું જ બોલી ગયા.
કેશવભાઈ ને પણ વાતનો તાગ મળી ગયો. હેતલને કાંઈ કહે એ પહેલા જ એણે પોતાની કામની થેલી એક બાજુ મૂકી, છત્રી પકડી અને સ્લીપર પહેર્યા અને ફરિયા તરફ દોટ મૂકી પોલીસ સ્ટેશનને જવા નીકળ્યા.