Premni Rutu - Anamika ane Avinash - 3 in Gujarati Love Stories by Dhruvi Kizzu books and stories PDF | પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 3

Featured Books
  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

  • आई कैन सी यू - 36

    अब तक हम ने पढ़ा के लूसी और रोवन की शादी की पहली रात थी और क...

  • Love Contract - 24

    अगले दिन अदिति किचेन का सारा काम समेट कर .... सोचा आज रिवान...

Categories
Share

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 3

ભાગ - ૩



ભાગ - ૨ ક્રમશઃ કરતાં ....



આગળનાં ભાગમાં આપડે જોયું કે વિનુભાઈ અનુ સામે ડોગ રાખવાની પરમિશન માટે એક પ્રોમિસ માંગે છે . હવે આગળ શું થશે ચાલો જાણીએ ....

અનુ ખુશ થઈ : " હા , હા ડેડ બિલકુલ .... હું ... હું બસ એનું ધ્યાન રાખવા માંગુ છું . એનો માલિક આવશે પછી હું તેને આ ડોગ સોંપી દઈશ ખુશી ખુશી ... પાક્કું ,, થેન્ક યુ ડેડ ... થેન્ક યુ સો મચ . "

અનુ ખુશ થઈ વિનુભાઈને ભેટી પડે છે .. વિનુભાઈ આગળ બોલતાં : " અને હજુ સાંભળ આગળ .... "

અનુ : " ડેડ .... ,,, તમે કેટલી શરત મુકશો ... મારે શરતો વિનાનો પ્રેમ કરવો છે . પણ કોઈ નહીં આ ડોગ માટે તો હું કંઈ પણ કરીશ બોલો શું કહેવું છે તમારે ???? "

વિનુભાઈ પોતાની વાત રાખતાં : " જો આ ડોગની સાફ સફાઈને બધું કરી એને અડકવાનું અને હેન્ડવોશ કરી લેવાનું વારે વારે .. એ ડોગ માટે અલગ ઘર લઈ આવશું તેને ત્યાં જ સુવડાવાનું બેડ પર નહીં . તેના જમ્સ ... "

અનુ વિનુભાઈની અધુરી વાતમાં જ વચ્ચે બોલી ઊઠી : " ઓહ્ ડેડ ... કેટલાં ડરો છો તમે .. આ ડોમેસ્ટિક ડોગ છે ડેડ ... તે જમ્સવાળું ન હોય . તેમ છતાં તમને એવું લાગે છે તો જેમ તમને ઠીક લાગે એમ કરીશ . બસ .. "

વિનુભાઈ : " હા , બસ . ચાલ હવે નીચે ડિનર રેડી છે આ ડોગ માટે શું કર્યું છે જમવાનું ?? "

અનુ મનમાં ને મનમાં ખુશ થાય છે કે તેનાં ડેડને આ ડોગની ફિકર છે તેનાં પ્રત્યે હમદર્દી છે ..

અનુ : " ડેડ અત્યારે તો તેને બિસ્કીટ આપી દઈશું કાલ તમે ડોગ - ફુડ લઈ આવજો . "

વિનુભાઈ : " અરે હું તો કયારે છેક સાંજે ઘરે આવીશ બેટા , આખો દિવસ તેને ભુખ્યું થોડું રાખીશ ,,, તું ને મોમ લઈ આવજો . અને બિસ્કીટ તેને ન અપાય ખરજવું થવાનાં ચાન્સીસ વધી જાય . અત્યારે એને રોટલી આપીશું . "

અનુને બેહદ ખુશી મળે છે અને તે મનમાં ને મનમાં વિચારે છે , " ડેડની ડોગ પ્રત્યેની ચિંતા જોઈને . તે આટલી ફિકર ફક્ત મારા માટે જ કરે છે ,,,,
ખરેખર .... !!

મને ડોગ ગમે છે તો તેને ડોગને ઘરમાં રાખવાની પરમિશન પણ આપી દીધી . વાઉ ,,,, કેટલાં બેસ્ટ છે ડેડ . દુનિયાના બેસ્ટ પેરેંટ્સ મળ્યાં છે મને . થેન્ક યુ ગોડ .. થેન્ક યુ સો મચ ....

વિનુભાઈ નીચે જાય છે . અનુ ડોગને ઉંચકીને ખુશીથી ફરવા લાગે છે . એને ધાર્યું ન હતું એવું થઈ ગયું . ક્યારની કારણ વગરની ઉપાડી કરતી હતી હું એટલી એવી વાતમાં . થઈ ગયુંને બધું સારું ..

ભગવાન બધું જ ઠીક કરી દેશે . હવે ભગવાન એક ઈચ્છા હજુ છે મને ... અ ,,, આ ડોગના માલિક ક્યારેય આવે જ નહીં તો !!! મતલબ હા , આ વાતમા મારો સ્વાર્થ રહેલો છે પણ આ ડોગ ... બિચારું કેટલું ખુશ છે મારાથી . અને ઉપરથી એ નિર્દય માલિક ... એમ આવી રીતે રોડ પર આટલી ઠંડીમાં આ નાની માસુમ જાનને કોણ એકલું મુકે ...

એવાં માલિકના હાથમાં જો પાછું આ ડોગ આવી જશે તો હેરાન - હેરાન થઈ જશે બિચારું ... ના પપ્પી .... હું તને એકલાં નહીં મૂકુ ઓકે આપડે સાથે જ રહીશું . ગમશે ને તને મારી સાથે ??? - અનુ ડોગની માથે હાથ ફેરવતા ફેરવતા બોલતી હતી .

ડોગ પણ જાણે અનુની વાત સમજતું હોય અને એની સાથે ખરેખર રહેવા માંગતું હોય તેમ જીભથી અનુના ગાલ ચાટવા લાગે છે . અને તેને પ્રેમ કરવા લાગે છે .

અનુ ડોગને લઈ નીચે જાય છે અને ડોગને રોટલી આપી તે હેન્ડવોશ કરી ડાઇનિંગ ટેબલ પર ડિનર લેવાં બેસે છે .

ડોગ પહેલા તો રોટલી ખાતું નથી પણ અનુની જીદ સામે કોનું ચાલે ... તે પ્રેમથી ડોગને જમવાનું આપે છે ..

અનુ : " મોમ - ડેડ આજથી આ ડોગનું નામ મેરીક ઓકે ... કેવું છે એ નામ ??? ગમ્યું તમને . "

બંને હા માં જવાબ આપે છે વાતો કરતાં કરતાં ડિનર પુરુ કરે છે .


ક્રમશઃ .....