ભાગ - ૨
ભાગ - ૧ ક્રમશઃ ....
ચાંદની ચાંદની શિયાળાની રાતને વધુ સફેદ અને ઠંડી બનાવતી હતી . ચારે બાજુ બરફ જ બરફ હતો . બધું જ સફેદ લાગતું હતું .
બારી પાસે બેસી અનુ રોજની જેમ એનાં પિતાજીની રાહ જોતી હતી . પણ આજ સમય થોડો અલગ હતો . મનમાં એક ડર હતો , મમ્મી સાથે તો ગમે તેમ લડી લીધું પણ ડેડ પાસે શું બોલશે !!! સાચી માથાકુટ તો ડેડ સાથે જ કરવાની હતી .
ડરની લાગણી ઉછાળા મારે ત્યાં તેને ડોગને જોઈને હિંમતનાં ભાવ પણ જાગતા હતાં .
તેને વિશ્વાસ હતો કે કંઈ પણ કરીને એ લડી લેશે સમજાવી લેશે એનાં ડેડને . આખરે છે તો માતા - પિતા જ . બાળકો સામે હંમેશા હારવું જ પડે .
ગાડીનો અવાજ આવે છે . અચાનક અનુની ધડકન વધવા લાગે છે ... એ દોડીને નીચે જાય છે અને દરવાજો ખોલે છે .
વિનુભાઈ અનુને જોઈ રોજની જેમ એક મીઠી સ્માઈલ આપે છે . અને અનુ વિનુભાઈના હાથમાંથી સામાન લઈ અંદર આવે છે .
અનુની ઉંમર એમ તો ૨૨ વર્ષની થઈ ગઈ હતી . પણ નાનપણથી લાડથી મોટી થઈ હોવાથી એ નટખટ અને સેનસિટિવ હતી . દયાળુ પણ એટલી હતી કે રસ્તા પર કોઈ ગરીબ ચપ્પલ વગર જતું હોય તો પોતના ચપ્પલ તેને દઈને આવી જતી .
દાન કરવામાં તે બિલકુલ વિનુભાઈ પર જ ગઈ હતી . એટલે ઘરમાં બંનેને અવાર - નવાર મીનાબેનનું સાંભળવું પડતું .
વિનુભાઈ : " આજ કેમ ઘરમાં એટલી શાંતિ છે . ટી.વી ચાલું નથી , લેપટોપ પણ બંધ પડ્યું છે . શું થયુ મારી અનુને ... "
અનુ કંઈ કહેવા જાય એ પહેલાં જ ઉપરથી ભોઉં ... ભોઉં ... અવાજ આવે છે .
વિનુભાઈ શંકાસ્પદ નજરે અનુ સામે જુએ છે . મીનાબેન તો કામમાં વ્યસ્ત જ થઈ ગયાં હતાં . તેને કંઈ સાંભળવાની તેવડ ન હતી .
અનુ નીચું જોઈને ઊભી રહી જાય છે .
વિનુભાઈ કડક શબ્દોમાં : " આ શું છે અનુ ??? કોણ છે ઉપર ??? શું હું સમજુ છુ એ ... "
અનુ થોડી ઢીલી પડતાં : " ડેડ એ બસ બહાર ઠંડીનું રખડતું હતું . બિચારું ખુબ જ નબળુ અને નાજુક છે . મને ચોક્કસ ખબર છે તેનું કોઈ તો માલિક હશે જ , ડેડ તે લેવાં આવે ત્યાં સુધી તેને આપડી પાસે ... "
અનુની વાત વચ્ચે જ અટકાવતાં વિનુભાઈ : " તને ખબર છે ને આપડા નિયમની અનુ !!! અને રહી વાત એનાં માલિકની તો એને હેલ્પ સેન્ટર પર ફોન કરી ત્યાં મુકી આવશું . જે એનો માલિક હશે એ લઈ જશે આ ડોગ એક દિવસ માટે પણ મારે ન જોઈએ . "
મીનાબેન અંદરથી : " કહ્યું હતું મેં તેને કહ્યું જ હતું કે નહીં જગ્યા મળે આ ઘરમાં તારા ડોગને ... તો ઉપરથી મને કહે હું પણ ડોગ સાથે બહાર જતી રહીશ ઠંડીમાં ... ટેવડ છે તેની આટલી ઠંડીમાં રહેવાની !!! "
અનુ રડવા લાગે છે . રડતાં રડતાં : " હા , હું રહી લઈશ .. હું ખરેખર એ ડોગ સાથે બહાર જતી રહીશ ડેડ . "
વિનુભાઈ કંઈ બોલે કે સમજાવે એ પહેલાં જ અનુ રડતાં રડતાં ઉપર જતી રહે છે .
થોડી વાર માટે બધું જ શાંત થઈ જાય છે ....
પછી વિનુભાઈ અનુનો દરવાજો ખટકાવે છે . બે - ત્રણ વાર તો કોઈ જવાબ નથી મળતો અંદરથી . પછી ધીમે રહી અનુ દરવાજો ખોલે છે .
તેની બાજુમાં જ માસુમ ગોળ - ગોળ આંખોવાળુ , વાઇટ અને વચ્ચે વચ્ચે બ્લેક રૂચ્છાવાળું , નાનું એવું ક્યુટ ડોગ જીભ કાઢી ઊભુ ઊભુ વિનુભાઈને ટગર - ટગર જોતું હતું .
વિનુભાઈની નજર પણ એ ડોગ પર પડે છે . એની માસુમીયત જોઈ કોઈ પણ પીગળી જાય એમ હતું . વિનુભાઈ પણ .
તે અનુને સમજવે છે કે , " તારે ડોગ રાખવું હોય તો ભલે રાખ . એનાં માલિક આવે ત્યાં સુધી . પણ કોલ કરી એ ડોગ વિશે માહિતી આપવાની જ રહેશે અને એના માલિક લેવાં આવે તો એને ખુશી ખુશી સોંપી દેવાનું રહેશે બોલ મંજુર છે ????
********
ક્રમશઃ ....