Vishwas ane Shraddha - 14 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 14

Featured Books
Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 14

{{{Previously: શ્રદ્ધા : મારો ફોન તૂટી ગયો હતો, યાદ છે ને મેં તને ઇમેઇલ કર્યો હતો!!! નવો નંબર મોકલ્યો હતો! આપણે...

વિશ્વાસ ( શ્રદ્ધાને વચ્ચે જ અટકાવીને ) : શું? કયો ઇમેઇલ? કયો નંબર? મને કોઈ ઇમેઇલ કે નંબર માંડ્યોજ નથી... (નિસાસો નાખતાં ) મળ્યા હતા તો ફક્ત સમાચાર...અને એ પણ તારા મેરેજનાં !!!!

શ્રદ્ધાને વિશ્વાસની વાત સાંભળીને આઘાત લાગે છે, એને કંઈ સમજાતું નથી. શું જવાબ આપવો ? શું કેહવું ? કંઈ જ નહીં... એ પણ વિચારોમાં ડૂબી જાય છે....}}}


વિશ્વાસ: શ્રદ્ધા….., શ્રદ્ધા સાંભળે છે!!! કંઇક તો જવાબ આપ...તું કયા ઇમેઇલ્સની વાત કરતી હતી? મને જો તારાં ઇમેઇલ્સ મળ્યાં જ હોત તો હું રિપ્લાય કરતો ને! આપણે તો એ પછી વાત જ નથી થઇ...છેલ્લી વખત જયારે વાત થઈ હતી ત્યારે તું તારાં કઝિનને ત્યાં હતી, અને કોઈ પાર્ટી હતી...આપણાં બધાં ફ્રેંડ્સને ઈન્વિટેશન આપ્યું છે એમ તેં મને કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે પાર્ટી પત્યાં પછી તને કોલ કરીશ, પણ એ પછી તો તારા કોઈ સમાચાર જ નહોતાં, હું બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો...મેં ઘણાં ફોન કર્યા હતા. રિંગ્સ વાગતી હતી પણ તેં ફોન નહતો ઉપાડ્યો! અભિને પણ ફોન કર્યો હતો, એને પણ નહતો ઉપાડ્યો.

શ્રદ્ધા ( હજુ પણ આઘાતમાં જ હતી ) એ તું નહતો? તો પછી હું કોની સાથે વાત કરતી હતી?

વિશ્વાસ : શું? ક્યારે? મેં કહ્યું ને એ પાર્ટી પહેલાં આપણે છેલ્લે જે વાત થઈ હતી એ જ ,અને હવે સાત વર્ષ પછી જયારે આમ અચાનકથી કાલે હું તને કાલે મળ્યો એ જ! એ વચ્ચેના સમયમાં આપણો કોઈ કોન્ટેક્ટ જ નથી થયો ને! મેં બધા જ પ્રયત્નો કર્યા હતાં તારી જોડે વાત કરવાં માટે, પણ....

શ્રદ્ધા ( વિશ્વાસને અટકાવતા ) : તો તું ઇન્ડિયા પાછો કેમ ના આવી ગયો?

વિશ્વાસ : આવી જાત...પણ એ શક્ય ના થયું! મને એ ટાઇમે કોલેજમાંથી લિવ મળે તેમ નહતી અને એ સમયે અમારે લૉ-પ્રેકટીસ ચાલતી હતી, લગભગ 3 મહિના પછી મને લિવ મળે તેમ હતું. 2 વર્ષ લૉ સ્ટડી કર્યા પછી, હું એક વર્ષ માટે ઇન્ડિયા આવ્યો હતો, તને ખબર જ છે. એ પછી હું લંડન પાછો ગયો હતો મારું લાસ્ટ યર પૂરું કરવાં માટે, એ વખતે આપણે વાત થતી હતી, પણ આપણો ટાઈમ ઝોન અલગ, મારી સ્ટડી ચાલુ હોવાથી અને બીજાં ઘણાં કારણે કોઈ વખત આપણે વાત નહતી થઈ શકતી, તું મારા પર શક પણ કરતી હતી અને ક્યારેક આપણે ઝગડતા પણ! એ પછી જયારે પણ વાત થતી, હું તને મનાવી લેતો હતો! આપણે ઘણી વાતો કરતાં! ક્યારેક મારે રાતે મોડા સુધી જાગવું પડતું તો ક્યારેક તારે! એ પછી બીજા દિવસે મને સ્ટડીમાં ધ્યાન ના રહેતું અને જો drafting કે લૉ પ્રેકટીસ માટે જવાનું હોય તો પણ પ્રોબ્લેમ થઇ જતો, પણ છતાં હું મેનેજ કરી લેતો ને આપણે વાત કરતાં હતા!!! તું મને પાછો આવવાં માટે કહેતી, પણ હું તને સમજાવતો કે સ્ટડી પૂરું કર્યા વગર હું નહીં આવી શકું!

શ્રદ્ધા ( વિશ્વાસને અટકાવતાં ): ...અને જયારે હું તને કહેતી કે તું આવીજા થોડા સમય માટે, પછી પાછો જજે...ત્યારે પણ તું કોઈ ને કોઈ એક્સક્યુઝ આપતો, અને ના આવ્યો. મને ઘરેથી ફોર્સ કરતાં હતા કે હવે મેરેજ કરી લે! કેમકે જેના માટે હું ઇન્ડિયા આવી હતી એ બધું મેં એકબાજુ મૂકીને તારી પાછળ પાગલ થઈ હતી, જોબ તો સ્ટાર્ટ કરી હતી પણ એમાં પ્રોબ્લેમ્સ થતાં જેમ તેં કહ્યું એમ...તારી સાથે વાત કરવા જાગતી અને ઊંઘ પૂરી ના થાય તો બીજા દિવસે કામમાં ભૂલો પડતી અને બોસ મારી પર ગુસ્સે થતાં! ઘરે ખબર પડતી તો મમ્મી પપ્પા પણ મને જેમ તેમ બોલતાં, જોબ છોડી દેવાં માટે કહેતા અને મેરેજ કરી લેવાં માટે કેહતા! હું ના પાડતી, એમની સાથે ઝગડો કરતી અને છતાં પણ હું તારી સાથે વાત કરતી!

વિશ્વાસ : તો પછી તેં મારી રાહ કેમ ના જોઈ? તેં કેમ મેરેજ માટે હા પાડી દીધી! કેમ તેં મારા ફોન અને મેસેજનાં રિપ્લાય આપવાનાં બંધ કરી દીધાં હતા? કંઈ કહ્યા વગર જ તું મારાથી દૂર ચાલી ગયી....

શ્રદ્ધા : મારી પાસે ઘણાં કારણો હતાં! એ વિષે હું તને અત્યારે કંઈ જ કહી નહિ શકું. અત્યારે મને ફક્ત ડિવોર્સ જોઈએ છે સિદ્ધાર્થ પાસેથી! કદાચ એ પછી શક્ય હશે તો કહીશ, નહીં તો મને માફ કરજે કે મેં તારા વિશ્વાસને તોડી નાખ્યો અને કોઈ બીજાની સાથે પ્રેમ કરીને લગ્ન કરી લીધા!

વિશ્વાસ : તું શું બોલે છે! મને ખબર છે, કે તું આવું ના કરી શકે! અને તેં આવું નથી જ કર્યું, જરૂરથી તારી કોઈ મજબૂરી રહી હશે કે તારે આ નિર્ણય લેવો પડ્યો હશે, મને આપણાં પ્રેમ પર વિશ્વાસ અને શ્રદ્ધા બન્ને છે, ભલે વાત એક જ કેમ ના હોય! ( શ્રદ્ધાએ વિશ્વાસને આવું બોલતા સાંભળીને મનોમન ખુશી અનુભવી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા) ચાલ હવે, એ બધું છોડ એ વિશે આપણે પછી વાત કરીશું, હવે તું ચિંતા ના કરીશ.બધું મારી પર છોડી દે. હું મારાંથી બનતું બધું જ કરીશ અને તને ડિવોર્સ લેવામાં હેલ્પ કરીશ...પણ પછી શું? તું શું કરીશ? શું તું એની પાસેથી alimony લેવાં માંગે છે કે પછી Division of Assets કે....?

શ્રદ્ધા વિશ્વાસને અટકાવતાં : ના...મને ફક્ત ડિવોર્સ જોઈએ છે, જેટલું બને એટલું વહેલાં, બીજું કંઈ જ નહીં...અને બની શકે તો મારું નામ પાછું જોઈએ છે... No more....શ્રદ્ધા સિદ્ધાર્થ રાય, પણ મારું પોતાનું નામ, શ્રદ્ધા કૌશિક! બહુ સહન કરી લીધું મેં, ઘણી કુરબાનીઓ આપી, એની માટે મારું કૅરિયર મેં એકબાજું મૂકી દીધું (મનમાં તને પણ છોડી દીધો હતો ને!) ...અને એ મને કંઈ સમજતો જ નથી!

વિશ્વાસ : હા..જરૂરથી. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ. હું માત્ર ખાતરી કરવા માંગતો હતો! કોઈ વાંધો નહીં…મને આ કેસ પર થોડો અભ્યાસ કરવાની તક આપ.

અને પછી આપણે ફરીથી મળીએ ત્યારે ડિવોર્સ ફાઈલ કરીશું. તું ચિંતા ના કર અને હા, next time, આપણે મારી ઓફીસ પર મળીશું, જો તને કોઈ problem ના હોય તો...અને તારે એના માટે કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી, જસ્ટ call me, હું અનાયાને કહી દઈશ કે તું આવે છે! અને હા તને હમણાં જ એડ્રેસ send કરી દઉં છું.

વિશ્વાસ મેસેજ ટાઈપ કરે છે, અને શ્રદ્ધાને સેન્ટ કરે છે.

"પ્રહલાદનગર: મોનડિયલ હાઇટ્સ, બી-વિંગ, 13th ફ્લોર, ઈસ્કોન ક્રોસ રોડની નજીક, એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, અમદાવાદ- 380015 " - વિશ્વાસ


શ્રદ્ધા ફોનમાં મેસેજ જોવે છે અને : thanks! તો ક્યારે મળીશું હવે?

વિશ્વાસ : next week, probably!

શ્રદ્ધા : ઓહ ...ok...Thank you very much, મને હેલ્પ કરવાં માટે, મને એમ હતું કે તું મને હેલ્પ નહીં કરે! ( હાથમાંથી ધીરેથી હાથ હટાવતાં ) Ok.. તો હવે હું નીકળું?

વિશ્વાસ : અરે..આટલું જલ્દી, હું કંઈક બનાવું..લન્ચ કરીને જા...

શ્રદ્ધા : ના..બસ. હું નીકળું..થોડું કામ છે એ પતાવીને ઘરે જઈશ...સાંજે સિદ્ધાર્થ જોડે બહાર જવાનું છે.

વિશ્વાસ (એકદમ ચોંકીને): શું? (થોડો સ્વસ્થ થઈને) I mean...તમે બન્ને એકબીજા સાથે વાત તો કરતાં નથી?

શ્રદ્ધા : હા, જ્યારથી અમે ઇન્ડિયા પાછાં આવ્યા છીએ અને એક વખત વાતવાતમાં મારા સાસુમાં એટલે કે સિદ્ધાર્થના મમ્મીને ખબર પડી છે કે અમે બંને ઝગડીએ છીએ, વાત નથી કરતાં, એટલે એ ક્યારેક ક્યારેક આ રીતે અમને બન્નેને બહાર ડિનર માટે મોકલે છે, તો ક્યારેક કોઈ નવી જગ્યાએ ફરવાં માટે મોકલી દે છે! બધું એ જ સેટઅપ કરે છે અને અમને જાણ કરી દે છે...so.. સિદ્ધાર્થ નથી ઈચ્છતો કે "આ બધું એની મોમને ખબર પડે કે અમારી વચ્ચે હજુ પણ પ્રોબ્લેમ્સ છે" એટલે એ મારી સાથે બહાર આવે છે! અને અમે બંને જમીને કે ફરીને ઘરે પાછા આવી જઈએ છીએ અથવા તો પછી ક્યારેક કોઈ રિલેટિવનાં ઘરે મોકલે છે, ત્યાં પણ અમે એક સારાં હસબન્ડ-વાઈફ બનવાનું નાટક કરીને ઘરે પાછા, અને આવ્યા પછી એનું એ જ કે હું કોણ અને તું કોણ....

વિશ્વાસ ( આઘાતમાં ) : તો તેં ક્યારેય આ વિષે કોઈને વાત નથી કરી?

શ્રદ્ધા : ના..હમણાં થોડાં દિવસ પહેલાં મૃણાલ આવી હતી ત્યારે પહેલી વખત તેને કહ્યું હતું, અને આજે તને કહું છું...

વિશ્વાસ: મને લાગે છે કે તારે સિદ્ધાર્થની મોમને આ બધું કહી દેવું જોઈએ! એનાથી તારો કેસ પણ સ્ટ્રોંગ થશે, જો એ તારી હેલ્પ કરી શકે એમ હોય તો...

શ્રદ્ધા : ના...વિશ્વાસ, હું એમનું દિલ તોડવાં નથી માંગતી..હું એમને નહીં કહી શકું!

વિશ્વાસ: આજે નહિ તો કાલે જયારે તું ડિવોર્સ ફાઈલ કરીશ ત્યારે એમને ખબર પડવાની જ છે ને! તો better છે કે તું અત્યારે જ કહી દે...એનાથી તને જ ફાયદો થશે!

શ્રદ્ધા : હા, તારી વાત તો સાચી છે! હું પ્રયત્ન કરીશ, પણ મને ડર છે કે આ વાતથી એમને કંઈ પ્રોબ્લેમ ના થઇ જાય...સિદ્ધાર્થ એમનો એકનો એક દીકરો છે..અને એ દાદી બનવાની રાહ જોઈ રહ્યાં છે...તો...!

વિશ્વાસ ( શ્રદ્ધાને અટકાવતાં ) : એક વખત કહીને તો જો, સિદ્ધાર્થ તારી જોડે કેવી રીતે બિહેવ કરે છે અને કેવી રીતે ટ્રીટ કરે છે...! તું ચિંતા ના કર... એ પણ એક સ્ત્રી જ છે ને...તારું દુઃખ એમને સમજાશે.

શ્રદ્ધા : એક વાત કહું, વિશ્વાસ...કેટલી સહેલાઈથી તેં મને સમજાઈ દીધી કે મારે આ વાત મારા સાસુને કરવી જોઈએ, જે વાત હું વિચારીને પણ ડરતી હતી. તું આજે પણ એવો જ છે ને...જેવો સાત વર્ષ પહેલાં હતો,દયાળું,સમજદાર અને લાગણીશીલ...તું કેવી રીતે એકધારો રહી શકે છે?

વિશ્વાસ: માણસ જયારે દુઃખોના પહાડ પાર કરીને આખરે દરિયે પોંહ્ચે છે ને તો એને બધું સમજાઈ જતું હોય છે, શ્રદ્ધા!