Suryastma Suryoday - 5 in Gujarati Motivational Stories by ︎︎αʍί.. books and stories PDF | સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 5

Featured Books
Categories
Share

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 5

[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આનંદ રેખાને જૂઠું બોલીને સાગરના ઘરે લાવ્યો હોય છે.. અને જેના કારણે રેખા ખૂબ જ ગુસ્સામાં હોય છે.. ]

વર્ષો પહેલા વિખરાયેલા સંબંધથી પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી શકેલ રેખાએ આજે ફરીથી સાગરને જોઈને જાણે પોતાના જીવનમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી..

એવું શું કારણ હતું કે આનંદે રેખા આગળ જુઠુ બોલવું પડ્યું ? અને એવું શું કારણ હતું કે સાગરની જિંદગી આમ બદલાઈ ગઈ ?

જાણીએ હવે આગળ...

રેખા ગુસ્સામાં ત્યાંથી ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં જ પાછળથી એક કુમળો અવાજ આવે છે.
" રેખા મેમ "

રેખાના ઝડપથી ચાલતા કદમ અચાનક થંભી જાય છે. પાછા ફરીને જોવે છે તો એક 18 થી 20 વર્ષની છોકરી સાગરની સાથે ઉભી હોય છે..

તે છોકરી બોલી પપ્પા તેમની જિંદગીના છેલ્લા સમયમાં તમને લોકોને મળવા માંગતા હતા. તેથી ફરીથી તમારી જિંદગીમાં આવ્યા છે..

રેખા ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહી હતી... અને બોલી " પપ્પા " ?

સાગર : હા આ મારી દીકરી પંક્તિ છે..

રેખા : અને છેલ્લો સમય મતલબ શું ?

પંક્તિ : પપ્પા કેન્સરના લાસ્ટ સ્ટેજ પર છે..

રેખા : What ?

પંક્તિ : હા અને પપ્પાએ મને તમારા વિષે બધી જ વાત કરી છે. પપ્પાને તેમની કરેલી બધી ભૂલોનો ખુબ જ પસ્તાવો છે. તેથી તેમના તે છેલ્લા સમયમાં તમને લોકોને મળીને માફી માંગવા ઈચ્છા છે..

આ બધું સાંભળ્યા પછી રેખાના મનમાં એક જિજ્ઞાસા જાગી જાણવાની કે સાગરના જીવનમાં એવું શું બન્યું હશે ? કે તેનું જીવન પૂરેપૂરી રીતે વિખરાઈને રહી ગયું..

રેખા ધીમા પગલે ફરી ઘરમાં આવીને સોફા પર બેસે છે અને સાગરને કહે છે સાગર તારા જીવનમાં એવું શું બન્યું ? અને તે તો મને સુચિત્રા માટે તણછોડી હતી ને !! તો સુચિત્રા ક્યાં છે ?

સાગર : એ જ તો મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

રેખા : મતલબ ?

આજથી 25 વર્ષ પહેલા જ્યારે મેં તને છુટાછેડા આપીને મારા જીવનની નવી શરૂઆત સુચિત્રા સાથે કરી.. ખૂબ જ ખુશ હતા અમે અને અમે લગ્ન નહોતા કર્યા. કારણ કે સુચિત્રાની ઈચ્છા હતી કે અમે લિવિંગ રિલેશનશિપમાં રહીએ. તેનો સાથ મેળવીને જાણે સ્વર્ગ મેળવી લીધુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.. અને ત્યારબાદ અમે સાથે રહેવાનું શરૂ કરી તેને એક વર્ષ થયું.

➡ 25 વર્ષ પહેલા...

સાગર ઓફિસમાં પહોંચતાની સાથે જ બેઠા બેઠા વિચારી રહ્યો હતો.. આજે અમારા જીવનની નવી શરૂઆત કરવાને એક વર્ષ થયું છે. તો હું ઘરે જલ્દીથી પહોંચીને સુચિત્રાને સરપ્રાઈઝ આપુ અને અમે લોકો બહાર કેન્ડલ લાઈટ ડિનર પર પણ જઈશું. સુચિત્રા ખૂબ જ ખુશ થઈ જશે.

અને પછી સાગર સુચિત્રા માટે ખૂબ જ સુંદર સોનાનો નેકલેસ અને ફ્લાવર બુકે લઈને ઘરે પહોંચી જાય છે..

ઘરની બહાર જુએ છે તો કોઈની ગાડી પડી હોય છે તેને લાગે છે કે ઘરે કોઈ મહેમાન આવ્યા હશે.. સાગર ખૂબ જ ઉત્સુકતાથી વાળ કપડા વગેરા સરખા કરતા કરતા ઘરનો ડોરબેલ વગાડે છે. એક ખનકથી હસતા હસતા સુચિત્રા દરવાજો ખોલે છે અને સાગરને જોતાની સાથે જ તેના ચહેરાનો રંગ બદલાઈ જાય છે. સાગર પણ ઘરની અંદર જતા જ જુએ છે તો તેનો એક મિત્ર લગર વગર અવસ્થામાં સોફા પર બેઠેલો હતો. અને સુચિત્રા પણ થ્રી પીસ જેવા ગાઉનમાં બોલ્ડ લુકમાં હતી. સાગરને જોતાની સાથે જ તેનો મિત્ર પોતાની જાતને અને પોતાના કપડાને સ્વસ્થ કરી " ચાલ યાર દોસ્ત પછી મળીએ " તેમ કહીને ત્યાંથી નીકળી જાય છે..

સાગર ખૂબ જ આશ્ચર્યતાથી આ બધી વસ્તુને જોઈને આગળ શું કરવું શું બોલવું તેની સૂઝબૂજ ખોઈ બેઠો હતો.. જાણે તેણે જે રેખા સાથે કર્યું હતું તે જ તેની સામે ધીમે ધીમે આવી રહ્યું હતું..

સાગર : ( આવાજમાં સહેજ ઉગ્રતા સાથે સુચિત્રાને પૂછી રહ્યો હોય છે. ) આ બધું શું હતું સુચિત્રા ?

સુચિત્રા : ( જાણે કશું બન્યું જ ના હોય તેમ તે વાત ફેરવતા સાગરને કહે છે. ) અરે હા, આ તારા મિત્રને....? એક તો મારે કામ બધું પડ્યું હતું. અને ઘરે આવી ગયા અચાનકથી.. અને મને કહ્યું ઓફિસેથી તમે કોઈ ફાઈલ મંગાવી છે.. જોને સાગર આજ તો હજી મારે ન્હાવા ધોવાનું પણ બાકી છે. ક્યારની તારી ફાઈલ શોધવામાં જ લાગેલી છું. ( કઈ ફાઈલ હતી હવે જાતે જ શોધીને લઈ લે.. તેમ કહી વાળ સરખા કરતા કરતા સુચિત્રા રૂમમાં ચાલી જાય છે. )

પણ સાગર સમજી ચૂક્યો હતો કે બહુ મોટી ગરબડ છે.. પોતાના હાથની જે ગિફ્ટ હતી અને બુકે હતું તેને જોઈને વિચારવા લાગ્યો કે હું શું વિચારીને ઘરમાં આવ્યો હતો. અને ઘરમાં શું જોવા મળ્યું.. માયુસી સાથે સાગર ત્યાં સોફા પર જ આરામથી આડો પડી જાય છે..

થોડીવારમાં સુચિત્રા પોતાના કપડાં બદલી અને ફ્રેશ થઈને બહાર આવે છે ત્યાં ટેબલ પર મૂકેલી બુકે અને ગિફ્ટ જોવે છે તરત જ ખુશી મારે સાગરને કહે છે " વાહ.. સાગર મારા માટે ગિફ્ટ લાવ્યા છો !! "

સાગર : ( આવાજમાં નારાજગી સાથે કહે છે. ) કદાચ તને તે પણ યાદ નથી કે આજે શું છે..? પણ કંઈ નહી ચલ છોડ. હું ઓફિસ જાવ છું. મારે કામ છે. રાત્રે આવતા મોડું થશે..

સાગર : ( સુચિત્રાના હાથમાં ગિફ્ટ અને બુકે જોઈને ચાલતા ચાલતા પાછા ફરીને સુચિત્રાને કહે છે ) " આ ભેટ તારા માટે છે. આપણા લિવિંગ .... " ( આગળ અટકીને કશું બોલ્યા વગર જ સાગર ત્યાંથી ચાલ્યો જાય છે. )

પણ જાણે સુચિત્રાને કોઈ ફરક જ ન પડતો હોય તેમ તે બુકેને સોફામાં નાખી અને નેકલેસ પહેરી લે છે..

આ તરફ ગાડી ચલાવતા ચલાવતા સાગરને મનમાં વિચાર આવતો હોય છે. કે બની શકે છે સુચિત્રા નિર્દોષ હોય અને મારો મિત્ર જ તેને મળવા માટે જૂઠું બોલીને ગયો હોય.. આમ પણ તેને હંમેશા લેટ જ ફ્રેશ થવાની આદત છે..

સાગર ફરી ઘરે ચાલ્યો જાય છે.. અને ઘરે જઈને જુએ છે તો સુચિત્રા કંઈક પ્લાનમાં તો હતી જ પણ સાગરને થયું કે મારા વર્તનથી તે કદાચ નારાજ છે.. અને સાગર પોતાના વર્તન માટે સુચિત્રાની માફી માંગે છે. અને સુચિત્રાના માથા પર પ્રેમ ભર્યુ ચુંબન આપીને એનિવર્સરી વિશ કરે છે. અને સુચિત્રાને એક રોમેન્ટિક ડિનર ડેટ પર લઈ જઈને ખૂબ જ રોમેન્ટિક રીતે લિવિંગ એનિવર્સરીને એન્જોય કરે છે.

થોડા દિવસ આમને આમ જ નીકળી ગયા. ક્યારેક ક્યારેક પાડોશીઓ પાસેથી સાંભળવા મળતું કે સાગરના ગયા પછી ઘરે કોઈ પરપુરુષો આવતા જતા હોય છે. પણ લોકોની વાતોને સાગર નજર અંદાજ કરી દેતો હતો.

એકવાર સાગરની તબિયત બગડી હોય છે તેથી તે ઓફિસથી વહેલા ઘરે આવી જાય છે. ઘરે જઈને જુએ છે તો દરવાજો જરા ખુલ્લો હોય છે અને ઘરમાં પ્રવેશીને જુએ છે તો એક 65 થી 70 વર્ષના મહિલા સોફા પર બેઠેલા હોય છે... જોયું તો ખબર પડી કે આ તે સ્ત્રી છે જેને સુચિત્રા પોતાની " મા " કહે છે.. સાગરે તરત જ તેમના પગે લાગતા કહ્યું " જય શ્રી કૃષ્ણ મમ્મીજી.. "

તે સ્ત્રી પણ સાગરની ખૂબ જ આશ્ચર્યતા પૂર્વક જોઈ રહી હોય છે.. અને પૂછે છે. " જી તમે કોણ અને આમ અચાનક મારા ઘરમાં કેવી રીતે પ્રવેશી ગયા ?

સાગર : જી મમ્મીજી તમે મને ઓળખ્યો નહીં કદાચ. હું તમારો જમાઈ સાગર છું.

તે સ્ત્રીએ વધુ આચાર્યથી કહ્યું " પણ મારે તો કોઈ દીકરી જ નથી તો જમાઈ ક્યાંથી આવે...? "

આ સ્ત્રીની વાત સાંભળીને સાગરના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેને બિલકુલ સમજાઈ રહ્યું ન હતું કે આ બધું શું ચાલી રહ્યું છે..

સાગરે આ સ્ત્રીને ઘણીવાર સુચિત્રા સાથે ફોટાઓમાં જોઈ હતી..

સાગર વિચારોમાં ખોવાયેલો હતો. અને ત્યાં ફરીથી તે સ્ત્રીએ જરા ઝાટકા પૂર્વક કહ્યું અરે ભાઈ શું વિચારો છો ? આમ મારા ઘરમાં કેમ પ્રવેશી ગયા છો ?
કોનું કામ છે તમારે ?

સુચિત્રા જે ઘરને પોતાનું ઘર કહેતી હતી તે હકીકતમાં આ સ્ત્રીનું ઘર હતું..

( સુચિત્રા અને આ સ્ત્રીની હકીકત શું હતી ? સાગરના જીવનમાં આગળ શું વાળાંક આવવાનો હતો ? સુચિત્રા આગળ શું કરવાની છે ? અને તેનું શું પરિણામ આવશે ? તે જાણીશું હવે આવતા ભાગમાં .....

ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ,,
ખુશ રહો સ્વસ્થ રહો ,,
મસ્ત રહો ધન્યવાદ..🙏