Nature in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | કુદરત

Featured Books
Categories
Share

કુદરત


" ચોમાસું તો વખે વખે કાઢ્યું, પણ શિયાળો કઈ આપે તો હારું સ." મોહનભાઇ તેમની પત્નીને ખેતરે ચાલતાં ચાલતાં કહે છે.
" તમે ચિંતા ન કરો, હારું જ જશે." પત્ની રમાબેને હિંમત વધારતા કહ્યું.
ખેતી એટલે કુદરતના મહેરબાની. જો કુદરત તરફેણમાં રહે તો ખેડૂતભાઈ રાજીના રેડ રહે. પણ માનવીની પ્રવૃત્તિના લીધે વાતાવરણમાં પલટો આવી ગયો છે. જેની માઠી અસર ખેડૂત પણ ભોગવે છે.

મોહનભાઈએ ચોમાસું તો જેમ તેમ કરીને કાઢ્યું હતું પણ આગળ કાળ જેવું આખું વર્ષ બેઠું હતું. ડગલે માપી લઈએ એટલી જમીન અને ઉપરથી પરિવારને પાળવાનો બોજ. આ બોજ તળે માણસ દબાઈ જતો હોય છે. પરિવારના ભારણથી મોહનભાઇ કમરેથી વળી ગયા હતા.પણ મોહનભાઈનું મન મક્કમ હતું એટલે ખેતીનું ધાર્યું કામ ખભે ઉપારી લેતા.

દિવાળીના દિવસો હતા એટલે ગામમાં અવરજવર થઈ રહી હતી. બાળકો રમકડાં અને કપડાંની જીદ તાણી રહ્યા હતા તો સ્ત્રીઓ ઘરની સફાઈમાં લાગી ગઈ હતી. મોહનભાઈની હાલત બાર હાંધે અને તેર તૂટે એવી હતી. તેમ છતાં બાળકોની ખુશી સામે નમી જતા હતા. એકલા મોહનભાઇ જ નહીં પણ ખેડૂત એ પણ ટૂંકી જમીનવાળાને ત્યાં દિવાળી ન આવે તો સારું, એવી જ સ્થિતિ હોઈ.એકબાજુ દિવાળી અને બીજી તરફ ખેતર ખેડવાનું ને વાવેતર કરવાનું શરૂ થઈ જાય. એકધાર્યા ઘઉં વાવવા કરતા આ વર્ષે તમાકુ પાર હાથ અજમાવ્યો. કેમ કે ઘઉં ખાવા માટે જ કામ આવે પણ તેનાથી આર્થિક ઉપજ એટલી ન થાય. એમ પણ મોહનભાઈને બે ડગળા હતા. એટલે એકમાં ઘઉં અને બીજામાં તમાકુ.

આછી પાતળી ઠંડી શરૂ થતાં જ તમાકુના રોપા લાવીને વાવી. ચાર મહિના સુધી તનતોડ મહનત કરી. તમાકુ જોઈને લાગતું હતું કે આ વર્ષે બરકત આવશે. શિયાળાની ઠંડી ઓછી થઈ અને સુરજદાદા પોતાનો રુઆબ બતાવવા લાગ્યા. હવે તમાકુના પાન તોડવાનો વખત આવી ગયો. મોહનભાઇ અને રમાબેન સવાર થતાં જ ખેતરમાં જતાં રહે. તમાકુ તોડતાં બે-ત્રણ દિવસ લાગ્યાં. મોહનભાઇ અને રમાબેનના મુખ પર ઉજાસ જોવા મળતું હતું.

" આ વર્ષ થોડું ઘણું હારું જાય એમ લાગે સ." મોહનભાઈએ ખુશી વ્યક્ત કરતા બોલ્યા.

" હા. ચોમાસાનો ખાડો પુરાય જશે." રમાબેને સાદ પુરાવ્યો.

ખેડૂત માત્ર મહેનતનો ધણી હોઈ છે પણ મૉલ તો ઉપરવાળો ધણી જ આપી શકે છે.ખેડૂતની મહેનત ચાર મહિનાની ધીરજ પછી ફળ મળે છે. એ જ ફળ જોઈને મોહનભાઇ ખુશ હતા.
છ કે સાત દિન થતાં તમાકુના પાન સૂકાય ગયા એટલે મોહનભાઇ અને રમાબેન ભેગા કરવા લાગી ગયા. દિ' આથમે તે પેહલા બધું જ કામ સમેટી લીધું. તે માત્ર પાન નહિ પણ આખા વર્ષનું ગુજરાન હતું. તે દંપતિ સગળું કામ પરવડી પ્રસન્ન મુખે ઘર તરફ પ્રયાણ કર્યું.
કુદરત આગળ બધું જ પાગળું હોય છે. કુદરત ધારે એમ જ પૃથ્વી પર હલચલ થતી હોય છે. આપણે તો માત્ર કઠપુતળી જ છીએ.મોહન અને રમા માટે પણ તે રાત કહેર લઈને જ આવી. જે ચાર મહિના સુધી મહેનત કરીને પરસેવો વાવ્યો હતો , તે પરસેવા પર પવન ફેરવાય ગયો. રાતના અંધકારમાં પવન સૂસવાટાભેર પોતાનું જોર બતાવી રહ્યો હતો તો બીજી તરફ મોહન અને રમાની આંખો વર્ષી રહી હતી. કેવી અસંગત પરિસ્થિતિ હતી! રમા અને મોહને ભેગી કરેલી તમાકુના પાન હવા સંગે ઉડીને સ્વપ્ના પર પાણી ફેરવી ગયા. તેઓ લાચાર બનીને પોતાની કિસ્મતને દોષી માનતા રહ્યા.

( ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે જેમાં દોષી કોને માનવો એ જ કહી ન શકાય.)