the garden in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | બગીચો

Featured Books
Categories
Share

બગીચો


સંઘર્ષો થકી જિંદગી જીવી ચૂકેલુ તન બહારથી કઠણ અને અંદરથી નરમ હતુ. ચહેરા પર સમય સાથે ખિચતાનના ઘા એટલે કે કરચલી પડેલી હતી. આંખો ઝાંખી પણ કપરા સમયને જોઈ લીધો હતો. હાથમાં લાકડી લઈને નિત્યક્રમ મુજબ બગીચા સુધી પગને સથવારો આપતી. ઘડપણ એ અનુભવથી ભરપૂર હોય છે પણ કશું જ ન કરી શકવાની અવહેલના પણ હોઈ છે.
મગનકાકા જુવાન હતા ત્યારે તેમની અંદર જુસ્સો, હોશ અને સમજણથી પરિપક્વ હતા. તેઓ માપીને બોલતા પણ વજન પડતો. ગામમા હતા ત્યાં સુધી તેમનુ વચસ્વ ખૂબ જ હતુ. તેમનો પડતો બોલ જીલાતો. લોકો તેમની સલાહ માગતા.સમાજમાં શાખ અને મોભો મોંઘા મોલનો હતો.પણ સમય ક્યાં સુધી સાથ આપે છે? સમય ન કોઈનો થયો છે કે ન કોઈનો થશે. હા, એકવાત તો કહેવાની રહી ગઈ. મગનકાકાના ધર્મપત્ની તેમનો દીકરો મનુ દસ વટાવ્યા ત્યારે જ ગુજરી ગયા હતા. પણ મનુને કોઈ વાતથી ખોટ સારવા નથી દીધી. બાપનુ ઘજું અને માનો પ્રેમ બંને જ આપ્યા.

દીકરાના લગ્ન થયા ઘરમાં વહુ આવી. ત્યાર પછી મગનકાકાની જિંદગીમાં ભરતી - ઓટ શરૂ થઈ. દીકરો શહેરમાં મામલતદારની નોકરી કરતો હતો, એટલે શહેરમાં જ રહે. પણ મગનકાકા તો ગામડાનું હવાપાણી જ પચતુ એટલે હંમેશ ગામમાં જ રહેવાના આગ્રહી હતા. પણ લોકોના મોઢામાં બંને બાજુથી વાતો થતી.
" મગનકાકએ, દીકરો ભણાવી ગણાવીને મોટો કર્યો પણ દીકરે બાપનું ઋણ ન રાખ્યું." સાદ પુરાવતો બીજું મોઢું ખૂલ્યું,
" કાકાને એમ થોડા ગામમાં રઝળતા મુકાય. દીકરાને શરમ આવવી જોઈએ."

લોકો ન કહેવાનું કહેતા અને મેણાટોણા મારતા. તેથી જ તો દીકરો આવીને મગનકાકાને શહેરમાં લઈ ગયો. મગનકાકાનુ મન તો હમેશા ગામમાં જ ગુમતુ. આમ ને આમ એકાદ વર્ષ વીત્યું હશે કે વહુને તો સ્વતંત્ર જિંદગીની માંગ ઉઠી. યુગલને ક્યાંક જવું હોઈ કે બહાર ફરવા જવુ હોય તો બાપાનો ખ્યાલ રાખીને , મર્યાદામાં જ રહેવું પડતું. જે આંખમાં કાકરીની જેમ ખૂચતું. જાણે સ્વતંત્રતા હણાતી હોઈ એમ લાગતુ. પતિપત્નીના ભાવ મગનકાકા બરાબર સમજી ગયા હતા. એટલે તે ગામડે, ઘરે જવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. પણ લોકોની ખાતર તેમ કરવું મનુને યોગ્ય ન લાગ્યું. તેથી જ શહેરમાં જ એક ફ્લેટમાં રહેવાની સગવડ કરી આપી. ખાવા, કપડાં કે ઘરની સફાઈ માટે એક નોકરાણી બાંધી. મગનકાકાને પોતાના દિલની વાત કહેવા માટે હવે કોઈ માણસ નહોતું. એટલે રોજ તેઓ બાજુના બગીચામાં જતા, બેસતા અને આવનાર -જનાર માણસોને જોયા કરતા. તેઓ એકલા પડી ગયા. એકલતા પહાડ જેવા માણસને પણ પીગળાવી દે છે. સવાર પડે એટલે બગીચામાં આવીને બેસતા અને તડકો જોમ પકડે એટલે ફ્લેટમાં જતા. બસ, આટલી જ જિંદગી રહી. ઘરથી બગીચો અને બગીચાથી ઘર. ઘર ભૌતિક સુવિધાથી સજ્જ હતું પણ નિર્જીવ હતું, નિષ્પ્રાણ હતું.

ઘણા દિવસો આમજ પસાર થયા. એકલવાયું વધુને વધુ કાકાને કોરી ખાવા લાગ્યું. કોઈ વાતચીત કરવા વાળુ કે વાતને સાંભળવા વાળુ નહોતું. એમના માટે દિવસ તો વર્ષ સમ લાગતો. મગનકાકા એક દિવસ રોજના નિત્યક્રમ મુજબ બગીચામાં ગયા. જે બાકડાં બેઠા હતા ત્યાં જ બાજુમાં એક વૃદ્ધ માણસ આવીને બેઠો. ચહેરા પરથી જ જણાઈ આવતુ હતુ કે એકલતાથી પીડાતો હોઈ. શહેર ભલે ભીડભાડવાળુ હોઈ પણ પોતાનુ કહી શકાય એવું કોઈ માણસ કોઈ ન હોઈ. ન કોઈની પાસે સમય હોઈ છે કે ન કોઈની પાસે સુખદુઃખનો સથવારો હોઈ છે. સવાર પડે એટલે દોડધામ શરૂ થઈ જાય અને રાત પડે એટલે જાણે થાકીને ઘોર નીંદરમાં ગરકાવ થઈ, નીરવ શાંતિ પ્રસરાઈ જતી હોય છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ જોડે કોઈ નિસ્બત જ નથી હોતી. યુવાની તો કામના જોશમાં નીકળી જાય પણ બુઢાપાનું શું? એમનો સમય ક્યા વીતે? એમનું કોણ સાંભળે? સવાલ તો ઘણાં છે જે જવાબ ઘડપણમાં જ શાયદ મળી શકે.
" બગીચામાં કેટલી ચહપહલ છે, નહિ?" કાકાના મુખથી શબ્દ ગુંજયો.
" હા ,છે. પણ સમય નથી કોઈને એકબીજા સાથે વાતચીત કરવાનો."
" જુવાની છે ત્યાંસુધી કદર નહિ થાય, સમય અને વ્યક્તિની. પણ પાકઠ વયે......" એટલુ બોલતા જ ચૂપકી સાધી લીધી. બોલવાની જરૂર પણ ન પડી. બંને એકજ ગાડીના સવાર હતા.
મોટાં મોટાં શહેરોમાં વૃદ્ધ અવસ્થા ધારણ કરનારની કઈક અંશે આવાજ હાલ હોઈ છે. છોકરાના લગ્ન થાય કે સ્વતંત્ર જિંદગીની માંગ ઉઠે જ. સ્વતંત્રતા શું પરિવારમાંથી વૃદ્ધને અલગ કરવાથી જ મળે? વૃદ્ધ ઘરમાં હોઈ તો શું ગુલામીનો અહેસાસ કરાવે? આ પ્રશ્નનો જવાબ મળી શકે તેમ નથી. મગનકાકા અને તેમના જેવા ઘણા વૃદ્ધના આવા જ હાલ છે. તેથી જ વૃદ્ધાશ્રમ આજે ઉભરાય રહ્યા છે.
મગનકાકા અને માલજીકાકા રોજ તે જ બગીચામાં મળવા લાગ્યા. પહેલા તો બંને વચ્ચે સંવાદ ઘણો ઓછો થતો પણ હૈયાની લાગણી હંમેશા વાતચીત કર્યા કરતી. ધીમેધીમે એક પછી એક એમ જોડાવા લાગ્યા અને આજે દસ જણાનું મોટો પરિવાર બની ગયો. રોજ સવાર સાંજ મળવુ,વાતચીત કરવી અને એકબીજાનો સથવારો બનવો. જાણે તે બગીચો એમના માટે ધરતી પરના સ્વર્ગ સમાન છે, એમને જાદુઈ ઊર્જા અર્પે છે. જે જીવનમાં જે એકલતા હતી તે દૂર કરીને ફરી સજીવન જીવવાની પ્રેરણા આપે છે.



( ગમેતેટલાં મોટાં પદ કે અમીર બની જાવ પણ માબાપને ક્યારેય તડછોડ શો નહિ. ઘણું સહન કરીને જ તમને ઉચ્ચ જિંદગી બક્ષી હોઈ છે. જેનું ઋણ ક્યારેય ભૂલતા નહિ.)