The race of life in Gujarati Motivational Stories by Rutvi books and stories PDF | જીંદગી ની દોડ

The Author
Featured Books
Categories
Share

જીંદગી ની દોડ


‌સવારના સાડા છ વાગ્યા હતા . ખૂબ સરસ વાતાવરણ હતું રાજેશ ભાઈ અને કિર્તી બેન શાંતિથી સૂતાં હતાં . ત્યાં અચાનક ‌કંઈક પડવાનો બહુ જોરદાર અવાજ આવ્યો . રાજેશ ભાઈ અને કિર્તી બેન ઝબકી ગયા અને ખૂબ જ ઝડપથી નીચે ગયા અને જોયું તો .... આરવે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી એ એના આલિશાન બંગલાના આઠમાં માળ માંથી નીચે કૂદ્યો પણ નીચે કાર હોવાથી એ બચી ગયો પણ ખૂબ લોહી નીકળ્યું એને ખૂબ ઈજા પહોંચી હતી એને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો .

રાજેશ ભાઈ બહું મોટાં બિઝનેસ મેન હતા . એમણે આરવ માટે ખૂબ ટ્યુશન રખાયા હતા પણ એમણે ક્યારેય આરવ ને એવું ક્યારેય નહીં પૂછ્યું કે બેટા કેવું ચાલે છે ‌તારે કેટલા વિષયો આવે છે ભણવામાં મજા આવે છે કે નહીં એવું ક્યારેય નથી પૂછતાં . આરવ એ રાજેશ ભાઈ નો ત્રીજા નંબરનો દીકરો હતો . રાજેશ ભાઈ ને ત્રણ દીકરા અને એક દિકરી હતી . રાજેશ ભાઈ ના મોટા બે દીકરામાં મોટો દિકરો પવન અને એની પત્ની ફેની અમેરિકામાં સ્થાયી થયેલાં છે અને બીજો દિકરો ધવલ કેનેડામાં જોબ અને સ્ટડી કરે છે. એમની દીકરી સ્વાતિ પણ યુકે મા રહે છે . આરવ એમનો નાનો દીકરો હતો . આરવ બાર સાયન્સ માં ધોરણમાં ભણતો હતો એના બાર સાયન્સ નું રિઝલ્ટ આવ્યું હતું . એણે જોયું એણે 92% ધાર્યા હતા પણ 78% આયા એને થયું પપ્પા એતો 92% ધાર્યા હતા પણ મારા ન આયા હવે શું કરું . એણે ખૂબ વિચાર્યું પણ એને છેલ્લે આત્મહત્યા નો વિચાર આવ્યો એણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો .

એને હોસ્પિટલ પહોંચાડ્યો . ડોક્ટર એ ઓપરેશન કરવાનું શરૂ કર્યું . રાજેશ ભાઈ અને કિર્તી બેન ને ખૂબ અફસોસ થયો . રાજેશ ભાઈ ઓપરેશન થિયેટરની બહાર બૈઠા હતાં ત્યારે એમનો બાળપણના નો મિત્ર આવ્યો . સુનીલ ભાઈ એ રાજેશ ભાઈ ના બાળપણ ના મિત્રો છે બાળપણ થી જોડે જ રહે . એવા ગાઢ મિત્રો . સુનીલ ભાઈ જોબ કરતા હતા . એ રાજેશ ભાઈ જેટલું નહોતા કમાતા પણ એમનો દીકરો ધૈર્ય આરવ જેટલો જ છે . એ એને જોડે મિત્ર ની જેમ રહે છે . રાજેશ ભાઈ એ બધી વાત સુનીલ ભાઈ ને કરી . સુનીલ ભાઈ ના પિતા આ હોસ્પિટલમાં દાખલ હતા એટલે એમણે રાજેશ ભાઈ ને જોયાં . એમણે બધું સાંભળી ને કહ્યું " રાજેશ મારો દીકરો પણ આરવ જેટલો જ છે એને પણ આરવ જેટલા જ ટકા આવ્યા છે પણ એણે મને આવી ને કહી દિધું કે પપ્પા મારે 78% આવ્યા છે મેં કહ્યું કે વાંધો નહીં તે મહેનત કરી છે એટલા નથી આવ્યા પણ તું હિંમત ના હારતો " સુનીલ ભાઈ એ કહ્યું . રાજેશ ભાઈ ને ખૂબ પછતાવો થયો કે હું પૈસા કમાવામાં એટલો ડૂબી ગયો હતો કે જેની માટે પૈસા કમાતો હતો . એનું જ ધ્યાન ન રાખી શક્યો ખૂબ એમને પસ્તાવો થયો .

એમણે સુનીલ ભાઈ ને કહ્યું " સુનીલ બાળપણ થી આજ સુધી શાળા ના પહેલા ધોરણ ની દોડ , સાઈકલ ની દોડ , ભણાવ્યા ની દોડ , પૈસા ની દોડ બધા માં હું જીત્યો પણ મારા દીકરા નો મિત્ર અને એનું ધ્યાન ન રાખી શક્યો . આજે હું ‌આ દોડ મા હારી ગયો અને તું જીતી ગયો . બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા આ જીંદગી ની દોડ માં ‌બધા જીતી નથી શકતા .