દિવ્યા ની મમ્મી ગોળ ગોળ વિચારમાં હતી. ક્યારે કે શુન્યમનસ્ત થઈ જતી હતી. ફરીથી હિંમત ભેગી કરીને એ સંસારમાં લાગી જતી હતી. એણે દિવ્યા સામે જોયું અને વિચાર્યું
" થોડીવાર ભલે ફળિયામાં રમતી. હું થોડા કામ પતાવી લઉં. એમ પણ હોય ને વહેલી હેતલ પાસે મુકવા જઈશ તો વળી ત્યાં હેતલને ગમશે નહીં."
વિચારતા વિચારતા દેવયાની મમ્મી ઓસરી સાફ કરવા માંડે છે. ઓ ઓ શ્રી સાફ કરતા કરતા કચરો ઉડી જાય છે અને એને થોડો પવન હોય એવું મહેસુસ થાય છે🌪🌪🌪 થોડો વંટોળો ચાલુ થયો હોય એવું એને લાગતું હતું.
અચાનક વાતાવરણ પોતાનું રુખ બદલતો હોય એવું ચાલુ થઈ ગયું. પવન સોસવાટા મારતો હોય એવી સિસોટીઓ વાગવા માંડી.💨💨. જાણે મેઘરાજાની આવવાની તૈયારી હોય એવું વાતા વાદળછાયુ વાતાવરણ થવા લાગ્યું હતું.🌨⛈️🌫 બે પાંચ છાંટાઓ પણ પડવા લાગ્યા. આ જોઈને ફળિયામાં રમતી દિવ્યા કુદરતી કુદરતી મમ્મી પાસે ઓસરીમાં આવી ગઈ.
" મમ્મી વરસાદ આવવાનો છે આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ઢેબરીયો ઢેબરીયો ઢેબરીયો વરસાદ"
"હા દીકરા, વરસાદ આવવાનો તો વાતાવરણ બની ગયો છે પણ આવે ત્યારે સાચો"
"મમ્મી હું તને કહી દઉં. હું તો સ્કૂલે જઈશ મારી બેનપણી હેતલ સાથે.મારે તો હેતલ સાથે જાવું છે."
"હા, તું થોડીવાર ખમ હું તને મુકવા આવીશ હોને"-- દિવ્યા ના મમ્મી આકાશ સામે જોતા જોતા બોલ્યા.
આકાશ આમ તો સાફ હતો. ક્યારેક ક્યારેક સૂર્ય વચ્ચે આઉકલી પણ કરતો હતો. દિવ્યા ના મમ્મી ને લાગ્યું કે આ પવનના લીધે ભેગા થયેલા થોડા બે પાંચ વાદળાઓ પણ વિખેરાઈ જશે. કોઈ એવો વરસાદ આવી પડે એવું વાતાવરણ નથી. ચાલો હું દિવ્યાને હેતલ પાસે મૂકી આવું.
" રંભાબેન, કેમ છો તમે? હેતલ ક્યાં છે? "
દિવ્યા ના મમ્મી હેતલના ઘરમાં એન્ટ્રી લેતા સાથે જ રંભાબેન ને જોઈને બોલ્યા.
" આવો આવો, બસ જો મજામાં? આ પવન ના લીધે મેં પાપડ સુકાવ્યા હતા એ બધા ઉડવા લાગ્યા એટલે જો બધા ભેગા કરું છું.હવે છાયડે પાપડ સુકાશે તો એ ફાટી જશે"
" હા એવું થઈ શકે. પણ વરસાદના કોઈ એંધાણ નથી ખાલી વાતાવરણ બદલાયું હોય એવું લાગે છે. જોવાને તડકો છાંયડો તડકો છાંયડો થાય છે. અને આટલા પવનમાં જે આ બે પાંચ વાદળો ભેગા થયા છે એ છૂટા થઈ જશે. એવું વિચારીને જ હું દિવ્યાને તૈયાર કરી અને હેતલ પાસે મુકવા આવી છું."
" હા એમ બી હેતલ તો સ્કૂલ ક્યારે પાડતી નથી વરસાદ હોય તો એ જાય એ જ એવી છે. દિવ્યા બેટા અહીં આવો મારી પાસે બેસ હેતલ હમણાં જ આવે છે હો"
" આજે થોડો વરસાદ જેવું છે હેતલને કેજો થોડો દિવ્યાનો ધ્યાન રાખે અને સલામતીપૂર્વક લઈ આવે."
" હા તમે ચિંતા ના કરો.હું હેતલને કહી દઈશ. એને મારી પાસે બેસાડો.હજી સ્કૂલે જવાની વાર છે. હેતલ તો નહાવા ગઈ છે.તૈયાર થઈને આવશે પછી બંને થોડીવાર રમશે, પછી સાથે સ્કૂલે નીકળી જશે."
" હા તમે છો તો મને ચિંતા નથી. હું તમારી દીકરીને ક્યારેય સ્કૂલે ના મોકલો. તમને એનો મગજ ખબર છે ને. ના કરે નારાયણ ને કાંઇ આડા અવળું થાય તો? આ તો તમે મને આટલી હિંમત આપી અને દિવ્યાની જવાબદારી લઈ અને હેતલ એને લઈ જાય છે મૂકી જાય છે એટલે ચિંતા નથી. બાકી મારી અસ્થિર મગજ ની દીકરી ને હું ક્યારેય સ્કૂલે ના મોક્લું. "
" અરે એવું ના વિચારો દીકરી તો ભગવાને દીધેલું ધન છે. જેમ મારી દીકરી એમ તમારી દીકરી. અને ભગવાન કંઈક સારું કરશે એના મગજમાં મોટી થશે એમ ફેર થતો જશે. થોડા સમય પછી જોજો એ નોર્મલ થઈ જશે. ભગવાન પર ભરોસો રાખો. "
"સારું છે તમારા સારા શબ્દોથી મને હિંમત મળે છે ચાલો હું જાઉં છું. હું મિલે કામે કરવા જઈશ. સાંજે 5:00 વાગે પાછી આવી જઈશ. "- આવો વિચારીને દિવ્યાના મમ્મી એના એ ચા સાડી ચંપલ એ મિલ તરફ આગળ વધતા જતા હતા અને હેતલ ના મમ્મી એને રસ્તા પર નિહાળી રહ્યા હતા.
" કેવી જિંદગી છે આ બાય ની પણ. નાનો અમથું સરસ મજાનો કુટુંબ હતું. ઘરવાળો સાસુ સસરા અને પ્રેગ્નેટ એ હતી. ઘરમાં કાંઈ ઘટતું નહોતું જાવ જલાલી હતી. ન કરવાનું નારાયણ અને એ ગોઝારા એકસીડન્ટમાં ઘરવાળા અને સાસુ સસરા બધા જ ઉપર જતા રહ્યા. અને ભગવાને કીધું તો ભી આ મંદબુદ્ધિનો બાળક. ના કોઈ કુટુંબના લોકોએ મદદ કરે છે ના કોઈ પિયર પક્ષથી મદદ કરે છે. બિચારી બાઈ એકલી એકલી કમાય છે અને દીકરીનો ઉછેર કરે છે. "_- આવું વિચારતા વિચારતા એમના મનમાંથી દુઆ નીકળી ગઈ.
" હે ભગવાન! તું ક્યાંક તો હોઈશ ને? તુ આ બધું જોતો પણ હોઈશ ને? શું ક્યારે તારુ મન આ બધું જોઈને પીગળતું નથી? ભગવાન આ બાય નો જીવન સરળ બનાવજે. . 🙏
********* ***** ****
સ્કૂલે જવાનો ટાઈમ થાય છે. હેતલ નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે જમી લે છે. ત્યાં સુધી દિવ્યા ફળિયામાં ખાટલા પર બેસી રહેલી હોય છે અને હેતલને જોયા કરતી હોય છે.
હેતલને અણગમો તો થાય છે પણ મમ્મી સાથે ખાટલામાં બેસેલી હોય પોતે કંઈ બોલી શકતી નથી. એ વિચારે છે " આ રોજ રોજ વહેલી આવી જાય છે. મારા માથે બેસીને સ્કૂલે ના લઇ જાવ ત્યાં સુધી મારે પાછળ ફરિયા કરે છે. આનો શું કરવું એ જ નથી સમજાતું. " - વિચારતી વિચારતી એ પોતાનો સ્કૂલબેગ લે છે ખભે લટકાડે છે. પોતાની પાણીની બોટલ ભરે છે અને ગળામાં પહેરી લે છે.
" મમ્મી હું તૈયાર થઈ ગયો 12:15 થવા આવ્યા છે. અમે સ્કૂલે નીકળીએ છીએ. ચાલ દેવલી ઊભી થા ફટાફટ. યાદ રાખજે રસ્તામાં મોઢામાં અંગૂઠો નાખીને ચૂસ્યો છે તો હું તને નહીં લઈ જાવ"
હેતલ નો હુકમ મળતા જ દિવ્યા ફટાફટ ઊભી થઈ ગઈ " હું અંગૂઠો નહિ ચુસુ"
હેતલના મમ્મીએ દિવ્યા ના સામે જોયો અને બોલ્યા
" એક મિનિટ હેતલ, આ તારું કેવું વર્તન છે. આવી રીતે વર્તન ના કરાય બેટા. દેવયાની તબિયત સારી નથી. એના મમ્મી તારા ભરોસે સ્કૂલે મોકલે છે. તારે એનું ધ્યાન રાખવાનું લઈ જતી વખતે અને લઈ આવતી વખતે ઓકે? "
" ઓકે મમ્મી. તો પણ હંમેશા મને જ ઠપકો આપતી હોય. તને ખબર છે આ કેવી છે? મારા બધા ફ્રેન્ડ મારા ઉપર હશે છે હું આની સાથે હોય ત્યારે"
" કોઈ ના હશે દીકરા, હશે એ લોકો સામે આપણે નહીં જોવાનું તારે દિવ્યાને જવાબદારી પૂર્વક લઈ આવવાની. ઓકે? "
" ઓકે મમ્મી"- હેતલ એ મમ્મી હું કરો તો ભણી લીધો પણ મનમાં ને મનમાં વિચારતી હતી કે " આને હું દરરોજ લઇ આવો ,મૂકી આવો, આખો દિવસ મને ચીપકી રહે, ક્યાંય શાંતિથી કામ કરવા નથી દેતી...મને જ્યારે મોકો મળશે ત્યારે હું એને બરાબર નો પાઠ ભણાવીશ.... ---
એ દિવ્યા નો હાથ ઘસીને પકડે છે અને ફટાફટ સ્કૂલ તરફ મોટા મોટા ડગલા ભરવા માંડે છે. દિવ્યા પણ પાછળ ઢસડાથી ઢસડાતી દોડે જાય છે હેતલની પાછળ.
" મને કાંટો વાગ્યો હેતલ ઊભી રે ઉભી રે"
હેતલ દોડે જાય છે, દોડે જાય છે અને વગેલા કાંટાએ બિચારી દિવ્યા એની પાછળ દોડી દોડી જાય છે અને સ્કૂલ સુધી પહોંચી જાય છે...😮💨પગમાંથી લોહી નીકળવા લાગે છે🔺🔺
--- દિવ્યા રણ મસ્ત થઈ જાય છે સ્કૂલના ગેટ પાસે પહોંચતા પહોંચતા. હેતલ એનો હાથ છોડી દે છે અને બોલે છે
" તું ફટાફટ તારા ક્લાસમાં જા સ્કૂલમાં કોઈ મને તારી સાથે જોશે તો મને બિલકુલ નહીં ગમે"
" મને લાગ્યું છે મને લોહી નીકળે છે"
" તું ક્લાસમાં જઈને ટીચર ને કે ટીચર તને કાંટો કાઢી દેશે"
હેતલ એકદમ નિર્દય હોય એ રીતે દોડીને પોતાના ક્લાસમાં જતી રહે છે અને દિવ્યા લંગડાતા લંગડાતા પગે પોતાના ક્લાસ તરફ જાય છે.😓😓
આગળ સ્કૂલમાં શું થાય છે તે જાણવા માટે. . . . . . Stay connected